જંગલ રાઝ - ભાગ - ૬ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે બધા જમી ને રાતે વારાફરતી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ.
બધા ઊંઘતા હોય છે પણ મેઘના ને ઊંઘ નથી આવતી મોડી રાત્રે અચાનક એને અવાજ સંભળાય છે મેઘના ઊભી થઈ ને આજુબાજુ નજર કરે છે, એક બારી બાજુ નજર જાય છે બારી ની બહાર એના પપ્પા એને દેખાય છે.
કાળીદાસ : બેટા મને બચાવ આ મને લઈ જાય છે . .
મેઘના : પપ્પા શુ થયુ તમને ? હુ આવુ છુ કોણ લઈ જાય છે તમને?
કાળીદાસ : બેટા બચાવ મને આ મને મારી નાખશે
જોતા જોતા કાળીદાસ નુ શરીર ઘસડાતુ જાય છે મેઘના જોર થી પપ્પા એમ બૂમ પાડી દરવાજા તરફ ભાગે છે , મેઘના ની બૂમ સાંભળી કરણ પણ જાગી જાય છે મેઘના ને ભાગતી જોઈ કરણ પણ એની પાછળ બૂમો પાડી દોડે છે. ( મેઘના ઊભી રહે, એમ બૂમો પાડે છે) મેઘના દરવાજા પાસે પહોંચી જાય છે એ બહાર જ નીકળવા જતી હોય છે ને કરણ એને પકડી લેય છે.
કરણ : ક્યા જાય છે મેઘના બાબા એ બહાર નીકળવાની ના પાડી છે.
મેઘના : મને જવા દે કરણ મારા પપ્પા ને નહીંતર એ મારી નાંખશે, મારા પપ્પા ને ખેંચી ને એ લઈ ગયો છે.
કરણ : કોણ લઈ ગયો છે તારા પપ્પા અંદર જ હશે અને આ તારો ભ્રમ હ઼શે કે તુ આ બધુ જોઈને બહાર નીકળી જાય ને પેલી આત્મા નુ કામ સરળ થઈ જાય.
પણ મેઘના સમજતી નથી ત્યા સુધી બીજા બધા પણ ત્યા આવી જાય છે, બધા પુછે છે શુ થયુ? કરણ બધા ને કહે છે બધા પણ એને બહાર જવાની ના પાડે છે. બધા જ ત્યા હોય છે પણ કાળીદાસ નથી હોતા.
મેઘના : તમે બધા કહો છો કે મારો ભ્રમ છે તો બોલો મારા પપ્પા ક્યા છે અહી દેખાય છે તમને બ઼ધા ને? અહી બધા જ હાજર છે પણ મારા પપ્પા નથી.
બધા જોવે છે તો કાળીદાસ નથી હોતા બધા ને ચિંતા થાય છે
કરણ : અરે ઝૂંપડી બોવ મોટી છે હોઈ શકે અંકલ અંદર જ કશે હોય આપણે એકવાર તપાસ કરીએ.
કરણ ની વાત માની બધા અલગ અલગ આખી ઝૂપડી મા શોધવા લાગ્યા પણ કાળીદાસ કોઈ ને ના મળ્યા એટલે મેઘના ગભરાઈ ને દરવાજા તરફ ભાગી કરણ પણ એની પાછળ ભાગ્યો. કરણ મેઘના પાસે પહોંચે એ પહેલા મેઘના દરવાજા ની બહાર નીકળી ગઈ. કરણ પણ એની પાછળ બહાર આવી ગયો. મેઘના જંગલ બાજુ ગઈ કરણ એને બૂમો પાઽતો એની પાછળ ભાગતો રહ્યો. મેઘના ભાગતી હતી ત્યારે અચાનક એને એના પપ્પા એક ઝાઽ પાસે ઊભેલા દેખાયા.પપ્પા તમે અહિ શુ કરો છો? એમ બોલતા જતી હતી.કરણ એની પાછળ જ હતો પણ એવિચારતો હતો કે મેઘના કોની સાથે વાત કરે છે કેમ કે એને કોઈ જ દેખાતું નથી. કરણ એની પાછળ ઝઽપ થી ભાગ્યો પણ એ મેઘના સુધી પહોંચે એ પહેલા એક અદ્રશ્ય દિવાલ સાથે ભટકાઇ ગયો. એ મેઘના ને બુમો પાઙતો જ રહ્યો પણ મેઘના આગળ વધતી જ ગઈ .એ જેવી પેલા ઝાઙ નજીક પહોંચી કે અચાનક જ આંખો અંજાઈ જાય એવો જોરદાર પ્રકાશ થયો, મેઘના ત્યાં રોકાઈ ગઈ અને થોઙીવાર પછી સામે જોયું તો જે એના સપના મા દેખાતો હતો એ ધઙ વગર નો માણસ એને દેખાયો.મેઘના એને જોઈ ને ઙરી ગઈ.એ પાછી ફરી નેભાગવા લાગી તો એ પણ પેલી અદ્રશ્ય દિવાલ સાથે ભટકાઈ ને પઙી ગઈ.કરણ આ બધુ જોતો હતો પણ એ એની કોઈપણ મદદ ના કરી શક્યો. પેલો ધઙ વગર નો માણસ બોલ્યો કે મનીષા હવે તુ અહીં થી નય જઈ શકે.હુ તને નય જવા દઉ. આમ પણ તુ મને ઘણા વર્ષો પછી મળી છે.મેઘના એ કહ્યું કે તુ છે કોણ?અને મારુ નામ મેઘના છે મનિષા નુ. પેલો માણસ બોલ્યો એ તો આ જન્મ મા તારુ નામ મેઘના છે અને હુ વિરલ તારો વિરલ ભુલી ગઈ તુ મને? મારા પ્રેમ ને?
મેઘના : કોણ વિરલ હુ નથી ઓળખતી.
વિરલ : હા તારો બીજો જન્મ છે એટલે કદાચ તને યાદ નય હોય પણ તુ મારી સાથે ચાલ તને બધુ જ યાદ આવી જશે.
મેઘના : મારે પાછલા જન્મ નુ કંઈ યાદ નથી કરવુ અને મારો પ્રેમ તુ નય કરણ છે.
વિરલ (ગુસ્સા મા) : તુ મારી છે બીજા કોઈ ની નય. વર્ષો થી તારી રાહ જોઉ છુ. અને તુ કહે છે તુ બીજા ની છે? હુ એને નય છોઙુ.
મેઘના : કરણ તુ ભાગી જા અહીં થી.
વિરલ કરણ બાજુ જાય છે.મેઘના એના પગ પકઙી લે છે.વિરલ ને ખુબ જ ગુસ્સો આવે છે. એ મેઘના ને ગરદન થી પકઙી ઊંચકી લે છે. મેઘના ને બચાવવા આગળ વધે છે પણ પણ પહેલી અદ્રશ્ય દિવાલ ને લીધે એ જઈ નય શક્તો. એને સમજણ નય પડતી કે એ શુ કરે.ત્યારે અચાનક જ એક ચિપિયો વિરલ ને વાગે છે.એ મેઘના ને છોઙી દે છે અને ગાયબ થઈ જાય છે.કરણ તરત જ દોઙી ને મેઘના પાસે પહોંચે છે એને બેઠી કરે છે.
કરણ : તુ ઠીક તો છે ને કંઈ થયું તો નથી ને.
મેઘના : હુ ઠીક છુ પણ અચાનક પેલો કેમ ગાયબ થઈ ગયો.
કરણ : હા એ તો મને પણ નય સમજાતુ ( એ આજુ બાજુ જોવે છે એને સામે તાંત્રિક ઊભેલો દેખાય છે.) બાબા તમે સારુ થયું તમે આવી ગયા નહીં તો શુ થતુ.
તાંત્રિક : મે ના પાઙી હતી છતાં તમે લોકો બહાર કેમ આવ્યા?
કરણ : અમે બહાર ના આવતા પણ મેઘના ની ગેરસમજ ના લીધે આવી ગયા. ( કરણ તાંત્રિક ને બધી જ વાત કરે છે)
તાંત્રિક : જે થયુ એ હવે જલ્દી ઝૂંપડી મા ચાલો,એ આત્મા બોવ જ ખતરનાક છે હુ અહીં એને વધારે નય રોકી શકુ. ઝૂપઙી મા એ આવી નય શકે. મારી ઝૂંપડી એક સિધ્ધ સાધના થી સુરક્ષિત છે.
મેઘના : પણ બાબા મારા પપ્પા?
તાંત્રિક : એ સુરક્ષિત જ છે તમે લોકો જલ્દી ઝૂંપડી મા ચાલો.
એ બધા જલ્દી થી ઝૂંપડી મા જતા રહે છે.ઝૂંપડી મા કાળી દાસ ને જોઇ ને મેઘના બોવ જ ખુશ થાય છે.એ તરત જ દોઙી ને એના પપ્પા ને વળગી પઙે છે.
મેઘના : પપ્પા તમે ક્યાં હતા? મારો તો જીવ જ નીકળી ગયો હતો. કહ્યા વગર ક્યા જતા રહ્યા હતા.
કાળી દાસ : હુ તો અંદર જ હતો. ન્હાવા ગયો હતો.
મેઘના : સારુ પણ તમે અંદર દેખાયા નય ને હુ ખુબ જ ઽરી ગઈ હતી અને તમને અચાનક બહાર જોયા ( મેઘના બધી જ વાત કરે છે અને સાંભળે છે.)
રમીલાબેન : હે ભગવાન ખબર નય કોણ છે એ અને મારી જ છોકરી ની પાછળ કેમ પડ્યો છે.
કરણ : તમે ચિંતા ના કરો બધુ સારુ થઈ જશે આ બાબા ને બધુ ખબર હશે એટલે એ આપણને કોઈ રસ્તો તો બતાવે જ
કોમલ : મને તો આ બધુ જોઈને હવે બોવ ઽર લાગે છે.
રચના : હા મને પણ હવે બોબ ઽર લાગે છે.
પાયલ : આપણે આવુ વિચાર્યું પણ નય કે આવુ કશુ હોઈ શકે છે.
કરણ : તમે લોકો આ બધુ વિચારશો નય,બધુ સારુ થઈ જશે આપણે બાબા ને જઈ ને પુછીએ હવે.
બધા તાંત્રિક પાસે જાય છે.તાંત્રિક બધા ને શાંતિ થી બેસવા નુ કહે છે અને કોઈ વચ્ચે બોલે નય હુ કંઈ પુરુ તો જ બોલવા નુ.બધા સહેમત થાય છે.
તાંત્રિક : જેમ મે પહેલા કહ્યું કે એ એનો પ્રેમ પામવા ભટકી રહ્યો છે.મેઘના એના પાછલા જન્મ ની પ્રેમીકા મનિષા છે.કરણ એ લોકો ના પ્રેમ ની વચ્ચે આવેલો એનો દુશ્મન અજય છે. તારુ લગ્ન મનિષા સાથે નક્કી થઇ ગયુ હતુ પણ એનો પ્રેમી વિરલ એવુ થવા ન હતો દેતો અને આ બધુ થઈ ગયુ ને બધા જ અલગ થઈ ગયા ને તમારો બીજો જન્મ થયો ને એ પ્રેતયોનિ મા ભટકતો રહ્યો.
કરણ : બાબા તમે પહેલે થી બધુ કહો જેથી અમે પણ બધુ સમજી શકીએ.
તાંત્રિક : હા હુ બધુ જ કહુ છુ.( અને એ બધુ કહેવાની શરૂઆત કરે છે)
25 વર્ષ પહેલાં ની વાત છે. આ ગામ મા એક સુખી પરિવાર રહેતું હતુ. પરિવાર ના મોભી ભીમાદાસ એમની પોતાની જમીન પર ખેતી કરતા હતા.સંતાન મા બે દિકરા અને એક દિકરી હતી. એમની પત્નિ છેલ્લા બાળક ના જન્મ પછી બિમારી ના કારણે મૃત્યુ પામી હતી. મોટા દિકરાનુ નામ જગ દાસ બીજી દિકરી નુ નામ મનિષા અને નાના દિકરા નુ નામ કાળીદાસ. કાળીદાસ નાના હતા ત્યારે જ એમની માતા નુ અવસાન થયુ હતુ.હવે માતા વગર આટલા નાના દિકરા નુ ધ્યાન કોણ રાખે? એટલે ભીમાદાસે એમની બહેન કેસર ને ઘણા પ્રયાસ છતા કોઈ સંતાન ન હતુ એટલે કાળીદાસ ને કેસર ને સોપી દીધા.
ક્રમશ:..............................