દિવાળી એટલે દિવા નો તહેવાર,દિવાળી એટલે પ્રકાશ નો ઉત્સવ,દિવાળી એટલે ઉજાસ સાથે રંગ ની ઉજાણી,આવી મજાની દિવાળી.નવા કપડાં,નવા ચપ્પલ,નવી જ્વેલરી,નવી ઘર સજાવટ...બધું જ નવું લાવવા નો તહેવાર...જો કે દિવાળી દરેક માટે કાઈ સરખી નથી હોતી...
સૌરભ અને સોહમ બંને ખાસ મિત્રો એક જ સોસાયટી માં રહે, કામ પણ એક જ ઓફીસ માં કરે, અને બંને ના પરિવાર વચ્ચે પણ સારો ઘરોબો...
સૌરભ ના ઘર માં તેની પત્ની શોભા,અને બંને બાળકો રુદ્ર અને ઋત્વિ અને તેની માં પણ રહે..જ્યારે સોહમ ના ઘર માં તેની પત્ની શિખા,અને બંને પુત્રો શિવ અને શુભ રહે..એક પણ દિવસ , એક પણ વાત કે એક પણ તહેવાર કે પીકનીક એવી ના હોઈ કે બંને માંથી કોઈ એકલું જાય... બાળકો ને પણ આપસ માં સારો મેળ..આમ તો તેઓ ની સોસાયટી માં બધા તહેવાર ખૂબ આનંદ થી ઉજવાતા,પણ તેઓ વધુ સમય એકબીજા સાથે જ ગાળતા... કેમ કે તેમની સોસાયટી ગામ થી થોડી દૂર આવેલી,પણ ત્યાં રહેતા લોકો ના મેલમિલાપે ક્યારે પણ એવું લાગવા નહતું દીધું....
તેમની જ સોસાયટી માં એક તેમની જ ઓફીસ નો ક્લીગ રહેતો,નયન.. નયન અને સૌરભ ને જરાપણ ના બનતું.બંને એકમેક ને જોઈ ને ઘુરકીયા જ કરે આવો પ્રેમ☺️☺️.નયન પણ તેમની સોસાયટી માં પણ થોડો દૂર પોતાના
પરિવાર સાથે રહેતો..
એવા માં નવરાત્રી નો તહેવાર આવ્યો,સોસાયટી ના બધા બાળકો ચોક માં ગરબા રમે,કોઈ ભેદભાવ વગર ત્યાં નાના ભૂલકા રમી શકે..આમ તો ત્યાં ના રહેવાસી ના જ બાળકો હોઈ પણ કયારેય કોઈ બાર નું બાળક આવે તો પણ સાથે રમવા લાગે..સૌરભ અને સોહમ ના બાળકો સાથે જ હોઈ..
સૌરભ ના મમ્મી બધા બાળકો નું ધ્યાન રાખવા ત્યાં જ બીજા પાડોશી સાથે બેઠા હોઈ..
એકવાર બધા બાળકો ગરબા રમતા હતા ત્યારે ,ઋત્વિ નું ઝાંઝર ખોવાઈ ગયું,આમ તો સોસાયટી માં હોવાથી કોઈ પણ વસ્તુ મલી જ જાય, પણ આ ઝાંઝર ના મળ્યું..ઋત્વિ રડવા લાગી જેમ તેમ એને સમજાવી ને તેના દાદી ઘરે લાવ્યા..બીજા દિવસે નયન ની દીકરી સીમા પાસે એવું જ ઝાંઝર જોયું ,ને ફરી તેમનો ઝગડો થયો.સીમા કૈક મુંજાયેલી લાગી પણ કોઈ એની વાત સાંભળવા તૈયાર નહતું ..સોહમ માંડ માંડ શાંત પાડી સૌરભ ને ઘરે લઈ ગયો,અને બધા બાળકો ને એ તરફ રમવાની મનાઈ કરી..
થોડા સમય માં દિવાળી ની તૈયારી ચાલુ થઈ ગઈ ,ઘર ની સફાઈ ને ડેકોરેશન નું કામ પણ થવા લાગ્યું..શોભા અને શીખા પણ રંગ અને દિવા લાવ્યા હતા,બાળકો હોંશે હોંશે દિવા કરતા...અને રાતે રંગોળી બનાવતા,પેલા જ દિવસે ઋત્વિ એ બનાવેલી રંગોળી કોઈ બગાડી ગયું,અને તેના દિવા કોઈ લઈ ગયું..સૌરભ ને થયું નક્કી એ નયન નું જ કામ હશે?પણ એ ચૂપ રહ્યો,કે તહેવાર માં ઝગડો ના કરવો.
બીજા દિવસે તો એની રંગોળી ના રંગ અને દિવા બધું જ કોઈ લઈ ગયું,આ વખતે સૌરભે નયન ને જરા ગરમ થઇ ને ધ્યાન રાખવા કહ્યું..પણ નયન તો જાણે કાઈ જાણતો ના હોઈ એવો ડોળ કરતો હતો..
ધનતેરસ ની રાત્રે દિવાળી ની મજા પુરબહાર માં ખીલી હતી,ચારેકોર દિવા,રંગબીરંગી લાઈટ,અવનવી રંગોળી,અને ઘરો માં થી આવતી મીઠાઈ ની ખુશ્બુ..આજ થી સૌરભ અને સોહમ ને પણ ઓફીસ માં રજા પડી ગઈ,બંને કુટુંબ સાથે બેસી હસીમજાક કરતા હતા,ઋત્વિ ના નાના હાથ રંગોળી બનાવતા હતા,અને રુદ્ર દિવા કરતો હતો...
"પપ્પા આજ તો મારા રંગ અને દિવા કોઈ નહીં લઇ જાય ને" ? માસૂમ ઋત્વિ એ પૂછ્યું
"ના બેટા આજ તો તારા પપ્પા અને હું આખી રાત ધ્યાન રાખીશું કે તારા રંગ ને દિવા સલામત રહે".સોહમેં સૌરભ ના બદલે જવાબ આપ્યો
ઋત્વિ તો રાજી થતી ચાલી ગઈ,આમ પણ બંને મિત્રો દિવાળી ના દિવસો માં રાતે મોડે સુધી જાગતા,પણ આજ તો ખાસ આ ચોર ને પકડવા બેઠા..ધીમે ધીમે રાત જમતી ગઈ,ઠંડી અને અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું.સોસાયટી માં પણ દિવા અને સિરિજો સિવાય બધા ઘર ની લાઈટ બંધ થઈ ગઈ,લગભગ રાત ના ૨ વાગ્યે બંને મિત્રો સુવા ગયા,બંને રાજી હતા કે આજ કોઈ આવ્યું નહિ...સવારે ૫ વાગ્યે શોભા જાગી અને બહાર આવી ને જોયું તો આજે પણ દિવા ગુમ! અને રંગોળી પણ જાણે કોઈ એ તેમાથી રંગ લઈ લીધા હોઈ તેવી!
તેને તરત આ વાત શીખા ને કરી,બંને ને નયન અને તેમના પરિવાર પર ખૂબ જ ગુસ્સો આવ્યો..શોભા એ તો પણ સૌરભ ને સમજાવી ને આજ રાત્રે ચોર ને રંગેહાથ પકડવાનું નક્કી કર્યું..તે રાતે ફરી થી બધા ત્યાં જ બેઠા કાલ દિવાળી હોવાથી આજ સોસાયટી માં મોડે સુધી બધા જાગતા હતા,લગભગ રાતના ૧ વાગે બધા પોતાના ઘર માં જવા લાગ્યા, રાતે ૨ વાગે સૌરભ,સોહમ શોભા અને શિખા અલગ અલગ જગ્યા એ છુપાઈ ને બેસી ગયા..જેથી તેમના ઘર નું આંગણું દેખાય..
૧ કલાક રાહ જોયા બાદ તેમનું ધ્યાન પડ્યું કે કોઈ પડછાયો તેમના ઘર તરફ આવતો હતો,તેને કોઈ ચાદર ઓઢેલી હોઈ ચહેરો સ્પષ્ટ નજર નહતો આવતો,તે પડછાયા એ પેલા ત્યાં ના દિવા લઈ પોતાની પાસે રહેલી કોઈ થેલી માં નાખ્યા,અને પછી રંગોળી માં થી રંગ લેવા લાગ્યો, લાગ જોઈ ને તરત જ સૌરભ તેને મારવા દોડ્યો,ત્યાં સુધી માં સોહમ,શોભા અને શિખા પણ ત્યાં પહોંચી ગયા..સૌરભ નયન આજે તને નહીં મુકુ,એમ કહી મારતો હતો,શોભા એ તરત જ લાઈટ ચાલુ કરી,પણ આ..શુ!! એ નયન નહતો!..
બીજા દિવસે દિવાળી હતી,દરેક ના ચહેરા પર પ્રસનત્તા અને આનંદ હતો,આજ તો બધા નવા કપડાં પહેરી ને સવાર થી જ મહાલતા હતા..ઋત્વિ દોડી ને બહાર આવી તેને જોયું તેની રંગોળી અને દિવા સલામત હતા. એ દોડતી એની દાદી પાસે ગઈ અને પૂછવા લાગી...
"દાદી પપ્પા એ ચોર ને પકડી લીધો ને દાદી કોણ હતું ચોર"?
તેની દાદી એ તેને રાહ જોવા કહ્યું...થોડીવાર માં સૌરભ અને સોહમ બંને આવ્યા તેમની સાથે ઘણો બધો સામાન હતો..બાળકો તો વિચાર માં પડી ગયા કે આજ આટલું બધું શું લાવ્યા?તેમનું કુતુહુલ જોઈ સોહમેં ૪ એ બાળકો ને કહ્યું કે "ચાલો આજે આપડે ફરવા જવાનું છે"બધા રાજી થઈ ગયા. ને નીકળી પડ્યા,સાથે સામાન પણ લીધો...
થોડીવાર માં તેમની સોસાયટી ની નજીક માં આવેલ રોડ પર જે બિલ્ડીંગ બનતી હતી,ત્યાં તેઓ પહોંચી ગયા.. ઋત્વિ,રુદ્ર, શિવ અને શુભ જોતા જ રહી ગયા કે આ ક્યાં આવ્યા,ત્યા જ સૌરભે એક ઝૂંપડી જેવા લાગતા ઘર પાસે જઈ ને બૂમ પાડી"રઘુ"અને અંદર થી એક ૧૫ - ૧૬ વર્ષ નો છોકરો મેલું અને ફાટેલું શર્ટ,અને પેન્ટ પહેરી ને આવ્યો,સાથે એક નાનકડી ૭- ૮ વર્ષ ની દીકરી પણ આવી,તેને પણ ફાટેલું અને મેલું માંડ શરીર ઢંકાય એવું ફ્રોક પહેર્યું હતું..બાળકો તો તેમને જોતા જ રહી ગયા...તેમના પપ્પા એ બાળકો ના હાથે તેમની સાથે લાવેલા સામાન માંથી બંને માટે કપડાં,દિવા મીઠાઈ અને રંગ અને ફટાકડા અપાવ્યા...બંને બાળકો ખૂબ ખુશ હતા,એટલું જ નહીં ત્યાં રહેતા બીજા બાળકો ને પણ તેમને આ બધું આપ્યું,અને પછી પોતાની ઘરે આવ્યા...આ બધું જોઈ અને ૪ બાળકો પણ રાજી થયા,તેમને દાદી એ સમજાવ્યું કે દરેક પાસે આપડા જેવી સુખ સુવિધા નથી હોતી,એટલે હમેશા જરૂરિયાતમંદ લોકો ને મદદ કરવી..
ઘરે આવ્યા ત્યારે ઋત્વિ એ પૂછ્યું?પપ્પા ચોર કોણ હતું?સૌરભે તેને સમજાવી કે" બેટા આ રઘુ તેની નાની બહેન મંજરી માટે તારા રંગ અને દિવા લઈ જતો,અને તારું ઝાંઝર પણ એની બહેને જીદ કરી માટે જ્યારે તારા થી પડી ગયું ત્યારે તે લઇ ગયો હતો,અને સીમા એ બીજા દિવસે તને આપવા જ આવતી હતી,પણ કોઈએ એની વાત સાંભળી નહિ..સૌરભે પણ નયન ની માફી માંગી..
ત્યારબાદ બધા બાળકો સાથે રમતા અને ઘણીવાર પોતાના રમકડાં મંજરી ને પણ રમવા આપતા..
ખરેખર દિવાળી ની સાચી મજા બધા સાથે ખુશી વહેચી ને મળે છે...જ્યારે ઘેર--ઘેર દિવા થાય ત્યારે જ સાચી દિવાળી...
આરતી ગેરીયા.....