જંગલ રાઝ - ભાગ - 10 Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - 10

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ છોકરાવાળા ને મનિષા ને જોવા માટે રાજી કરી દે છે. પછી મનિષા ઘરે આવે છે જગદાસ ને જોઈને એ ખુશ થાય છે . મનિષા એની બહેનપણી ના ઘરે ગઈ હોવાનુ બહાનુ કાઢે છે. જગદાસ અજાણ બની ને મનિષા ની વાત મા હા મી ભરે છે, પછી મનિષા જમવા નુ બનાવવા જતી રહે છે. હવે જોઈએ આગળ.........
મનિષા જમવા નુ જલ્દી બનાવી ને બધા જમીને કામ પતાવી ને બેસે છે. જગદાસ એના બાપુ તરફ જોઈ ને ઈશારો કરી વાત કરવા કહે છે.
ભીમાદાસ : દિકરી અમારે તને એક વાત કરવાની છે.
મનિષા : હા બાપુ કહો ને એમા પુછવાનુ ન હોય.
ભીમાદાસ : તારો ભાઈ શહેર ગયો હતો ત્યા તારી હારુ સરસ મજા નુ માંગુ લાયો છે, સારુ કુટુંબ છે, છોકરો પણ ઘણો સારો અને ભણેલો છે. અમને આશા છે કે તુ ત્યાં બોબ ખુશ રહીશ અને તારુ જીવન ખુશી થી પસાર કરીશ. તારુ શુ કહેવું છે દિકરી.
મનિષા : બાપુ - ભાઈ મા ગુજરી ગયા પછી જે છો એ તમે લોકો જ છો, મારી બધી જ માંગો તમે પુરી કરી છે અને મારી માટે તમે જે પણ કરશો એ મારી ભલાઈ માટે જ કરશો, હુ તો બસ એટલુ જ કહેવા માંગુ છુ કે મારે હમણા લગ્ન નથી કરવા હજુ મારી એટલી ઉંમર ક્યા થઈ ગઈ છે કે તમે મારા લગ્ન માટે ઉતાવળ કરો છો.
જગદાસ : બહેન છોકરાવાળા કાલે તને જોવા આવી રહ્યા છે અમે એમને હમણા ના પણ નય કહી શકતા અમારી આબરુ જાશે.
મનિષા : પણ ભાઈ હુ તો... ( વાત પુરી કરતા પહેલા એના બાપુ વચ્ચે અટકાવે છે)
ભીમાદાસ : પણ દિકરી જો તારે હમણા લગ્ન નથી કરવા તો અમે તારી પર કોઈ દબાણ નથી કરતા, પણ એ લોકો ને પણ આવવાની ના નય પાઙી શકતા. એ લોકો ને આવવા દે પછી લગ્ન ની હા પાઽવી કે ના પાઽવી એ તો આપણા હાથ મા છે પછી એમને હુ કઈ પણ કહીને ના પાડી દઈશ.
જગદાસ : હા બેન બાપુ ની વાત સાચી છે, આપણે કંઈપણ કરીને ના પાડી દેશુ પણ એકવાર એમને આવી જવા દે.
મનિષા : ઠીક છે તમે કહો છો તો વાંધો નય.
ભીમાદાસ : સારુ તો ચાલો આપણે બધા સુઈ જઈએ સવારે વહેલા ઉઠી ને એ લોકો ના આવવાની તૈયારી કરવી પડશે.
બધા પછી ઊંઘી જાય છે વહેલી સવારે બધા ઉઠી કામમા લાગી જાય છે. જગદાસ મહેમાન માટે નાસ્તા ની વ્યવસ્થા કરવા લાગી જાય છે. મનિષા પરાણે તૈયાર થવા લાગે છે કેમ કે એ મન મા તો વિરલ ને જ વરી ચુકી છે. મહેમાન ઘરે પહોંચે છે ભીમાદાસ મહેમાન નુ હાથ જોઙી સ્વાગત કરે છે. ભીમાદાસ મનિષા ને મહેમાન માટે પાણી લાવવા કહે છે. મનિષા પાણી લઈ ને આવે છે, મનિષા ને જોતા ની સાથે જ અજય ને એ ખુબ જ ગમી જાય છે. એના ઘર વાળા ને પણ મનિષા પસંદ પઙી જાય છે. મનિષા ના અંદર ગયા પછી અજય ને પુછે છે અજય તરત જ હા પાડી દે છે. અજય ના પિતા રમણિકલાલ ભીમાદાસ ને નાળિયેર અને સવા રૂપિયો આપવા નુ કહી સગાઈ ની વિધિ પુરી કરવા કહે છે. મનિષા આ બધુ સાંભળી ઽઘાઈ જાય છે.
એને કંઈ સુઝ જ નય પડતી કે આ બધુ શુ થઈ રહ્યુ છે. એ એના ભાઈ ને કહે છે.
મનિષા : ભાઈ આ લોકો તો મને જોવા જ આવવાના હતા પણ આ તો સગપણ ની વાત કરે છે. આ બધુ શુ છે ભાઇ.
જગદાસ : બેન તુ ચિંતા ના કર તારે લગ્ન નથી કરવા તો કાંઈ નય હમણા થોડા લગ્ન કરવાનુ કહે છે. સગપણ જ છે ને? તારા લગ્ન નય થવા દઉ એ જવાબદારી મારી બસ.
મનિષા : પણ ભાઈ પાછળ થી કંઈ વધારે આગળ વાત જશે તો?
જગદાસ : હુ છુ ને બેન મારી પર વિશ્વાસ રાખ.
મનિષા જગદાસ નુ માની ને સગપણ કરી લે છે. બધી વિધિ પતાવી ને છોકરાવાળા જાય છે અને પાંચેક દિવસ પછી અજય ને મનિષા ને ઘરે આવવા નુ કહે છે જેથી બંન્ને એકબીજા ને સારી રીતે સમજી શકે. એમના ગયા પછી જગદાસ અને ભીમાદાસ મનિષા ને સમજાવે છે કે અજય અહીં આવી ને જાય પછી આપણે એમને કહી દઈશુ કે મનિષા ને અજય નો સ્વભાવ ના ગમ્યો પછી પાછળ થી કોઈ અણબન થાય એના કરતા વાત આગળ વધારવી જ નથી લગ્ન કરવા જ નથી. મનિષા પણ એમની વાત માની જાય છે.
ક્રમશ : ..........................