નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ ના ગયા પછી કોમલ અને મેઘના જમવા બેસે છે. જમીને થોડી વાતો કરી ઊંઘી જાય છે હવે જોઈએ આગળ. . . . . . .
મોડી રાત્રે ફરી મેઘના ને એ જ સપનુ આવે છે. મેઘના ફરી ચીસ પાડી જાગી જાય છે. કોમલ પણ ગભરાઈ ને જાગી જાય છે.
કોમલ : શુ થયુ યાર કેમ ચીસ પાડી તે?
મેઘના : ફરી મને એ જ સપનુ આયુ યાર!
કોમલ : અરે એ સપનુ છે શુ તુ પણ?
મેઘના : હા પણ એક જ જેવુ સપનુ ફરી વાર આવવુ એ કંઈ વિચિત્ર લાગે છે.
કોમલ : એમા વિચિત્ર લાગવા જેવુ શુ છે?
મેઘના : મને સપના મા કોઈ બોલાવે છે એનો અવાજ મને ઓળખીતો લાગે છે. હુ પાછળ જાઉ છુ એ એક જંગલ મા જાય છે અને ખબર નય મને કેમ એવુ લાગે છે કે એ જંગલ મા હુ ઘણીવાર ગઈ છુ. એ જંગલ મારુ પરિચિત છે. હુ જેની પાછળ જઉ છુ અને જોવાની કોશિશ કરુ છુ તો મને ખાલી એનુ શરીર જ દેખાય છે એનુ મો તો હોતુ જ નથી.
કોમલ : યાર તુ આવી વાત ના કર મને બીક લાગે છે.
મેઘના : બીક તો મને પણ લાગે છે પણ ખબર નય કેમ મને એ સપનુ એવુ લાગે છે કે એ જગ્યા એ હુ ઘણીવાર ગઈ છુ.
એ બંન્ને વાત કરતા હોય છે કે અચાનક રુમ ની લાઈટો ચાલુ બંધ થાય છે. બંન્ને ડરી જાય છે.
મેઘના : કોમલ આ બધુ શુ થાય છે.
કોમલ : ખબર નય યાર પણ હુ સામે થી કરણ ને બોલાવુ છુ મને બોવ બીક લાગે છે યાર.
મેઘના : હા ચાલ બંન્ને જઈએ મને પણ બોવ બીક લાગે છે.
બંન્ને જલ્દી થી ભાગી ને કરણ ના રુમ પાસે જાય છે. દરવાજો, ખખડાવે છે. કરણ ઊઠી ને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા જ કોમલ એને જલ્દી એની સાથે એમના રુમ મા આવવા કહે છે. કરણ એના મિત્ર વિજય ને પણ જગાડી ને કોમલ અને મેઘના ના રુમ મા જાય છે. રુમ મા એકદમ શાંતિ હોય છે. લાઈટ પણ ચાલુ બંધ નય થતી. કોમલ અને મેઘના ને નવાઈ લાગે છે.
કરણ : હવે શુ વાત છે કોઈ મને કશુ કહેશો કે નય?
કોમલ : કરણ તુ સાચુ નય માને પણ અહી ની લાઈટો અચાનક ચાલુ બંધ થતી હતી અને મેઘના એ ફરી પાછુ પહેલા જેવુ જ સપનુ જોયુ.
કરણ : કેવુ સપનુ મને કહેશો જશા તમે લોકો.
પછી બધા બેડ પર બેસે છે , મેઘના એના સપનાની બધી વાત કહે છે અને પછી આ બધુ થયુ એટલે એ લોકો ડરી ને બહાર આવી ગયા એમ કહે છે.
કરણ : મેઘના તારા ઘરે કોણ કોણ છે?
મેઘના : હુ અને મમ્મી પપ્પા, દાદી હતા પણ હવે નથી.
કરણ : ઓહ! ઓકે તારા ઘર નો માહોલ કેવો છે.
મેઘના : હુ એક નાનકડા ગામ ની સામાન્ય વર્ગની છુ. હુ હજી સુધી મારા ગામ મા નથી ગઈ કે નથી મારુ ગામ જોયુ.
કરણ : હે! ! તો તુ અત્યાર સુધી ક્યા રહેતી હતી.
મેઘના : નાનપણ થી જ હુ મારી દાદી સાથે રહેતી હતી. મારા મમ્મી પપ્પા એ કોઈ દિવસ મને ગામ મા આવવા જ નય દીધી. મારા દાદી ના અવસાન પછી પપ્પા એ મને હોસ્ટેલ મા મુકી દીધી, હુ હોસ્ટેલ મા રહીને જ આગળ નુ ભણી છુ.
કરણ : બરાબર આપણે એક કામ કરીશુ એક દિવસ તારા ગામે જઈશુ ત્યા કેવુ છે એની તપાસ કરીશુ.
મેઘના : હા પણ એનાથી મારા સપના સાથે શુ લેવા દેવા.
કરણ : મને લાગે છે કે તારા એ ગામ ની જ કો઼ઈ એવી વસ્તુ છે જે તને વારે ઘડીએ દેખાય છે. વિજય તારુ શુ કહેવુ છે.
વિજય : વાત તો તારી સાચી છે.
મેઘના : હા જઈએ તો ખરા પણ મારા પપ્પા મને ત્યા નય આવવા દેય, ખબર નય કેમ પણ મને ત્યા પગ જ નય મુકવા દેતા શુ કરીશુ પછી?
કરણ : નક્કી કોઈ તો વાત છે જ એટલે જ તારા પપ્પા તને ત્યા નય આવવા દેતા પણ આપણે જઈશુ તારા પપ્પા ના વગર કહ્યે જઈશુ.
મેઘના : સારુ રજા ના દિવસો મા જઈશુ.
કોમલ : હા આપણે બધા જ જઈશુ.
કરણ : સારુ તો ચાલો તમે સુઈ જાવ અમે જઈએ.
કોમલ : પ્લીઝ મારી એક વિનંતિ માનશો.
કરણ : હા બોલ ને એમા શુ છે?
કોમલ : અમને બોવ બીક લાગે છે તમે લોકો અહી જ ઊંઘી જાવ ને. સવારે જતા રહેજો.
કરણ : સારુ અમે અહી સુઈ જઈએ છે.
બધા શાંતિ થી ઊંઘી જાય છે. સવારે ઊઠી ને કરણ અને વિજય એમના રુમ પર જતા રહે છે. કોમલ અને મેઘના એમના કામ મા લાગી જાય છે. એ લોકો બધુ કામ પતાવી ક્લાસ મા જાય છે. ક્લાસ ના બધા લેક્ચર પતાવી બહાર આવે છે. મેઘના કોમલ ને કહે છે કે તુ જા મારે થોડુ કામ છે એ પતાવી ને આવુ છુ. કોમલ રુમ પર જતી રહે છે. મેઘના કરણ ની રાહ જોવે છે. કરણને આવતો જોઈ મેઘના કરણ ને બોલાવે છે. કરણ મેઘના પાસે આવે છે. મેઘના ને કરણ સાથે કોઈ વાત કરવી હોય છે એટલે એને ગાર્ડન મા જવાનુ કહે છે. બંન્ને ગાર્ડન મા જાય છે. ગાર્ડન પહોંચી બંન્ને એક બેન્ચ પર બેસે છે.
કરણ : બોલ મેઘના શુ વાત કહેવી છે તારે?
મેઘના : રાત્રે જે બન્યુ એના પછી અમે તને બોલાયો. બધી વાત સાંભળી ને તે મને મારા ઘરે જવા કહ્યુ. તો તને એવુ શુ લાગ્યુ કે તે મને ઘરે જવા કહ્યુ.
કરણ : મને લાગે છે કે કોઈ તો વાત જરુર છે જેના લીધે તુ હમણા હેરાન થાય છે. તારા ઘરે તને આવવા નથી દેતા એની પાછળ કોઈ તો કારણ છે જ કે તારા ઘરવાળા આવુ કરે છે.
મેઘના : હા પણ તને કેમ એવુ લાગે છે. ?
કરણ : મારા પપ્પા તાંત્રિક વિધ્યા જાણતા હતા. એમની સિધ્ધ પણ ગજબ ની હતી એટલે મને બધી નેગેટીવિટી નુ થોડુ ઘણુ નોલેજ છે એટલે તારી વાત સાંભળ્યા પછી મને લાગ્યુ કે તારી સાથે જે પણ થઈ રહ્યુ છે એ કેમ થઈ રહ્યુ છે એનો જવાબ ત્યા જઈને જ મળશે.
મેઘના : સારુ કરણ આપણે જઈશુ પણ ત્યા સુધી તમે લોકો રોજ અમારા રુમમા ઊંઘી જજો નય તો રાત્રે અમે ફરી હેરાન થઈશુ.
કરણ : હા વાંધો નય અમે ઊંઘી જઈશુ.
મેઘના : કરણ થેંન્ક યુ સો મચ કે તુ મારી આટલી બધી હેલ્પ કરે છે.
કરણ : એમા થેંન્ક યુ કહેવાની જરુર નથી. જે પોતાના હોય એને થેન્ક યુ ના કહેવાનુ હોય.
મેઘના : એવુ છે જનાબ તો આપનો ઈરાદો શુ છે તમે કયા ફિરાક મા છો ?
કરણ : સાચુ કહુ તો હુ તને લાઈક કરુ છુ. તારી સાથે જીંદગીભર રહેવા માંગુ છુ. તારી પાસે આવી ને ખબર નય કેમ મને એવુ લાગે છે કે તને હુ વર્ષો થી ઓળખુ છુ.
મેઘના : બસ હવે બસ. હુ પણ સાચુ કહુ તો તારો સાથ મને ગમે છે. ભલે આપણે મળ્યા ને એટલો સમય નય થયો પણ જાણે આપણે ઘણી બધી વાર મળ્યા હોય એમ લાગે છે.
આમ વાત કરતા કરતા બંન્ને એકબીજા મા ખોવાઈ જાય છે. એકબીજાને ગળે મળે છે. થોડીવાર મા અચાનક પવન ફૂંકાય છે. બંન્ને એકબીજા ની બાંહો મા ખોવાયેલા હોય છે. ત્યારે મેઘના ના કાન મા અવાજ સંભળાય છે. મેઘના છોડ એને એ તારો નથી. આવો અવાજ સાંભળી મેઘના એકદમ કરણ થી દૂર થઈ જાય છે.
કરણ : શુ થયુ મેઘના કેમ અચાનક દૂર થઈ ગઈ? ઓહ્ સમજી ગયો કે આપણે હજી એટલા પરિચિત નથી કે આટલા નજીક આવી જઈએ.
મેઘના : ના એવુ કંઈ નથી પણ મને એવુ લાગ્યુ કે કોઈ મારા કાન મા આવી ને બોલ્યુ કે હુ તને છોડી દઉ, એટલે ગભરાઈ ને તારા થી દૂર થઈ ગઈ.
કરણ : મને તો કંઈ ગરબડ લાગે છે કે તારી સાથે આ બધુ કેમ થાય છે, હવે આપણે જેટલુ બને એટલુ જલ્દી તારા ઘરે જવુ પડશે. ચાલ હવે આપણે રુમ પર જઈએ બોવ સમય વિતી ગયો છે રુમ પર બધા રાહ પણ જોતા હશે. આજે તો અમારા બીજા બે રુમ પાર્ટનર પણ આવવાના છે.
મેઘના : હા , આજે તો અમારી પણ બીજી બે ફ્રેન્ડ્સ આવવા ની છે ચાલ આપણે જઈએ.
બંન્ને જણ હોસ્ટેલ તરફ જાય છે. હોસ્ટેલ પહોંચી બંન્ને એમના રુમ મા જાય છે. કરણ ના ફ્રેન્ડ્સ આવી ગયા હોય છે. મેઘના ની ફ્રેન્ડ્સ નય આવેલા એ એમની રાહ જોવે છે અને કોમલ સાથે મસ્તી મજાક કરે છે.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .