જંગલ રાઝ - ભાગ - ૧૨ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - ૧૨

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અજય કોઈ ને મોઙી રાત્રે ભાગતા જોવે છે. એ જગદાસ ને જગાઙે છે અને બધુ કહે છે. જગદાસ તરત જ મનિષા ના ખાટલા પાસે જાય છે મનિષા ત્યા દેખાતી નથી એટલે એ ભીમાદાસ ને જગાઙે છે. બધા ભેગા મળી મનિષા ને શોધવાનુ નક્કી કરે છે. હવે જોઈએ આગળ...
વિરલ અને મનિષા બંન્ને લગ્ન ની વિધિ પુરી કરે છે. બધી જ વિધિ પુરી થઈ જાય છે, ફેરા પુરા કરી લે છે માંગ પણ ભરાઈ જાય છે. વિરલ મનિષા ને મંગળસુત્ર પહેરાવા જ જાય છે કે, ભીમાદાસ,જગદાસ અને અજય મનિષા ને શોધતા ત્યા આવી પહોંચે છે.જગદાસ સામે નુ દ્રશ્ય જોઈ ને ગુસ્સા મા એના હાથ મા રહેલો ભાલો ફેંકે છે જે સીધો વિરલ ના હાથ મા વાગે છે અને મનિષા ને મંગળસુત્ર પહેરાવવાનુ રહી જાય છે. ભીમાદાસ જગદાસ અને અજય ભાગી ને મનિષા પાસે પહોંચે છે. જગદાસ વિરલ ને માર મારે છે. ભીમાદાસ અજય ને મનિષા ને ઘરે લઈ જવા કહે છે. અજય મનિષા ને ખેંચી ને લઈ જાય છે. જગદાસ અને ભીમાદાસ વિરલ ને મારતા મારતા જંગલ મા લઈ જાય છે. એ વિરલ ને એટલો બધો મારે છે કે વિરલ અધમરો થઇ જાય છે. પછી એ લોકો વિરલ ને એક મોટા વઙ ની વઙવાઈ સાથે એના ગળે ટુંપો દઈ એને મારી નાંખે છે. પછી એ જ વઙ નીચે એને ઙાટી દેય છે. અજય ઘરે પહોંચી ને મનિષા પર ગુસ્સો કરે છે કે મનિષા એ એની દગો કર્યો. અને ગુસ્સા મા એની આબરુ લેવાનો પ્રયાસ કરે છે. પણ મનિષા અજય ને જોર થી લાત મારી દુર ફેંકી દે છે અને પોતે એક રુમ મા ભરાઈ દરવાજો બંધ કરી બેસે છે. અને વિરલ ને યાદ કરતા કરતા એનું હ્રદય બંધ થઈ જાય છે અને એ એના પ્રાણ ત્યજી જાય છે. ભીમાદાસ અને જગદાસ આવી ને જોવે છે તો અજય જમીન પર બેભાન પડ્યો હોય છે. જે રુમ નો દરવાજો બંધ હોય છે એ રુમ નો દરવાજો ધક્કો મારી ખોલી નાખે છે. અંદર જોઈને જુએ છે તો મનિષા મૃત પઙેલ હોય છે. એ બંન્ને ને ખુબ જ દુખ થાય છે કે એમણે જે કાંઈ કર્યુ બોવ ખોટુ કર્યું. પણ હવે પસ્તાવો કર્યા સિવાય એમની પાસે કંઇ જ રહેતું નથી. અને આ ઘટના ના બે- ત્રણ દિવસ પછી ભીમાદાસ, જગદાસ અને અજય ની લાશ એ જ જંગલમાંથી મળે છે જ્યાં વિરલ ને મોત મળ્યું હતુ. આટલું દુખ મળ્યા પછી પણ વિરલ નુ નસીબ એવુ હતુ કે એને બીજો જન્મ ના મળ્યો એને પ્રેતયોનિ મા ભટકવુ પઙ્યુ અને તમારા લોકો નો બીજો જન્મ થયો. આટલું કહી તાંત્રિક એની વાત પુરી કરે છે.
કાળીદાસ : એનો મતલબ કે મારી જે દિકરી છે એ મારી બહેન નો જ બીજો જન્મ છે? મેઘના ના રુપ મા?
કરણ : બાબા તો શુ હવે મેઘના ને બચાવવાનો કોઈ રસ્તો નથી?
તાંત્રિક : મેઘના અને એ પ્રેત થી જોડાયેલ કોઈ વસ્તુ હશે જ જેથી એ પ્રેત મેઘના સુધી પહોંચી શક્યુ છે. એ વસ્તુ શોધી ને એને નષ્ટ કરવુ પડશે એ જ રસ્તો છે.
કરણ : હવે એવી કઈ વસ્તુ હશે?
બધા વિચારવા લાગે છે કે એવી કઈ વસ્તુ હશે જેને નષ્ટ કરવાથી આ આત્મા શાંત થશે? ત્યા અચાનક જ ઝુપઙી નો દરવાજો ખુલી જાય છે ને જોરદાર પવન ફુંકાય છે. તાંત્રિક ને આભાસ થતા તાંત્રિક બોલે છે કે એ આત્મા આવી ગઈ હવે શુ થશે?
કરણ : પણ બાબા આપની ઝુપઙી તો સિધ્ધ સાધના થી સજ્જ છે તો એ અંદર તો આવી નય શકે.
તાંત્રિક : હા પણ આજ ની રાત અમાસ ની રાત છે, આજે આ પ્રેત ની શક્તિ મારા તંત્ર ની શક્તિ થી વધારે હશે એને રોકવા મા કદાચ હુ પણ સફળ ના થઈ શકુ.
બધા વિચાર જ કરતા હોય છે કે હવે શુ કરી એ કે ત્યા દરવાજા પાસે એક પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને એક જોરદાર હાસ્ય કરતુ ધઽ વગર નુ શરીર દેખાય છે. બધા ખુબ જ ઽરી ને એકબીજા ની નજીક આવી ને ઊભા થઈ જાય છે.
ક્રમશ : .....................................