જંગલ રાઝ - ભાગ - ૧ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - ૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક પ્રેમાત્મા ને આપ સહુ એ ખુબ પસંદ કરી એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. તમારા આ જ પ્રેમ, સ્નેહ અને સહકાર થી પ્રેરિત થઈ ને આપ સહુ સમક્ષ હુ નવી ધારાવાહિક જંગલ રાઝ લઈને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક પણ ખુબ જ ગમશે. તો મિત્રો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ .
એક નાનકડુ ખુબ જ સુંદર ગામ, જેવુ ગામ તેવુ જ નામ સુંદરપુરા. આ ગામ મા એટલા બધા ઘર ન હતા પણ અહિંના લોકો એકબીજા સાથે હળીમળી ને રહેતા. ગામ ની ભાગોળે એક મોટો શેડ બનાવ્યો હતો , બધા જ ગામ ના લોકો રાત્રે ત્યાં જ ઊંઘી જતા. શેડ ની ચારે બાજુ માતાજી ની ચોકી હતી જેના લીધે કોઈ પણ ખરાબ શક્તિ એ શેડ ની અંદર ન આવી શકે. કારણ કે ગામ થી થોડેક જ દુર જંગલ હતુ. એ જંગલમાથી રોજ રાત્રે ભયાનક અવાજો આવતા હતા. રાત્રે ગામ મા કે ઘર મા કોઈ એકલુ હોય તો એ બીજા દિવસે જીવતુ ના મળે. એટલે બધા એ એકમત થઈ એક અઘોરી ની મદદ થી એક મોટો શેડ બનાવ્યો અને શેડ ની ચારેબાજુ માતાજી ની ચોકી કરી.
ગામ નુ એક ઘર ખુબ જ ગરીબ હતુ પણ એ ઘર ના સભ્યો ખુશ પણ બોવ હતા. એ ઘર ના મોભી કાળીદાસ ખેત મજુર હતા એમની પત્નિ રમીલાબેન પણ ખેત મજુર હતા. સંતાન મા એમને એક દિકરી હતી એનુુ નામ મેઘના. મેઘના ના જન્મ વખતે રમીલાબેન એમના પિયર મા હતા. કાળીદાસ ની પરિસ્થિતિ સારી ન હોવાથી મેઘના ને એના દાદી ના ઘરે જ રાખી મેઘના થોડી મોટી થઈ એટલે ભણવા મુકી રમીલાબેન એમની સાસરી મા આવતા રહ્યા. મેઘના ને કોઈ દિવસ એમના ઘરે ન બોલાવી એમને મળવાની ઈચ્છા થાય તો એ એમના પિયર જતા રહેતા. મેઘના ૧૦ મા ધોરણ મા આવી ત્યારે એના દાદી નુ બિમારી ના લીધે અવસાન થયુ. એ પછી કાળીદાસે મેઘના ને હોસ્ટેલ મા મુકી દીધી કેમ કે એમના ગામ મા સ્કુલ ન હતી. મેઘના હોસ્ટેલ મા રહી ને ભણવા લાગી. એ ભણવામા ખુબ જ હોશિયાર હતી. એ સુંદર પણ એટલી હતી કે એની પાછળ ઘણા છોકરાઓ પડ્યા હતા પણ એ કોઈ ને ભાવ ન આપતી. એનો ૧૨ ધોરણ સુધી નો અભ્યાસ પુરો થયો. હવે તે કોલેજ મા આવી. કોલેજ મા એડમિશન પણ મળી ગયુ. એની નાનપણ ની મિત્ર કોમલ પણ એ જ કોલેજ મા એડમિશન લીધુ. બંન્ને હોસ્ટેલ મા પણ સાથે રહેતા હતા. કોલેજ નો પહેલો દિવસ હતો. મેઘના અને કોમલ સાથે કોલેજ ગયા. મેઘના ના મન મા એક ડર પણ હતો કે કોલેજ લાઈફ કેવી રહેશે. કોલેજ પહોંચી એ એમના ક્લાસરુમ મા જતા હતા કે દરવાજા પાસે અચાનક જ મેઘના લપસી જાણે એણે કોઈએ ધક્કો માર્યો હોય, પણ એ પડવા જ જતી હતી કે એક છોકરાએ એનો હાથ પકડી લીધો અને એ પડતા બચી ગઈ. મેઘના એ છોકરા નો આભાર માની ને તરત જ ક્લાસ મા જતી રહી. કોમલ પણ એની પાછળ જઈ ને એની સાથે બેસી ગઈ. મેઘના ગુમસુમ થઈને બેસી રહી, કોમલ એને જ જોતી હતી.
કોમલ : ગુમસુમ બેઠે હો જરુર કોઈ બાત હે, પહેલી મુલાકાત હે યે પહેલી મુલાકાત હે! ! કેમ સાચુ ને?
મેઘના : તને મસ્તી સુઝે છે યાર હુ સિરીયસ છુ.
કોમલ : ઓકે બાબા સોરી પણ તુ શુ વિચારે છે પેલા છોકરા વિશે જેણે તારો હાથ પકડી તને પડતા બચાવી.
મેઘના : ના યાર પણ એ વિચારુ છુ કે મને ત્યા ધક્કો કોણે માર્યો? તુ મારી સાથે હતી, આપણી પાછળ બીજુ કોઈ હતુ પણ નય તો પછી ધક્કો માર્યો કોણે?
કોમલ : તુ શુ બોલે છે યાર કોણ ધક્કો મારવાનુ હતુ? આપણી પાછળ તો કોઈ હતુ નય. તારો વહેમ છે એ બધો.
મેઘના : ના યાર હુ સાચુ કહુ છુ મને ખરેખર કોઈએ ધક્કો માર્યો હોય એવુ મને લાગે છે.
કોમલ : તુ છોડ એ બધુ જો ટીચર પણ આવી ગયા હવે આપણે થોડુ ક્લાસ મા ધ્યાન આપીએ.
ટીચરે બધા ને પોતાનો ઈન્ટ્રો આપ્યો. અને થોડી વાતો, કરી એમની નજર મેઘના પર ગઈ એ ક્યા ખોવાયેલી હતી. ટીચરે પુછતા મેઘના એ કહ્યુ કે તબિયત સારી નથી. ટીચરે એને જવા કહ્યુ કે જઈને આરામ કર. મેઘના ક્લાસ માથી નીકળી હોસ્ટેલ જતી રહી. અને જઈને એ સુઈ ગઈ. ઊંઘ મા એને લાગ્યુ કે કોઈ છે જે એને બોલાવી રહ્યુ છે. મેઘના એ અવાજ તરફ આગળ વધે છે. એને સામે એક પડછાયો દેખાય છે જે એને ઈશારા થી બોલાવે છે. એ એની પાછળ જાય છે. એ પડછાયો એક વિશાળ જંગલ મા જાય છે. મેઘના પણ જાય છે. જંગલ મા આગળ જતા અક મોટુ ઝાડ આવે છે. એ પડછાયો ત્યા જઈને ઊભો રહે છે. મેઘના પણ પહોંચે છે એ કાંઈ પુછે એ પહેલા એ પડછાયો ગાયબ થઈ જાય છે. મેઘના હવે ડરવા લાગે છે. એ આજુ બાજુ જોવે છે. એને બાજુ મા એક કંકાલ દેખાય છે એ ડરી ને પાછળ હટી જાય છે ત્યારે એનો પગ એક ખોપડી પર પડે છે એ વધારે ડરી જાય છે એ બૂમ પાડવા જાય છે પણ એનો અવાજ નય નીકળતો એ ભાગવા જાય છે તો કો઼ઈ એનો પગ ખેંચી પાડી દેય છે. એ હવે એટલી બધી ડરી જાય છે કે એને કંઈ પણ સમજાતુ નથી કે આ બધુ શુ થઈ રહ્યુ છે. અચાનક જોરદાર પવન ફુંકાય છે. ચારે બાજુ થી ભયાનક અવાજ આવે છે. થોડીવાર મા બધુ શાંત થાય છે. મેઘના ઊભી થાય છે તો સામે એ મોટા ઝાડ ની આસપાસ ધૂમાડો નીકળતો દેખાય છે. એમા એને કો઼ઈ ની આકૃતિ દેખાય છે ધીરે ધીરે એ આકૃતિ સ્પષ્ટ થાય છે તો એક મુંડી વગર નુ શરીર હોય છે. એને જોઈને મેઘના ના મોંથી જોરદાર ચીસ નીકળી જાય છે. મેઘના ને સંભળાય છે કે શુ થયુ? કેમ ચીસ પાડી? અચાનક મેઘના બેઠી થઈ જાય છે. પછી આજુબાજુ જોવે છે તો એ હોસ્ટેલ ના રુમ મા હોય છે. કોમલ એની સામે ઊભી હોય છે
કોમલ : શુ થયુ તને તે ચીસ કેમ પાડી?
મેઘના : હુ અહી કેવી રીતે આવી હુ તો જંગલ મા હતી ને.
કોમલ : શુ ગાંડા જેવી વાત કરે છે તુ ક્યારની તો આવી ને ઊંઘે છે હુ આવી એ પણ તને નય ખબર? લાગે છે તુ કોઈ સપનુ જોતી હશે.
મેઘના : હા મને પણ એવુ લાગે છે પણ બોવ ભયાનક સપનુ હતુ યાર મારી તો ચીસ નીકળી ગઈ.
કોમલ : ચીલ્લ યાર! એ ખાલી સપનુ હતુ.
મેઘના પણ પછી થોડી રિલેક્ષ થઈ પણ એને હજી એ સપના ની વાત હેરાન કરતી હતી એને લાગતુ હતુ કે એ જંગલ મા એ ઘણી વાર ગઈ છે. એ જંગલ એનુ પરિચિત છે. કોઈ છે જે જંગલ મા એને બોલાવી રહ્યુ છે. એ વિચારતી જ હતી કે કોમલે એને બૂમ પાડી ને જમવા બોલાવી. મેઘના ઊભી થઈ ને બાથરુમ મા ગઈ એ મોઢુ ધોવા બેઝિન મા નમી તો એને અહેસાસ થયો કે કોઈ એની પાછળ ઊભુ છે. એણે, તરત જ પાછળ ફરી જોયુ પણ કોઈ હતુ નહી એણે આજુ બાજુ પણ જોયુ પણ કોઈ દેખાયુ નય. પછી એ, આગળ ફરી તો અરિસા મા એને એ જ મુંડી વગર નુ શરીર દેખાયુ. એણે એ જોઈને જોર થી ચીસ પાડી ને એ, બેભાન થઈ ગઈ. એનો અવાજ સાંભળી કોમલ દોડી આવી મેઘના ને બેભાન પડેલી જોઈ કોમલ ઘબરાઈ ગઈ. એ દોડી ને બહાર મદદ માટે ગઈ. સામે ની લાઈન ના રુમો મા છોકરાઓ હતા. એણે જોયુ કે પેલો સવારવાળો છોકરો જેણે મેઘના નો હાથ પકડી પડતા બચાવી એ લોબી મા ફરી રહ્યો છે. એણે એ છોકરાની મદદ માંગી એ તરત જ રુમ મા આવ્યો. મેઘના ને બાથરુમ માથી ઊંચકી બેડ પર લાવી સુવડાવી. પછી પાણી ની છાલક એના મોં પર મારી. મેઘના ધીરે ધીરે ભાન મા આવી.
કોમલ : સારુ થયુ તને કશુ થયુ નહી હુ તો ડરી જ ગઈ હતી પણ તને થયુ શુ તે ચીસ કેમ પાડી?
મેઘના : મે જે સપનુ જોયુ હતુ એમા જે મને દેખાયુ એ જ વસ્તુ મને બાથરુમ ના અરિસા મા દેખાયુ.
કોમલ : અરે યાર તુ ફરી શરુ થઈ ગઈ, એ તારો વહેમ હશે. તે સપનુ જોયુ હતુ હકીકત નય.
પછી કોમલે પેલા છોકરા નો આભાર માન્યો. અને એનુ નામ પુછ્યુ. એ છોકરા એ જવાબ આપ્યો, કે એનુ નામ કરણ છે એ પણ નવો જ કોલેજ મા આવ્યો છે.
કોમલ : મારુ નામ કોમલ છે અને આ મેઘના.
કરણ : સરસ મેઘનાજી તમને ફરી વાર મે બચાવ્યા તમે કશુુ નય કહો બોલો પણ નય.
મેઘના : અરે ના એવુ કંઈ નય તમારો આભાર પણ સોરિ હુ કોઈ બીજા જ વિચારો મા હતી.
કરણ : અરે કંઈ નય તમે આરામ કરો હુ જાવ છુ.
કરણ ના ગયા પછી કોમલ અને મેઘના જમવા બેસે છે. જમીને થોડીવાર બેસીને ઊંઘવાની તૈયારી કરે છે. સવારે વહેલુ ઊઠી ક્લાસ મા જવાનુ હોવા થી બંન્ને ઊંઘી જાય છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .