વિશ્વાનલ સમય પર કીએરલકીપપા પર પોહંચી ગયો. એડલવુલ્ફા તેની રાહ જોતી કિયેરલકીપપાના ધાબે બેસેલી હતી. તેનું ધ્યાન લોકો કરતા ડૂબતા સૂરજ પર વધુ હતું. જયારે વિશ્વાનલ આવ્યો, ત્યારે તે તો ઓળખાયો જ નહિ. વિશ્વાનલ તો ખુબ જ બદલાઈ ગયો હતો. તે એકદમ પાતળો હતો. એકદમ... મૃત દેહ જેવો પાતળો. એનું મોઢું તો સુકાઈ ગયું હતું, હાથમાં રીતસર હાડકા દેખાતા હતા. કપડાં લાંબા હતા, તેના ઘૂંટણ સુધી પોહંચતા હતા. અને વાળ નાના નાના હતા.
'ઓહ.. વિશ્વાનલ?'
'બિલકુલ. લાગતું જ નથી ને, કે આ હું જ છુ?'
'અલગ, સાવ અલગ. પણ આ કઈ રીતે થયું?'
'મને પણ નથી ખબર. ઠંડક થી પાતળા થવાતું હશે, કદાચ?'
'તું બરાબર જમે તો છે ને?'
વિશ્વાનલ હસવા લાગ્યો.
'કામની વાત પર આવીયે?'
'હા. તો, એનર્જી મારે...'
કહતા વિશ્વનાલના માથે એડલવુલ્ફે જોસથી તેની કોણી પછાડી. અને વિશ્વાનલ તો એડલવુલ્ફાં સામે જોતોજ રહ્યો. તેને કશું ન થયું.
'એડલવુલ્ફા?'
હવે તો તેને હતો. આને શું થઇ ગયું હતું?
ત્યાં તો વિશ્વાનલ એ એડલવુલ્ફાને ધક્કો મારી જમીન પર પાડી દીધી. એડલવુલ્ફાએ વિશ્વાનલના પગ ખેંચી લીધા. તે નીચે પડ્યો, અને એડલવુલ્ફા ઉભી થઇ, અને ભાગી ગઈ.
વિશ્વાનલને આ વિચિત્ર લાગ્યું. એડલવુલ્ફાં આવું ન કરે. પણ એડલવુલ્ફાં તેને મારતી કેમ હતી? કશુંજ ન સમજાતા તે ઉભો જ રહી ગયો.
કીએરલકીપપા મતલબ "સિતારાઓનું સ્થળ". અહીં આકાશ માંથી તારા પડતા હોય તેવું જોવા મળતું. આ જોવા માટે જ લોકો અહીં આવતા.
વિશ્વાનલ કીએરલકીપપા માંથી બહાર નીકળી ગયો. રાત્રિની ઠંડકમાં શીતળ પવન વહેતો હતો. હવે કાલે એક જણને મળવાનો હતો, ડીલ કરવા. પણ આજે તો... એડલવુલ્ફા, વળી વળી ને મનમાં તેના જ વિચાર આવ્યા કરતા હતા. તેના વિચાર કરતા વિશ્વનલે જમણા હાથના ટેરવા તેના મોઢામાં મુક્યા.
પણ પછી, કોઈ વિચાર જ ન આવ્યા. સૃષ્ટિ ફરતી હોઈ, તેવું લાગતું હતું... આ શું થાય છે-00000એફવાદફનરફવગજરપોજ.....;.'..
પછી વિશ્વાનલની આંખો તો ખુલી, પણ આ વખતે તેની આંખો સમક્ષ મૌર્વિ હતી. મૌર્વિ? હેં? આ શું થઇ રહ્યું હતું? વિશ્વાનલ તો જોતોજ રહી ગયો. તેની પાછળ કોઈ હલ્યું. જાણે કોઈ માણસ તેની પાછળ હતું, તેવું વિશ્વાનલને લાગ્યું.
અને તે માણસ નો પડછાયો મૌર્વિ પર પડતો હોઈ તેવું લાગતું.
'વિશ્વાનલ'
'ના. આ વિશ્વાનલ નથી.'
'આ વિશ્વાનલ જ છે.'
મૌર્વિ ભૂત સાથે વાત કરતી હોઈ તેવું તેને લાગી રહયું હતું. મૌર્વિને શું કોઈ માનસિક રોગ થયો હતો?
'કોણ છે તું?' પોક મારી વિશ્વાનલને મૌર્વિએ પૂછ્યું.
'વિશ્વાનલ!'
વિશ્વાનલને જોતા મૌર્વિને લાગતું જ ન હતું કે આ... કે આ એજ વિશ્વાનલ છે. એજ જાડિયો વિશ્વાનલ.
'મૌર્વિ.'
વિશ્વાનલના મોઢે થી મૌર્વિ સાંભળી મૌર્વિતો દંગ જ રહી ગઈ હતી.
'વિશ્વાનલ.. તને ખબર છે, તું... તું મને મારા પ્રશ્નનો જવાબ આપીશ?'
'શું?'
'આ શું ચાલી રહ્યું છે?'
'શું?'
'મને કશું જ સમજાતું નથી. હેલિકોપટરમાં બેસ્યા પછી શું થયું, શું હતું, બધા જોડે શું થયું, આમ કેમ થયું,.... આહ!'
'મૌર્વિ, હું અહીં કેવી રીતે આયો?'
'એડલવુલ્ફા. તે મારી એજન્ટ છે.'
'અને તે મને કેવી રીતે અહીં લાવી?'
'મને નથી ખબર. પહેલા તું મારા પ્રશ્ન નો જવાબ આપ.'
'ના. મારે જાણવું છે. શું થયું?'
એડલવુલ્ફા તેની સમક્ષ આવી. ઊંધા છતાં વાળ સાથે તે એકદમ ડાકણ જેવી લાગતી હતી. ભયાનક.
'તો સાંભળ. કીએરલકીપપામાં મારો ભાઈ કામ કરે છે. તે શરુ થાય તેના અડધો કલાક પહેલા હું તેને મળી. જ્યાં હું ઉભી હતી, જમીન પર એક એનેસ્થેટિક વેરાયેલું હતું. મેં તારા માથે કૂણી મારી ત્યારે તું પાળ્યો નહિ, પણ તારા પગ ખેંચતા નીચે પાળ્યો, હાથ ઉપર તે લાગી ગયું. બાદ જો તે તારા હોઠ, આંખો, કે મોઢાને સ્પર્શ કર્યુ હશે, તો તું બેભાન થઇ ગયો હોઈશ. હું તો કીએરલકીપપાની થોડીક દુર ઉભી હતી, તને પડતા જોઈ હું તારા તરફ ભાગી, અને અહીં લઇ આવી.'
'બસ. હવે તું મારા પ્રશ્નનો જવાબ આપ.'
વિશ્વાનલ પહેલા તો મૌર્વિને જોતોજ રહ્યો.
પછી તેને ચાલુ કર્યુ...
હેલીકોપટરમાં બેસ્યા હતા. બધા આકાશમાં હતા.
અને પછી...