જંગલ રાઝ - ભાગ - 9 Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - 9

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ અને ભીમાદાસ કુવે પાણી પીવા ઊભા રહે છે ત્યારે અચાનક જગદાસ ની નજર મનિષા પર પડે છે જે કોક ના બાહોપાશ મા બેઠેલી હોય છે એ તરત જ ભીમાદાસ ને પણ બતાવે છે હવે જોઈએ આગળ.....
ભીમાદાસ ને જોઈને વિશ્વાસ નુ થતો કે એમની દિકરી મનિષા આવુ કરી શકે છે. જગદાસ ગુસ્સા મા આગળ વધે છે. પણ ભીમાદાસ એને રોકે છે.
જગદાસ : મને જવા દો બાપુ હુ એ નાલાયક ને નય છોઙુ એની હિમ્મત કેવી રીતે થઈ આ બધુ કરવાની.
ભીમાદાસ : શાંત થા દિકરા આપણી દિકરી ની ઈજ્જત નો સવાલ છે જો હમણા આપણે કંઈ કરીશુ અને ગામ મા બધા ને ખબર પડશે તો આપણી દિકરી ની ઈજ્જત જશે અને એનો સંબંધ નક્કી કરવા મા પણ આપણ ને તકલીફ પડશે.
જગદાસ : તો શુ બાપુ આપણે આ બધુ જોયા કરવાનુ?
ભીમાદાસ : ના દિકરા એનો રસ્તો હુ બતાવુ છુ હમણા અહિ થી ચાલ રસ્તા મા તને સમજાવુ છુ. ( બંન્ને જણ ચાલવા લાગે છે. અઙધે રસ્તે પહોંચી જગદાસ
બોલે છે.)
જગદાસ : બોલો બાપુ હવે તમે શુ રસ્તો કાઢવાના છો?
ભીમાદાસ : હા પણ પહેલાં મારી આખી વાત સાંભળજે પછી જ આગળ કંઈ બોલજે.
જગદાસ : સારુ બાપુ હુ વચ્ચે કંઈ જ નુ બોલુ.
ભીમાદાસ : તો સાંભળ દિકરા આપણે મનિષા ને આવી રીતે જોઇ ગયા છે એ વાત ની ખબર નય પઽવા દેવા ની આપણે એવો વ્યવહાર કરવાનો કે આપણે કશુ જાણતા જ નથી. પછી કોઈ સારો મુરતિયો જોઇને એને પરણાવી દઈશુ. અને એના લગ્ન થતા સુધી આપણા બે માથી કોઈ એક ઘરે રહીશુ ને કોઈ એક ખેતર સંભાળીશુ. એટલે એ પેલા નાલાયક ને મળવા પણ નય જઈ શકે. આમ કોઈ ને પણ આ બધુ ખબર પણ પડે ને આપણી ઈજ્જત પણ સચવાઈ રહેશે. બોલ દિકરા હવે તારુ શુ કહેવું છે.
જગદાસ : વિચાર તો ઘણો સારો છે બાપુ. પણ હા તમે ઘરે રહેજો ને હુ ખેતરે જઈશ બપોરે જમવા હુ જાતે આવી જઈશ કાં તો મજુર ને મોકલી દઈશ.અને મારી આ વાત તો તમારે માનવી જ પડશે કે તમે ઘરે રહેશો ને હુ ખેતરે જઈશ.
ભીમાદાસ : સારુ દિકરા આપણે એમ જ કરીશુ.
જગદાસ : અને હા બાપુ આપણે મનિષા નુ ગોઠવવા મા પણ વાર નઈ લાગે શહેર મા એક વેપારી છે રમણીકલાલ એમનો દિકરો અજય. એ મનિષા માટે સારો રહેશે. એ ભણેલો પણ છે અને એમનુ આખુ કુટુંબ પણ ઘણુ સારુ છે, આપણી મનિષા ત્યા ખુબ સુખી રહેશે.
ભીમાદાસ : બોવ સરસ દિકરા એમને ઝટ બોલાવી લે એટલે આપણે મનિષા નુ ગોઠવી જ દઈએ. પણ હા મનિષા ને જાણ નય થવા દેવાની કે એ લોકો એને જોવા આવ્યા છે ને લગ્ન નક્કી કરવાનુ છે. નય તો જો એ આઙી થશે તો આપણી ઈજ્જત જશે.
જગદાસ : એનો રસ્તો છે મારી પાસે. મારી છોકરાવાળા સાથે વાત થઈ જાય ને એ લોકો કાલે જ આવતા હોય તો હુ મનિષા ને કહીશ કે તને જોવા છોકરાવાળા આવે છે કાલે. આ સાંભળીને એ થોઙી દુખી થશે અને લગ્ન નુ ટાળવા નો પ્રયત્ન કરશે પણ પછી તમારે એને એમ કહેવાનુ કે હમણા તો તને જોવા જ આવે છે ને તો આવવા દે લગ્ન કરવુ ના કરવુ એ તો આપણા હાથ મા છે ને જો તને છોકરો ના ગમતો હોય તો આપણે પછી એમને ના પાઙી દઈશુ તમે આવુ કહેશો એટલે મનિષા માની જ જશે.
ભીમાદાસ : વાહ દિકરા બોવ સરસ રસ્તો બતાવ્યો તે, હવે ઘર પણ આવવા લાગ્યું છે જલ્દી ઘરે જઈ ને છોકરાવાળા સાથે વાત કર અને એમને કાલે જ આવવા રાજી કરી દે.
જગદાસ : હા બાપુ ચાલો જલ્દી હુ ઘરે જઈ ને તરત જ એમને ટેલિફોન કરી ને બધી વાત કરુ.
બંન્ને જણ જલ્દી જલ્દી ઘરે પહોંચે છે. ઘરે પહોંચી ને તરત જ જગદાસ છોકરાવાળા ને વાત કરે છે. છોકરાવાળા જગદાસ ની વાત નુ માન રાખી બીજા જ દિવસે મનિષા ને જોવા આવવા તૈયાર થઈ જાય છે. જગદાસ ભીમાદાસ ને આ ખુશી ના સમાચાર સંભળાવે છે. પછી નિરાંતે બંન્ને જણ બેસે છે. ઘણી વાર પછી મનિષા ઘરે આવે છે, જગદાસ ને જોઈ ને એ ખુબ ખુશ થાય છે. એ દોઙી ને આવી ને જગદાસ ને વળગી પડે છે.
મનિષા : ભાઈ આવી ગયા તમે શહેર થી કહ્યુ પણ નય ને અચાનક જ આવી ગયા?
જગદાસ : હુ તો ક્યાર નો આવી ગયો છુ પણ તારા જ કોઈ ઠેકાણા નથી. ક્યા હતી તુ?
મનિષા : એ તો ભાઈ હુ મારી બહેનપણી ના ઘરે ગઈ હતી કેટલા દિવસ થી એને મળી ન હતી એટલે થયુ કે એને મળતી આવુ તો એના ઘરે મને વાર લાગી.
જગદાસ અને ભીમાદાસ બંન્ને અજાણ બની ને મનિષા ની વાત મા હામી ભરવા લાગ્યા. પછી જગદાસે મનિષા ને કહ્યું કે જલ્દી જમવા નુ બનાવ ભૂખ લાગી છે. મનિષા જમવા નુ બનાવવા રસોઙા મા જાય છે.
ક્રમશ : ...........................