Offspring books and stories free download online pdf in Gujarati

સંતાન

સંતાનો હોવા એ નસીબ ની વાત છે. પણ સારા સંતાનો હોવા એ સદનસીબ ની વાત છે.અને કયારેક તો સંતાનો એવાં હોય છે કે માણસને એવું થાય આના કરતાં સંતાન ના હોય એ સારું?!! દરેક વ્યક્તિને એક પરિવાર ની ઈચ્છા હોય છે, અને એમાં સારી પત્ની અનેસારી સંતાન ની ઈચ્છા હોય અને એમાં પણ જો એક પુત્ર હોય તો તો વાત જ શું! આમ પણ આપણો સમાજ પુરુષ પ્રધાન અને ગમે એટલી સદીઓ વહી જાય પણ આ દીકરી અને દીકરા નો ભેદ કોણ જાણે ક્યારે મટશે??

આજે આપણે પણ આ જ વિશે એક વાર્તા જોઈએ.
મીત અને જીત નાનપણથી સાથે બન્ને જીગરજાન મિત્રો, સાથે ભણી ને સારી નોકરી એ લાગી ગયાં. બન્ને ના લગ્ન પણ સાથે થઈ ગયા અને જીવન ખૂબસૂરત રંગો થી ભરાઈ ગયું. બન્ને પોતાના પરિવાર માં ખૂબ ખુશ હતા. સમયાન્તરે બન્ને ના ઘરે બાળકો નો જ્ન્મ થયો, જીત ને ત્યાં પુત્ર આવ્યો તે અને તેની પત્ની મીતા ખૂબ ખુશ હતા, આ તરફ મીત ને ત્યાં પુત્રી નો જ્ન્મ થયો તે અને તેની પત્ની નીલા પણ બહુ ખુશ હતા, બન્ને મિત્રો એ એકબીજાને વધામણાં આપ્યાં, બન્ને નો એક નિયમ રોજ એકવાર બન્ને મળતા ને પોતાના સુખ દુઃખ ની વાતો કરતા, કયારેક બન્ને પરિવાર સાથે પણ બહાર જાતા,જીત મહત્વકાંક્ષી હતો, જ્યારે મીત સંતોષી. જીત વિચારતો કે તે તેના પુત્ર જીમી ને અમેરિકા ભણવા મોકલશે, અને પછી તેઓ પણ ત્યાં જતા રહેશે, તે જીમી ની દરેક જીદ પૂરી કરતો ,તેના માટે સૌથી સારી વસ્તુઓ ને કપડાં લાવતો. તે ઘણીવાર મીત ને સમજાવતો કે જો દોસ્ત એક દીકરો તો હોવો જોઈએ જે ઘડપણ માં આપણો આધાર બને અને આપણી ઓળખ બને અને ગમે એટલું કરી પણ દીકરી તો એક દિવસ ચાલી જવાની!માટે મારી વાત માન એક પુત્ર માટે વીચાર. પણ મીતે તો માની લીધું કે દીકરો કહો કે દીકરી મારે મન તો બધું મારી મીનલ!જીત ના ઘણું સમજાવા છતાં મીત તેની વાત હસી કાઢતો તે હંમેશા જીત ને કહેતો કે આપણી ઓળખ આપણા સંતાનો ને આપેલા સંસ્કાર છે, ફક્ત એ સંતાન નહીં.મીત મીનલ ને સારી વસ્તુ સાથે સારા સંસ્કાર પણ આપતો, બન્ને બાળકો મોટા થતા ગયા.મીનલ હંમેશાં સારા માકૅસ સાથે પાસ થતી એ ઉપરાંત તે રમત ગમત ને અન્ય પ્રવૃત્તિ માં પણ ઉત્સાહ પૂર્વક ભાગ લેતી, મીનલ સ્વભાવે શાંત પણ હંમેશા બધા ને સાચું કહેવા વારી,તે બધા સાથે નમ્રતા થી વતૅતી પણ ખોટું કોઈ નું સહન ના કરતી, જ્યારે જીમી ભણવામાં સારો હતો પણ નાનપણ થી તેની બધી વાત માનવામાં આવી હોવાથી તે થોડો જીદ્ધી બની ગયો હતો.
સમય ને જાણે પાખો આવી ગઈ હોય બન્ને બાળકો મોટા થઈ ગયા જીમી અને મીનલ કોલેજમાં આવી ગયા. જીમી એ કોલેજ માં આવા જાવા માટે જીત પાસે બાઈક ની ડિમાન્ડ કરી જીત પાસે એટલી બચત ન હતી અને જીમી ના કાયમ ના આવા ખચૅ ને પહોંચી વળવા તેને ઓફિસ માથી અને મિત્રો પાસે થી પણ ઘણો ઉપાડ કયૉ હતો, પણ જીતે ઘણું સમજાવ્યું કે તે થોડા મહિના પછી બાઈક લઈ આપશે પણ જીમી એક નો બે ના થયો. અંતે જીત મીત પાસે મદદ માટે આવ્યો મીતે તેને સમજાવ્યો કે એક કામ કર તુ જીમી ને સેક્ન્ડ માં કોઈ બાઇક અપાવી દે અને એમ ના માને તો લોન પર નવી બાઇક અપાવ અને એના પૈસા ભરવા જીમી ને જ કોઈ કામ શોધી દે જેથી તેનો શોખ પણ પૂર્ણ થાય અને કઈંક કમાણી પણ કરે. જીત જાણતો જ હતો કે આ શક્ય નથી તો પણ એકવાર કોશિશ કરવામાં શું જાય?? એમ વિચારી તેને જીમી ને કહ્યું પણ જીમી તો જાણે જીતે કોઈ અત્યાચાર કર્યો હોય એમ ઉકળી ગયો અને ઉપરથી જીત પર કકળાટ કરવા માડંયો. અંતે પુત્ર પ્રેમ જીતી ગયો અને જીતે તેને નવી બાઈક અપાવી. મીતે જોયું આ વખતે જીત ખરેખર હેરાન પરેશાન થઈ ગયો હતો. પણ તે કઈં ના બોલ્યો.આ તરફ મીતે મીનલ ને પોતાના ખચૅ પૂર્ણ કરવા ઘરે જ ટયુશન કલાસ કરવાનું કહ્યું ને તે કરતી પણ! આમ જીમી પોતાની દરેક વાત જદ કરી ને મનાવી લેતો, બન્ને ની કોલેજ પૂરી થઇ ગઇ અને એ સાથે જ બન્ને એ આચકાજનક સમાચાર પોતાના ઘરે આપ્યા ,બન્ને એ પોતાના માટે જીવનસાથી પસંદ કરી લીધા હતા.
જીમી કે જે હજુ કઈં ખાસ કમાતો ન હતો તેને પોતાની સાથે ભણતી મોના ની સાથે લગ્ન કર્યા મોના કે જે જીમી ના કોલેજ માં રંગ જોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી .તેનું ફેમીલી પણ કંઈ સારું નહતું. અને અહીં આવ્યા પછી હકીકત સામે આવી પણ હવે થાય શું?જીતે પણ જીમી ને હવે કામ કરવા નુ કહ્યું, જીમી ને એક નાની એવી જોબ મલી આગળ વધી શકાય એમ હતું પણ જીમી એ કયારેય કામ નહોતું કયૃ માટે વારે વારે નોકરી છૂટી જાય અને ઉપર થી મોના ના નખરા અંતે એક જગ્યાએ તે કામે લાગ્યો.પણ ઘરમાં કાયમ ઝગડા થતા રહે, એમાં પણ જીત રીટાયર્ડ થઈ ગયો અને જીમી ની આવક થી ઘર ચલાવામા મુશ્કેલ હતું. એક દિવસ તારા પપ્પા મમ્મીને ઘરડાઘર માં મૂકી આવી તો???મોના એ કહ્યું ભલે એમ કરીશું જીમી તરત જ માની ગયો બીજા દિવસે એને એના મમ્મી પપ્પાને આ વાત કરી, શું??? જીત ને તો જાણે માથું ભમવા લાગ્યુ,અને મીતા ના તો પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ .બન્ને ની આંખ ભીની થઈ ગઈ, મીતા તો એજ વીચારતી રહી કે જે ઘર ને મે મારા પ્રેમ થી ,આટલા જતન થી સાચવ્યું એ છોડીને ચાલ્યા જવાનું?? પણ રોજ ના ઝગડા થી કંટાળેલા જીતે તેને સમજાવી ને બન્ને શહેર ની બારે નજીક માં જઆવેલ એક ઘરડાઘર માં ચાલ્યા ગયા. અહીં તેમના જેવા ઘણા અનાથ માં બાપ હતા , આજ તેને થયું કે મારા ઉછેર માં શું ખામી હતી?મે જીમી માટે શું નથી કરયુ અને આ બદલો!! ધીમે ધીમે બન્ને ત્યાં રહી ને બધું ભૂલવાની કોશિષ કરતાં.
એક દિવસ કોઈ કામ માટે જીત અને ત્યાં ના થોડા રહેવાસી શહેરમાં ગયા ,બજારમાં કોઈ વસ્તુ લેવી હતી ને ત્યાં.... તેને મીત મલ્યો બન્ને એકમેકને જોઈ ખૂબ જ ખુશ થઇ ગયા, મીતે પૂછ્યું તુ કયા છે ને જીતે પોતાની આખી કહાની ભીની આંખે કહી, અને પછી મીત ના હાલ પૂછ્યા,મીતે જણાવ્યું કે તે તેની મીનલ ના લગ્ન પછી તેની સાથે રહે છે, મીનલ ના પરિવાર માં તેના સાસુ સસરા ને તેનો વર નીલ છે .જો નીલ લગ્ન પછી અમને સાથે રાખવા તૈયાર હોય તો જ મીનલ હા કહે આ એકમાત્ર શરત મીનલે રાખી અને નીલ ના પરિવારે તેને સહષૅ વધાવી લીધી ,તો અમે એમની સાથે જ રહીએ છીએ બસ કયારેક વતનની યાદ આવે તો અહીં આવી જાય,આજે જીત ને પોતાની ભૂલ સમજાઈ કે ફક્ત બાળકો ને લાડ લડાવાથી તમારી જવાબદારી પૂરી નથી થાતી.કહેવાય છે ને કે સોનાની કટારી ભેટ માં સારી લાગે પેટ માં નહીં.....
વાત ફક્ત દિકરી કે દિકરા ની નથી પણ સંસ્કાર ની છે તમારા બાળકો ને વારસામાં તમારી સંસ્કૃતિ અને સારા સંસ્કાર આપો ફકત તમારી સંપત્તિ નહીં......


✍️ આરતી ગેરીયા...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED