What a love !! books and stories free download online pdf in Gujarati

આ કેવો પ્રેમ!!

આ.... એ ..જ લાગે છે હા એ ..જ એ ..જ છે. વાસુ એ ધ્યાન થી જોયું,હજી એવી જ લાગે છે, આજ પણ એને જોઈ ને વાસુ નુ મન પ્રસ્નન થઇ ગયું, અને તે જૂની યાદો માં ખોવાઈ ગયો.
આજ પણ તેને યાદ છે, તે પોતાના કઝીન ના લગ્ન માં ગયો હતો,રાત્રે ગરબા રમવા માટે તે પોતાના ભાઈઓ સાથે તૈયાર હતો, ગ્નાઉન્ડ માં એક તરફ ઘણી ખુરશી રાખેલી હતી, ત્યારે તો ડી.જે નહતું પણ ટેપ પર ગીતો વગાડવા માં આવતા, એટલે એક તરફ ટેપ હતું જેની આસપાસ ૪ -૫ છોકરાઓ ઉભા હતા, રસોડા માથી સરસ વાનગી ની સુગંધ આવતી હતી, એક તરફ ભાઈ ને ભાભી માટે બે રજવાડી ખુરશી રાખી હતી, ભાઈ ખૂબ ખુશ હતા, અને ત્યાં જ ભાભી નુ આગમન થયું, ભાભી મારા ભાઈ કરતાં વધુ સારા દેખાય તે દિવસે પણ ખૂબ સુંદર લાગતા હતા, સાથે તેમની બહેનો અને ફ્રેન્ડસ પણ હતી.આમ તો ત્યારે બધા ભાઈઓ માં હુ નાનો પણ ૧૯ વષૅ નો તો હતો જ!ભાભી ની બહેનો ને જોઈ ને અમારી તરફ તો આનંદ છવાઈ ગયો, મને ગરબા રમતા આવડે નહીં પણ થોડું ઘણું રમી લેતો અને ત્યાં જ એક છોકરી ને જોઈ આ..હ કેટલું સરસ રમતી હતી, ખબર નહીં કેમ પણ એના પર થી નજર જ નહોતી ખસતી, એ રમતી હતી અને હું તેને જોયા કરતો આમ ગરબા પૂર્ણ થયા.એ લગભગ હશે ૧૬વષૅ ની, બીજા દિવસે પણ તેને મારી નજર શોધતી હતી અંતે એ મલી તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ મારા ભાભી ની કઝીન હતી. પછી તો શું લગ્ન પત્યા અને અમે જુદા પડી ગયા. એને તો મારા સામે જોયું પણ નહતું, તો પણ મને એ યાદ રહી ગઈ. ત્યારબાદ કયાય મલવાનુ ના થયું. આ વાત ને લગભગ 3 કે ૪ વષૅ થઇ ગયા હશે હવે હુ ૨૨ વષૅ નો થઈ ગયો હતો,અને મે ફરી એને જોઈ,મારા ફ્રેન્ડ ના લગ્ન માં!
હજી તો અમે લગ્ન સ્થળે પહોંચી ને ઉભા રહ્યા ને ત્યાં જ ...
દુલ્હન ના પરિવાર તરફથી અમારા સ્વાગત માટે તેના ભાઈઓ ભાભી અને દુલ્હન ની ફ્રેન્ડસ આવી પહોંચ્યા. એ બધા વચ્ચે અલગ તરી આવી, ઓરેંજ ડ્રેસ માં તે ખૂબ સુંદર લાગતી હતી, પેલા તો મે એને ઓળખી જ નહીં. નખશીખ બદલાઈ ગઈ હતી,ગોળ ભરાવદાર ચહેરો, કાળી બદામ આકાર ની આખો, નમણુ નાક,અને રૂપ તો ચંદ્ર નુ પણ ઝાંખુ પડે. હુ એને જોતો જ રહ્યો કે આ કોણ છે?કેમ એવું લાગે છે કે હું એને ઓળખુ છું?અને અચાનક યાદ આવ્યું કે આ તો મારા ભાભી ની બહેન'સુમી'. આજે પેલી વાર હું કોઈ છોકરી ને જોઈ ને મંત્રમુગ્ધ થઈ ગયો. મારી નજર તેના પર થી હટતી જ નહોતી, મારા જે ફ્રેન્ડ ના લગ્ન હતા તે મારી મનોદશા સમજી ગયો.અને મને બોલાવી ને કહ્યું કે તુ કે તો વાત આગળ વધારી?હુ કઈ જવાબ આપુ એ પહેલાં તો એ પાછી અમારી તરફ આવતી દેખાય. બસ મન માં એ સમાય ગઈ.આ વખતે એને મારી સામે જોયું પણ ખરું. લગ્ન માં ખૂબ ધમાલ કરી. વીદાય સમયે મારા બધા ફ્રેન્ડે કહ્યું પણ કે આજ બોલી દે પછી ક્યારે વખત આવશે?પણ હું એના ઘરે જ સીધું કહેવડાવી ને સગાઈ પછી મારા પ્રેમ નો એકરાર કરીશ.એવું મે નક્કી કયૃ. અને મનમાં ખુબ ખુશ થાતો થાતો હુ ઘરે પહોંચ્યો.મને શું ખબર ઘરે મારા માટે બીજી સરપ્રાઈઝ રેડી હશે.
ઘરે પહોંચ્યો તો મારા પપ્પા એ કહ્યું કે જે પ્રમોશન ની હુ રાહ જોતો હતો એ મને મલી ગયું ને મારે ટ્રેનિંગ માટે ૬ મહિના દિલ્લી જાવાનું છે. બ..સ ત્યારે જ મે નક્કી કર્યું કે સુમી મારા માટે લકી છે, એને જ પરણીશ.દિલ્લી મારા માટે સાવ આજાણ્યુ નહીં કેમ કે મારા ભાઈ અહીં રહે.ત્યાં ની ઓફીસ માં મારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ, કયારેક ભાઈ ને ત્યાં જતો, આ એ જ ભાઈ જેમના લગ્ન માં મે પેલી વાર સુમી ને જોઈ હતી. ઘણીવાર મન થાતું કે ભાભી ને સુમી વિશે વાત કરૂ પણ હિંમત જ ના થઇ ને આમ ને આમ મારો ટ્રેનિંગ ટાઈમ પુરો થયો છેલ્લા વિક માં હુ ભાઈ ને ત્યાં ગયો. આજ ફકત ભાભી જ ઘરે હતા,મને થયું કે આજ તો સુમી ની વાત કરી જ દઉં ને ત્યાં જ ભાભી બોલ્યા; હમણાં તો તમે અમારા ગામ ગયા તા ?હા ભાભી ફ્રેન્ડ ના મેરેજ માં મે કહ્યું. તે મારી બહેન ની ફ્રેન્ડ છે તમને યાદ છે મારી બહેન સુમી?ભાભી એ પૂછ્યું
કોણ કો..ણ સુમી?હુ જરા થોથવાઈ ગયો. મારી બહેન છે મારા લગ્ન વખતે તો એ નાની હતી તમને ખબર નહીં હોય હવે તો એ પણ મોટી થઇ ગઇ એના માટે પણ સારું ઠેકાણું શોધવાનું છે!ભાભી એ કહ્યું અરે ભાભી આપણા કુટુંબ માં થી જ જોઈ લો કોઈ, તો બન્ને બહેનો ને ગમશે!મારી વાત પુરી થાય એ પહેલાં ભાભી એ મારી સામે એ રીતે જોયું જાણે મારી ચોરી પકડી લીધી હોય. અને કહ્યું ના ના એને સ્ટડી પુરી કરવાની છે પછી વાત.મે વાત પૂરી કરી ને ત્યાં જ ભાઈ આવ્યાં.જમીને હુ પાછો આવ્યો તો મારા બોસ નો મેસેજ આવ્યો કે મારા કામ ને શીખવાની ઝડપ જોઈ ને એ લોકો એ મને તેમની દુબઇ ની બ્રાન્ચ માટે સિલેક્ટ કયૉ છે. અને એક મહિના માં મારે ત્યાં જવાનું છે. હુ ખૂબ ખુશ હતો. મારા ઘરે પણ બધા રાજી હતા કામ અને તૈયારી માં મહીનો કયાં નીકળી ગયો ખબર જ ના પડી. મને એરપોર્ટ પર છોડવા મારી ફેમીલી અને ફ્રેન્ડસ પણ આવ્યાં હતાં.આજ મને સુમી બહુ જ યાદ આવતી હતી, કાશ!આજ એને લઈને જ મારે જવાનું થયું હોત!
બસ અહીં થી મારી લાઈફ નો નવો અધ્યાય શરૂ થયો. અમદાવાદ થી સારજહા સુધી ની સફર સુમી ની યાદ માં કયાં પૂર્ણ થઈ?ખબર જ ના પડી.ઈન્ડિયા અને દુબઇ વચ્ચે દોઢ કલાક નો ફરક ઈન્ડિયા આગળ એટલે તમને એવું લાગે કે આપણે તો બહુ ઝડપથી પહોંચી ગયા, સારજહા ની જમીન પર પગ મૂકતાં જ દરીયા ની ભેજવાળી હવા એ સ્વાસ પર કબ્જો જમાવી લીધો, ઉચી ઉચી ઈમારત અને ઈમારતો માં જોરદાર લાઈટો, અને બજારો માં ઊભરાતુ સોનું.બધુ જોતા જોતા હુ મારા એપાર્ટમેન્ટ પર પહોંચ્યો. ૨ બેડરૂમ નો સરસ ફલેટ હતો, ૧૧ માં માળ પર એટલે ફુલ હવા ઉજાસ પણ ત્યાં નુ તાપમાન હાઈ એટલે એસી વીના ચાલે નહીં. એ દિવસે મે આરામ કયૉ.મારી ઓફીસ પણ અહીથી નજીક હતી.ધીમે ધીમે હું દુબઈ ના વાતાવરણ માં સેટ થઈ ગયો. મારા ઘરે થી હવે મારા લગ્ન માટે વીચાર ચાલુ હતા.એક દિવસ મોકો જોઈને મે કહ્યુ કે મને સુમી ગમે છે. મારા મમ્મી પપ્પા તો રાજી થઈ ગયા કેમ કે ભાભી બહુ સારા હતા, તો એમની બહેન પણ સારી જ હોવાની. મારા ઘરે થી સુમી ના ઘરે અમારી વાત કરવામાં આવી. હુ રોજ ઘરે ફોન કરી ને પુછતો કે શું થયું, બેચેન હતો એને એ કહેવા કે મને એ કેટલી ગમે છે! હુ બસ એ જ વીચારતો કે એ આવશે તો હું શું કરીશ?એને મારી સાથે કયા કયા ફરવા લઈ જઈશ!મારું મન બહાવરુ બની ગયું હતું, અ..ને એક દિવસ મમ્મી નો ફોન આવ્યો; કેમ છે થી વાત શરૂ કરી ,મમ્મી મારી તબિયત વિશે પૂછતી હતી.અંતે મારા થી પૂછાય ગયું, મમ્મી તમે કયારે જવાના સુમી ને ત્યાં અમારા સંબંધ માટે ?મારું મન બેચેન હતું એ જવાબ સાભંળવા કે કયારે હુ સુમી ની સામે મારા પ્રેમ નો એકરાર કરીશ?અને એને અહીં લઈ આવીશ! પ..ણ... બેટા એ લોકો એ ના કહી છે કે અમારી દીકરી ને પરદેશ નથી મોકલવી,શું?!!મારી માથે તો આભ તૂટી પડ્યુ,મને મારા કાન પર વિસ્વાસ નહોતો આવતો, પણ માં સામે કેમ કંઈ કહું?ભલે સારું એમ કહી મે ફોન કટ કરી નાખ્યો. અને એ જ ક્ષણે હુ તૂટી ગયો, એ આખી રાત હું ખૂબ રોયો .શું હુ ને સુમી એક નહીં થઈ શકીયે? એ રાત બહુ લાંબી હતી મને લાગ્યું કે કોઇ એ મારા શરીર માથી જીવ કાઢી લીધો છે, સુમી વગરના જીવન ની કલ્પના જ મારા માટે દુઃખદાયી હતી, સવાર થી રાત સુધી એ જાણે સતત મારી સાથે હોય એ જ વીચારો માં હુ રાચતો,અને અચાનક જીદંગી આવો વળાંક લેશે એ તો સ્વપ્ન માં પણ નહતું વિચાયૃ.આખી રાત આવા જ વિચાર આવ્યા,બીજા દિવસે ઓફીસે પણ ના ગયો, અને પછી એક આઈડિયા આવ્યો. તરત ફોન લઈને મારા ફ્રેન્ડ ને કયૉ ને તેને અને તેના વાઈફ ને સુમી વિશે વાત કરી. અને આ વાત આગળ વધારવા વિનંતિ પણ કરી.ગમે તેમ કરીને હુ મારા પ્રેમ ને આમ આવી અમથી વાત માં નહીં જવા દઉ.બસ આ વીચારી મારા થી શકય એટલા પ્રયત્ન કર્યા.પણ બધું વ્યથૅ મારી સુમી સાથે ન તો વાત થઇ શકી .ન અમારો સંબંધ! બહુ દુઃખ થયું. કામ માં પણ મન ના પરોવી શકતો.હવે મારા ઘરે થી પણ લગ્ન માટે દબાણ વધતું જાતુ હતું, હુ હમણાં નહીં આવુ ત્યારે વાત એમ કહી ટાળી દેતો. આમ ૨વષૅ વિતી ગયા ને મારે ઈન્ડિયા આવવાનું થયું. અને મારા ઘરે મારા સગપણ ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. ઈન્ડિયા આવી ને મે થોડો સમય માગ્યો કે હું આરામ કરી શકું અને સુમી વિશે થોડી જાણકારી મેળવી શકુ.અને એક દિવસ અચાનક મારા દિલ્લી વાળા ભાઈ ભાભી આવ્યા,તેઓ સુમી ની સગાઇ માટે આવ્યા હતા. મારા માટે એ સૌથી દુઃખદ સમાચાર હતાં આજ મારો પ્રેમ હારી ગયો. હુ ઉદાસ થઈ ગયો. ગુમસુમ રહેવા લાગ્યો. મારી આ દશા મારો ભાઈ ને ભાભી ના જોઈ શકયા, સુમી વિશે ના મારા પ્રેમ ની એમને પણ જાણ હતી.બસ પછી તો મારા માટે મારા ભાભી એ ઘણી છોકરી ઓ ની વાત ચાલુ કરી.પણ મને સુમી જેવું કોઈ ગમે નહીં, મારા ભાઈએ અંતે મને સમજાવ્યો કે એ મને નથી જ મળવાની અને હવે મારે ઘર ના માટે પણ આગળ વધવું જોઈ.અંતે એક છોકરી સાથે મારો સંબંધ નક્કી કર્યૉ,શીલા એનું નામ એ સુમી કરતાં વધુ ગોરી હતી, એના વાળ સોનેરી, ને આંખો કથ્થઈ, મને અને ઘર ના બધા ને એ ગમી,અને અમારી સગાઇ થઈ ગઈ.પણ હજી મારું મન સુમી ની યાદ માં તડપતુ હજી પણ હદય માં એને પામવાની ઈચ્છા કયારેક જોર કરી જાતી,અને ત્યારે થતું કે આ શીલા સાથે ખોટું થાય છે. અને હું મારું મન એના તરફ વાળતો.અમારી સગાઇ થોડો વખત જ રહી ને લગભગ એક મહિના માં લગ્ન લેવામાં આવ્યા. એક દિવસ હું મારા લગ્ન ની શોપિંગ કરી ને ઘરે આવ્યો તો ભાભી એ મને કહ્યું; વાસુ ભાઇ તમારા માટે એક સરપ્રાઈઝ છે, શું હશે?મને થયું કોઈ ગીફટ હશે એટલે મે મને ગમતા પરફયુમ ના નામ લેવા માડંયા અને હસી ને ભાભી એ મારા હાથ માં એક કવર મૂકયું જેમાં ઉપર લખ્યું હતું, વાસુ વેડસ સુમી. હું એકદમ રાજી થઇ ગયો, મને મારી આંખો પર વિસ્વાસ નહતો આવતો કે આ શું છે?અને ભાભી એ ફરી હસી ને કહ્યું આ શીલા નામ જૂનવાણી છે. આપણે સુમી જ કહેશુ.શું?!!મે ફરી કવર જોયું ઓ..હ આ તો ફકત શીલા નુ નામ બદલ્યું હતું!મારા નસીબ નહીં આજે ફરીથી મારું મન સુમી માટે બહુ જ રોયુ...અંતે લગ્ન કરીને હુ શીલા ને સાથે લઈને દુબઇ ચાલ્યો ગયો.અહીં આવી ને મને સુમી ની યાદ વધુ આવવા લાગી, કેમ કે મેં એના માટે કેટલીય કલ્પના કરી હતી. તો પણ શીલા ને અન્યાય ના થાય તે ધ્યાન રાખતો.
હવે હું દુબઇ છોડી ને કાયમ મારા ગામમાં આવી ગયો છું. નસીબજોગે સુમી નુ સાસરુ પણ અહીં જ છે, મારા પ્રેમ ને ૨૦ વષૅ થઈ ગયા પણ હજુ મને સુમી પ્રત્યે પ્રેમ છે. મને નથી ખબર ત્યારે સુમી મારા માટે શું વિચારતી હતી,અને આજે પણ શું વિચારે છે, નથી ખબર!સુમી ને આજે મે મંદિરમાં જોઈ ,તેને પણ મને જોયો, સ્માઈલ પણ આપી, કદાચ ઓળખી ગઈ હોય?હું બીજા દિવસે પણ એજ સમયે મંદિરે ગયો, આજે પણ તે હતી. અને મને જોઈ ને હસી. મારો હવે આ રોજ નો ક્રમ થઈ ગયો છે, મંદિરે જાવ છું અને એને જોયા કરૂ છું. એ રોજ નથી આવતી પણ હું જાવ છું. એને જોવા......

આરતી ગેરીયા...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED