જેલ નંબર ૧૧ એ - ૨૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૨૧

આજનો શિકાર વિશ્વાનલ. વિશ્વાનલ સર્બિયાના ભીના ઠંડા ખૂણા માં ફરતો એક ચોર હતો. બરફ ચોરી તેમાંથી એનએજિયાસ નામની એનર્જિ ચોરી લઈ તે યુટીત્સ્યા ના જ લોકો ને વેચતો. તે હમેશા થી યુટીત્સ્યા ના એવા લોકો સાથે ભળી જતો જે શક્તિ તથા ઘૂસ બંનેવમાં માનતા હોય. તે પોતાનું નામ બદલી નાખે, કે પોતાનું સર્વત્ર બદલી નાખે, અને કઈક કરતાં કઈક લોકો થી બચી જાય. યુટીત્સ્યામાં તેની સામે કોઈ ગુના નથી લખેલા, પણ લખેલા છે, કારણકે તેને રાખેલ દર રેક નામ પર ગુના અરજી કરવામાં આવ્યા છે. વધારેમાં વધારે ૭૦ જેટલા ગુના હસે. વિશ્વાનલના જૂન ગુના પણ આવી ગયા. તાપમાન -2 હતું, અને એક બરફનું તુફાન આવ્યું હતું. આ તુફાનમાં વિશ્વાનલ થોડોક હતો તેથી પાતળો લાગે, પણ તે હતો નહીં. હજુ તે ખૂબ જાડો અને શક્તિ શાળી હતો. તુફાનમાં તે પથ્થર પાસે છુપાઈ ગયો હતો. ધગડા જેવા કપડામાં તેનું વજન ત્રણ ગણું વધી ગયું હતું.

એક બાજુ એડલવુલ્ફા હતી. જે વિશ્વાનલને ફોન કરી રહી હતી. અને આ ફોન કરતાં વખતે તે ચાલી રહી હતી, આખા ઘરમાં. વાત તો તેમ છે, કે ફોન વિશ્વાનલે ઉપાડ્યો.

‘વિશ્વાનલ?’

‘એડલવુલ્ફા?’

‘ડીલ કરવી છે?’

પાછળ થી બરફ તૂટવાનો અવાજ આવતો હતો.

‘હા. કોણ?’

‘મ. ની. શ્રુીસ્ઈ. યુટીત્સ્યામાં છે.’

‘યુટીત્સ્યામાં શું કરે છે?’

‘કચરો. કચરો ઉપાડવાનો હેડ છે. તેના લોકો સ્ટ્રાઇક પર છે. અને કામ પતાવવાનું છે. મશીન છે, એનર્જી જોઈએ છે.’

આવા તો કેટલાય કિસ્સા પ્રચલિત હતા. કામ કરાવવા હેડ ચુને, પણ તેના લોકો કામ ન કરે તો હેડે કરવા પડે, કરી શકે તેથી વધુ હોય તો મશીન થી કરાવવું, પણ કરાવવું. મશીન ઓછા ખર્ચ માં એનેજિયાસ એનર્જિ પર ચાલે, સમય થી પહેલા કામ પતે. યુટીત્સ્યા કહે આ નિયમો ને આધીન છે, પણ.. આમ તો ચાલે.

‘મશીન કોનું છે, કેટલું જૂનું ને કેટલું મોટું છે?’

‘વિગતવાર કહીશ, પણ મળવું પળશે?’

‘કેટલા?’

‘70,000, 00.’

‘મળીએ. ક્યારે?’

‘આજે રાત્રે?’

‘જગ્યા હું કહીશ.’

એટલું કહેતા ફોન મૂકી દીધો. અને એડલવુલ્ફા તો ખાલી જોતીજ રહી. આજે રાત્રે મૌર્વિને પહેલું શિકાર આપવાનું છે, અને શિકાર તો આવવાની જ ના પાડે છે. કઈક તો કરવું પડશે. આને જલ્દી બોલાવવો પડશે. ત્યાં સુધી મૌર્વિને સમજાવવાનું.

પણ પછી ફોન આવ્યો.

‘એડલવુલ્ફા. આજે હું આવીશ. કીએરલકીપપા.’

એડલવુલ્ફા સમજી ગઈ. આ જગ્યાએ તે લોકો પહેલા પણ મળ્યા હતા. અને તે મૌર્વિ ના ઘર થી થોડીક નજીક પણ હતી.

વિશ્વનાલ થોડોક બુધ્ધિ વગરનો હતો. તે આરામ થી ઝાંસામાં આવી જશે. અને આજે તો આવી જ ગયો, તેમ સમજો.

મૌર્વિ મોડી આવશે તો તેની સામે વિશ્વાનલ હશે. તે ખુશ થઈ જશે. એડલવુલ્ફા કદાચ બચી જાય.

અને વિશ્વાનલ સાથે તો એડલવુલ્ફા ને બદલો લેવાનો હતો. એક વાર એક હિસાબ બાકી રહી ગયો હતો, શિકાર સામે શિકાર તો મળ્યો, પણ ઓછો. અને એ ઓછો એડલવુલ્ફા ને ખપે નહીં. હવે આવશે આ ખપે તેવો બદલો.

એડલવુલ્ફા સમય ગણવા લાગી. સમય નિયમિત હતો. વિશ્વાનલ એક જ સમયે મળતો, સૂરજ ઢળતા તરત જ.

એક.. બે.. ત્રણ.. ચાર..

ખબર નહીં કઇ રીતે, પણ એડલવુલ્ફા ને ઊંઘ આવી ગઈ. તે જ્યારે ઉઠી ત્યારે અડધો જ સમય બાકી હતો, અને એડલવુલ્ફા ના મનમાં એક વિચાર ગણ - ગણ તો હતો. એક જ વિચાર.

અને તે વિચાર ને અમલ કરતાં તે ફરી નીકળી પળી, તેની સાઇકલ પર એક નવી દિશા તરફ, જાળ બિછાવવા.

આવો, વિશ્વાનલ મહારાજ, હવે અહીં પધારો!