જાદુઈ પુસ્તક અને શિવાંશ - 12 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 12

12

કહેવાય છે ને કે પોતાની જાતને મદદ જાતે જ કરવી પડે છે, બીજું કોઈ ના કરી શકે. ભગવાન પણ આપણને મદદ ત્યારે જ કરી શકે જયારે આપણે લડવા તૈયાર હોઈએ. આવું જ થયું શિવાંશ જોડે, એને મદદ કરનાર પણ મળી ગયા હતા. બસ તેમની પાસે મદદ લેવી કે નહીં તે નક્કી શિવાંશને કરવાનું હતું.

"બેટા, તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?"

શિવાંશે અચકાતા કહ્યું કે,

"મારું નામ શિવાંશ છે..."

"સરસ નામ છે, અહીં કેમ આવ્યો છે?"

"હું તમને કહું તો પછી...."

"સારું તું કહે, હું કોઈને નહીં કહું."

"મારી નાની બહેન પરી, પર કોઈએ કાળો જાદુ કર્યો છે. એને બચાવવા માટે અહીં આવ્યો છું, એક વસ્તુ શોધતો શોધતો અહીં આવી ગયો."

"ઊભો રહે, પહેલા મને તારી બેન વિશે તો જણાવ."

તેને હા પાડીને, કેવી રીતે તેની બહેન પરી લોકોની હત્યા કરે છે, કેવી રીતે પછી નાનકડી કીડીથી પણ ડરે છે. સાધુ મહારાજે જાદુ કરનાર વ્યક્તિ વિશે જણાવ્યું અને કેમ કર્યો છે તે પણ જણાવ્યું.

'સારું, તો પછી એ જાદુથી મુકત કેવી રીતે થશે? તે કહ્યું કે પછી..."

"હા, કહ્યું છે ને...."

"શું કહ્યું? કહે જોએ મને તો..."

"એમાં અહીં એક તાંત્રિક વિધિનું પુસ્તક છે, તે શોધીને સાધુ મહારાજ જોડે લઈ જવાનું છે. પછી તે તેના પર મંત્ર જાપ કરીને તે જાદુ તોડી નાખશે."

"પછી તે પુસ્તક પાછું આપી જઈશ?..."

"એ તો મને ખબર નથી...."

"તો શોધી કેવી રીતે કાઢીશ, એ પુસ્તકને?"

"તે પણ ખબર નથી. પણ મને એટલી જ ખબર છે કે મારી બહેન એટલી બધી તકલીફ માં છે કે એના માટે હું ગમે તે કરી શકું. મારી બેન સલામત મને મળે એટલે આ દુનિયા આખી આપણી."

"હમમ... તું તારી બહેનને આટલો બધો પ્રેમ કરે છે."

"હા, તે મને તેના નાના નાના હાથે રાખડી બાંધે છે, તે મારા માટે ચોકલેટ રાખે છે. અને ઘણી વાર તો તે મારા માટે લાડવો પણ છૂપાવી રાખે છે. અને એક વાત કહું, તમે જે લાડુ ખાવા મને આપ્યો તે મારી બહેનને ખૂબજ પસંદ છે. મને એક બીજો આપશો એના માટે, હું તેને આપીશ."

જયંતી તો એની ભોળી ભોળી વાતો સાંભળીને ખુશ થઈ ગઈ, પછી કંઈક વિચારીને કહ્યું કે,

"તું હાલ આ ઓરડામાં જ રહેજે, બહાર ના નીકળતો. એ પુસ્તક હું તને લાવી આપીશ, બરાબર."

"કેમ...."

"જો પેલો તાંત્રિક તને દેખી જશે તો તને મારી નાખશે. પછી તું તારી બહેન માટે તે પુસ્તક કેવી રીતે લઈ જઈશ."

"પણ એ તો મારે કાલે જ લઈ જવાની છે. મારી બહેને ચોથી હત્યા કરી ચૂકી છે. એક કરશે પછી તે તાંત્રિક જ તેને મારી નાખશે અને મારી બહેન તારો બની જશે. ના... ના... હું તે પુસ્તક જ શોધીશ."

"પણ હું તને કાલે એ તાંત્રિક કે બીજું કોઈ નહીં હોય ને ત્યારે તે પુસ્તક આપી દઈશ અને પછી તારે ડર્યા વગર જતો રહેજે."

શિવાંશ તેની વાત માની ગયો અને જયંતી બહાર ગઈ.

લીલા અને નોકરોને ભેગા કરીને કહ્યું કે,

"કાલે તમારી રજા છે. બધા આનંદ કરો અને પરમ દિવસે આવજો. અને આજના બધા કામ પતાવીને જજો.'

"અને લીલા તું મારી જોડે ઓરડે આવજે."

"એ હા... આવી બા..." કહીને તે તેમની જોડે ઓરડે ગઈ.

લીલાને શિવાંશ બતાવીને જયંતીએ કહ્યું કે,

"ભલે મેં બધાને રજા આપી, પણ તું આ છોકરાનું કાલ સુધી કોઈને પણ ખબર ના પડે તેમ જમવાનું આપજે અને તેનું ધ્યાન પણ રાખજે."

"હા બા, પણ આ કોણ છે?...."

"તે મને કહ્યું હતું ને કે, 'અધમ પાપીઓને સજા આપવી જ જોઈએ.' તો બસ એ પાપીઓને સજા આપનાર છે, આ બાળક."

"તો પછીના બા તમે તો અહીં જ તો છો, કયાંય બહાર જાવ છો?"

"બસ, એ પાપીઓને સજા આપવા માટેની તૈયારીઓમાં લાગું છું."

"એટલે હું સમજી નહીં બા..."

"લીલા, તારા શેઠ એકલા જ નહીં, હું પણ તંત્ર ની જાણકાર છું. તે ભલે કાશીમાં શીખ્યા, પણ મને તો મારા પિતાએ બધી જ સાધના શીખવી છે, મને પણ તંત્ર અને તંત્રસાધનાની જાણકારી છે. મને તારા શેઠની દુષ્ટતાનો પરિચય પણ છે, માટે આ છોકરાની રક્ષા અને તેની બહેનને બચાવવા માટે હું તૈયારી કરીશ. બસ તું આ છોકરાનું ધ્યાન રાખજે, તે મારા ઓરડામાં છે તે કોઈને ખબર ના પડવી જોઈએ. હું કાલ બપોર સુધીમાં મારા ઓરડાની બહાર આવી જઈશ."

"ભલે બા, હું બરાબર ધ્યાન રાખીશ."

"અને હા લીલા, બેટા મને માફ કરજે. હું તારા લગ્ન હમણાં જ થયા છતાંય તારુ પણ ખરાબ જ કરી રહી છું."

"ભલે બા, પણ માનવતાની આગળ તો પ્રેમ પણ કંઈ નથી. પાપ આગળ અને પાપી સાથેનો પ્રેમ લાંબો ટકતો નથી."

જયંતી લીલા સામે અહોભાવ અને પ્રેમથી જોઈ રહી. થોડીવાર પછી બોલી કે,

"બેટા, મને ખબર નથી કે આ પછી મારું શું થશે? પણ તારા માટે કંઈક કરવાનો પ્રયત્ન જરૂર કરીશ."

"સારું, હું જાવું બા... અને શેઠ કે કોઈ પૂછશે તો કહી દઈશ કે તમે બીમાર છો એટલે તમે આરામ કરો છો."

"સરસ લીલા, તું જા અને તારું કામ કર. અને મારા વિશે તારા શેઠ પૂછે તો આવું જ કહી દેજે. બા દાદાનું ધ્યાન રાખજે."

શિવાંશને કહ્યું કે,

"લીલા કે હું દેખાઈ તો જ આ સંદૂકમાંથી બહાર નીકળજે, ત્યાં સુધી ના નીકળતો. અને પાછો ગભરાતો નહીં, હું તને મદદ કરવા માટે મારી સાધનાને યાદ કરીશ. તારી બહેનને આપણે બચાવી લઈશું."

"સારું..." કહીને તે સંદૂકમાં જતો રહ્યો. અને તે સંદૂકને શેઠાણીએ મંત્રથી બાંધી દીધો. લીલા પણ જતી રહી અને જયંતી સાધના કરવા બેસી જાય છે.

શેઠે જયારે તેમને બૂમ પાડી તો લીલા આવી અને કહ્યું કે,

"શેઠાણી બા બીમાર છે, એટલે તે તેમના રૂમમાં આરામ કરે છે."

"સારું... જમવાનું લાવો... કાલે તમારી રજા છે, તે શેઠાણીએ કહ્યું કે નહીં."

"હા, કહી દીધું છે, શેઠાણીએ.... પણ શેઠાણી બા તો બીમાર છે. તો હું દાદા અને બાનું ધ્યાન રાખવા અને જમવાનું બનાવવા આવું."

"ના, જરૂર નથી.... સારું, બપોર સુધી આવી જજે. બા દાદાના બધા કામ કરી જજે. આમ પણ, બપોર પછી અમારે બહાર જવાનું છે."

"ભલે શેઠજી..."

લીલા ત્યાંથી નીકળીને કામે લાગી ગઈ.

બધા માટે કાલે પરીક્ષાનો સમય હતો. લીલા માટે કે શેઠાણી માટે, શેઠ માટે, પરી અને શિવાંશ માટે અને શિવદાસ મહારાજ માટે પણ. બધા પોતપોતાની તૈયારીમાં લાગી ગયા હતા.

શેઠાણીએ તંત્ર સાધના યાદ કરીને, તેના મંત્ર યાદ કર્યા. સૌથી મોટું તો તે પુસ્તક કેવી રીતે શોધવું અને કેવી રીતે બહાર જાય પણ તે વાતની ખબર ના પડવી જોઈએ એ માટેની વિધિ કે જાદુ યાદ કર્યા.

શેઠે છેલ્લી સાધના કરવા જતાં શેઠાણીના ઓરડે ગયા અને કહ્યું કે,

"આજે હું છેલ્લી સાધના કરવા જઈ રહ્યો છું, પછી તો અમર બનીને પાછો આવીશ. તો મારી આરતી ઉતારી અને શુકન કરાવી, મારા માટે ભગવાનને પ્રાર્થના નહીં કરો."

શેઠાણીએ લીલાને બોલાવી અને આરતીનો થાળ તૈયાર કરાવ્યો. આરતી ઉતારી, કુમકુમ તિલક કરી અને દહીં ખવડાવી શુકન પણ કર્યા. શેઠ પોતાની સાધના માટે વિદાય થયા.

રેટ કરો અને રિવ્યુ આપો

Krupa Dave

Krupa Dave 8 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 8 માસ પહેલા

Milan

Milan 8 માસ પહેલા

Deepali Shah

Deepali Shah 8 માસ પહેલા

Kismis

Kismis 8 માસ પહેલા