જાદુઈ પુસ્તક અને શિવાંશ - 10 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 10

10

પ્રયત્ન વગર કયારે પણ ફળસિધ્ધ પ્રાપ્ત થતી નથી. એ માટે ધીરજ હોવી પણ એટલી જ જરૂરી છે કારણ કે ઘણી વાર ધાર્યું પરિણામ નથી મળતું.

જીવનમાં પરીક્ષા કે સંઘર્ષ પરિણામ મેળવવા માટે છે, નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કામ કરીએ તો તેનું પરિણામ ઘણીવાર તરત નથી મળતું, એ માટે રાહ પણ જોવી પડે અને સંઘર્ષ કર્યા કરવો જ પડે છે.

ધીરજ ધરવી એ પણ જીવનની સૌથી મોટી કસોટી છે.

પરીના પરિવારની આ જ કસોટીમાંથી જ પસાર થઈ રહ્યા હતા.

શિવાંશે તેમની સામે જોઈ રહ્યો પછી બોલ્યો કે,

"હું તૈયાર જ છું, બસ તમારા કહેવાની રાહ જોઈ રહ્યો છું."

શિવદાસ મહારાજે કહ્યું કે,

"શાબાશ બેટા, હું સમય જોઈ આપું, જે દિવસે તે તાંત્રિકની શકિત ઓછી કામ કરતી હોય તેવો દિવસ અને સમય જોઈ રાખું."

શિવાંશ અને શિવદાસ મહારાજે તૈયારી કરી દીધી. આ વખતે તેમણે શિવાંશને બોલાવી કેવી રીતે પુસ્તક શોધવું તે સમજાવી દીધું. શિવાંશને લઈ પરેશે મહેલ બાજુ લઈ જઈને મહેલ વિશે રૂબરૂ કરાવવાનો પ્રયત્ન પણ કર્યો.

શિવદાસ મહારાજે ચૌદસના દિવસે મહેલમાં જવાનું કહ્યું હતું. શિવાંશને મહેલ પહોંચી ત્યાં જઈને મદદ કરી શકે તેવા લોકો અને ભાગવાનો રસ્તો, મંદિરે જલદી પહોંચી શકાય તેવો રસ્તો બંને શોધવાનું હતું. એ માટે જ ચૌદસે શિવાંશને મહેલ મોકલી રહ્યા હતા. આ બધામાં અમાસ જ મુખ્ય હતી.

અત્યાર સુધીમાં પરીએ ચોથી હત્યા કરી ચૂકી હતી. અમાસના દિવસે તાંત્રિક ગોરખનાથ અઘોરી સાધના કરીને તેનું લક્ષ્ય પુરું કરે તે પહેલાં જ શિવાંશે પુસ્તક લાવીને સાધુ મહારાજને આપવાનું હતું.

તાંત્રિક ગોરખનાથે પણ તૈયારી ચાલુ કરી દીધી હતી. તેના માટે પણ પોતાનું લક્ષ્ય પુરુ થવાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. અમાસની રાતે જાદુવાળી બાળકી હત્યા કરશે, મહાકાળી માને ૫૦૦ વ્યકિતઓ બલિના પૂરા થશે. અને પ્રસાદ તરીકે અમરત્વ તેને મળી જશે. પછી તો તે ભગવાન બની જશે, તેને મળે તનો ડર જ નહીં લાગે.

તાંત્રિક ગોરખનાથે રામલાલ અને મગનને કહ્યું કે,

"તમે બંને બરાબર ધ્યાન રાખજો. આ વખતે વિધિમાં કોઈ પણ ભૂલચૂક થવી ના જોઈએ. આપણી આ સાધનાની છેલ્લી રાત છે, સમજયા."

બંને જણાએ માથું હલાવીને હા પાડી. બધાની તૈયારી પૂરજોશમાં થવા લાગી અને આ બાજુ જયંતી શેઠાણીની કશ્મકશ પણ ચરમસીમાએ હતી કે,

'તે તેના પતિ વિરુદ્ધ જાય કે પતિને સાથ આપે.'

તાંત્રિક કહો કે શેઠ ગોરખનાથે તેમને કહ્યું હતું કે,

"આ વખતે તમે કોઈ જ બેવકૂફી નહીં કરતા, આ અમાસે મારી આ છેલ્લી સાધના છે. આ પછી હું અમર થઈ જઈશ અને એમાં કોઈપણ જાતની અડચણ ના જોઈએ. ઘરમાં બહારનો કોઈ વ્યક્તિના આવવો જોઈએ અને ઘરમાં નોકરોની છૂટી આપી દેજો. અને હા, પાછા કોઈના પર દયા ના કરતા."

આ કશ્મકશમાં જ જયંતી શેઠાણી પોતાની. રૂમમાં થી બે દિવસ બહાર ના નીકળ્યા એટલે લીલાને ચિંતા થઈ અને તેને ગંગા બાને કહ્યું.

ગંગા બા વ્હીલચેર પર તેમની જોડે આવ્યા જયંતી શેઠાણીને રોતા જોઈ તેમના માથા પર હાથ મૂકયો અને લીલા તેમના માટે પાણી લઈ આવી અને પીવા આપ્યું. તે પાણી પીને શાંત થયા તો,

"બા, હું શું કરું? તેમને અમર થવું છે, પણ બા કુદરત જોડે છેડછાડ અને એ કરતા પણ આટલી બધી હત્યા?"

"હા બેટા, શું થાય તને ખબર તો છે એનો સ્વભાવ?"

લીલા વચ્ચે જ બોલી પડી કે,

"નાના મોઢે મોટી વાત બા, પણ તમે દબાવ છો જ.શું કામ?"

"એટલા માટે કરવામાં બેટા, તને બધી ખબર નથી. આ તો આજથી વર્ષો પહેલાની વાત છે.'

ગંગા બા બોલ્યા...

' જયંતીના પિતા ભૈરવનાથ અને તારા દાદા ભાઈબંધ હતા. બંને તાંત્રિક વિધિ જાણે, પણ તેનો લોકોની ભલાઈ માટે જ ઉપયોગ કરતા. બંને જણાએ એવું નકકી કર્યું હતું કે બંનેમાં થી એકના ઘરે દિકરી અને દિકરો થશે તો તેઓ વેવાઈ બનશે. નસીબજોગે એવું બન્યું પણ ખરું કે મને ગોરખ થયો અને શાંતાએ જયંતીનો જન્મ આપ્યો. બંને બાળકોની નાનપણમાં જ સગાઈ થઈ ગઈ. જેમ જેમ બાળકો મોટા થયા તેમ તેમ તેમને પણ લોકોનું કલ્યાણ કરવા માટે આ વિધિઓ શીખવાડી.

 

બંને બાળકો મોટા થયા પછીની વાત છે, એ વખતે ગોરખ ૧૭ વર્ષનો થયો એટલે એને આગળ ભણવા કાશીએ મોકલ્યો.

કયાંથી પણ તે એક અઘોરી ભવનાથના રવાડે ચડયો અને નીત નવા મંત્ર અને વિધિ શીખ્યો. એમની વાતોમાં આવી અમર થવાના સપના જોવા લાગ્યો. પણ એવી કોઈ વિધિ શીખી ના શકયો કે ના એવી કોઈ તંત્રસાધના ખાસ જાણી શખયો નહીં, કારણ કે ભવનાથ અઘોરી એટલો મનથી પવિત્ર કે શુદ્ધ નહોતો એટલે તે એટલો સમર્થ નહોતો કે તેને શીખવી શકે. પણ મનમાં આ ભૂત મૂકી જરૂર દીધેલું. અને એ માટે ત્યાં ભણવાનું છોડીને આ બધું જ શોધવામાં લાગ્યું. અને એમાં જ ગોરખ તામસી બની ગયો."

બા થાકી ગયા એટલે પછી જયંતી એ વાત આગળ વધારી...

'કાશીએ થી તે પાછા આવ્યા એટલે દાદા અને મારા પિતાએ લગ્ન લેવાનું વિચાર્યું. એમને એ વાત ગમી નહીં પણ તે વખતે કંઈ ના બોલ્યા, પણ મને બહાર બોલાવીને કહ્યું,

"તું ના પાડી, હું લગ્ન નથી કરવા માંગતો. મારા જીવનનો ધ્યેય જુદો છે."

પણ મારા મનમાં તો એમના માટે લાગણી એટલે મેં કહ્યું પણ ખરું કે,

"તમારો અને મારા જીવનનો ધ્યેય જુદો નથી, એક જ છે. અને તમે આવું કેમ કહો છો, આપણી સગાઈ બાળપણમાં જ થઈ ગઈ હતી."

"ભલે, પણ હું આ ઝંઝટમાં પડવા નથી માંગતો, કહ્યું ને કે એકવાર ના પાડી દો, એટલે બસ કહ્યું તે જ કરવાનું."

મેં મારા બાપાને ડરતા બધી વાત કરી અને એમને દાદાને અને કહ્યું પણ ખરું કે,

તે ના પાડે છો તો લગ્ન રહેવા દો."

"એવું ના બની શકે, મેં મારા મિત્રને વચન આપ્યું છે."

તેમને એ રાતે જ એમને સમજાવ્યા , ધમકાવી દીધા. અને કહ્યું પણ ખરું કે,

"મારા વચનને અમાન્ય કરવું છે તારે, એ છોકરી પણ તને પતિ તરીકે જ જોવે છે. કંઈ ખબર પડે છે કે નહીં."

એમને પણ સામે કહ્યું કે,

"હું નહીં કરું લગ્ન અને જતો રહીશ, આ બધું છોડીને."

તે ખરેખર ઘરની બહાર નીકળી ગયા. ગામના સીમાડે જયા મંદિર હતું ત્યાં જ બેઠા હતા. રાત પસાર થયા પછી ગામ છોડીને જતા રહેવાના હતા. પણ ખબર નહીં અચાનકથી જ પેલો અઘોરી ભવનાથ ત્યાં આવ્યો. તેમને જોઈને કહ્યું કે,

"હું કાલે તમારી જોડે જ આવવાનો હતો. મારે આ લગ્નની ઝંઝટમાં નથી પડવું. મારે..."

ત્યાં જ અઘોરીએ કહ્યું કે,

"હું તને અમર થવા માટેનો રસ્તો મળ્યો છે તે કહેવા આવ્યો છું. આ ગામમાં કોઈ ભૈરવનાથ રહે છે, એની જોડે એક એવી તાંત્રિક પુસ્તક - જે તેને વિરાસતમાં મળી છે. જેમાં અમર થવાના ઉપાય અને વિધિ છે. તો એ મેળવવા મને મદદ કરે."

"ભૈરવનાથ, તાંત્રિક ભૈરવનાથ જ ને..."

"હા, એ જ.... પણ... કેમ શું થયું?"

"ના, એ તો મારા થનારા સસરા છે, મારા પિતાના મિત્ર..."

"વાહ, સરસ તો ચાલ... એ પુસ્તક મેળવીએ."

"એ શક્ય જ નથી બાબા, કારણ કે મેં તેમની દિકરી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે."

"તો લગ્ન કરી લે, એ છોકરી જોડે... કદાચ તારું બાળક તને અમર બનાવી દે..."

"પણ..."

"જો તારે આટલી કુરબાની આપવી જ પડશે, અમર બનવા માટે..."