Facebook Prem Shu shaky chhe ?? - 15 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૫

( ઘણા સમય થી મારા વાંચક મિત્રો ની ફરિયાદ હતી કે હું વધારે સમય લેવ છું નવો ભાગ પ્રકાશિત કરવામાં. પણ હવે થી તમારી ફરિયાદ દૂર કરવા હું દર રવિવારે મારી વાર્તાનો નવો ભાગ પ્રકાશિત કરીશ. તો તેની જરૂરથી નોંધ લેશો.)
------------
પ્રથમ: તારા વિચાર પછી કર..એક્ઝામ ચાલુ થવાની.
કાવ્યા એક્ઝામ આપવા તેની સીસ્ટમ ની સામે બેસે છે.અને દિમાગ કહે છે, પહેલા એક્ઝામ આપ પછી બીજી વાત પણ દિલ પ્રથમ વિશે વિચારવા મજબૂર કરે છે પણ અંત માં દિમાગ નું કહ્યું માનીને તે એક્ઝામ માં ધ્યાન પરોવી દે છે.
અહી પ્રથમ વિચારે છે...થોડો વધારે ગુસ્સો નહિ બતાવ્યો ને પોતે.
ત્યાં જ સર નો અવાજ સંભળાય છે, તમે તમારી સિસ્ટમ માં લોગીન કરીને એક્ઝામ સ્ટાર્ટ કરી શકો છે.
અને પ્રથમ એક્ઝામ માં વ્યસ્ત થઈ જાય છે, પણ થોડી થોડી વારે કાવ્યા ને જોતો રહે છે.
એક્ઝામ પતાવીને પ્રથમ બહાર નીકળે છે અને જોઈ છે કે કાવ્યા તેની ફ્રેન્ડ વિની સાથે કઈ ચર્ચા કરતી હોય છે.
કાવ્યા: પેલો ઊભો છે તે પ્રથમ છે.તેની સાથે હું આવી છું.
વિની: અચ્છા, બાકી હેન્ડ્સમ છે હા. કઈ સેટિંગ થયું કે પછી બસ એમજ??
કાવ્યા: તે તો મને પસંદ કરે છે.પણ હું..
વિની: પ્લીઝ એવું નઇ કહેતી કે નથી ગમતો મને. આ તો કોઈને પણ ગમી જાય એવો છે.જો તને નઇ ગમતો હોય તો મને કેહ..હું વિચારું એના માટે 😉
કાવ્યા: બસ બસ હા..જો તે અહી જ આવે છે તો ચૂપ કર.
પ્રથમ: ચાલ આપણે નીકળીએ, તારી બસ છૂટી જશે.
કાવ્યા: હા ચાલ.ચાલ bye વિની.
વિની: bye take care.
વિની કાવ્યા ને મેસેજ કરે છે.. "યાર ઇન્ટ્રો તો કરાવાય ને .."
કાવ્યા: હા હા...બીજી વાર.
કાવ્યા અચાનક પ્રથમ નો હાથ પકડી લે છે. પ્રથમ તો તેને જોતો જ રહી જાય છે.
પ્રથમ: શું વિચાર છે તમારો?
કાવ્યા ફકત પ્રથમ ની આંખો માં જોતી રહે છે...
પ્રથમ: આ કૉલેજ છે કાવ્યા..
પણ કાવ્યા પ્રથમ નો હાથ નથી છોડતી.એટલે પ્રથમ હાથ પડકીને તેને બહાર કાર સુધી લઈ જાય છે.
પ્રથમ: તું હાથ છોડશે તો હું ગાડી ચલાવી શકીશ.
એટલે કાવ્યા હાથ છોડીને ગાડી માં બેસી જાય છે.
કાવ્યા: આ ગાડી તે પોતે લીધી છે?
પ્રથમ: હજુ જોબ ચાલુ થઈ ને ૭ મહિના થયા. આટલા ઓછા સમયમાં પોતાની ગાડી લેવી શક્ય નથી.
કાવ્યા: આ તો..
પ્રથમ: હા હું સમજી ગયો...વાત નો વિષય બદલવા માટે.
કાવ્યા: બસ થયું પ્રથમ. હવે વધારે નહિ થઇ શકે મારાથી. તું ગાડી થોડી વાર માટે સાઇડ પર લઈ શકીશ પ્લીઝ???
પ્રથમ એ પણ વાત કરવી હતી , એટલે રસ્તા માં તે એક કેફે જોઈને ત્યાં ગાડી ઉભી રાખી.
કાવ્યા બહાર નીકળી ને પ્રથમ ને કહે છે..
કાવ્યા: મને નથી ખબર આ સમય ઠીક છે કે નહિ અને મને પોતાને પણ નથી ખબર કે હું સાચી છું કે નહિ. કદાચ હું ખોટી પણ પડી શકું ભવિષ્યમાં.પણ હું વધારે વિચારી નથી શકતી. હું એકદમ સ્ટ્રોંગ છું માઈન્ડ થી.હું દર વખતે પહેલા મારા માઈન્ડ થી વિચારું.અને તે જ અમલ પણ કરું. પણ...આ વખતે મારા દિલની સામે માઈન્ડ હારી ગયું.મગજ એક બાજુ થી કહે છે કે કાવ્યા અત્યારે તારું ધ્યાન એક્ઝામ પર જ રહેવું જોઈએ બીજું કંઈ પણ નથી વિચારવાનું, જ્યારે બીજી બાજુ દિલ મને કહે છે કાવ્યા તું આને નહિ જવા દેતી, આ તારા માટે પરફેક્ટ છે. બસ આ જ અસમંજસમાં હું ખૂબ જ મુંઝાય ગઈ છું, અને તારા સવાલોનો જવાબ નથી આપી શકતી.તું ગુસ્સો કરે છે તે વ્યાજબી છે પણ હું પોતાને જ નથી સમજી શકતી કે શું કરું હવે. બસ એક વાત જે મારું દિલ તને ક્યારનું કહેવા માંગે છે પણ દિમાગ રોકે છે તેને.પણ હવે જો હું નહિ કહું તો મારો શ્વાસ રુંધાવા લાગશે.
ત્યાં જ પ્રથમ કાવ્યાના હોઠ પર તેનો હાથ મૂકી દે છે.
પ્રથમ: એક મિનિટ હું આવ્યો.
પ્રથમ થોડી વારમાં એક રીબીન લઈને આવે છે અને કાવ્યાની આંખો પર બાંધે છે.
કાવ્યા: પ્રથમ મને મારી વાત તો કહેવા દે પ્લીઝ. તારું જે પણ સરપ્રાઈઝ હશે પછી જોવ હું.
પ્રથમ થોડી વાર પછી કહે છે..
પ્રથમ: હવે પટ્ટી ખોલી દે.
કાવ્યા જોઈ છે પ્રથમ તેના ઘૂંટણ પર બેઠો હોય છે અને હાથ માં ગુલાબ હોય છે.
પ્રથમ: I love you કાવ્યા...હું તારા માટે પરફેક્ટ છું કે નહિ તે નથી ખબર પણ મારા માટે તું પરફેક્ટ છે. કોઈ દિવસ વિચાર્યું નહિ હતું કે ફેસબુક જોતા જોતા તું મળી જશે. હું હંમેશા તારી સાથે રહીશ, તારા બધા સપના પૂરા કરીશ એવું તો કહી નહિ શકું પણ આપણે સાથે મળીને તે પૂરા કરવાની કોશિશ જરૂર કરી શકીશું. હું ખોટા વાયદાઓ આપવામાં નથી માનતો.પણ વાસ્તવિકતા માં જીવવા વાળો માણસ છું.હું..
કાવ્યા: I love you too પ્રથમ... સોરી તને વચ્ચે થી અટકાવ્યો પણ વિચાર્યું તારા ઘૂંટણ દુઃખતા હશે.😛 તું ઊભો થઈ જા..
પ્રથમ: બસ તારી આ જ વાત મને બહુ ગમે છે, તું મને જરા પણ તકલીફ પડે તો તરત દુઃખી થઈ જાય છે. જો તું એક મિત્ર ના રૂપ માં આટલી કાળજી રાખે છે મારી તો જ્યારે મારી જીવનસાથી તરીકે આવશે ત્યારે શું કરશે....
કાવ્યા: આ બધું તો હું ફક્ત તને ઈમ્પ્રેસ કરવા કરતી હતી..
પ્રથમ કાવ્યા ને પોતાની નજીક ખેંચી ને કહે છે..
" હું તો પહેલી મુલાકાત થી જ તારાથી ઈમ્પ્રેસ થઈ ગયો હતો."
કાવ્યા : સારું તો ચાલ હવે કઈ ખાવા જઈએ. મને ખૂબ જ ભૂખ લાગી છે.
પ્રથમ: યાર કાવ્યા...તું કેવી છે.આટલા સારા મૂડ પણ પાણી ફેરવી દીધું.
કાવ્યા: જો હું તો આવી જ છું...વિચારી લેજે હજુ પણ. મને વધારે શરમાતા નથી આવડતું અને પ્રેમથી વાત કરતા પણ નથી આવડતું.અને મારાથી આ બદલાશે પણ નહીં.
પ્રથમ: અને હું ઇચ્છતો પણ નથી કે તું બદલાય...મને તું આવી જ ગમે છે. એકદમ નિખાલસ અને પ્રેમાળ.
કાવ્યા: મને ડાયાબિટીસ થઇ જશે આટલા વખાણ કરશે તો.. ચાલ હવે જઈએ કેફે માં.
પ્રથમ: હા ચાલ.
બન્ને કેફેમાં બેસે છે.
પ્રથમ: કાવ્યા..
કાવ્યા: બીજી વાત પછી કરીએ પહેલા કંઇક ખાઈએ, મને ખુબ જ ભૂખ લાગી છે.
પ્રથમ: સારું તો એવું કર.
કાવ્યા: અહી તો જાતે જ ઓર્ડર આપવા જવું પડશે.તું સાથે આવે કે હું આપી દઉં ઓર્ડર?
પ્રથમ: તને જેમ ઠીક લાગે તેમ કર.
કાવ્યા: સારું.
પ્રથમ બસ એકીટસે જોયા કરે છે કાવ્યાને.અને વિચારે છે હું કેટલો નસીબદાર છું કે મને કાવ્યાએ હા પાડી. હા થોડી સિમ્પલ છે અને મને થોડી ફૅશનેબલ ગમે છે, પણ આજે તેણે મારા માટે તેણે આટલું કર્યું, તો પછી પણ તે મારી પસંદ ને મહત્વ આપશે જ. અને તે કેટલા વિચારો કરી નાખે છે તેના અને કાવ્યા માટે.
કાવ્યા ખાવાનું લઈને આવે છે.
કાવ્યા: તે કોઈ વાર ખાધું છે અહી?
પ્રથમ: ના હું પણ પહેલી વખત જ આવ્યો છું.
કાવ્યા: ઓકે... ચાલ તો હવે બોલ તું શું કહેતો હતો??( કાવ્યા એ મંચુરિયનનો એક piece મોઢામાં મૂકતા કહ્યું.)
પ્રથમ: તને ખબર છે હું કેટલી તૈયારી કરીને આવ્યો હતો તને પ્રપોઝ કરવા માટે?
કાવ્યા: મને તો એવા કોઈ એક્સ્ટ્રા effort દેખાયા નહિ.
પ્રથમ: તેનું કારણ પણ તું જ છે. તારે મને ગુસ્સો અપાવવાનું શું કામ હતું?
કાવ્યા: પણ ત્યારે હું sure નહોતી.
પ્રથમ: તો એક્ઝામ આપીને sure થઈ ગઈ એમ??
કાવ્યા: અરે હા...એક્ઝામ કેવી ગઈ તારી? તે એક્ઝામ આપીને શાંતિ થી કે પછી ગુસ્સામાં જ?(કાવ્યા હસીને પૂછે છે).
પ્રથમ: તે ફરી વાતનો વિષય બદલી કાઢ્યોને??
કાવ્યા: અરે..હવે તને તારા સવાલના જવાબ મળી ગયાને..!!
પ્રથમ: ના નથી મળ્યા હજુ.
કાવ્યા: સારું બધા જવાબ આપું. પહેલા મને કેહ કે એક્ઝામ કેવી ગઈ??
પ્રથમ(કાવ્યા ના હાથ પર તેનો હાથ મૂકતા કહે છે): મારે આ એક્ઝામ આપવી જ નહોતી.પણ ફકત તારા માટે આપી.
કાવ્યા(આશ્ચર્ય સાથે): એટલે??ફકત મને મળવા માટે એક્ઝામ આપી?
પ્રથમ: હા..અને આજે પણ એક્ઝામ આપવા કરતાં મારું ધ્યાન તારા તરફ વધારે હતું 😉
કાવ્યા: હા હા...જબરો છે તું તો. મને કેટલી મહેનત કરાવી તે. તારા માટે પેપર્સ આપવા આવેલી, કેટલું સમજાવ્યું તને, નોટ બનાવી આપી. અને તું..
પ્રથમ તેની આંખો માં આંખો નાખીને કહે છે: પણ મારી મહેનત તો રંગ લાવી ને.તને મારા માટે પ્રેમ નો અહેસાસ થયો તે કોઈ એક્ઝામ ના રિઝલ્ટ થી ઓછું નથી મેડમ.
કાવ્યા: હા..પણ પ્રથમ હું એકદમ sure નથી હજુ કે ખરેખર તને પ્રેમ કરું છું કે ફક્ત આકર્ષણ છે..!!
પ્રથમ: એટલે??
કાવ્યા( પ્રથમ ના હાથ પર ની પકડ થોડી મજબૂત કરીને કહે છે): નથી ખબર પ્રથમ . પણ હું નથી ઈચ્છતી કે તું મારાથી દૂર થાય. પણ હજુ દિમાગ માં મુંઝવણ છે જ. પણ મારે તને કહેવું હતું મારા દિલ ની વાત તો કહી દીધી. કદાચ હજુ આપણે એકબીજા સાથે વધારે સમય વિતાવવો જોઈએ કે જેથી એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ અને હું sure થઈ જાવ.
પ્રથમ: પણ હું તો sure જ છું તારા માટે.અને તારી સાથે જ લગ્ન કરવા છે તે પણ નક્કી કરી લીધું છે..
કાવ્યા: તું કંઇક વધારે ઉતાવળ કરે છે એવું નથી લાગતું તને?? કારણ કે હજુ તો આપના નવા સબંધ ની શરૂઆત થઈ છે .
પ્રથમ: પણ મને તારા પર અને તારી સમજણ પર વિશ્વાસ છે, કે તું મારા જેવા અકડુ, મૂડ સ્વિંગ વાળા અને વિચિત્ર માણસ ને સાચવી શકશે .
કાવ્યા: પ્રથમ મને સમય જોઈશે આટલું લાંબુ વિચારવા માટે.તો હું તું કહે છે એવું નહિ કહી શકું....

શું કાવ્યા sure થઈ શકશે કે તે પ્રથમ ને પ્રેમ કરે છે? શું પ્રથમ અને કાવ્યા ની લવ સ્ટોરી આગળ વધી શકશે??
તમારા સૂચનો આવકાર્ય છે.
તમને આ ભાગ કેવો લાગ્યો તે જરૂર થી જણાવજો.

Follow me on instagram: @writer_kunjal
આભાર સહ
કુંજલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED