ફેસબુક પ્રેમ...શું શક્ય છે?? - ૨ કુંજલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક પ્રેમ...શું શક્ય છે?? - ૨

આજે કાવ્યા નું પ્રોજેક્ટ પ્રેસેંટેશન ખૂબ સરસ ગયું કૉલેજ માં અને ફાઇનલ યેર માં સિલેક્ટ થયો એટલે તે ખૂબ ખુશ હતી. તેણે તેના ફ્રેન્ડ્સ ને વડાપાવ ની પાર્ટી કરાવી. ખુશ થતી થતી તે ટ્રેન માં ઘર એ જતી હતી.કાવ્યા નવસારી રહેતી હતી અને નવસારી થી સુરત ઉપડાઉન કરતી હતી.સુરત કૉલેજ કરતી હતી. ટ્રેઈન માં તેનું favorite song સાંભળતી હતી. તેને થયું ચાલ આ વાત પ્રથમ સાથે શેર કરું. તેને પ્રથમ ને મેસેજ કર્યો.

પ્રથમ એ મેસેજ જોયો પરંતુ ઇગનોર કર્યો. ૨ દિવસ થઈ ગયા, કાવ્યા એ બે વાર મેસેજ કર્યો હતો. પ્રથમ એ એક વીક પછી reply કર્યો.
પ્રથમ : hello
કાવ્યા : hii
કાવ્યા : બોવ જ busy લાગે છે ને તું તો.
પ્રથમ : હા તું જ busy હોય એવું થોડું હોય.
કાવ્યા : અચ્છા તો પેલા દિવસ નો ટોન્ટ મારે છે એમ...
પ્રથમ : ના રે એવું કાઈની, હું સાચે જ કોલેજ ના કામ માં વ્યસ્ત હતો.
કાવ્યા : ઠીક છે.
પ્રથમ : કઈ કામ હતું?
કાવ્યા : એટલે એવું કે કઇ કામ હોય તો જ મેસેજ કરાય?
પ્રથમ : તે હવે તારી મરજી...
કાવ્યા : U are not an easy guy!!
પ્રથમ : હા હું એવો જ છું
કાવ્યા : સારું તો. હું તો મારી કોલેજ ની વાત શેર કરવા માંગતી હતી તારી સાથે બીજું કઇ કામ નઈ હતું.
પ્રથમ : કઈ વાત?
કાવ્યા : કઇની હવે,પતી ગઈ વાત છોડ. બોલ બીજું
પ્રથમ : સારું તારે નઈ કેહવુ હોય તો.bye
કાવ્યા : bye.
કાવ્યા અને પ્રથમ બંને ના સ્વભાવ અલગ હતા. એટલે ગેરસમજ તો થવાની જ હતી.કાવ્યા ના મન માં કઈ નઈ હતું તે તો પ્રથમ ને બીજા બધા છોકરાઓ કરતાં અલગ સમજતી હતી. પ્રથમ માં ધીરજ ઓછી હતી પરંતુ સમજ શક્તિ તો એટલી હતી કે પેહલી વાર માં કોઈને ખોટી નહી સમજી લેય.
અને પ્રથમ ને પોતાની ભૂલ સમજાય એટલે કાવ્યા ને મેસેજ કર્યો.
પ્રથમ : હેય Miss K?
કાવ્યા : ઓ હેલ્લો Mr. Khadus!!
પ્રથમ : Sorry
કાવ્યા : કેમ Sorry?
પ્રથમ : તે દિવસે થોડું ઓવર રિએક્ટ કર્યુ હતું એટલે.
કાવ્યા : વાંધો નહિ, હોય અમુક નો સ્વભાવ એવો. મને કોઈ ખોટું નથી લાગ્યું.
પ્રથમ : હાસ!! મને કે આ તો દોસ્તી ચાલુ થવા પહેલા જ તૂટી ગઈ!!
કાવ્યા : (હસતા) ના રે..હું નોર્મલી બધા સાથે વાત નથી કરતી ફેસબૂક પર. પણ તારી સાથે વાત કરવાનું મન થયું એટલે કરું છું, તો don't worry!! હું જલ્દી દોસ્તી કરતી પણ નથી અને કરું તો તોડતી પણ નથી..?
પ્રથમ : હું તો થાકી ગયો વાંચીને....આટલું બધું લખવાનો કંટાળો નથી આવતો?
કાવ્યા: ના રે.. લખવાનો તો શોખ છે મારો!!
પ્રથમ : ઓહો એવું છે!! બીજા કયા શોખ છે તમારા miss K?
કાવ્યા : વાંચવાનું પસંદ છે, song સાંભળવાનું પસંદ છે.
પ્રથમ : થોડા બોરિંગ શોખ છે?
કાવ્યા : હા હું થોડી અલગ છું
પ્રથમ : બધી છોકરી ને એવું જ લાગેછે કે પોતે અલગ છે બધા થી.
કાવ્યા : સારું ત્યારે.. તને ઠીક લાગે એવું રાખ તું..main to apni favorite hu?
પ્રથમ : હા હા.. મૂવી નો પણ શોખ લાગે છે.
કાવ્યા : હા આ તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો!!!
પ્રથમ : હમમ બરાબર.
કાવ્યા : તને શું શોખ છે?
પ્રથમ : કઈ નઈ...
કાવ્યા : એવો કેવો!!
પ્રથમ : એવો જ છું હું!!
કાવ્યા : Mr.Sadu!!
પ્રથમ : કેવી લાગે Miss. Writer and Mr.Sadu ની જોડી?
કાવ્યા : બસ બસ...હજુ તો તું દોસ્ત બન્યો છે!!
પ્રથમ: ચાલ ની મળીયે આપણે!!.
કાવ્યા : હજુ વાર છે!!
કાવ્યા : ચાલ bye.
પ્રથમ : હમમ ઓકે.
કાવ્યા ને લાગ્યું પ્રથમ થોડો ફાસ્ટ છે.હજુ ૨-૩ દિવસ વાત કરી ને મળવાની વાત કરે છે!! તેને વિચાર્યું કે રાધા ને પૂછી જોવ..

આ રાધા કોણ છે?

અને કાવ્યા એ તેનો પ્રતિભાવ કેમ લેવો છે?
શું કાવ્યા પ્રથમ ને મળવાની હા કહેશે?

તમને કેવો લાગ્યો આ ભાગ તે જરૂર થી જણાવજો!!