Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૧


મહાકાય માણસ આગળ વધુ નુકશાન કરે તે પહેલા જીનલ જીન ને રસ્તો બતાવે છે.
આ મહાકાય માણસ ને મારવા માટે જીન તારે એક તેના જેવો જ શક્તિશાળી માણસ પ્રગટ કરવો પડશે અને તે શક્તિશાળી માણસ ને પેલા મહાકાય માણસ સામે લાવવાનો રહેશે. પછી બંને ની સામે લાવતા પહેલાં તે ઉતપન્ન કરેલા શક્તિશાળી માણસ ના શરીર માં વિષ લગાવી દેવાનું. જ્યારે શક્તિશાળી માણસ સાથે મહાકાય માણસ ની ટક્કર થશે અને એક સામાન્ય માણસ ની જેમ સમજી ને તે મહાકાય માણસ તેની સાથે યુધ્ધ કરશે. પણ જો શક્તિશાળી માણસ પેલા મહાકાય માણસ સામે હારી જશે તો તે શક્તિશાળી માણસ નો ખોરાક બનાવશે પછી તે માંસ ખાતી વખતે આ મહાકાય માણસ નું મોત થઈ જશે.

જીનલ જે કહ્યું તેમ જીન કરવા લાગ્યો. પહેલા તેના અંગ માંથી એક શક્તિશાળી માણસ ને ઉતપન્ન કર્યો અને એક ઝેરી વનસ્પતિ તેના અંગ ઉપર લગાવી દીધી. તે વનસ્પતિ તેં માણસ નું અંગ ઢાંકવાનું પણ કામ કર્યું. તે ઉતપન્ન કરેલ શક્તિશાળી માણસ ને જીન આજ્ઞા કરે છે.
જાઓ અને પેલા મહાકાય માણસ સાથે યુદ્ધ કરી વીરગતિ પામો.
આજ્ઞા મળતા ઉતપન્ન થયેલ શક્તિશાળી માણસ તે મહાકાય માણસ પાસે પહોંચે છે.

તેના જ કદ જેટલો મહાકાય માણસ જોઈને પેલો મહાકાય માણસ ઊભો રહી જાય છે અને બે ઘડી જોઈને વિચાર કરે છે.
આ વળી કયો માણસ....?
લાગે છે પેલા જીન નું કામ હશે મને મારી નાખવાનું.
આને પણ સબક શીખવવાડી દવ એટલે તે પણ અહી થી ભાગ્યો જાય.

શક્તિશાળી માણસ પાસે આવી ને મહાકાય માણસ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જીને આ શક્તિશાળી માણસને શક્તિ નહિ પણ મોટા કદ નો માણસ જ બનાવ્યો હતો. જોતા એવું લાગે કે આ માણસ બહુ શક્તિશાળી હશે એટલે તેનું નામ તેણે શક્તિશાળી રાખ્યું.

બંને વચ્ચે યુદ્ધ તો શરૂ થયું પણ મહાકાય માણસના પ્રહાર થી શક્તિશાળી માણસ તેની સામે ટકી શક્યો નહિ અને મહાકાય માણસ ના પ્રહાર થી શક્તિશાળી માણસ જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો.

ઘણા દિવસ થી મહાકાય માણસ ને પૂરતો ખોરાક મળ્યો ન હતો એટલે તે ભૂખ્યો હતો. આટલો મોટો માણસ જોઈને મહાકાય માણસ ની ઈચ્છા તેને ખાઈ જવાની થાય છે. તેણે ધીરે ધીરે પોતાનું કદ સામાન્ય કર્યું અને તે શક્તિશાળી માણસ પાસે આવી ને તેને ખાવા લાગ્યો.

જીન અને જીનલ આ મહાકાય માણસ ને દુર થી જોઈ રહ્યા હતા કે ક્યારે આ મહાકાય માણસ ઝેર વાળો માણસ ને ખાઈ ને મરી જાય. પણ પેલો મહાકાય માણસ તો બિન્દાસ થી શક્તિશાળી માણસ ને ખાઈ રહ્યો હતો. એવું લાગે કે તેને ઝેરી વનસ્પતિ ની કોઈ જ અસર થઈ રહી નથી. આ જોઈને જીન અને જીનલ એક બીજાની સામે જોઇને ચિંતા કરવા કરવા લાગ્યા કે આખરે આ મહાકાય માણસ ને કેવી રીતે ખતમ કરવો.

હજુ તો મહાકાય માણસ ખોરાક આરોગી રહ્યો હતા ત્યાં જીનલ થોડી નજીક જીન પાસે આવીને તેના કાન માં કઈક કહે છે. જીન ના કાનમાં જીનલ ના શબ્દો સાંભળતાં ની સાથે બંને મહાકાય માણસ પાસે ચાલતા થયા.

હજુ તો મહાકાય માણસ ને ખબર પડે કે જીન અને જીનલ ફરી મારી પાસે આવી રહ્યા છે તે પહેલાં તો જીનલે જીન ને કહ્યું હતું તેમ જીન પોતાની શક્તિ થી મહાકાય માણસ પર પ્રહાર કરવા લાગ્યો. તો સાથે જીનલ પણ પોતાની છડી વડે મહાકાય માણસ પર પ્રહાર કરવા લાગી. જીન અને જીનલ એમ હતું કે આ મહાકાય માણસ ને ઝેરી વનસ્પતિ ની કોઈ જ અસર થઈ રહી નથી. પણ અસલમાં તે ઝેર ધીરે ધીરે આ મહાકાય માણસ પર અસર કરી રહી હતી. ઉપર થી જીન અને જીનલ ના અચાનક પ્રહાર થી આ મહાકાય માણસ ટકી શક્યો નહિ અને મૃત્યુ પામ્યો.

મહાકાય માણસ ના મૃત્યુ થવાથી જીનલ ખુશ થાય છે. અને જીન ને પોતાની સાથે મહેલમાં લઈ જાય છે. સાથે નગરજનો ને જાણ કરે છે. મહાકાય માણસ માર્યો ગયો છે. આ સમાચાર થી નગરજનો પણ ખુશ થઈ નાચવા લાગે છે.

જીનલ સાથે જીન આરામ થી મહેલમાં રહેવા લાગે છે. નગરનું કોઈ પણ દુઃખ હવે બંને સાથે મળીને દુઃખ દૂર કરતા. જીનલ અમર તો હતી નહિ તે એક માણસ હતી. સમય જતાં જીનલ ઘરડી થાય છે અને મૃત્યુ પામે છે.

જીનલ ના મૃત્યુ પછી જીન આખરે ક્યાં રહે છે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...