Facebook Prem Shu shaky chhe ?? - 9 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૯

આપણે આગળ ના ભાગ માં જોયું કે કેવી રીતે થઇ કાવ્યા

અને પ્રથમ ની પહેલી મુલાકાત. હવે આગળ...

"અરે યાર, આ PPT બનાવવા માટે કેટલી મગજ મારી અને પેલા સર ને જોવામાં કોઈ જ રસ નઇ હશે. " કાવ્યા કૉલેજ ની બહાર ના ગેટ પાસે ના તેમના ચબૂતરા પાસે બેઠી હતી.( કાવ્યા અને તેના મિત્રો લેક્ચર બંક કરીને કૉલેજ ની બહાર એક જગ્યા હતી, પત્થર ની પાળી હતી બેસવા માટે અને ઉપર છત હતી. તે લોકો તેને ચબુતરો કહેતા. તેની આજુ બાજુ ચા ની લારી, ગામડા ના લોકો ના લીંપણ વારા ઘર હતા. આ જગ્યા તેમની પ્રિય હતી, કોઈ પણ અગત્ય ની વાત હોય કે ના હોય ત્યાં ભેગા થતા જ.)
ત્યાં જ જૈનમ આવ્યો.
જૈનમ: તું એકલી એકલી કોની સાથે વાત કરે છે?
કાવ્યા: મને વાત કરવા માટે કોઈની જરૂર નથી. I can talk with myself too.
જૈનમ: માતે આપકે ચરણ કહા હે?? ( મજાક ના સૂર માં)
કાવ્યા: વો તો ઉસકી જગહ પે હી હે...!!
કાવ્યા: ચાલ ટાઇમપાસ નઇ કર, મારી હેલ્પ કર.
જૈનમ: એક તો હેલ્પ પણ જોઈએ અને attitude પણ બતાવો છે!!
કાવ્યા: તું એક્સ્ટ્રા કોમેન્ટ કર્યા સિવાય કોઈ કામ નઇ કરી શકે???
જૈનમ: હા બેન બોલ શું કરવાનું છે?
કાવ્યા: આ PPT જરા જોઈ આપ ની. કોઈ ભૂલ હોય તો કેહ મને.
( આજે કાવ્યા નું પ્રોજેક્ટ નું first semester નું પ્રેઝનટેશન હતું. એટલે તેને થોડું ટેન્શન હતું.)
જૈનમ : બરાબર છે. પણ તારા પ્રોજેક્ટ પાર્ટનર ક્યાં છે??
કાવ્યા : તે લોકો આવે છે. પણ મને જરા ટેન્શન તો હું જલ્દી આવી ગઈ.
ત્યાં જ કાવ્યા ના મોબાઈલ માં મેસેજ આવ્યો. કાવ્યા એ જોયું કે પ્રથમ નો મેસેજ હતો. ગઈ કાલે રાતના કાવ્યા બહુ બિઝી હતી તો પ્રથમ નો મેસેજ નો ખાલી good night કહી ને reply આપ્યો હતો. એટલે કાવ્યા એ જૈનમ ને કીધું..
કાવ્યા: ચાલ હવે જઈએ.
જૈનમ : હા, મારે પણ લાયબ્રેરી માં કામ છે.
કાવ્યા : ઓકે. મળીયે પછી.
-----
કાવ્યા: hi પ્રથમ...
પ્રથમ : શું કરે?
કાવ્યા: આ કૉલેજ માં. આજે પ્રોજેક્ટ નું પ્રેન્ટેશન છે.
પ્રથમ : અચ્છા .
કાવ્યા: બોલ તું શું કરે?
પ્રથમ : nothing.
કાવ્યા: ક્યારે છે તારી એક્ઝામ?
પ્રથમ : વાર હજુ.
કાવ્યા: ઓકે. bye
પ્રથમ: hmm
( કાવ્યા ને સમજ નઇ પડતી હતી કે પ્રથમ કેમ આવો છે.. અમુક વાર ખૂબ સારી વાતો કરે, અમુક વાર એકદમ જ ફોર્મલ રહે)
------
કાવ્યા સાંજે ઘર એ પહોંચે છે, અને પ્રથમ નો કોલ આવે છે.
પ્રથમ: હેય, કેવું ગયું પ્રેઝન્ટેશન?
કાવ્યા: સારું ગયું.
પ્રથમ : પહોંચી ગઈ ઘર એ?
કાવ્યા: હા અત્યારે જ આવી.
પ્રથમ : સરસ .
કાવ્યા: હું તને સમજી નથી શકતી.
પ્રથમ : Then why try??
કાવ્યા: I like challanges.
પ્રથમ: અચ્છા એવું...
કાવ્યા: હા એવું જ.
પ્રથમ : પણ કેમ એવું છે?
કાવ્યા: ખબર નઈ. ચાલ પછી વાત કરું.
પ્રથમ: હું રાહ જોઇશ તારા જવાબ ની.
કાવ્યા એ મેસેજ વાંચ્યો પણ જવાબ નઇ આપ્યો.

૨ દિવસ સુધી કોઈ એ એક બીજા સાથે વાત નહિ કરી.
કાવ્યા એ પ્રથમ ને ગુડ મોર્નિગ નો મેસેજ કર્યો.
પ્રથમ: gm
કાવ્યા: બોવ જ ખરાબ તો. સવાર સવાર માં.
પ્રથમ: શું ખરાબ?
કાવ્યા: તારો ટુંકો reply.
પ્રથમ: હું આવો જ reply આપું.
કાવ્યા: સારું, એવું હશે.
પ્રથમ: hmm. તારો reply નઇ આવ્યો પેલા દિવસ પછી.
કાવ્યા: યાદ નઇ હતું મને. બીજા ઘણા કામ હોય યાર.
પ્રથમ: અચ્છા સોરી મેડમ તમને હેરાન કર્યા. bye
કાવ્યા: (અકળાઈને) ઓકે... bye

૨ મહિના સુધી બંને ની એક બીજા સાથે વાત ના થઈ.
ઘણી વાર ગેરસમજણ ની અભેદ્ય દીવાલ આવી જાય છે , દોસ્તી માં. જેને તોડવા ફક્ત એક સમજણ રૂપી હવા નું ઝોકું જ જરૂરી હોય છે. જો તે હોય , તો કોઈ પણ સંબંધ ગમે તેવા વાવાઝોડા માં પણ ટકી શકે છે.
અહી કાવ્યા અને પ્રથમ ના સંબંધ માં પણ , સમજણ અને સમજ શક્તિ નો અભાવ છે. તેના લીધે મતભેદ થતાં રહે છે.

------------

આજે કાવ્યા નું મન ખૂબ બેચેન હતું. તેણે કૃણાલ સાથે વાત કરવી હતી, પણ તે વ્યસ્ત હતો. કાવ્યા હજુ પણ એવું જ માનતી હતી કે કૃણાલ પણ તેને પ્રેમ કરવા લાગશે. કાવ્યા ને હતું કે તે કૃણાલ ને પ્રેમ કરે છે. હવે સમય જ કહેશે તેને કે તે પ્રેમ છે કે આકર્ષણ.

કાવ્યા: કૃણાલ આપણે કેટલા સમય થી ખૂબ સારા મિત્રો છે, અને કદાચ તેના થી પણ વધારે....
કૃણાલ: પણ તું મારા માટે યોગ્ય નથી. મારી પસંદ અલગ છે.
કાવ્યા: અચ્છા, હું યોગ્ય નથી??? યોગ્ય તારા વિચાર નથી. તારે એવી જીવન સાથી જોઈએ છે, જે તારી હા માં હા કરે.જે તારી મરજી પ્રમાણે રહે. તને ભણેલી છોકરી તો જોઈએ છે પણ તે તેની કરિયર માટે મહત્વાકાંક્ષા રાખે તે નઇ ગમે.
કૃણાલ: અરે, તું નથી સમજતી...
કાવ્યા: મારે કઈ નથી સમજવું. હું સમજી ગઈ છું બધું. કેટલા વખત થી હું તારા માટે આટલી લાગણી રાખું, તારી પસંદ ને મારી પસંદ બનાવવા ની કોશિશ કરું તે બધુ જ વ્યર્થ હતું. હું જ નાસમજ હતી, જે સમજી નઇ શકી કે આ પ્રેમ નઇ વ્હેમ હતો!!
કૃણાલ: હવે તું ઓવર રીએક્ટ કરે છે.
કાવ્યા: બસ...બોવ થયું. તું તારી પસંદ શોધ. મારી પાસે બીજા ઘણા કામ છે.

------------
કાવ્યા વિચારે છે..શું હું ખરેખર પ્રેમ નઇ સમજી શકતી?
હું શું કામ કૃણાલ સાથે એટલી લાગણી રાખતી હતી,મને ખબર હતી કે આ ફક્ત થોડા સમય માટે પણ હોય શકે.કદાચ હું મારી લાઈફ નો એક પાઠ શીખી આજે. અને હું મન થી વધારે સ્ટ્રોંગ થઈ ગઈ.કહેવાય છે ને કે Every thing in life happens for a reason!! અને આ હકારાત્મક વિચાર કરીને તેણે આગળ વધવાનું નક્કી કર્યું.

શું મને મળશે મારો પ્રેમ...જે મને પાગલ ની જેમ પ્રેમ કરતો હોય. જે મને મેળવીને પોતાની જાતને ભાગયશાળી માનતો હોય...શું ખરેખર એવો પ્રેમ મળવો શક્ય છે???

------------
આજ થી કાવ્યા ની મીડ એક્ઝામ ચાલુ થવાની હતી, તે બધું ભૂલીને એક્ઝામ ની તૈયારી કરતી હતી. ત્યારે રાજ નો ફોન આવે છે.
રાજ: હેલ્લો પાગલ..ક્યાં કર રહી હો?
કાવ્યા: એક્ઝામ હે, તો પઢાઈ હિ કરુંગી ના!!
રાજ: અચ્છા, ગુડ. દેખો કલ મૈં જલ્દી આ રહા હું કૉલેજ. તો તુમ ભી આ જાના. સાથ મૈં પઢ લેગે. રાધી ભી આ રહી હે.
કાવ્યા: ઠીક હે આ જાઉંગી.
બીજા દિવસ એ એક્ઝામ પૂરી થાય પછી બધા મિત્રો ચબૂતરા પાસે ભેગા થાય છે.
જૈનમ: હવે આપણે ફરીથી પ્રોજેક્ટ ની તૈયારી ચાલુ કરવી પડશે. થોડા જ સમય માં તેની પણ એક્ઝામ આવશે. થોડું તો તૈયાર કરીને બતાવું પડશે.
આશિષ: હા, કાલ થી બંક ચાલુ કૉલેજ માં.
કાવ્યા: મારા ક્લાસ તો વિકેન્ડ માં જ હોય છે, તો મારે જરૂર નથી બંક મારવાની. You guys carry on. હું જાવ છું, મારી ટ્રેન નો સમય થઈ ગયો છે.
( કાવ્યા ત્યાં થી નીકળી જાય છે)
જૈનમ: અરે, આને અચાનક શું થઈ ગયું??
રાધી: એ તો હું વાત કરીશ એની સાથે. ડોન્ટ વરી.

-------
હવે થી ફરી કાવ્યા નું પ્રોજેક્ટ નું કામ ચાલુ થયું.
કાવ્યા પ્રોજેક્ટ ના ક્લાસ માં બેઠી હતી, તેનો ફોન રાજ પાસે હતો. ત્યારે જ પ્રથમ નો ફોન આવ્યો.(પ્રથમ એ વિચાર્યું કે આવો ઈગો રાખીને દોસ્તી નઇ રાખી શકાય, એટલે કાવ્યા ને ફોન કર્યો)
રાજ: હેલ્લો
(પ્રથમ એ વિચાર્યું કદાચ કાવ્યા નો ભાઈ હશે)
પ્રથમ: હેલ્લો, કાવ્યા છે?
રાજ: ના, તમે કોણ બોલો?(રાજ ને મસ્તી કરવાનું સૂઝયું)
પ્રથમ: હું કાવ્યા નો ફ્રેન્ડ, પ્રથમ.
રાજ : હું કાવ્યા ના પપ્પા બોલું છું, કાવ્યા અત્યારે વ્યસ્ત છે.
પ્રથમ: ઓહ,સોરી. મને હતું કે તે પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત આવી હશે.
રાજ: તેને ત્યાં ના ક્લાસ છોડી દીધા છે. (અને ફોન મૂકી દીધો)
પ્રથમ: (મુંઝવણ માં ) છોડી દીધા ક્લાસ??? મને કહ્યું પણ નહિ...શું ૨ મહિના માં કાવ્યા મને ભૂલી ગઈ હશે? આટલી j દોસ્તી હતી તેની કે તે મને કહી પણ નઇ શકી..!!
થોડી વાર માં કાવ્યા તેનો ફોન શોધતી આવી..
કાવ્યા: રાજ તારી પાસે મારો ફોન છે?
રાજ: હા, અભી કિસીકા call આયા થા!!
કાવ્યા: તો મને કેવું હતું ને duffer!!
કાવ્યા એ જોયું કે પ્રથમ નો ફોન હતો . તેને યાદ આવ્યું કે તેણે પોતાના ઇગો માં પ્રથમ સાથે ઘણા સમય થી વાત જ નહિ કરી હતી.
કાવ્યા એ વિચાર્યું કે ચાલ આજે ક્લાસ પછી પ્રથમ ને મળવાનું રાખું.એટલે ફોન કર્યો તેણે પ્રથમ ને.

કાવ્યા: હેલ્લો Mr.Khadus...
પ્રથમ: હા બોલ.
કાવ્યા: સોરી, તારો ફોન receive ના થયો.
પ્રથમ: વાંધો નઈ.
કાવ્યા ને હતું કે પ્રથમ નો ગુસ્સો ઓછો થઈ ગયો હશે પણ અહીં તો કઈ બીજું જ હતું.
કાવ્યા: કેમ છે તું?
પ્રથમ: same as before..
કાવ્યા: ઓકે...ગુડ. શું કરે છે? ફ્રી છે?
પ્રથમ: busy તો તમે હોવ છો.
કાવ્યા: સોરી યાર...
પ્રથમ: કેમ sorry?
કાવ્યા: ખોટા ઈગો માં રહીને તને એક મેસેજ પણ નઇ કર્યો.
પ્રથમ: બીજું કંઈ?
કાવ્યા: બીજું કંઈ નઇ.
પ્રથમ: ઓકે...then bye
કાવ્યા: અરે તે કીધું નહિ તું ફ્રી છે કે નહિ..
પ્રથમ: શું કામ છે?
કાવ્યા: આ તો થયું કે આપણે મળીયે આજે , તું ફ્રી હોય તો.
પ્રથમ (મુંઝવણ માં હતો કે તે તો અહી આવી નથી,તો કેવી રીતે મળશે? )
તું મને મળવા અહી સુરત આવશે?
કાવ્યા: areee....હું સુરત જ છું. પ્રોજેક્ટ માટે આવતી જ છું ને. ભૂલી પણ ગયો એટલું જલ્દી???
પ્રથમ: ( વિચાર્યું સામેથી મળવાનું કીધું છે તો મારું confusion પછી દૂર કરીશ ) હા , મને હતું કે તારી એક્ઝામ હશે એટલે નઇ આવી હશે.( તે ખોટું બોલ્યો)
કાવ્યા: અરે ના..એક્ઝામ તો પૂરી થઈ ગઈ.
પ્રથમ: અચ્છા...
કાવ્યા: તો મળીયે આજે ?? મારા ક્લાસ પછી?
પ્રથમ: હા સારું.
કાવ્યા: ઓકે તો ૧ વાગ્યા પછી મળીયે.
પ્રથમ: સારું. તારા ક્લાસ પાસે આવીશ.
કાવ્યા: ઠીક છે.c u soon
પ્રથમ: bye. (વિચારે છે, આ શું થઈ રહ્યું છે મને સમજ નથી પડતી. )
આ વખતે તો પ્રથમ એની બાઇક ચેક કરી લે છે, અને કહી દેય છે ઘર એ કે મારે જવાનું છે બહાર.
તે વિચારે છે, ક્યાં જઈશ હું કાવ્યા સાથે. આ વખતે શું લઈને જાવ. ના ના , આ વખતે નઇ લઈ જવું ; એને લાગશે આ ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.
અહીં કાવ્યા જ્યારે રાજ ને કહે છે કે તે પ્રથમ ને મળવા જવાની છે...
કાવ્યા: હું પ્રથમ ને મળવા જાવ છું.
(રાજ વિચારે છે, પ્રથમ સાથે મસ્તી કરી હતી તે જો કાવ્યા ને ખબર પડશે તો મારું આવી બનશે)
એટલે કહે છે....
રાજ: હા ઠીક હે જાઓ...
(કાવ્યા ને નવાઇ લાગે છે કે રાજ એ કંઈ કીધું નહિ. )
કાવ્યા: તુમ ઠીક તો હો ના?
રાજ: હા ઠીક હું...મુજે ભી વૈસે કામ હે ..ઔર મુજે તુમ પાગલ પર ભરોસા હે. લેકિન મુજે કહે દેના તુમ કહા જા રહી હો ઔર કબ ઘર જાઓગી?
કાવ્યા: હા ઠીક હે 😊
કાવ્યા નીકળે છે ક્લાસ ની બહાર અને પ્રથમ ને call કરે છે. પણ તે receive નઇ કરતો.
(કાવ્યા ૧૦ min રાહ જોય છે. અને પ્રથમ નો ફોન આવે છે. )
પ્રથમ: તું ક્યાં છે? હું અહી સર્કલ પાસે ઊભો છું.
કાવ્યા: હું તેની થોડી આગળ છું. એવું કર તું મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ પાસે આવી જા.
પ્રથમ: ઓકે
કાવ્યા જોઈ છે, પ્રથમ તેની Yellow Apache લઈને આવ્યો હોય છે. આજે પણ તે handsome દેખાતો હોય છે. કાવ્યા થોડી બિન્દાસ ટાઈપ ની છોકરી હતી, તેને કોઈ સારી વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તેને જોવામાં શરમ નઇ લાગતી હતી.
પ્રથમ પણ આજે થોડું ધીમે ધીમે ચાલીને આવ્યો હતો, કારણ કે તે કાવ્યા ને દૂર થી જોવા માંગતો હતો. તેણે કાવ્યા ને જોઈ અને વિચાર્યું, ચાલ આજે થોડું સારું ડ્રેસિંગ છે.પણ વાળ સરખા નથી રાખ્યા.

પ્રથમ કાવ્યા પાસે પહોંચે છે.
પ્રથમ: ચાલ અંદર બેસીએ રેસ્ટોરન્ટ માં.
કાવ્યા: હા ચાલ.
પ્રથમ: તું તો આવતી હશે ને અહી નાસ્તો કરવા, તારા ક્લાસ ની બાજુ માં છે તો.
( તમને લાગતું હશે આ લોકો કેવા છે...મળ્યા અને hi-hello પણ નઇ કર્યું. એમજ વાત કરવા લાગ્યા. પણ આ બંને એવા જ છે. ફોર્મલ રહેવાનું પસંદ નથી.)
કાવ્યા , કૃણાલ સાથે આવી હતી અહીં ૧-૨ વાર . તે યાદ આવ્યું કાવ્યા ને.
કાવ્યા : હા આવી છું ને. મારા એક ફ્રેન્ડ સાથે.
પ્રથમ : આ ફેમસ છે સેન્ડવીચ માટે.
કાવ્યા : સારું ચાલ તો ઑર્ડર કરીએ. બોવ ભૂખ લાગી છે.
પ્રથમ: ઓકે. તો હું ઑર્ડર કરું મારી રીતે કે તું કરે?
કાવ્યા :અરે ઈટ્સ ઓકે. તું જ આપી દે ઑર્ડર.
( પ્રથમ ને થયું કાવ્યા વધારે co-operative થઈ ગઈ.)
પ્રથમ એ ઑર્ડર આપ્યો .
પ્રથમ: તને ખબર નથી કે તું જાણી જોઈને અજાણ બને છે?
(કાવ્યા ને કંઈ ખબર નથી પડતી કે પ્રથમ શું કહેવા માંગે છે)
કાવ્યા : તું કઈ વાત કરે છે? મને કંઇ પણ સમજ નથી પડતી.
(પ્રથમ તેને ફોન પર તેના પપ્પા સાથે વાત થઈ તે કહે છે.)
કાવ્યા જોર જોર માં હસવા લાગે છે.
પ્રથમ: હવે મને પણ કહીશ કે આવો મજાક કોણે અને કેમ કર્યો..
કાવ્યા : I am extremely sorry yaar... he was Raj, my best friend.
પ્રથમ: ઓહ , હું થોડો ગભરાઈ ગયો હતો.અને થોડું ખરાબ પણ લાગ્યું હતું કે હું એટલો પણ મહત્વનો નથી તારા માટે કે મને જણાવવાનું પણ જરૂરી નહિ લાગ્યું હોય તને.
કાવ્યા થોડી ક્ષણ માટે ચુપ થઈ ગઈ, ખબર નઈ પડી કે તે શું બોલે. ત્યાં જ એમનો ઓર્ડર એવી ગયો .
કાવ્યા : ચાલ finally sandwich આવી ગઈ.
પ્રથમ: તું દર વખતે મારા સવાલ ને ignore નઇ કરી શકે કાવ્યા.
કાવ્યા : હું તારા બધા સવાલ નો જવાબ આપીશ પ્રથમ. અત્યારે મારું મગજ થોડું stable નથી.
પ્રથમ: તેનું કારણ હું જાણી શકું એટલો હક છે મારો એક મિત્ર તરીકે? શુું ખરેખર તું મને તારો ફ્રેન્ડ માને છે?
કાવ્યા થોડી મુંઝવણ માં હતી , કે કૃણાલ ની વાત પ્રથમ સાથે કરું કે નહિ?? જોકે કાવ્યા પ્રથમ સાથે મોકળા મન થી વાત કરી શકતી હતી કારણ કે પ્રથમ થોડા મોકળા મન નો માણસ હતો અને કાવ્યા ને કોઈ એક વાત ના આધારે મૂલવે તેવો ના હતો.
ત્યાં જ કાવ્યા ને એક મિત્ર નો ફોન આવ્યો...
વીની: તું ક્યારે આવે છે? આજે બધી ટ્રેન મોડી છે. આપણે જે ટ્રેન માં જઈએ રોજ તે હવે ૨૦ મિનિટ માં આવશે અને પછી ની બધી ટ્રેન કેન્સલ છે. તો તું પછી થી આવશે તો તને ઘર એ જતા બોવ મોડું થઈ જશે. એના કરતા હમણાં જ આવી જા.
કાવ્યા એ વીની સાથે વાત કરીને ફોન મૂકી દીધો.

કાવ્યા એ શું કહ્યું હશે વીની ને?
કાવ્યા પ્રથમ ના સવાલ નો શું જવાબ આપશે?
શું કાવ્યા તેની ટ્રેન છોડીને પ્રથમ સાથે એના મન ની વાત કરશે?
તમારા પ્રતિભાવો ની આતુરતા પૂર્વક રાહ જોઇશ.
- કુંજલ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED