પ્રેમ ની દિવાળી Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની દિવાળી

દિવાળી એક એવો તહેવાર છે,જે બધા ને ગમતો જ હશે?
હા એ જુદી વાત છે કે,દરેક માટે દિવાળી અલગ અલગ યાદો લઈ ને આવે છે..નાના થી મોટા દરેક આ તહેવાર ને લઈ ને ઉત્સાહ માં હોઈ છે..આજે આપણે આવી જ એક દિવાળી ની ખાટી મીઠી યાદો તાજી કરીએ...

આમ તો હું દરેક તહેવાર ખૂબ ધામ ધૂમ થી ઉજવું,કેમ કે અમારી વૃંદાવન સોસાયટી માં બધા તહેવાર માં રોનક જ કંઈક અલગ હોય છે.હોળી હોઈ કે દિવાળી,નવરાત્રી કે ઉત્તરાયણ,અમારે દરેક તહેવાર માં આનંદ ની હેલી હોઈ છે.આજે આ દિવાળી પર મને પણ કોઈ ની રાહ છે... જોઈએ કોણ છે એ!...

પર્વ અને પ્રીતિ અમારી જ સોસાયટી માં રહે,એક જ સ્કુલ ,એક જ કોલેજ માં ભણીને મોટા થયા...અમે બધા સાથે ભણતા હોવાથી એકબીજા સાથે બોલવાનો છોછ તો ક્યારે પણ નહતો..એમ પણ હું ને પ્રીતિ તો સાવ આજુબાજુ માં રહેતા..પ્રીતિ ન ઘર માં તેના સિવાય તેના મમ્મી-પપ્પા એક નાની બહેન અને દાદી રહેતા.આમ તો તેના પપ્પા નો સ્વભાવ સારો,પણ દાદી ની કચકચ થી બધા ડરે...એમા પણ પ્રિતી ને કોઈ ભાઈ નહીં,એટલે દાદી ની રોકટોક પણ વધુ..અને કેમ ના હોઈ પ્રીતિ અને તેની બહેન હતી પણ એવી જ,રૂપ માં ચાંદો,માંજરી આંખો,કાળા લાંબા વાળ,પાતળી કાયા,અને મીઠી વાણી,બ..સ કોઈ પણ છોકરાઓ કુરબાન થઈ જાય,જ્યારે બંને ઘર ની બહાર જાય.અને પ્રીતિ તો ભણવામાં પણ હોશિયાર...

અને જો વાત કરી પર્વ ની,તો ભણવા સિવાય બધામાં હોશિયાર😊 ના ના એવું ના માનતા કે એ રાખડું..એને ભણવા કરતા ઈતર પ્રવૃત્તિ માં બહુ રસ..હા.. દેખાવે તો ફિલ્મી હીરો ને પાછળ રાખી દે.ઉંચો,ગોરો અને સ્ટાઈલિશ..
પર્વ ના ઘર માં તેના સિવાય તેના મમ્મી-પપ્પા,એક નાની બહેન અને દાદા-દાદી રહે..પર્વ અમારા ઘર થી થોડો દૂર રહે,પણ સ્કુલ કોલેજ જવાનો રસ્તો અમારા ઘર થી થઇ ને જાય.. અને ત્યાં જ બંને ની આંખમીચોલી થાય.અને મારો તો ખાસ ફ્રેન્ડ એટલે એની આંખો હું ના વાંચી શકું તો કોણ વાંચે?
આમ તો બંને પરિવાર વચ્ચે કોઈ ખાસ વાંધો નહીં , પણ ક્યારેક બંને ના દાદી વચ્ચે ચકમક ઝરી જાય.તો.. પણ
આ બધી બાબતો બંદીસો ઉપરાંત પર્વ અને પ્રીતિ વચ્ચે પ્રીત પાંગરી..બંને સ્કુલ ટાઇમ થી જ એકમેક ને પસંદ કરતાં પણ કોલેજ માં પ્રેમ નો એકરાર થયો.

પર્વ કોલેજ ની દરેક સ્પર્ધા માં પેલો જ આવે,અને પ્રિતી ભણવામાં.તો પણ બંને વચ્ચે સાચો પ્રેમ.અને દિવાળી બંને નો ફેવરિટ તહેવાર... નવરાત્રી આવે ત્યારે થી જ બંને દિવાળી ની રાહ જોવા લાગે... અને દર દિવાળી એ બંને આખી રાત દિવા ને ફટાકડા ની રંગત માં જાગે આંખો આંખો માં ઈશારા સાથે આખી રાત જાય,અને સવારે સૌથી પહેલા એકમેક ને નવા વર્ષ ની વધામણી આપે...

દિવાળી માં અમારી આખી સોસાયટી દિવા થી શણગારવા નું કામ અમારા છોકરાવ પર,અને ચોક માં મોટી રંગોળી કરવાનું કામ છોકરીઓ નું.પણ પર્વ તો માસ્ટર દિવા કરતા કરતા પ્રીતિ સાથે રંગ પણ પૂરતો જાય.અને બંને ના પ્રેમ નો રંગ વધુ ગહેરો થાય, એ પેલા જ ઘરે દાદી ને ખબર પડી ગઈ..બ..સ પછી તો શું!બંને ને એકબીજા ને મળવા પર પ્રતિબંધ..

પર્વ અને પ્રીતિ ન પપ્પા ને આ સંબંધ થી કોઈ વાંધો નહતો.કેમ કે તેઓ માનતા હતા ,કે બંને નો નિર્ણય ખોટો નથી.પર્વ એ દિવાળી નો એવો ફટાકડો છે,જે ખૂબ ધૂમ થી ફૂટે છે,અને બધા ને પ્રકાશ આપે છે,અને પ્રીતિ નાની એવી ફૂલઝર..આવાઝ બહુ ના કરે પણ પ્રકાશ આપે. બંને અંતે છે તો ખુશી અને પ્રકાશ આપનાર.જેમ રંગોળી ના રંગ એકબીજા સાથે મળી રંગોળી ની સુંદરતા માં વધારો કરે છે.
તેમ જ પર્વ અને પ્રીતિ પણ એકબીજા સાથે ખૂબ જ ખુશ રહેશે,અને તેમના પરિવાર અને તેમના જીવન માં પણ ખુશીઓ ના રંગ ભરી દેશે..પણ ખબર નહીં બંને દાદી ને આ વાત ક્યારે સમજાશે...

આ વખતે પણ દિવાળી ઉત્સવ નો રંગ બરાબર જામ્યો હતો.ધનતેરસ ના દિવસે હું પ્રીતિ અને પર્વ ની સાથે સાથે સોસાયટી ની રંગોળી જોવા ગયો હતો.અમારી સાથે પ્રીતિ ની બહેન શ્રુતિ પણ હતી.તે બંને પ્રેમી પંખીડા તો એકબીજા ના હાથ માં હાથ નાખી આવનારી જિંદગી ના સપના માં રંગો પૂરતા હતા ..હું ને શ્રુતિ પણ એકબીજાને સામે જોઈ ને હસી લેતા..અને ત્યાં જ જેવા પર્વ ના ઘર પાસે પહોંચ્યા તો જોયું કે પ્રીતિ ના મમ્મી પપ્પા ત્યાં હતા,મને અને શ્રુતિ ને આગળ વધવાનું કહી તેઓ પર્વ ના ઘર માં ગયા..

બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ,તો આખી સોસાયટી માં એક જ વાત થતી હતી,કે કાલ રાતે પ્રીતિ અને પર્વ ભાગી ગયા...ઓહો...કાલે રાતે શું થયું હશે?હું એ જ વિચાર માં હતો,ત્યાં શ્રુતિ આવી..મેં તેને પૂછ્યું કે આ બધું શું છે? એ કઈ જ બોલ્યા વગર ઘર માં જતી રહી...

આજે દિવાળી છે,ચારેકોર માટી ના દિવા,ફેન્સી લાઈટ, નવીન રંગોળી,બસ આનંદ છવાયેલો છે.બસ પ્રીતિ ને પર્વ ના ઘર માં જ થોડું વાતાવરણ તંગ છે,પણ બંને ના પેરેન્ટ્સ ને તો કોઈ ચિંતા જ નથી. અને અંતે મારી આતુરતા નો અંત આવ્યો, પર્વ અને પ્રીતિ એક સાથે હાથ માં હાથ પરોવી આવી ગયા બંને ના પેરેન્ટ્સએ ખૂબ સ્વાગત કર્યું.અને દેવદિવાળી પછી બંને ના મેરેજ પણ નક્કી કરી નાખ્યાં...

ઓહ એક વાત તો કેવાની રહી જ ગઈ,આ બધું અમારા પ્લાન મુજબ થયું હતું,જે થી બંને દાદી ની આંખો ઉઘડે..કે
જો બાળકો આવું કાઈ કરે તો સમાજ કેવો હેરાન કરી નાખે.
અને બદનામી થાય.બસ બંને દાદી તૈયાર,અને બધા ખુશખુશાલ😊😊....

તો આ રિતે આ દિવાળી ની આતુરતા નો સુખદ અંત આવ્યો......

આરતી ગેરીયા......