જાદુઈ પુસ્તક અને શિવાંશ - 13 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 13

13

કંસ, જરાસંઘ જયારે પોતાના બાહુ બળ પર છકી ગયા હતા, પણ તેમને યાદ નહોતું કે અભિમાન કયારે ટકતું નથી. કહેવાય છે ને કે,

'રાજા રાવણનું અભિમાન પણ નથી ટકયું.'

જરાસંઘ બાહુ બળના અભિમાનમાં અંધ બનીને તે દરેક રાજાને મારવા નીકળ્યો હતો. જયારે કંસ તો દરેક નાના અને જન્મેલા બાળકોને મારવા. પણ આખરે તેમને ભીમના હાથે કે કૃષ્ણના હાથે તો મોત જ મળ્યું.

તાંત્રિક કે શેઠ ગોરખનાથ પણ પોતાની સાધના પર અને પોતાની જીત પર મુસ્તાક હતા. એટલે જ તે ગાફેલ બની ગયા અને તેમને સપનામાં પણ ના વિચારી શકયા કે તેમને ટક્કર એક નાનકડો બાળક આપી શકશે કે તેમની મુલાકાત મોત જોડે જ કરાવી દેશે.

તાંત્રિક ગોરખનાથે તે ગુફામાં પોતાની સાધનાનો આરંભ કર્યો. આ બાજુ જયંતીએ તે તાંત્રિક વિધિવાળુ વારસાઈ પુસ્તક શોધી કાઢયું અને શિવાંશને આપ્યું. તો શિવાંશે એ પુસ્તક પર સાધુએ આપેલો દોરો વીંટાળી દીધો. જયંતીએ પૂછ્યું કે,

"તે આવું કેમ કર્યું, બેટા?"

"સાચું કહું તો મને સાધુ મહારાજે કહ્યું હતું. કારણ કે આ પુસ્તક મહેલની અંદરથી બહાર જાય તો તે તાંત્રિકને ખબર પડી જાય છે અને મારા ગયા પહેલા તે ઘરે પહોંચી જશે લેવા માટે..."

જયંતીએ કંઈક વિચારીને કહ્યું કે,

"એક કામ કર, હું તને એવો એક મંત્ર શીખવાડીશ કે જેથી આ પુસ્તક તારી જોડે હશે, પણ તાંત્રિકને ખબર નહીં પડે. અને હા, પણ તું તારા ઘરે ના જતો એ મંદિરના સાધુ મહાત્મા જોડે પહેલા જજે."

"સારું, હું તમે કહ્યું છે તેમ જ કરીશ. વળી, સાધુ મહારાજે આમ જ કહ્યું હતું."

જયંતીએ મંત્ર તેને શીખવાડયો અને તે મંત્ર શિવાંશે ઝડપથી આત્મસાત કરી લીધો. પછી શેઠાણીના પગે લાગીને કહ્યું કે,

"મારા મમ્મી પપ્પા અને હું મારી બહેનને બચાવવા મદદ કરી છે, એ બદલ હું તમારો કયા શબ્દોમાં.... શું બોલું એ ખબર નથી."

"બસ, કંઈ જરૂર નથી. હું તો તારી મદદની સાથે મારી પણ મદદ કરી રહી છું. જા તારી બહેનને બચાવવા માટે જલ્દી મંદિરે પહોંચ. અને આ લીલા પણ તારી જોડે જ આવે છે."

શિવાંશ મહેલમાં થી જેવો નીકળ્યો તેવું જ તાંત્રિક ગોરખનાથને ખબર પડી ગઈ કે કંઈક બની રહ્યું છે, એ પણ મારા જીવ સમાન જેવા પુસ્તક જોડે."

તેમને ધ્યાન લગાવીને શું થયો તે જાણવા પ્રયત્ન કર્યો પણ તે સમજી જ ના શકયા કે શું બની રહ્યું છે?

તેમને મગનને મહેલમાં જોવા મોકલ્યો. મગન મહેલમાં આવ્યો પણ તેને પુસ્તક એની જગ્યાએ જ છે, તેવો આભાસ થાય એવી ભ્રમણા જયંતીએ પેદા કરી. મગન પાછો ગયો તેને કહ્યું કે,

"બધું બરાબર છે."

છતાંય ગોરખનાથને સંતોષ ના થયો. તેમના બધા પ્રયાસ નકામા થઈ રહ્યા હતા એટલે તેમના મનમાં ગુસ્સો વધવા લાગ્યો. પોતાના ગુસ્સાને કાબૂમાં કરીને ફરીથી રામલાલને જોવા મહેલમાં મોકલ્યો.

આ વખતે રામલાલ આવ્યો તો તેને પણ આજ ભ્રમણાથી ભ્રમિત થઈ ગયો અને તે પાછો વળતો જ હતો, પણ અચાનકથી જ મહેલના પાછળના દરવાજે થી લીલા એક બાળક સાથે જતી જોઈને તેને કંઈક અજુગતું લાગતા તે તેમની પાછળ ગયો.

લીલા તો શેઠાણીબા એ કહ્યું તેમ શિવાંશની રક્ષા કરવા માટે તેની જોડે જોડે નીકળી હતી.

જેથી કંઈ પણ બરાબર ના લાગે તો શેઠાણીએ આપેલી પોટલીમાં થી તેના પર રાખ નાંખીને તેને મંદિરે સલામત પહોંચાડી શકે. પણ રામલાલ તેને જોઈ ગયો અને જોડે પુસ્તકને પણ. એટલે લીલાને બૂમ પાડીને ઊભું રહેવા કહ્યું. લીલા તેને અવગણીને ઊભી ના રહી એટલે તે દોડીને તેને ઊભી રાખી. લીલાએ કહ્યું કે,

"જવા દે અમને..."

"પણ શું કામ? અને તું આની જોડે કેમ જાય છે?"

"બા એ કીધું છે, એટલે? અને મારે તમારી સાથે વાત નથી કરવી."

રામલાલ બળજબરીથી રોકવા ગયો તો તેના પર બાએ કીધું તેમ જ લીલાએ કર્યું. રામલાલ પહેલા તો આંધીમાં અટવાઈ ગયો, પછી થોડીવારમાં તે શાંત થઈ ગઈ. તે પાછો લીલા જોડે ગયો અને કહ્યું કે,

"લીલા તને કશી ખબર નથી, માટે મને આ પુસ્તક આપી દે."

"મને બધી જ ખબર છે, શેઠ વિશે અને તારા વિશે પણ, તો મારી જોડે માથાકૂટ ના કર."

"માથાકૂટ તો તું ના કર, હું તારો પતિ છું. પતિની વાત ના માનવી એ તો બરાબર નથી."

"પતિ તો તું હતો જ કયારે, તું તો તાંત્રિક છે. જે પોતાના સ્વાર્થ માટે હત્યા કરી શકે અને બીજા જોડે હત્યા કરાવી પણ શકે. તને કોઈના પર કયારે પણ દયા આવી? 'તારો પતિ છું' કહે છે પાછો?"

"વાંધો નહીં, તો મને પણ તારા માટે પ્રેમ નહીં ઊભરાય. હું તને મારી નાખીશ, તને હું એમ તો અમારી સાધના સાથે છેડછાડ તો હું નહીં જ કરવા દઉં."

એમ બોલીને આંખો બંધ કરી કંઈક મંત્રજાપ કરવા લાગ્યો. લીલાએ તરત જ ઝડપથી ફરી એ જ રાખ તેના પર નાંખીને ભાગી ગઈ. બંને જણા ફટાફટ મંદિરના ઓટલે ચડી ગયા, રામલાલ મંદિરમાં કંઈ કરી શકે તેમ નહોતો એટલે તે ગુસ્સે થઈને તાંત્રિક જોડે પહોંચ્યો અને બધી વાત જણાવી.

તાંત્રિક ગોરખનાથ બધું જ સમજી ગયા કે વાત શું છે? તેમને જયંતી પર ગુસ્સો તો બહુ આવ્યો પણ તે પહેલા જીવસમાન પુસ્તક બચાવવું જરૂરી હતું એટલે તેના પર ધ્યાન આપ્યું. તેમણે પુસ્તક લેવા માટે મંદિરમાં જવાનું વિચાર્યું. તેમને બીજા તાંત્રિકોને કહ્યું કે,

"સાધના ચાલુ રાખો, હું હમણાં જ આવ્યો."

લીલા અને શિવાંશ મંદિરની અંદર પહોંચીને

જોયું તો સાધુ શિવદાસ મહારાજે હવનની તૈયારી કરી દીધી હતી. પૂજારી નયન પણ તેમને મદદ કરી રહ્યો હતો. પરેશ, સારિકા અને પરી ત્યાં બેસેલા હતા.

શિવાંશને જોઈ પરેશ અને સારિકાએ તેને ગળે લગાડી દીધો. લીલાને શિવાંશ જોડે જોઈ તો તેમને નવાઈ લાગી.

શિવાંશે જયંતી શેઠાણી અને લીલા વિશે બધી વાત કરી અને મદદ પણ કેવી રીતે કરી તે કહ્યું, અને લાવેલું પુસ્તક તેમને આપ્યું.

સાધુએ સાંભળીને કહ્યું કે,

"શેઠાણીએ કેમ લીલાને અહીં મોકલી તે મને ખબર છે. બેન હવે તું ઘરે ના જતી, જયાં સુધી આ હવન ના પૂરો થાય ત્યાં સુધી તો ખાસ..."

સાધુ મહારાજે આટલું બોલીને બે લાલ કંકુના કૂંડાળું બનાવ્યું. એક હવનપીઠની આજુબાજુ અને એક પરી માટે. પરીને તેમાં બેસાડી દીધી અને હવન ચાલુ કર્યો. નયન સહાયક તરીકે બેસી સાધના કરવા લાગ્યો.

પરેશ, સારિકા, શિવાંશ અને લીલાને મંત્રજાપ કરવા કહ્યું અને કહ્યું કે,

"કંઈ પણ થાય તો ડરતા નહીં અને કયાંય પણ જતા નહીં."

લીલા બોલી કે,

,"પણ બાપજી, શેઠાણી એકલા છે."

"એમને કંઈ નહીં થાય, તું ચિંતા ના કર."

લીલાએ વાત માની અને જાપ કરવા લાગી. હવન પણ શરૂ થઈ ગયો.

રેટ કરો અને રિવ્યુ આપો

Krupa Dave

Krupa Dave 7 માસ પહેલા

Fallu Thakor

Fallu Thakor 7 માસ પહેલા

Suresh

Suresh 7 માસ પહેલા

Kismis

Kismis 7 માસ પહેલા

વષૉ અમીત

વષૉ અમીત 7 માસ પહેલા