ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૩ કુંજલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૩

'ચાલ કાવી, લેક્ચર નો ટાઇમ થાય ગયો' રાધા ક્યારની કાવ્યા ને બોલાવતી હતી પણ કાવ્યા નું ધ્યાન સમોસા ખાવા પર હતું.
' આજે તો કાકા એ બોવ જ મસ્ત સમોસા બનાવ્યા છે બોલ, ચાલ તું પણ એક ખાઈ લે ' કાવ્યા એ કીધું.
રાધા : ના તું જ ખા, મારે લેક્ચર માં જવું વધારે મહત્વનું છે.
કાવ્યા : તું બુકમાં જ પાગલ થઇ જશે યાર.
રાધા : ( કંટાળી ને) તારું પત્યું હોય તો જઈએ હવે. નઈ તો હું એકલી ચાલી.
કાવ્યા : અરે ના ના ચાલ આવું છું, નઈ તો પછી તારે જ શીખવું પડશે.(હસીને)
રાધા : હું તારી જેમ ખાવાની જરા શોખીન નથી.
કાવ્યા : હા મારી બેન, તને તો ખાલી કમ્પ્યુટર થી જ પ્રેમ છે અને હા બીજા એક થી....(આંખ મારીને)
( બંન્ને વાતો કરતા ક્લાસ રૂમ માં આવે છે).
રાધા : હવે તું ચૂપ રહેશે કે!!
કાવ્યા : ઓકે સોરી સોરી.
રાધા અને કાવ્યા કોલેજ ના પ્રથમ દિવસ થી સાથે હતા. રાધા ને સ્ટડી માં વધારે રસ હતો. કાવ્યા ને પણ પસંદ હતું પણ તેને લાઈફ ને અલગ રીતે એન્જોય કરવું પસંદ હતું. ખાલી લેક્ચર ભરવા કોલેજ માં આવવું એવું નઈ હતું.
(લેક્ચર પૂરો થયો)
રાધા : બોલ હવે, શું કહેતી હતી તું?
કાવ્યા : રાજ વિશે એ તો...
રાધા : તું ચૂપ રે ની યાર.. તને ખબર છે ને કોલેજ માં કોઈને ખબર નથી..કેમ તેની વાત કરે છે.
( રાજ અને રાધા કોલેજ ના first year થી એક બીજા ને પસંદ કરતા હતા. બંન્ને કાવ્યા ના frnds હતા.પણ રાધા ને આ વિશે વાત કરવાનું પસંદ ના હતું)
અચાનક કાવ્યા ને યાદ આવ્યું કે પ્રથમ વિશે વાત કરવાની છે રાધા ને
કાવ્યા : હા સોરી મને યાદ નઈ રહેતું. તને ખબર ને હું કેટલી ભુલક્કડ(આંખ મારતા )
"હા અને ભૂક્કડ પણ " પાછળ થી રાજ બોલ્યો.
કાવ્યા : સારું થયું તું પણ આવી ગયો. મારે તમારી સાથે એક વાત કરવાની હતી
રાજ: કોઈ નવી રેસ્ટોરન્ટ ખુલી?
કાવ્યા : પ્લીઝ યાર, આ વાત થોડી અલગ છે
રાધા : રાજ તું મસ્તી બંધ કર. બોલ કાવી શું છે?
કાવ્યા : મારો એક ફેસબૂક ફ્રેન્ડ છે પ્રથમ. તેની સાથે થોડા ટાઈમ થી વાત કરું છું. તે મને અલગ લાગે છે બીજા કરતા. તેણે કીધું કે આપણે મળીયે. શું કરું?
રાજ: આ ફેસબૂક ફ્રેન્ડ પર કોઈ વિશ્વાસ થાય નહિ હો, એમાં ફાલતુ હોય છે બધું. તું તેમાં તારો ટાઈમ ખરાબ નઈ કર, internal exam આવે છે તેની તૈયારી કર .
રાધા : હા સાચી વાત છે, તું તેને ઓળખતી નથી તો મળવાની જરૂર નથી.
કાવ્યા : પણ મને તે અલગ લાગે છે, તને ખબર છે ને હું બધા સાથે વાત નથી કરતી, પ્રથમ બીજા flirt છોકરાઓ જેવો નથી.
રાજ : હમમ...જો તું જિદ્દી છે પણ મારી એક વાત સાંભળ, અત્યારે એક્ઝામ ની તૈયારી કર .પછી જોઈશું આપણે. અત્યારે તું વાત કર એની સાથે અને તેને ઓળખવાની ટ્રાય કર, અને પછી નક્કી કરજે જે ઠીક લાગે તે.
કાવ્યા : ઓકે તું કહે છે તો પછી એવું જ કરું. thankyou ?
રાજ : જા ને હવે પાગલ..
કાવ્યા : ઓકે તો તમે લવ બર્ડ બેસો હું ચાલી.
રાધા : જા ને ચંપા તું.
કાવ્યા: હા, હવે મારું શું કામ!!(આંખ મારીને)
( કાવ્યા જાય છે પણ હજુ તેની મુઝવણ દૂર નઈ થઈ)
પ્રથમ વિચારતો હતો કે ખોટું કાવ્યા ને મળવા આવા કીધું..હજુ તો અમે વધારે ઓળખતા પણ નથી એક બીજા ને.
કાવ્યા : હેલ્લો
(પ્રથમ વિચારતો હતો ત્યાં જ કાવ્યા નો મેસેજ આવ્યો)
પ્રથમ : hey hi..બસ તને જ યાદ કરતો હતો
કાવ્યા : અહા, અમારી હસતી જ એવી છે કે લોકો એ ભૂલવું હોય તો પણ અમે જ નજર સામે આવીએ છીએ ?
પ્રથમ : હા હા, તને વ્હેમ છે એવો.
કાવ્યા : તો પછી શું કામ યાદ કરતો હતો?
પ્રથમ : આ તો વિચાર્યું કે તને મળવા માટે કહેવામાં થોડી ઉતાવળ કરી નાખી એમ...હજુ તો આપણે એક બીજા ને સારી રીતે ઓળખતા પણ નથી.
કાવ્યા : હા, હું પણ એવું જ વિચારતી હતી. એક વાત પૂછું?
પ્રથમ : હા બોલ ને
કાવ્યા : તારી પ્રોફાઈલ મા કેમ Sad photos વધારે છે? તારું બ્રેક-અપ થયું છે?
પ્રથમ : હમમ એવું તો ચાલ્યા કરે... મને એવા quotes વધારે પસંદ છે, sad song પણ વધારે ગમે છે .
કાવ્યા : હું સમજી નહિ...
પ્રથમ : dobi..
કાવ્યા : તને કેમ કોઈ વાત સીધી રીતે કહેતા નઈ આવડે?
પ્રથમ : હું આવો જ છું.
કાવ્યા : તો રેહ એવો જ..મારે શું!!
પ્રથમ : ઓકે
કાવ્યા : ઓકે
કાવ્યા ને સમજાતું નઈ હતું કે પ્રથમ સાચે જ એવો છે કે પછી attitude બતાવે છે. ત્યાં જ મમ્મી બૂમ પાડે છે, તારે ફોન સિવાય કંઈ બીજું કામ નથી.
કાવ્યા : હા બેન , તું ફોન લય જા એના કરતાં, નઈ જોયતો.
મમ્મી : એટલે મારે તને કઈ કેહવાનું પણ નઈ.
કાવ્યા : હું ચાલી વાંચવા, આ લે ફોન તને આપ્યો શાંતિ રાખ.
(મમ્મી ગુસ્સા માં જતી રહી ફોન બંધ કરીને.)
કાવ્યા એના રૂમ માં બેઠી બેઠી વાંચતી હતી ત્યાં અચાનક એને કંઇક સુજે છે અને લખવા લાગે છે...
' શબ્દો ની છે આ રમત,
શબ્દો થી કેટલાય રમી જાય છે અને
શબ્દો થી કેટલાય રમાડી જાય છે.
નથી આ રમત શબ્દો ની
આ રમત છે ભાવનાઓ ની
શબ્દો થી રચાય છે ભાવનાઓ
અને ભાવનાઓ થી સંબંધ. '

કાવ્યા ને થયું આ તો હું મજાક મજાક મા સારું લખી ગઈ, ચલ પોસ્ટ કરવા દે ફેસબૂક પર.પણ ફોન તો મમ્મી પાસે હતો. થયું ચલ હવે મમ્મી ને મસ્કા મારીને ફોન લેવો પડશે.
બહાર જઈ ને જોયું તો ફોન ટીવી પાસે હતો ને મમ્મી ટીવી જોતી હતી.
કાવ્યા : મમ્મી મારી serial આવાની છે હું જોઈ લેવ ટીવી થોડી વાર.
મમ્મી : સારું એમ પણ હું બજાર ચાલી
કાવ્યા : (મનમાં ખુશ થઇ ગઇ )
મમ્મી ગઇ એટલે કાવ્યા એ ફોન લઈને ફટાફટ પોસ્ટ કર્યું.

થોડી જ વાર મા કાવ્યા ની પોસ્ટ પર ઘણી લાઈક આવી ગઇ.અને જોયું કે પ્રથમ એ પણ લાઈક કરી છે અને એનો મેસેજ પણ છે..
પ્રથમ : અચ્છા તો મિસ K લખે પણ છે કે પછી કોપી પેસ્ટ ?
કાવ્યા : તને ઠીક લાગે એમ રાખ.
પ્રથમ : હમમ ઓકે
કાવ્યા : કેમ આટલો બધો attitude? એક તો તું તારા મૂડ પ્રમાણે વાત કરે અને સોરી પણ નઈ કહે.. ગ્રેટ!!
પ્રથમ : ખબર નઈ, bye
કાવ્યા : how rude!!
પ્રથમ : bye.
કાવ્યા : bye.. Mr.weirdo!!
પ્રથમ : ok
કાવ્યા એ ફોન મૂકી દીધો અને વિચાર્યું કે કેવો છે આ ...અજીબ માણસ!!
૨ દિવસ પછી કાવ્યા ને થયું કદાચ પ્રથમ નો મૂડ ખરાબ હશે તે દિવસે અને તેણે તો મસ્તી માં કીધું હતું , ગુસ્સો તો તેણે પોતે જ કર્યો હતો !!
એટલે તેણે મેસેજ કર્યો પ્રથમ ને!! પણ જોયું કે તેને પ્રથમ એ unfrnd કરી દીધી હતી!! તેને ખૂબ જ નવાઈ લાગી કે તેને એટલું બધું ખોટું લાગી ગયું એની વાત નું.
થોડું વિચારીને તેણે પ્રથમ ને friend request મોકલી અને સાથે સોરી નો મેસેજ પણ.

પણ તેને થયું શું પ્રથમ તે request accept કરશે?
શું કાવ્યા અને પ્રથમ ફરીથી મિત્રો બની શકશે?

વાચક મિત્રો , તમને આ ભાગ કેવો લાગ્યો તે જરૂર થી જણાવજો.