( આગળ ના ભાગ માં જોયું કે અજય પ્રથમ ના ફોન પરથી કાવ્યા ને મેસેજ કરી દેય કે હું તને પસંદ કરું છું.અને પછી પ્રથમ અજય ને કહે છે કે તે તેના દિલ ની વાત કાવ્યા ને કહેવાનો છે એક્ઝામ આપવા જશે ત્યારે. અને કાવ્યા એક્ઝામ આપવા પ્રથમ સાથે જવાની વાત કરે છે. હવે આગળ..)
"આજે પણ તું જલ્દી નઇ ઉઠી કાવ્યા!!"કાવ્યા ની મમ્મી એ તેને ઉઠાડતા કહ્યું.
કાવ્યા: કેમ આજે શું છે હવે??(કાવ્યા એ આળસ ખાતા કહ્યું, કાવ્યા ને સવારે જલ્દી ઉઠવાનું જરા પણ પસંદ નહિ હતું)
મમ્મી: આજે તારી એક્ઝામ છે . બારડોલી જવાનું છે તારે. ભૂલી ગઈ?
કાવ્યા(મનમાં):અરે યાર હું સાચું ભૂલી ગઈ.
" ના મમ્મી હું નથી ભૂલી. મારી પાસે ૨ કલાક છે. અને મને તૈયાર થતાં જરા પણ વાર નઇ લાગે."
મમ્મી: પહેલા પલંગ પરથી ઉઠ તો ખરી.
કાવ્ય: હા..હું આવી. તું ચા બનાવતી થા.
( મમ્મી બોલતા બોલતા જાય છે..ખબર નઇ આ છોકરી ક્યારે મોટી થશે. કઈ કામ કરવું નથી અને તૈયાર જોઈએ છે બધું.)
કાવ્યા: આ મમ્મી બહુ હેરાન કરે.
બ્રશ કરતા કરતા કાવ્યા મોબાઈલ માં મેસેજ જોઈ છે.પ્રથમ નો એક મિસ કોલ અને ૩-૪ મેસેજ હોય છે. તે વિચારે છે, એક્ઝામ મારી છે પણ ઉતાવળ આ પ્રથમ ને વધારે છે.પછી અચાનક યાદ આવે છે કે કઈ સ્પેશિયલ પહેરવાનું છે અને વિચારે છે હવે શું કરું કંઈ જ વિચાર્યું નઇ મૈં તો.
મમ્મી બોલાવે છે.." ચાલ ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે"
કાવ્યા: હા આવી.
કાવ્યા ફ્રેશ થઈને આવે છે ડ્રોઈંગ રૂમ માં.
કાવ્યા: ગુડ મોર્નિંગ પાપા.
કાવ્યા ના પપ્પા: ગુડ મોર્નિંગ બેટા. ચાલ તું તૈયાર થઈ જા જલ્દી. હું મૂકી આવું તને બસ ડેપો.
કાવ્યા: હા પાપા.બસ અડધો કલાક માં તૈયાર હું.
મમ્મી: એક્ઝામ ની રસીદ ની કોપી અને id card લેવાનું નઇ ભૂલતી.
કાવ્યા: હા મમ્મી એ તો કાલે જ મૂકી દીધું હતું. ચાલ હવે હું નાહવા જાવ.
કાવ્યા ફટાફટ તૈયાર થઈ જાય છે.અને અરીસા માં જોઈને કહે છે.." આજે તો પ્રથમ મને જોઈને propose કરી જ દેશે ( આંખ મારતા કહે છે)
મમ્મી: સાંજે કેટલા વાગશે આવતા? આજે તારા ફ્રેન્ડ કૃણાલ ના લગ્ન છે. જઈશ તું?
કાવ્યા ને અચાનક તે યાદ આવી જાય છે પણ સાથે તેની સાથે જોડાયેલી કડવી યાદો પણ યાદ આવી જાય છે.
કાવ્યા: ખબર નઇ. જલ્દી અવાશે તો જઈશ. ચાલ હું નીકળું છું.ચાલો પાપા.
મમ્મી: bye all the best.
કાવ્યા: thankyou મમ્મી. હું ત્યાં પહોંચીને તને ફોન કરીશ.
કાવ્યા તેના પપ્પા સાથે બસ ડેપો પહોંચે છે. અને ત્યાં જ જોઈ છે કે બારડોલી ની બસ ઉભી જ હતી.
કાવ્યા: જોયું પાપા, આપણે એકદમ ટાઈમ પર આવ્યા.
કાવ્યા ના પપ્પા: હા ચાલ. જલ્દી જઈને બેસી જા, પછી જગ્યા નઇ મળશે..
કાવ્યા: હા સારું. bye bye
કાવ્યા ફટાફટ બસ માં બેસી જાય છે અને બસ તરત જ ઉપડી જાય છે. ત્યાં અચાનક યાદ આવે છે કે તેણે પ્રથમ સાથે વાત જ નથી કરી, સવારે ફોન આવ્યો હતો. એટલે તે ફોન કરે છે પ્રથમ ને.
કાવ્યા: ગુડ મોર્નિંગ Mr.khadus.
પ્રથમ: તારી ગુડ મોર્નિંગ અત્યારે થઇ.
કાવ્યા: હા યાર .. સોરી. તારો ફોન આવ્યો ત્યારે હું સૂતેલી હતી તો ખબર જ નહિ પડી.પછી મોડી ઉઠી એટલે ફોન કરવાનો સમય જ નહિ મળ્યો.અત્યારે બસ માં બેઠી ..એટલે થયું ચાલ તને જણાવી દેવ.
પ્રથમ: થોડો શ્વાસ તો લે. કેટલું બધું બોલી ગઈ.
કાવ્યા: આટલું સાંભળતા થાકી ગયો .
પ્રથમ: એવું કઈ નઇ. આ તો એમ કે શાંતિ થી વાત કર.હું કઈ તને સજા નથી આપવાનો કે કેમ મારો ફોન નઇ ઉપાડયો.
કાવ્યા: સારું . બોલ તો તું ક્યારે નીકળશે?
પ્રથમ: નીકળું થોડી વારમાં.હું બસ ડેપો ની બહાર એક ચા ની લારી છે ત્યાં આવીશ. તું ત્યાં જ આવજે.ત્યાં થી ચા પીય ને જઈશું.
કાવ્યા: સારું, તો મળીયે. હું થોડું વાંચી લેવ.
પ્રથમ: સારું. bye
કાવ્યા કાન માં હેડફોન નાખીને સૂઈ જાય છે. કાવ્યા ને બસ માં બેઠા બેઠા મ્યુઝિક સાંભળવાનું ખૂબ પસંદ છે. તે તેની આ પળ ને કોઈ પણ સાથે વહેંચવા નથી માંગતી.
અચાનક બસ ને બ્રેક લાગે છે અને કાવ્યા ઝબકી ને જાગી જાય છે. બહાર જોઈ છે કે બારડોલી જતું તો નથી રહ્યું ને. પછી બહાર જોઈ છે તો શાંતિ થાય છે કે વાર છે હજુ.
ત્યાં જ પ્રથમ નો ફોન આવે છે.
પ્રથમ:કેટલી વાર તને?
કાવ્યા: બસ 15-20 મિનિટ માં પહોંચી જઈશ. તું આવી ગયો ત્યાં?
પ્રથમ: હા ૧૦ મિનિટ થઈ.
કાવ્યા: તને એક્ઝામ આપવાની વધારે ઉતાવળ લાગે છે.
પ્રથમ: ના રે. તને જોવાની ઉતાવળ છે.
કાવ્યા: શું વાત છે...આજે તો કંઈ અલગ જ મૂડ માં છો ને તમે...
પ્રથમ: હા..તું આવ પછી વાત કરીએ.
અને પ્રથમ ફોન મૂકી દે છે.
બારડોલી આવી જાય છે અને કાવ્યા બસ માંથી ઉતરે છે.અને બેગ માંથી તેના બ્લેક ગોગલ્સ કાઢીને પહેરે છે. ફોન માં જોઈને તેના વાળ સરખા કરે છે. અને તેની મમ્મી ને ફોન કરે છે.
કાવ્યા: હું આવી ગઈ મમ્મી. પ્રથમ પણ આવ્યો છે બસ ડેપો પાસે મને લેવા. તેની પણ એક જ કોલેજ છે એટલે.
મમ્મી: ચાલ સારું.એમ પણ ખૂબ જ ગરમી છે.અને અજાણી જગ્યા. રિક્ષા મળે નહિ જલ્દી. આ સારું કર્યું તેની સાથે જવાનું વિચાર્યું તે.
કાવ્યા: હા એટલે વિચાર્યું તને કહી દેવ તો શાંતિ થાય તારા મન ને.
થોડી વાત કરીને કાવ્યા ફોન મૂકી દે છે.અને પ્રથમ જ્યાં ઊભો હતો ત્યાં આવે છે.
પ્રથમ તેના ફોન માં વ્યસ્ત હતો.કાવ્યા ને થયું તેનું ધ્યાન નથી એટલે કહ્યું..
કાવ્યા: અમુક લોકો ને મળવાની ખૂબ જલ્દી હતી પણ જ્યારે હું આવી ત્યારે ફોન માંથી નજર હટતી નથી.
( પ્રથમ કાવ્યા ના ગોગલ્સ કાઢી તેની આંખો માં આંખો નાખીને કહે છે): બ્રાઉન લેધર જેકેટ અને બ્લ્યુ જીન્સ માં સારી લાગે છે , અને ગોગલ્સ તો જાણે તારા માટે જ બન્યા છે. અને હા ખુલ્લા વાળ માં પહેલી વાર જોઈ. બસ મારી પાસે શબ્દો નથી તારા વખાણ કરવા.તારી જેમ કવિ નથી ને હું . પણ સારી લાગે છે.
કાવ્યા(હસીને):wow.... I'm impressed!!
પ્રથમ: તું તારી મમ્મી સાથે વાત કરતી હતી ત્યારથી તને જોતો જ હતો.તું વ્યસ્ત હતી તો તારું ધ્યાન નહિ રહ્યું કે હું જોવ છું તને. મારી નજર તો બસ તને જ શોધતી હતી.પણ પછી અચાનક ઓફિસ માંથી ફોન આવ્યો અને અમુક ફાઈલ મેઈલ કરવાની હતી તો મારું ધ્યાન તારા પરથી હટયું.
કાવ્યા: આપણે ગાડી માં બેસીને વાત કરીએ?
પ્રથમ: હા sure. તારે ચા પીવી છે? હું તો ક્યાર નો ઊભો ઊભો ૨ કપ પીય ગયો.
કાવ્યા: ના ચાલશે, ખૂબ જ ગરમી છે.
અને કાવ્યા ગાડી માં બેસીને તરત પાણી પીય છે. અને તેણે જેકેટ પહેર્યું હોય છે તે કાઢી નાખે છે.અને તેની રેગ્યુલર બોરિંગ t-shirt માં આવી જાય છે.
પ્રથમ: આ શું છે??
કાવ્યા: આટલી ગરમી માં કોઈ લેધર જેકેટ કેવી રીતે પહેરી શકે?? આ તો તારે મને અલગ રૂપ માં જોવી હતી એટલે પહેર્યું હતું.
પ્રથમ: Now I'm impressed 😉
કાવ્યા: હા હા ...તારે પીવું છે પાણી?
પ્રથમ: મને ગ્લાસ વગર પીતા નઇ ફાવે .
કાવ્યા: તો કંઈ નઇ.. એંઠું કરીને પીય લે. બોવ ગરમી છે. પાણી પીતા રેહવાનું.
પ્રથમ હસીને પાણી પીય લે છે એઠું કર્યા વગર.
કાવ્યા: કેમ તે તો કીધું તને નઇ ફાવે..
પ્રથમ: હું તો બસ જાણવા માંગતો હતો કે તું શું જવાબ આપે .
કાવ્યા: અચ્છા..તારું વર્તન આજે ખૂબ અલગ લાગે છે .
પ્રથમ: એ તો તે વધારે ધ્યાન નહિ આપ્યું હતું કોઈ વાર..હું તો આવો જ છું.
કાવ્યા: સારું એવું હશે. તારી કાર સરસ છે.
પ્રથમ: વાત નો વિષય કેવી રીતે બદલવો તે તો તારી પાસે જ શીખવું જોઈએ.
કાવ્યા: આપણને કેટલી વાર લાગશે કોલેજ પહોંચતાં?
પ્રથમ: અડધો કલાક. પણ જો જીન્સ હજુ એક શેડ લાઈટ હતે તો વધારે સારું લાગતે.
કાવ્યા: maybe.. પણ જો મને આવું પહેરવાનું વધારે પસંદ નથી. મને તો સિમ્પલ જ ગમે. પણ આ તો તે કીધું હતું તો વિચાર્યું ચાલ એક દિવસ પેહરી લેવ. અને આ ગોગલ્સ જે તને ખૂબ ગમ્યા, તે તો ફક્ત ઉત્તરાયણ ના દિવસે પહેરું હું . આજે તારા માટે જ પહેર્યા.
પ્રથમ: એવું કેમ?? મારા માટે? હું તો કઈ પણ કહું. તું બધું કરે એમ? આ જેકેટ, ગોગલ્સ..બીજા ની પસંદ ને પોતાની પસંદ કેમ બનાવી??
કાવ્યા: કોઈ સોંગ ચાલુ કર ને. નહિ તો મને ઊંઘ આવી જશે.
પ્રથમ કાર ઊભી રાખી દે છે.
પ્રથમ: તું દર વખતે મારા સવાલ નો જવાબ ટાળી દેય છે. કેમ??
કાવ્યા: મને નથી ખબર પડતી કે હું શું જવાબ આપુ. એટલે કંઇ નઇ બોલતી. તું કેમ આવું સિરિયસલી લેય છે બધી વાત ને?
પ્રથમ: તો શું તું બધી વાત ને મજાક માં જ લેય છે? તે દિવસ ના મારા મેસેજ ને પણ તે મજાક માં લીધો હતો? અને એટલે જ એકદમ dimplomatic જવાબ આપ્યો હતો.
કાવ્યા: સોરી. પણ આપણે પછી વાત કરીએ આ વિષય પર? અત્યારે એક્ઝામ માટે મોડું થાય છે.
પ્રથમ: સારું પણ આજે હું તારી પાસેથી બધા જવાબ લેય ને જ રહીશ.
અને પ્રથમ કાર ચાલુ કરે છે.
કાવ્યા: તું ફિલ્મ જોવાનું ઓછું કર. દિવસે દિવસે ફિલ્મી થતો જાય છે.
પણ પ્રથમ કઈ જ જવાબ આપતો નથી.
કાવ્યા વિચારે છે હવે કંઇક સિરિયસલી વિચારવું પડશે.અને તે સોંગ ચાલુ કરી દે છે.
થોડા જ સમય માં કોલેજ આવી જાય છે.
પ્રથમ: હું ગાડી પાર્ક કરીને આવું છું.
કાવ્યા: હું પણ આવું ને સાથે.
પ્રથમ: તું એક્ઝામ આપવા આવી છે ને તો પછી તે કર. હું મારું કામ કરું.
કાવ્યા: એક્ઝામ તો તું પણ આપવાનો જ છે ને.તો સાથે જવામાં શું વાંધો.
પ્રથમ: તું કેમ જીદ કરે છે કાવ્યા?? તું ક્લાસ ના નંબર જોતી થા. હું આવું છું .
કાવ્યા: હા, પણ આવજે હા... ગુસ્સા માં એક્ઝામ આપ્યા વગર ના જતો રહેતો. પછી હું એકલી કેવી રીતે જઈશ?(કાવ્યા એ મૂડ સુધારવા થોડી મજાક કરતા કહ્યું)
પ્રથમ: જરાક પણ હસવું નઇ આવ્યું મને. ચાલ મોડું થાય છે.
કાવ્યા ને થાય છે હવે વધારે બોલવા જેવું નથી એટલે ઉતરી જાય છે કાર માંથી.
ત્યાં જ તેની ફ્રેન્ડ વિની નો ફોન આવે છે.
વિની: તું ક્યાં છે? આવી કે નહિ? બધા તેના ક્લાસ માં જવા લાગ્યા. તારો નંબર કયા ક્લાસ માં છે તે પણ નથી ખબર તને તો.
કાવ્યા: હા , હું આવતી જ છું. હું તને નંબર મોકલું છું, તું જોઈ લે મારો ક્લાસ.
થોડી વાર માં કાવ્યા પહોંચે છે વિની પાસે.
વિની: હાશ..તું આવી ગઈ.તારો ક્લાસ B-6 છે, અને તે અહી બાજુમાં જ છે. મારો બ્લોક D માં નંબર છે. તો હું જાવ છું હવે. All the Best!
કાવ્યા: same to you.
કાવ્યા થોડી અપસેટ હતી.પ્રથમ ગુસ્સા માં હતો એટલે.
ત્યાં જ કાવ્યા ના ફોન ની રીંગ વાગે છે.તે જોઈ છે કે પ્રથમ નો ફોન છે.તે ફોન ઉઠાવે છે.
કાવ્યા: હા બોલ.
પ્રથમ: તું ક્યાં છે? હું અહી કોલેજ ના ગેટ પાસે ઊભો છું.
કાવ્યા: હું A બ્લોક માં ઉભી છું. તું અહી જ આવ.
પ્રથમ ત્યાં આવે છે.
પ્રથમ: કયા બ્લોક માં છે નંબર?
કાવ્યા: મારો B બ્લોક માં છે.અને તારો..
પ્રથમ: કઈ નઇ હું જોઈ લઈશ.
કાવ્યા(અકળાઈને): તારો પણ B બ્લોક માં જ છે. અને એક જ ક્લાસ પણ છે..B-6. તારી receipt મૈં જ તને મોકલી હતી.
પ્રથમ: સારું ચાલ.
કાવ્યા જોઈ છે પ્રથમ ને...વિચારે છે હું બસ પોતાના માં મસ્ત હતી, પ્રથમ ને તો જોયો જ નઇ ધ્યાન થી. પ્રથમ આજે કંઇક વધારે જ હેન્ડસમ લાગતો હતો એવું કાવ્યા ને લાગ્યું. કદાચ આજે તેણે પ્રથમ ને વધારે નજીક થી જોયો એટલે એવું લાગ્યું કે કઈક બીજું તે સમજ નહિ પડી કાવ્યા ને.
કાવ્યા(મનમાં): આજે એવું થાય છે કે પ્રથમ ને કહી દેવ કે મને તું ખૂબ જ ગમવા લાગ્યો છે.
અને કાવ્યા ના હોઠો એક સ્માઈલ આવી જાય છે.
ત્યાં અચાનક પ્રથમ બોલે છે..આવી ગયો આપણો ક્લાસ.
કાવ્યા: all the Best
પ્રથમ કંઈ પણ બોલ્યા વગર જતો રહે છે. કાવ્યા થોડી ઉદાસ થઇ જાય છે.
કાવ્યા (મન માં): this is too much yar.. હવે હું શું કરું??
પછી કંઇક વિચારે છે અને જતી રહે છે ક્લાસ માં.
શું વિચાર્યું હશે કાવ્યા એ?? શું કાવ્યા પ્રથમ ને મનાવી શકશે? શું પ્રથમ તેના દિલ ની વાત કાવ્યા ને કહી શકશે??
તમને આ ભાગ કેવો લાગ્યો તે જરૂર થી જણાવજો.
મારી ટુંકી વાર્તા ' લાગણીઓ નું મુલ્ય ' અને ' તારી અને મારી યાદો' પણ પ્રકાશિત થઈ છે. તે પણ જરૂર થી વાંચજો.
Follow me on instagram: @writer_kunjal
આભાર સહ
કુંજલ