True understanding books and stories free download online pdf in Gujarati

સાચી સમજ

આજે તો હિતુ ભાઈ ના ઘર ની રંગત જ અલગ હતી, અને હોઈ પણ કેમ નહિ! તેમની લાડકી દીકરી રિષવા ને જોવા આજે છોકરા વાળા આવવાના હતા,રિષવા અને ઋતુ
હિતુભાઈ અને હીનાબેન ની લાડકી દીકરીઓ પૈસેટકે હિતુભાઈ સુખી, સાડી નો નાનો એવો ધંધો ધમધોકાર ચાલતો,એટલે હિતુભાઈ ને કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંબા કરવા નહતા પડ્યા,અને ત્રણ રૂમ વાળો મજાનો ફ્લેટ હતો,ઘર માં બધું જ રાચરચીલું હતું,અને નાનું એવું સુખી કુટુંબ હતું,બસ સમાજ ની દ્રષ્ટિએ અધૂરું હતું!!એક દીકરા ની ખોટ જો હતી...

રિષવા એટલે રૂપ નો કટકો,હરણી જેવી આંખો,મોતી જેવા દાત,ગુલાબી હોઠ,નવી ફેશન મુજબ કપાવેલા કમર સુધી ના વાળ ,અને ચાલે તો જાણે ગજગામીની,અને સૌથી વધુ એ તેના પપ્પા ની લાડકી,અને દરેક કામ માં એના પપ્પા ની મદદ કરનારી,મમ્મી નું ધ્યાન રાખનારી,અને ઋતુ ને સંભાળનારી,ખૂબ જ સંસ્કારી,અને આજ્ઞાકારી. અત્યાર ના જમાના માં આવી દીકરી બહુ નસીબદાર ને જ મળે,જે જોવે એ આજ કહે, એ રિષવા ને જોવા આજે શહેર ના મોભાદાર પરિવાર નો દીકરો રિતેશ આવવાનો હતો...

સવાર થી જ હીનાબેન ઘર ની સાફસફાઈ માં લાગી ગયા હતા,ત્યારબાદ રસોડા માં નવી નવી વાનગી અને નવી ડિશો,નવા ગ્લાસ આ બધી તૈયારી માં ઋતુ અને હિતુભાઈ ને પણ પોતાની સાથે કામે લગાડ્યા,

"ઓહો,પપ્પા આ મમ્મી તો એવી તૈયારી કરી રહી છે, જાણે આખું ગામ આવવાનું " ઋતુ ખીજાય ને બોલી

" અરે બેટા કરવું પડે,આ બધા સમાજ ના રીતરિવાજો છે,
ક્યાંય પણ કચાશ રહે તો તારા પપ્પા નું કેવું ખરાબ લાગે?"
હીનાબેન બોલ્યા

" મમ્મી તું કાયમ આને કેવું લાગે ,પેલાને કેવું લાગે એ જ વિચાર કરજે,આ કામ કરી કરી ને મને કેવું લાગે એ તો વિચાર કર"ઋતુ મીઠો ગુસ્સો કરતા બોલી

હીનાબેને એની સામે પ્રશ્નાર્થવદને જોયું,અને આ બાપ દીકરી હસી પડ્યા...

થોડીવાર માં મહેમાન આવી ગયા,રિતેશ તેના પપ્પા મમ્મી અને બહેન સાથે આવેલો,રૂપાળો અને લાંબો સાહેજ લાબું નાક અને પતલી હડપચી ધરાવતો રિતેશ સોહામણો લાગતો હતો..

તેમના નજીક ના સગા હસ્તક બંને પરિવાર નો પરિચય થયો હતો,થોડી ઓળખાણ કર્યા પછી રિષવા ને બોલાવામાં આવી,રિષવા ને જોઈ ને રિતેશ તો ત્યાં જ મંત્રમુગ્ધ થઈ ગયો,લાલ કલર ની લોન્ગ કુરતી,સાથે ગોલ્ડન ઝુમકા અને આછા મેકઅપ માં રિષવા ખૂબ જ સોહામણી લાગતી હતી, આવનાર દરેક ની આંખ માં સ્પષ્ટ દેખાતું હતું કે તેમને રિષવા પસંદ પડી ગઈ. ત્યારબાદ તે બંને ને અલગ રૂમ માં વાત કરવા બેસાડવામાં આવ્યા,થોડીવાર વાત કર્યા બાદ રિતેશ તેના પરિવાર સાથે ઘરે જતો રહ્યો,અને બીજા દિવસે તેમના તરફ થી ના કહેવામાં આવી.

હિતુભાઈ અને હીનાબેન ને સમજ જ ના પડી કે આમ કેમ થયું,પોતાની આવી પરી જેવી દીકરી ને કેમ ના કહી,પણ હશે, કોઈ બીજું રિષવા ના ભાગ્ય માં લખેલું હશે
એમ સમજી ને ભૂલી ગયા,એ પછી ઘણીવાર એવું બનવા લાગ્યું કે એમની દીકરી ને જોઈ ને ઘણા પૂછતાછ કરે પણ
કોઈ આગળ વાત ન વધે,હિતુભાઈ અને હીનાબેન ને દિવસે દિવસે ચિંતા વધવા લાગી એમા એક દિવસ એમને જાણ થઈ કે એમને બે દીકરીઓ જ છે,એ બાબતે કોઈ એમની દીકરી સાથે સગપણ કરતા મૂંઝાઈ છે...

આ વાત હિતુભાઈ ના કાને જ્યારથી પડી,એ તો વિચારમાં જ પડી ગયા કે આ કેવું કારણ??તો શું જે દીકરીઓ ના ભાઈ ના હોઈ એમના લગ્ન જ ન થાય!! કોઈ
આટલું સ્વાર્થી કેમ હોઈ શકે,જો કોઈ દીકરી ના માતા પિતા
એવું કહે કે તમારે તો દીકરી નથી,તો તમે આવનાર વહુ ની તકલીફ શુ સમજી શકવાના ,કે કોઈ એવું કહે,કે દીકરા એના માતા પિતા થી અલગ રહે તો અમારી દીકરી પરણાવી!!

હીનાબેન ની માથે તો આ વાત સાંભળી ને આભ જ તૂટી પડ્યું,એ તો જ્યારથી આ સાંભળ્યું ત્યારથી છાનું છાનું રડ્યા કરતા,અને પોતાના નસીબ ને દોષ આપતા, કે શુ આજ આપડો સમાજ આવી વાત માં કોઈ ની પરી જેવી દીકરી ને સારું ઠેકાણું ના મળે ,અને દીકરો તો મારે નથી તો મારી દીકરીઓ નો શુ વાંક..

રિષવા અને ઋતુ ને તો જાણે કશો જ ફરક જ ના પડ્યો હોય એમ બંને પોતાના કામ માં વ્યસ્ત રહેતી,હિતુભાઈ ને થયું મારી દીકરીઓ દુઃખ છુપાવે છે,તેઓ બમણી મહેનત કરવા લાગ્યા,કે દીકરી ને સારું ઘર મળે,રિષવા તેના પિતા ની મનોદશા સમજતી એટલે એકવાર,

"પપ્પા એક વાત પૂછું"

"પૂછ ને બેટા તારે વળી ક્યારથી રજા લેવી પડી!!"

"પપ્પા શુ હું કે ઋતુ તમને ભારે પડીએ છીએ?"

"અરે ના ...ના દીકરા આવું કેમ બોલી!તમે તો અમારું જીવવાનું કારણ,અમારી જિંદગી,અમારો શ્વાસ છો,તમે અમને કેમ ભારે પડો!"

"તો શું અમારા લગ્ન કરવા એટલા જરૂરી છે કે તમે આટલા દુઃખી રહો છો અને કોઈ અમુક લોકો ની આવી વિચારસરણી થી શુ હું કે ઋતુ ક્યારેપણ નહીં પરણીએ એવું તમે માનો છો"

હિતુભાઈ અને હીનાબેન શુ બોલે,બંને મૂક એકબીજા સામે જોતા રહ્યા.

"પપ્પા તમે જ અમને કહ્યું હતું,જ્યારે ઋતુ પૂછતી કે છોકરીઓ મોડી રાત્રે કેમ એકલી બહાર ના જઇ શકે,યાદ છે
પપ્પા ત્યારે તમે શું કહેતા?"

" પપ્પા ત્યારે તમે મને એમ કીધું તું કે દીકરીઓ એ હીરા જેવી હોય છે,એટલે એને રઝળતી ના મુકાઈ કોઈક ની ખરાબ નજર પડી જાય યાદ છે ને પપ્પા"ઋતુ એ કહ્યું

"હા...હા યાદ છે"

"તો પપ્પા હીરા ની કિંમત હંમેશા હીરા ના વેપારી ને જ હોઈ ને કાચ ના વેપારી ને નહિ ને?"

"હા દીકરા એને જ હોઈ" આ વખતે હીનાબેન બોલ્યા

"તો તમે બંને આટલા દુઃખી કેમ થાવ છો? ભગવાન પર વિશ્વાસ રાખતા,અને સાચા ખોટા ની સમજ, તમેં જ અમને
આપી છે,તો શું કામ? શુ કામ એ ઈશ્વર અને તમારી દીકરીઓ પર અને એમની સમજ પર અચાનક અવિશ્વાસ આવી ગયો,શુકામ એમના નસીબ પર થી વિશ્વાસ ઉઠી ગયો?"

"અને પપ્પા જો આ દુનિયા માં દરેક વ્યક્તિ પોતાના નસીબ ના જોરે આવે છે,અને જીવે છે,અને ઈશ્વર જે કરે એ સારા સારું જ,તો પછી આપડે કોણ છીએ એમની સામે સવાલ કરનાર માટે તમે બંને દુઃખી ના થાવ અને ભગવાન પર ભરોસો રાખો"

હિતુભાઈ અને હીનાબેન એકબીજા સામે જોઈ રહ્યા, ખુશ થવું કે શરમ અનુભવવી એ જ ના સમજાયું...

એ જ અરશા માં હિતુભાઈ ને કાન એક વાત આવી, રિષવા માટે તેમની જ જ્ઞાતિ ના પ્રમુખ ના દીકરા માટે માંગુ આવ્યું,હિતુભાઈ પેલા તો મૂંઝાઈ ગયા,પછી હીનાબેન સાથે વાત કરી એટલે હીનાબેને ભલે આવે જોયું જશે એમ કહી અને ઘરે મળવાનું ગોઠવ્યું,બે દિવસ પછી રવિવાર આવતો હતો,ત્યારે જ તેમને મળવાનું નક્કી કર્યું...

હિતુભાઈ અને હીનાબેને મહેમાન ની ખૂબ જ સરસ આગતા સ્વાગતા કરી,પ્રમુખ પ્રદીપભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે આવ્યા હતા,પ્રેમ દેખાવે ખૂબ જ સોહામણો અને નમણો હતો,સાથે તેની વાત માં પણ વિવેક હતો,થોડીવાર પછી હીનાબેને રિષવા ને બોલાવી,આજે રિષવા નું મન ઘણું ઉદાસ હતું,છતાં પણ મમ્મી પપ્પા નું મન રાખવા તે તૈયાર થઈ ને આવી,તેને થયું વળી એ જ રિવાજ અને એ જ વાત,
આજે રિષવા એ પિસ્તા કલર ની કુરતી સાથે આછો ગુલાબી દુપટ્ટો અને કાન માં મેચિંગ લાંબી હીરાની બુટ્ટી પહેરી હતી, અને તેની મેકઅપ કરવાની કલા તેના રૂપ ને નિખારતી હતી.

તેને આવી ને બધા ને જયશ્રીકૃષ્ણ કર્યા,અને બધા સાથે વાત કરી,ત્યારબાદ જેવી તેંમને અલગ રૂમ માં બેસવાની વાત આવી કે પ્રેમ અને રિષવા સાથે બોલ્યા અમે અહીં જ બધી વાત કરીશું,ત્યાં બેઠેલા બધા હસી પડ્યા,પ્રેમે તરત જ બધા ની હાજરી માં કહી દીધું કે

"મને રિષવા પસંદ છે,મારે તમને બીજું કાંઈ પૂછવાનું નથી,તમારે જે કહેવું હોઈ એ કહી પૂછી શકો છો"

આ સાંભળી બધા દંગ થઈ ગયા,પણ રિષવા ના ચેહરા પર કોઈ ખુશી ના ભાવ ના દેખાયા તેને કહ્યું,

" પેલા મારી વાત સાંભળી લો,પછી તમારો જવાબ જણાવો મારા માતા પિતા ને સંતાન માં અમે બે દીકરીઓ જ છીએ,આજ સુધી અમારા માતા પિતા એ અમારી દરેક જરૂરિયાત પૂરી કરી,અમને દરેક ખુશી આપી,અમારી દરેક વાત માની, તો એક દીકરી તરીકે ભવિષ્ય માં જ્યારે પણ તેમને મારી જરૂર પડે ત્યારે તેમની સેવા માં હાજર રહેવાની મારી ફરજ છે,અને એ એમનો હક પણ છે,કે તેઓ મને તેમના જરૂરત ના સમયે બોલાવે,એક પુત્રવધુ તરીકે હું મારી દરેક ફરજ નિભાવવા બંધાયેલી છું,અને મારા થનાર સાસુ સસરા નો પણ એ હક રહેશે કે એ મને તેમની જરૂરત હોઈ ત્યારે બોલાવે,પણ મારી ખાલી એટલી જ ઇચ્છા છે,કે મારા થનાર જીવનસાથી પણ એટલું સમજે,કે જેમ હું તમને તમારા ઘર, પરિવાર ,મિત્ર સ્નેહી,સગા,રીતરિવાજ સાથે અપનાવુ છું,તો તમે ફક્ત મારા માતા પિતા ને ના અપનાવી શકો? જો માતા પિતા ની સંપત્તિ માં દીકરીઓ નો ભાગ હોઈ તો તેમની જવાબદારી,સેવા ,અને તેમના પ્રત્યે ની ફરજ
માં ના હોઈ? જો એક પતિ એવી અપેક્ષા રાખે કે એમની પત્ની એના માતા પિતા નું ધ્યાન રાખે તો શું એ જ અપેક્ષા પત્ની પોતાના માતાપિતા માટે પતિ પ્રત્યે ના રાખી શકે,એટલે
મારી ફક્ત એટલી જ ઈચ્છા છે,કે ઘડપણ ના સમયે મારા મમ્મી પપ્પા ને આપડી જરૂર પડે તો એમને સાચવવા બાકી મારે તમને કશું જ પૂછવાનું નથી" રિષવા આટલું બોલી એક હાંફ અને ઉદાસી સાથે બેસી ગઈ.

આટલું સાંભળી પ્રેમ અને તેના મમ્મી પપ્પા ઉભા થઇ ગયા,હિતુભાઈ અને હીનાબેન ડરી ગયા,અને તેઓ કહેવા લાગ્યા કે

"અરે રિષવા તો બાળક છે,તેને તો આમ જ અમારી ચિંતા થઈ એટલે બોલે"

તેમને વચ્ચે જ રોકી પ્રેમ ના પપ્પા બોલ્યા

" બાળક હિતુભાઈ એક બાળક ના લગ્ન કરાવાય?અને તમારી દીકરી ને આટલી તમારી ચિંતા છે,તો એ અમારી પણ કરશે અને અમને એની આ ચિંતા ની પેલે થી જ ખબર છે,એટલે જ અમે એનું માંગુ લઈ ને આવ્યા હતા,કેમ કે જે દીકરી એના મમ્મી પપ્પા માટે પોતાની જિંદગી દાવ પર લગાડી શકે,એ એના સાસુ સસરા ને પણ સાચવે જ!"

આ સાંભળી રિષવા અને તેનો પરિવાર દંગ થઈ ગયો, તેઓ પ્રશ્નાર્થવદને એમની સામે જોવા લાગ્યા,ત્યારે,

"રિષવા રિતેશ મારો મિત્ર છે,એને જ્યારે તમારા વચ્ચે એકાંત માં થયેલી વાત મને કહી,અને કહ્યું કે અત્યાર થી આવી મનમાની કરે એ કેમ ચાલે! અને દીકરી પરણી ને આવે તો એની જવાબદારી પણ વધે,અને એ પાછી એવું કહે છે કે એના મમ્મી પપ્પા ને જરૂરત હોઈ ત્યારે મારે ય ભેગું જવાનું?
આ વાત જ્યારે મેં મારા પપ્પા ને કરી ત્યારે એમને જ નિર્ણય કર્યો,કે એકવાર આપડે એ પરિવાર ને મળીએ,અને થાય તો ત્યાં જ સગપણ કરીએ,કેમ કે સંબંધ બંને તરફ સચવાય તો જ મજબૂત બને,અને તો જ પતિ પત્ની નો સંબંધ પણ અતૂટ રહે"..

પ્રેમ ની વાત સાંભળી હિતુભાઈ અને હીનાબેન તો અચરજ થયું,તેમને તો એ કાંઈ જ ખબર નહતી,તેમને રિષવા તરફ જોયુ તો રિષવા ની આંખ માં આશું હતા..

અને પછી ધામધૂમ થી બંને ની સગાઈ અને પછી લગ્ન થયા,અને સમાજ માં એક નવા રિવાજ ની શરૂઆત થઈ,
અને આ વાત પ્રદિપભાઈ એ આખા સમાજ સામે કહી,કે

"જો આવનારી વહુ તમારા પરિવાર ને તમારા રિતીરીવાજ ને,તમારી સંસ્કૃતિ ને અપનાવી જોઈ એવી તમારી ઇચ્છા છે,તો તમારા દીકરા ને સમજાવો કે એ પણ પોતાની પત્ની ના પરિવાર ને અપનાવે તો સમાજ માં ફેલાતા ઘણા દૂષણો,અને ગૃહકંકાશ ઓછા થઈ જશે"

પોતાની દીકરીની આવી સમજ જોઈ હિતુભાઈ અને હીનાબેન ના આંખ માં હર્ષાઅશ્રુ આવી ગયા,અને બંને એ ભગવાન નો આભાર માન્યો આવા સંતાન આપવા બદલ...


✍️. આરતી ગેરીયા...


બીજા રસપ્રદ વિકલ્પો