જંગલ રાઝ - ભાગ - 7 Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

જંગલ રાઝ - ભાગ - 7

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે તાંત્રિક મેઘના ના પાછલા જન્મ વિશે વાત કરે છે.પચ્ચીસ વર્ષ પહેલા જે બનાવ બન્યો તાંત્રિક એ બનાવ ની વાત કરતો હોય છે.હવે જોઈએ આગળ.............
કેસર કાળી દાસ ને પોતાના દિકરા ની જેમ ઉછેરે છે. કાળી દાસ ને એવુ લાગતું જ ન હતુ કે કેસર એમના સગા માતા નય એમના કોઈ છે. આ બાજુ ભીમાદાસ કાળીદાસ ની ચિંતા માથી મુક્ત થઈ ને અને મનિષા ના પાલન પોષણ મા લાગી ગયા. બધા નુ જીવન ખુબ સરસ ચાલતુ હતુ. ભીમાદાસ ના ત્રણેય દિકરાઓ લાઽ કોઽ થી મોટા થવા લાગ્યા. જગદાસ અને મનિષા નુ માધ્યમિક અભ્યાસ પુરો થયો. ભીમાદાસે મનિષા ને આગળ ના ભણાવી કેમ કે એને તો સાસરે જવાનુ. જગદાસ ને આગળ અભ્યાસ માટે શહેર મા મોકલી દીધા. ભીમાદાસ એમના ખેતર નુ કામ જાતે જ કરતા હતા.
ભીમાદાસ ખેતર નુ કામ સંભાળતા હતા અને મનિષા ઘર સંભાળતી હતી. મનિષા ઘર નુ બધુ કામ કરી,તળાવે કપઙા ધોવા જતી અને પછી પાણી ભરવા કુવે જતી. આ બધુ પતાવી ને જમવા નુ લઈ ખેતરે જતી. ભીમાદાસ અને મનિષા બંન્ને જોઙે જમતા. સાંજ પઽવા આવે ત્યારે મનિષા પાછી ઘરે આવતી અને એના કામ મા લાગી જતી. ભીમાદાસ ખેતરે થી મોઙા ઘરે આવતા. આમ એમનો રોજ નો નિત્યક્રમ ચાલ્યા કરતો.
એક દિવસ મનિષા ઘર નુ બધુ કામ પતાવી કુવે પાણી ભરવા જાય છે. એ કુવા પાસે પહોંચે છે. પાણી ભરી ને નવરી પડે છે ત્યારે સામે થી એને નવ જુવાન આવતો દેખાય છે. એની કદ કાઠી એનું રુપ રંગ એટલુ મોહક હોય છે કે મનિષા એને જોયા જ કરે છે. એ યુવાન મનિષા પાસે આવે છે. અને પીવા માટે થોઙુ પાણી માંગે છે. મનિષા એને પાણી પીવઙાવે છે. પાણી પી ને મનિષા નો આભાર માને છે અને મનિષા ને એનું નામ પુછે છે અને પોતાનુ નામ વિરલ કહે છે.
મનિષા : તમે અહીંના તો નથી લાગતા. ક્યા થી આવ્યા છો.
વિરલ : હા હુ અહીં નો નથી હુ બોવ દૂર થી આવ્યો છુ. મારો કપઙા નો ધંધો છે. હુ દૂર ગામો મા જઈ ધંધો કરુ છુ. થોડા દિવસ જે ગામ મા જઉ ત્યા રોકાઉ છુ પછી બીજા ગામ મા ચાલ્યો જાઉ છુ. મારો માલ પતી જાય તો શહેર મા જઇ બીજો માલ લઈ આવુ છુ.
મનિષા : ખુબ સરસ પણ તમે તમારા પોતાના ઘરે જતા નહીં? આમ બહાર જ બધા ગામમાં ફર્યા કરો તમારા ઘર મા બધા ને તમારી ચિંતા નય થતી હોય?
વિરલ : ચિંતા તો ત્યારે થાય જ્યારે ઘર મા કોઈ હોય.
મનિષા : મતલબ હુ કાંઈ સમજી નહી.
વિરલ : જ્યારે હુ નવ વર્ષ નો હતો ત્યારે મારા બા-બાપુ અને નાની બહેન સમાજ મા લગ્ન હોવાથી ગયા હતા.હુ મારા ભણતર ના લીધે ના ગયો. બીજે દિવસે એ લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે એમની બસ નો અકસ્માત થવા થી એ ત્રણેય મૃત્યુ પામ્યા. અને હુ સાવ નોંધારો થઈ ગયો. ત્યાર પછી જ હુ મારુ પેટ ભરવા ધંધો કરી રહ્યો છુ.
મનિષા : ઓહ્ ! જાણી ને દુખ થયું કે તમે એકલા જ છો. તમે આ ગામ મા જ રોકાવા ના છો કે બીજા ગામ મા જશો?
વિરલ : ના હમણા તો આ ગામ મા જ રોકાઈશ અહીં થોડો ધંધો કરી પછી બીજા ગામ મા જઈશ.
મનિષા : પણ તમે રોકાશો ક્યાં? અહીં કોના ઘરે રહેશો?
વિરલ : અહી કોણ મારુ હોવાનું. હુ તો અહીં આસપાસ સારી જગ્યા જોઈ તંબુ બાંધી રહીશ. તમારે કપઙા લેવાના હોય તો જરુર આવજો, હુ તમારા ગામ ની ભાગોળે જ બેસીસ કપઙા લઈ ને.
મનિષા : હા જરુર આવીશ, હમણા હુ જાઉ છુ મારે હજી ખેતરે પણ જવાનુ છે.
મનિષા એના ઘર તરફ જાય છે. ઘરે પહોંચી જમવાનુ લઈ ખેતરે જાય છે. એ ખેતરે પહોંચી ભીમાદાસ ને જમવા બોલાવે છે. ભીમાદાસ એમ નુ કામ મુકી હાથ ધોઈ ને જમવા આવે છે.
ભીમાદાસ : કેમ દિકરા આજે થોઙી મોઙી પઙી તુ?
મનિષા : એ તો બાપુ હુ પાણી ભરવા કુવે જઈતી તો એક જુવાન ઘણે દૂર થી આવ્યો હતો ને ખુબ તરસ્યો હતો, તો મે એને પાણી પાયુ ને બે ઘઙી વાત કરી એટલે થોઙુ મોઙુ થઈ જ્યુ.
ભીમાદાસ : એ વાત છે ભલે દિકરા તરસ્યા ને પાણી પાઈ ને તે ખુબ જ સારુ કામ કર્યું.
મનિષા : હા બાપુ હવે મારા વખાણ કરવાનુ રહેવા દ્યો ને જમી લો આમ પણ ઘઙી મોઙુ થઈ જ્યુ સે.
ભીમાદાસ ને મનિષા જમવા બેસે છે.જમી ને ભીમાદાસ એમના કામ મા લાગી જાય છે‌. મનિષા રોજ ની જેમ ઓરઙી મા આરામ કરે છે.એ વિરલ વિશે વિચાર્યા કરે છે.એને ખબર જ નય પડતી કે આ શુ થઈ રહ્યુ છે એને વિરલ ના જ વિચારો કેમ આવે છે.
ક્રમશ : ...........................