Injustice of policy .... books and stories free download online pdf in Gujarati

નીતિનો અન્યાય....

ક્યારેક જીવ થઇ જાય છે કે લાવ એને મળી લઉં.તો ક્યારેક જીવ થાય છે કે નથી જ મળવું.તેને મારી કોઈ જ વાત મંજુર જ ના હોય તો શું મારે વારે વારે એને મનાવ્યાજ કરવાની? નામ તો એનું "નીતિ" છે અને કેટલી અનીતિના પથ પર ચાલે છે!હું જયારે જોઉં ત્યારે મળવાની કોશિશ કરું ત્યારે તેનાં બહાનાં તૈયાર જ હોય. હા એને એમ કહું કે ચાલ આજે બજાર જઈએ તો કોઈ પણ બહાનાં વગર કહી દે હા હું આવું છું.કેમકે ખરીદીની યાદી એ એડવાન્સ તૈયાર જ રાખતી.અને મોકો મળે ત્યારે ખરીદાવી પણ લેતી.જ્યારથી તેની આંખોમાં હું વસ્યો ત્યારથી તે મારા ખિસ્સા પર ખુશ છે.વાર તહેવારની એ રાહ જોઈ જ રહી હોય.તહેવાર મુજબ તમામ તેની ગમતી મોંઘીદાટ વસ્તુ ખરીદવા લીસ્ટ તૈયાર જ હોય.વારે વારે રટણ કરતી તે કહે હું તો મારા પપ્પાની પરી છું. મારા પપ્પા હું કહું તે બધું હાજર કરી જ દે.ખાસ કરીને હું મારા રૂમમાં હોઉં ત્યારે કોઈની તાકાત નથી કે મને ઊંઘમાં ખલેલ પહોંચાડે? મન ફાવે ત્યારે ઊંઘવું,મન ફાવે ત્યારે જાગવું,રખડવું,ખાવું તે નિત્યક્રમ હતો મારો.ક્યારેક હું કહું કે નીતિ ! તારા પપ્પા આટલા તારા પર ઓળઘોળ છે,તો મારા પાસે કેમ ધૂમ ખર્ચ કરાવે છે? હું તારો માત્ર દોસ્ત છું. હજુ બોયફ્રેન્ડ બનવાનું બાકી છે. અને મારી સાથે તારું કોઈ સેટિંગ લાઈફ ટાઈમનું શક્ય જ નથી,તો આવું વર્તન કેમ કરે યાર !તેને બે શબ્દ કોઈ શીખામણરૂપ કહે તો તેને ના ગમે.તેને ખૂબ લાગી આવ્યું મારા આ બે શબ્દ પર. અને પાંચ વરસ સુધી લાપતા રહી.ના કોઈ ખબર ના કોઈ કૉલ કે મેસેજ.... હું એક વખત વિસનગરથી પાટણની એસ ટી બસમાં ઉતરવાના દરવાજા પાસે સીટમાં બેઠો હતો અને મારી નજર કોઈ ભરેખમ થેલો,બેગ લઇ ને બસ માં ચડવાનો પ્રયત્ન કર્યો,પરંતુ વજન ને કારણે તે બે ડગલાં પાછી પડી અને ધપ દઈ ને નીચે પટકાઈ. મારી નજર તેના ચહેરા પર નહીં ભરેખમ બેગ પર હતી. એટલે મદદને બહાને મે સીધા પગથિયેથી કૂદકો મારી તેની બેગ,થેલો પકડી લીધા અને હાથ પકડી તેને ઉભી કરી.કપડાને સ્વસ્થ કરી તે હું જે સીટ પર હતો તેની બાજુ ની જગ્યા પર બેઠી.મને થૅન્ક્સ કહી.... પોતાને લાગેલા બેઠા ઘા ની પીડા મુખડા પર વર્તાતી હતી.મે પૂછ્યું બહુ વાગ્યું લાગે છે. તેણે મારા સામું કરુણાદ્ર ચહેરે જોયું અને બોલી... હા.... પણ તમેં મને મદદ કરી તે બદલ આભાર.નીતિ પોતાની રીતે સ્વસ્થ થતી લાગી એટલે ફરી મે પાછું પૂછ્યું..તમેં મને ઓળખો છો? તે જીણી નજરે ધારી ને જોવા લાગી.. બોલી ના કંઈ યાદ નથી આવતું. હું મનોમન કહેવા લાગ્યો તું રીસ કરી ને ગઈ ત્યારે તો હું દાઢી મૂછ ન્હોતો રાખતો. હવે તો દાઢી મૂછ માં હું એને ક્યાંથી ઓળખાઉં? તે અચાનક ગુમ થઇ ગઈ મારા દિલથી અને પ્યારની પાંદડીઓ ફૂટે તે પહેલાં તે પરણી ગઈ હતી. હું ત્યારથી તને ભૂલવા ખૂબ કીશીશ કરતો'તો. કે હવે તે પરણી ગઈ છે તો હે "ન્યાય!" તું એને ભૂલી જા. પરંતુ તેની થોડી કે અકળ માંગણીઓએ મને કે એને જુદાં પાડી તે ચાલી ગઈ.પાંચ વરસ પછી તેની કાયા કૃશ થઇ દિલ દ્રવી ઉઠ્યું... હા છતાં મે મારા પાંગરતા અર્ધ પ્યારની એ ફોરમને ઓળખી લીધી હતી પરંતુ તે મને ઓળખવામાં ઉણી ઊતરી.પાછું મે પૂછ્યું...નીતિ!! તેં મને ઓળખ્યો? સામે થી માથું નકારમાં હલાવી કીધું... ના નહીં. મે કીધું નીતિ બરાબર ગયેલો સમય યાદ કર કોઈ તારી ખૂબ નજીક હતું અને તેને તારી ખૂબ કાળજી રાખી હતી. તારી પડખે સતત હતો... તારી બધી જ માંગણીઓ સંતોષતો હું તારો "ન્યાય " છું. આટલું કહેતાં તે બસ માં જ મારા ખભે માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. મે આશ્વાસન આપી કીધું કે આટલું કેમ રડે છે? તે બોલી : તારી દરેક શીખામણ હું મજાક સમજી ઊડાડી દેતી હતી. મારી ખામીઓને હું ખૂબી સમજી જીવતી હતી.પરંતુ સાસરીમાં મારી ખામીઓથી ખુદ હું જ દુઃખી થઇ ગઈ. મને મારી સાસરીમાંથી બધે લોકોએ કાઢી મુકી.તે લોકોએ પાંચ વરસ સુધી મારા સુધરવાની વાટ જોઈ પણ હું મારા પપ્પાના પૈસે ઘમંડમાં ભાન ભૂલી ના બોલવાનું બોલી હું પિયર તરફ આવી ગઈ.હવે મારું ત્યાં કોઈ નથી.મને કાયદેસર ના છુટાછેડા પણ આપી દીધા છે.મારાં કર્મો જ મને નડ્યાં.તે છૂટાછેડાનો લેટર મારાં હાથમાં આવ્યો ત્યારે અસલી ભાન થઇ ગયું. ન્યાય ! હવે હું શું કરું? ન્યાય પણ શું ન્યાય કરે? તે પણ બાળકનો બાપ હતો.
-સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED