Once upon a time ... books and stories free download online pdf in Gujarati

એક વાર એવું બન્યું કે...

"મારુ નામ દીપા અમે ઘર માં ૪ લોકો રહીએ...અમે ૨અને અમારા ૨ આમ તો હું ને મારા પતિ વિરાજ શાંત અને સુખી કપલ તરીકે ઓળખાય ...પણ...સંસાર છે તો કયારેક ચાલ્યા કરે..સમજી ગયા ને."...
" હું ને વિરાજ અમારા ૨ માળવાળા ટેનામેન્ટ માં મારા ૧૨ વર્ષ ના દીકરા રાજ અને ૧૦ વર્ષ ની દીકરી રાજવી સાથે સુખે થી રહીએ.....
નીચે ૧ રૂમ રસોડું અને હોલ અને ઉપર એક રૂમ અને ઓપન ટેરેસ...અમારું "સુખ નું સરનામું"....અમારા સપના નું ઘર....
મને પ્લાન્ટ્સ નો શોખ હોવાથી ટેરેસ માં નાનો ગાર્ડન બનાવેલો....આમ તો ઘર ની આસપાસ પણ લીમડો,આસોપાલવ, પારસપીપલો,જેવા વૃક્ષો પણ વાવેલા"...
એક વખત એવું બન્યું કે... રાજવી ને વારેવારે લાઈટ અને પંખા ચાલુ રાખવાની આદત...અને બીજા રૂમ માં જાય તો ત્યાં પણ ચાલુ રાખી આવે...આ બાબતે મેં ઘણીવાર બંને બાળકો ને વિરાજ ને સમજાવ્યા... કેમ કે વિરાજ અને રાજ માં પણ આ કુટેવ ખરી...તે રાતે મારે ને વિરાજ ને આ બાબતે ઝગડો થયો...

"દીપા બાળકો હજી નાના છે... ધીમે ધીમે સમજી જશે અને શીખી પણ જશે"...વિરાજે કહ્યું

"નાનપણ થી જે આદત પાડો ને એ જ પડે ...એ તો કુમળા છોડ જેવા જે તરફ વાળો એમ જ વળશે..."મેં કહ્યું

"હા પણ હજી ક્યાં એવડા મોટા થઈ ગયા કે "....

"જો વિરાજ પાણી,વીજળી,વૃક્ષો..એ બધી કુદરત તરફ થી મળેલી અમૂલ્ય ભેટ છે...શક્ય એટલો વિવેક થી એનો ઉપયોગ કરાય...જો બધા બેદરકાર રહે તો અમુક વર્ષો પછી આ વસ્તુ મેળવવી મુશ્કેલ થઈ જાશે"... મેં વચ્ચે થી જ કહ્યું....

"હા પણ મમ્મી આવું થશે એટલે કે અમુક વર્ષો પછી આપડે થોડા જીવતા રહેવાના આ બધું જોવા"રાજ બોલ્યો...

"હા પણ આપડે બીજા નું પણ વિચારવાનું અને આ અમૂલ્ય ભેટ આવનારી પેઢી માટે પણ જાળવવાની"....

"ઓહો પણ અત્યારે તું સુઈ જા ને અમને પણ સુવા દે કેમ બરાબર ને બાળકો.." વિરાજે બાળકો નો જ સપોર્ટ કરતા કહ્યું...

" સારું યાદ રાખજો હું મર્યા પછી પણ આ ઘર માં વીજળી બચવા ભૂત બની ને આવીશ અને લાઈટો બંધ કરતી રહીશ ત્યારે યાદ કરજો.....અને ઘર માં જ્યાં પણ લાઈટો ચાલુ હશે ત્યાં જઈ ને સ્વિટચ ઓન - ઑફ કરીશ ....અને તમને ડરાવીશ."...મેં વિરાજ સામે ગુસ્સા થી કહ્યું.....

આમ તે રાતે અમે સુઈ ગયા.... બીજે દિવસે હું વેલી જાગી ને ટેરેસ માં ફરતી હતી.... કાલ રાત ની વાત હજી મારા મગજ માં થી નીકળી નતી.... હું ત્યાં જ રાખેલી ખુરશી પર બેસી ગઈ....થોડી વાર માં વિરાજ જગ્યા...તેના ચહેરા પર થી લાગતું હતું કે તે પણ રાત ની વાત નથી ભૂલ્યા...અને થોડાં રિસાયેલા છે... હું પણ હતી...તે એક નજર ગાર્ડન તરફ ફેરવી ને નીચે ચાલ્યા ગયા...

વિરાજ ઘણીવાર હું રિસાય હોવ તો મને માનવા મારા માટે ચા નાસ્તો બનાવતા...મને થયુ આવશે હમણાં...એ શું કરે છે...એ જોવા હું નીચે ગઈ તે રસોડા માં જ હતા...અને ચા જ બનાવતા હતા...પણ મારી તરફ નજર પણ ના કરી...હું પણ આજ જીદે ચડી હતી..થોડી વાર માં અંદર થી નાસ્તા ની સરસ સુગંધ આવવા લાગી...હું હોલ માં રાહ જોતી બેઠી હતી..અને વિરાજ ઉપર ચાલ્યા ગયા.. .થોડીવાર માં રાજ અને રાજવી પણ તેમની સાથે આવ્યા કોઈ એ મારી તરફ નજર સુદ્ધાં ના કરી ને રસોડા માં ચાલ્યા ગયા...

મને સમજાઈ ગયું કે હમણાં ૩ મને સોરી કહેશે...અને ત્યાં જ રાજ સોરી કાર્ડ લઇ ને પણ આવી ગયો...હું જલ્દી થી ચૂપચાપ પાછી ટેરેસ માં જતી રહી...અને તેમની રાહ જોવા લાગી...લગભગ ૨૦ મિનિટ પછી વિરાજ બંને બાળકો સાથે નાસ્તો અને ચા લઇ ને આવ્યા ... રાજ દોડતો અમારા રૂમ તરફ ભાગ્યો...એની પાછળ રાજવી અને વિરાજ પણ....

અને અચાનક જ ....વિરાજ ની બૂમ સંભળાઈ હું દોડી ને ત્યાં પહોંચી પણ આ શું.... હું રૂમ ના ઉંબરે પણ હતી..અને રૂમ માં પણ સૂતી હતી?!આ શું?.... મેં વિરાજ તરફ જોયું તે ખૂબ રડતો હતો...મારા બાળકો મને બોલાવી ને રડતા હતા...

મને સમજ ના પડી કે આ શું થઈ રહ્યું છે? .....

ત્યાં જ વિરાજ નો અવાજ સાંભળી અમારા પાડોશી આવ્યા અને વિરાજ ને આશ્વશન દેવા લાગ્યા...એટલે કાલ રાતે જ મારું મૃત્યુ થયું?....

અરેરે આ શું થઈ ગયું...કાલ સુધી જે મારુ હતું ...જે મારા હતા એ બધું આજ છૂટી ગયું...પણ હવે મારા બાળકો ..વિરાજ.. આ બધા મારા વગર કેમ રહેશે...અને મારી રાજવી તો કેટલી નાની છે...એ કેમ જીવશે મારા વિના..

હું તો ફક્ત આત્મા હતી...ચૂપચાપ બધું જોતી હતી..બધા સાગાવહાલા, આવી ગયા.....મને દુલ્હન ની જેમ શણગારીને લઇ જતા હતા...રાજ અને રાજવી ને તો સાંભળવા અઘરા હતા....વિરાજ પણ તૂટી ચુક્યો હતો...

બધા ક્રિયા કર્મ પુરા થઈ ગયા...હવે વિરાજ અને બાળકો ઘર માં એકલા થઈ ગયા...રાજવી તો જમતી પણ ના હતી...વિરાજ મુસીબત થી એને જમાડતો હતો...રાજ પણ વારેવારે રડ્યા કરતો મમ્મી કયા ચાલી ગઈ પપ્પા એમ પૂછ્યા કરતો ...અને મને કાંઈક યાદ આવ્યું મેં જોયું કે અંદર ના રૂમ ની લાઈટ ચાલુ છે...હું ત્યાં ગઈ ને સ્વીટચ ઓન ઑફ કરવા લાગી...
પેલા તો કોઈ નું ધ્યાન ના ગયું ..અને પછી અચાનક જ રાજવી બોલી "મમ્મી જો પપ્પા મમ્મી ત્યાં છે...મમ્મી એ કીધું તું ને એ વીજળી બચાવવા આવશે...જો પપ્પા મમ્મી આવી"...અને રાજ પણ દોડ્યો બંને મમ્મી મમ્મી કહેતા રડવા લાગ્યા...વિરાજ પણ રડતો હતો...અને હું પણ ....

મન તો હતું કે બંને બાળકો ને વહાલ કરું...વિરાજ ને પણ સોરી કહું ....પણ મજબૂર હતી અને લાઈટ ઓન ઓફ કરતી હું પણ રડતી હતી.... અને ત્યાં જ વિરાજ એ સ્વીટચબોર્ડ ની નજીક આવી ને મારા નામ ની બૂમ પાડવા લાગ્યો...અને અચાનક ...જ મને કોઈ એ પાણી ઉડાડયું અને હું સફાળી બેઠી થઈ...

મારી આસપાસ વિરાજ ને બાળકો બેઠા હતા...મને પૂછતાં હતા...મમ્મી કેમ ઊંઘ માં રડતી હતી તું?....

શુ?!મેં ચારેકોર નજર કરી બધું યથાવત હતું...અને હું જીવતી......
આરતી ગેરીયા.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED