Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૨

જીનલ ના મૃત્યુ પછી જીન એકલો પડી ગયો હતો. જીન વિચાર આવ્યો હતો કે હું રાજા તેજમય ની આત્મા પાસે જતો રહું પણ તેને હવે કેદ રહેવું ન હતું એટલે તેણે નક્કી કર્યું હું આમ જ વિસરતો રહું અને જ્યાં સુધી કોઈ મને બોલાવે નહિ ત્યાં સુધી હું આમ જ વીસરતો રહીશ.

સમય વીતવા લાગ્યા. જ્યાં જીનલ રહેતી હતી તે મહેલ અને નગર એક ભૂકંપ આવવાથી નષ્ટ થઈ ગયું. ખંડેર થયેલો મહેલ જમીનમાં દફન થઈ ગયો હતો. અને આ મહેલમાં જેમાં જીન પહેલા વાસ કરી રહ્યો હતો તે ચિરાગ પણ આ જમીનમાં દફન થઈ ગયો હતો.

જીન ને હવે તે લોકો જ સાદ કરીને બોલાવી શકતા હતા જે જીન ને ચિરાગ દ્વારા બહાર કાઢ્યો હોય. ચિરાગ સાથે જીન નો નાતો હતો. અત્યાર સુધી વિસરતા જીન ને કોઈ સાદ કરીને બોલાવી શક્યું ન હતું. અને અત્યાર સુધી તે જમીનમાં દફન થયેલ ચિરાગ ને બહાર પણ કોઈ લાવી શક્યું ન હતું. એટલે જીન આકાશ માં વિસારતો રહ્યો.

જીવન સાહેબ ની અહી "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ કાવ્યા ને સંભળાવી પૂરો કરે છે. જીનલ સાહેબ ની આત્મા કાવ્યા પાસે થી રજા લઈને પોતાના સ્થાન જવા નીકળે છે. ત્યાં કાવ્યા તેને રોકે છે અને જીવન સાહેબ ની આત્મા ને છેલ્લો સવાલ કરે છે.

જીનલ જે નગરમાં રહેતી તે નગર ક્યાં નામથી ઓળખાતું અને હાલમાં તે જગ્યાનું નામ શું છે..?

તે નગર નું નામ હતું ત્રિકમગઢ અને તે જગ્યા ત્રીનેત્રપુર થી થોડે દૂર પૂર્વ પર આવેલી છે.
જીવન સાહેબ જવાબ આપી પોતાના સ્થાને નીકળી જાય છે.

કાવ્યા ના મનમાં હવે જીન વિશે કોઈ સવાલ રહ્યા ન હતા. પણ તે હવે બુક નો બીજો ભાગ સાંભળી ને ખુશ હતી. મનમાં એક લક્ષ્ય થયો કે ગમે તે ભોગે ત્રીનેત્રપુર પહોંચી જમીન માંથી ચિરાગ બહાર કાઢવો.

બીજા દિવસ ની સવારે કાવ્યા કોલેજ જવાના બદલે ત્રીનેત્રપુર જવા નીકળી ગઈ. તેને હવે કોઈ બસ ની જરૂર હતી નહિ તે જાતે ઉડી શકે તેટલી શક્તિ તેની પાસે હતી. એટલે અદ્રશ્ય થઈને કાવ્યા ઉડી. ધ્યાન દ્વારા ત્રીનેત્રપુર ક્યાં આવેલું તે ખબર પડી ગઈ હતી એટલે થોડી મિનિટો માં કાવ્યા ત્રીનેત્રપુર પહોંચી ગઈ અને ત્યાં થી પૂર્વ દિશામાં તે જગ્યા પહોંચી ગઈ જ્યાં મહેલ દફન હતો.

એકદમ વિરાન જમીન હતી. જંગલ કે ખેતર હતું નહિ, પણ થોડા વૃક્ષો ના કારણે તે જમીન નો પટ થોડો હરિયાળો લાગી રહ્યો હતો.

કાવ્યા એક ઝાડ નીચે બેસીને ધ્યાન કરવા લાગી અને એ જાણવાની કોશિશ કરતી રહી કે કઈ ચોક્કસ જગ્યાએ ચિરાગ છૂપાયેલો છે. ધ્યાન માંથી જાગી ને કાવ્યા એક જગ્યાએ ઉભી રહી ને નીચે જમીન ને જોઈ રહી. જાણે તેને જામીન પર ચિરાગ ની સાથે બીજુ કોઈ દફન પણ થયું હશે.

પોતાની પાસે રહેલી શક્તિ તેણે હાથ પર લાવી એ શક્તિ દ્વારા ત્યાં મોટો ખાડો તૈયાર કર્યો. ખાડો તૈયાર થતા કાવ્યા એ નીચે નજર કરી તો એ જ ચિરાગ હતો જે ચિરાગ ની અંદર જીન વાસ કરતો હતો.

કાવ્યા એ તેની શક્તિ થી તે ચિરાગ બહાર કાઢ્યો અને સાથે લઈને ઘરે નીકળી ગઈ. પણ ચાલતી વખતે તેને એવું લાગી રહ્યું હતું કે કોઈ તેની પાછળ પાછળ આવી રહ્યું છે. એક વાર પાછળ નજર કરી પણ કોઈ દેખાયું નહિ એટલે કાવ્યા એ તેને નજર અંદાજ કર્યું અને તે ઘરે પહોંચી.

રૂમ બંધ કરીને કાવ્યા એ જીન નું આહવાન કર્યું. ત્યાં થોડી જ ક્ષણોમાં જીન ત્યાં હાજર થઈ ગયો. જીન ને એક પણ કાવ્યા એ સવાલ કર્યો નહિ. તું ક્યાં હતો, ક્યાં રહે છે, બસ તેની ઈચ્છા પરી બનવાની હતી તે તેણે જીન આગળ વરદાન માંગી લીધું.

હે જીન... તું સાચે જીન હોય તો અને મારા આહવાન થી તું પ્રગટ થઈ મારો ગુલામ બની ગયો હોય તો મને પરી બનાવી દે.

જીને ધ્યાન ધરીને હાથમાં એક છડી ઉતપન્ન કરી અને તે છડી કાવ્યા ને આપી. અને તેના શરીર માંથી એક શક્તિ બહાર લાવી ને કાવ્યા ના શરીર માં દાખલ કરી. ત્યાં તો કાવ્યા એક સુંદર પરી બની ગઈ. જેવી જીનલ દેખાઈ રહી હતી તેવી કાવ્યા દેખાઈ રહી. સફેદ ચમકતા કપડાં, હાથમાં એક છડી, માથા પર સ્ટાર વાળો મુંગત અને આખા શરીર પર તેજ હતું.

શું જીન હવે કાવ્યા સાથે જ રહે છે કે ત્યાં થી નિકળી જશે..! કાવ્યા નો પીછો કોણ કરી રહ્યો હતો તે જોઇશું આગળના ભાગમાં...

ક્રમશ..