સાયન્સ સીટીની યાદગાર મુલાકાત SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાયન્સ સીટીની યાદગાર મુલાકાત

સાયન્સ સીટીની યાદગાર મુલાકાત.

સુંદર વિસ્તારમાં સારી એવી ગ્રીનરી બનાવી મેઇન્ટેન કરેલી જગ્યા. સારું જાણવા ઉપરાંત એક દિવસની પીકનીક માટે પણ એક સ્થળ કહી શકાય, એ પણ પશ્ચિમ અમદાવાદનો વ્યાપ જોતાં હવે શહેરની વચ્ચે કહી શકાય.

આકર્ષણો તો ઘણાં છે જેમ કે એક્વેરિયમ, રોબોટ ગેલેરી, નેચર પાર્ક, થ્રિલ રાઈડ્સ, હોલ ઓફ સાયન્સ એન્ડ સ્પેસ, બે માળ જેટલો વિશાળ LED સ્ક્રીન જેમાં વિવિધ ન્યૂઝ ચેનલો અને મનોરંજક કાર્યક્રમો પીરસાતા રહે, સામે ટેકરા સાથે મોટી લોન, સાંજે સૂર્યાસ્ત પછી મ્યુઝિકલ ફાઉન્ટેન વગેરે.

અમને તો ખાસ નવાં થયેલ માછલીઘર અને રોબોટ ગેલેરી જ જવું હતું તેથી પાર્કિંગમાં કાર મૂકી ત્યાં છેક પશ્ચિમ છેડે ગયાં. જગ્યા નં. 12 અને 18. ત્યાં આકર્ષણો એક બીજાથી દૂર છે અને જગ્યાઓને નંબર આપેલા છે. 28 એટલે રંગ ઉદ્યાન જ્યાં રંગબેરંગી વનસ્પતિ છે વગેરે. વચ્ચે સાઈનબોર્ડ પણ છે છતાં કર્મચારીઓને લોકોએ પૂછવું પડતું.

તો પ્રથમ છેક પશ્ચિમ છેવાડે એક્વેરિયમ ગયા.

એક્વેરિયમમાં સાવ નાની મમરા જેવી માછલીઓ બીજે જોઈએ એવું નહીં. ખૂબ અલભ્ય માછલીઓ. શાર્ક અને બેબી વ્હેલ સુધ્ધાં હતી. ઉપરથી અને નીચેથી પણ કાચમાંથી જોઈ શકાય અને તે ઉપરાંત વૉટર ટનલમાંથી પસાર થવાનું પણ હતું. અન્યત્ર કયાંય ન જોએલ માછલીઓ જોઈ. કેટલીક તો બે અઢી ફૂટ લાંબી સાવ સફેદ અને પ્લેન જેવી શાર્પ ચાંચ જેવું મોં ધરાવતી નાની શાર્ક સુધ્ધાં. આના કરતાં ઓછું વિવિધતા વાળું એક્વેરિયમ અને મેડમ ટુસાડ મ્યુઝીયમ - એ બે ના બેંગકોકમાં 2011 માં 800 બાટ એટલે 1700 રૂ. જેવા છેક 2011 માં થયેલા. એ હિસાબે માત્ર 200 રૂ. ટીકીટ માં ઘણું સારું છે. સમુદ્રમાં ઉગતી રંગીન શેવાળ અને રંગ બદલતી માછલીઓ પણ જોઈ.

બાળકો માટે એક જગ્યાએ સફેદ માછલી ના સ્ક્રીન પર 'start, make your own fish' બટન પર ક્લિક કરતાં માછલીનો કલર, ડિઝાઇન, પેટર્ન વગેરે સિલેક્ટ કરો એટલે સામે સ્ક્રીન પર અન્ય માછલીઓ સાથે તમારી ડિઝાઇન કરેલી માછલી તરતી દેખાય.

એક્વેરિયમ બે માળ માં પથરાયેલું છે.

બહાર કારો ના ભંગાર જેવા કે બમ્પર, અંદરનું વ્હીલ, ડોર ના પાર્ટ, વિન્ડો ગ્લાસ વગેરે ભેગા કરી સરસ પેટર્નમાં સમુદ્રમાં અર્ધી ડૂબેલી વ્હેલ બનાવી સુંદર કલર પણ એ પાર્ટ્સને કર્યા છે.

બાજુમાં રોબોટ ગેલરી છે. તેમાં રોબોટ્સની ગાઈડ સાથે એક કલાકની ટુર અને બધા નું ડેમો માત્ર 200 રૂ.માં. બહાર મોટો રોબોટ બનાવેલ છે તેના આગળથી ખુલ્લા પગમાં તમે ચેઇન, વ્હીલ્સ, સ્ક્રુઓ, વેક્યુમ જંપર્સ વગેરે પુર્જાઓ જોઈ સાચો રોબોટ કેવી રચના ધરાવતો હશે તેનો ખ્યાલ લઈ શકો.

ગાઈડ તમને સમજાવે કે રોબોટ એટલે કાયમ મોં, બે હાથ, બે પગ એવું જ નહીં પણ કોઈ ખાસ કામ કરવા રચાયેલ શરીર જેમ કે એક હાથ સાથે પાવડો, સેન્સર અને કેમેરો જ હોય જે ગટર વગેરે સાફ કરે.

નાચતો કૂતરો, કેમેરાથી તમને સેન્સ કરી તમારે બુટ, કપડાં વ. માંથી શું અને કેવું જોઈએ છીએ તે ગાઈડ કરે. ટોકિંગ રોબોટ, ફાઇટિંગ રોબોટસ, ટેનિસ પ્લે કરતો રોબોટ, એક કેમેરા સાથે અને એક સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ઓપરેશન કરતા રોબોટ હતા. અત્યંત પ્રિસીશન જોઈએ ત્યાં જેમ જે લાઈવ મધર બોર્ડ બનાવતા રોબોટ્સ જોયા. ફૂટબોલ કે સ્ટ્રાઇકર સાથે અથડાઈ કેરમ જેવું રમતા રોબોટ્સ અને અલગ અલગ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં સાથે નાચતા રોબોટ્સ જેવાં મનોરંજક આકર્ષણો હતાં.ખેતીમાં સ્પ્રે ને એક સરખી લળણી કરતા રોબોટ્સ, મંગળ પર નું રોવર વગેરે બતાવતી ગાઈડ સાથેની એક કલાકની ટુર મનોરંજન સાથે ફળદાયી રહી.


અલગ ટીકીટ લઈ થ્રિ ડી પ્રિન્ટર, ઇમેજ બનાવતા રોબોટ વગેરેની નાની ગેલેરીઓ પણ અંદર હતી.


એ બે જગ્યાઓ અને અંદર ટી પોસ્ટ ની કેન્ટીન વચ્ચે જ ત્રણ કલાક ગયા.


એકવેરીયમમાં ટી પોસ્ટ ની કેન્ટીન છે તેમાં ભાખરી અને મેથી થેપલાં, પોટેટો ચિપ્સ, સેન્ડવિચ વ. નો સ્વાદ માણ્યો.

ચા ઘણી જાતની હતી. ઇન્ડિયન ટી 50 રૂ. માં સહુથી સસ્તી હોઈ લીધી. ફૂડ ખૂબ સારું અને સ્વચ્છતા ઉત્તમ પણ ભાવ એરપોર્ટ માં હોય એની નજીક કે એટલા. બીજી કેન્ટીન મોટા એલ ઇ ડી સ્ક્રીન નજીક છે પણ એનો પ્રચાર નથી.


હોલ ઓફ સાયન્સ માં સીમ્યુલેટેડ સ્પેસ જર્ની HAL બેંગ્લોર માં ભલે બે કે ત્રણ વ્યક્તિ સાથે પણ 50રૂ. વ્યક્તિ દીઠ 2018 માં ત્યાં હતા એ અહીં સંપૂર્ણ ફ્રી હતી. તમને સામે સ્ક્રીન પર અવકાશ, પૃથ્વી નું બહારનું વાતાવરણ, ગ્રહો ની સપાટી વગેરે કોમેન્ટ્રી સાથે બતાવતાં આખું તમે બેઠા હો એ યાન પણ ધણધણે અને બાજુઓ પાર ઝૂકે. જ્ઞાન સાથે મનોરંજન. થ્રિલ રાઈડ્સ,

હોલ ઓફ સાયન્સ સ્પેસ માં આઉટર સ્પેસ ની ગોળ ફરતા પડદે ફિલ્મ, સ્પેસ શટલ માં અવકાશ યાત્રાનું સિમ્યુલેશન , અલગ અલગ ગ્રહો પર તમારું વજન, શૂન્યાવકાશ કરેલી ટ્યુબમાં બહારથી સ્વિચ દબાવી ઉત્પન્ન કરેલી હવામાં અંદર થર્મોકોલના બોલ ઉછાળી તેના વાયબ્રેશન દ્વારા સ્પીકર્સ માંથી અવાજ, અમુક જગ્યાએ સ્ક્રીન પરનું બટન દબાવતા તેને લાગતી નાની સાયન્સ ફિલ્મ સામેના પડદે વગેરે જોયું.

નેચર પાર્કમાં વિવિધ પક્ષીઓ, બટકો નું પાંજરું અને રંગબેરંગી વનસ્પતિ જોયાં. અને કિડ્સ એરિયા વગેરેમાં સાથે આવેલ નાના બાળક સાથે સમય પસાર કરવામાં ચાર કલાક ઓછા પડ્યા.

એકદમ ગ્રીન વાતાવરણ. જોવાની મઝા પડી. ઘણા વખતે લગભગ 7 વર્ષે ફરીથી ગયો. પહેલાં કરતાં ખૂબ બદલાઈ ગયું છે.

જરૂર એક દિવસ ફાળવવા જેવો. બાળકો, કિશોરો સાથે તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા!

સમય હોય તો સાંજનો મ્યુઝિકલ ફાઉન્ટેન શો અથવા ત્યાંથી બે કે ત્રણ કિલોમીટર દૂર ભાડજ ખાતે રંગીન કાચની અદભુત કૃતિઓ વાળું હરેકૃષ્ણ મંદિર જરૂર જોવું.

અહીં લિંક મુકું છું તેના ફોટા જોઈ આનંદ મળશે.

https://photos.app.goo.gl/kmaKxpmqT1Hkxefm9

-સુનીલ અંજારીયા