Facebook Prem Shu shaky chhe ?? - 8 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૮

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા તેના પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જાય છે અને પ્રથમ ને મળવાનું વિચારે છે. પ્રથમ ને તેની બાઇક નથી મળતી જવા માટે એટલે તે ટેન્શન માં છે. અને કાવ્યા હજુ પણ અસમંજસ માં છે કે તે પ્રથમ ને મળે કે નહિ અને ત્યાં જ કાવ્યા પર પ્રથમ નો ફોન આવે છે. હવે આગળ)

૪-૫ રીંગ વાગી ગઈ પણ કાવ્યા પ્રથમ નો ફોન નથી ઉઠાવતી એટલે પ્રથમ ને થયું કે કાવ્યા નીકળી ગઈ કે શું. પણ આ બાજુ કાવ્યા વિચારતી હતી કે કેમ ફોન આવ્યો, તે હજુ પણ મુંઝવણ માં હતી.
આખરે તેણે ફોન ઉઠાવ્યો..
પ્રથમ: ઓ મેડમ, શું કરતા હતા ક્યારના. હું અહી ક્યારનો તડકા માં તમારી રાહ જોવ છું, શોધું છું પણ મળતા નથી.
(કાવ્યા એકદમ જાણે ઝબકીને જગી જાય છે)
કાવ્યા : ઓહ સોરી સોરી , હું જરા બાજુ ની શોપ માં હતી.ક્યાં છે તું?
(કાવ્યા શોપ ની બહાર નીકળીને પૂછે છે...)
પણ તેના દિલ માં ગભરામણ થતી હોય છે, એક પ્રકાર ની બેચેની અને કદાચ એવી ફિલિંગ જે પહેલી વાર કોઈ ગમતું હોય તે સામેથી મળવા આવે ત્યારે થાય એવું.)

અને કાવ્યા પ્રથમ ને પાછળ થી જોય છે, એક્ટિવા લઈ ને આવ્યો હોય છે તે.
જોવો હતો જેને વર્ષો થી,
દિલ હતું બેચેન અને ઉતાવળું જેને મળવા
આજે છે તે નજર ની સામે
પણ આવે છે આ શરમ ની દીવાલ વચ્ચે
જે રોકે છે આંખો ને તેને નિહાળવા.

કાવ્યા ને એક અલગ જ બેચેની થાય છે.તે સમજી નથી શકતી કે પ્રથમ તો તેનો ફક્ત મિત્ર છે, અને એવા તો ઘણા મિત્રો ને તે મળી છે, તો પછી આવી અલગ ફિલિંગ કેમ આવે છે આજે.
કાવ્યા જોય છે પ્રથમ ને તેના હવા માં ઉડતા બેફિકરા વાળ, જેને તે વારે વારે સરખા કરતો હતો, તેણે maroon કલર નો શર્ટ અને જીન્સ પહેર્યો હતો. બસ જાણે કાવ્યા ને થતું હતું હું જોયા જ કરું તેને, તેની તે દાંત દેખાતી સ્માઈલ ,તેની તે માસૂમ આંખો..કાવ્યા ને કદાચ પહેલી નજર માં તે ગમી ગયો. પ્રથમ એક્ટિવા પાર્ક કરીને આવે ત્યાં સુધી કાવ્યા તેને જોતી જ રહે છે.
પ્રથમ આવીને તરત બોલે છે...

પ્રથમ: બસ હવે, મને નજર લાગી જશે .વધારે નઇ જો મને.
કાવ્યા(મન માં વિચારે છે shit he caught me) : હા, જોવો તો પડે જ ને, ફોટા માં જોયો હતો તે જ છે ને , તે confirm તો કરવાનું ને.( પોતાનો બચાવ કરતા તે બોલી)
પ્રથમ : અચ્છા એવું...તો જોય લીધો બરાબર કે હજુ બાકી છે.
કાવ્યા : હા જોય લીધો ને, પાક્કું તું તે જ છે મારો ફેસબુક વાળો દોસ્ત 😉 By the way તું ફોટા કરતા રીયલ માં વધારે સારો દેખાય છે.😉
પ્રથમ : ahha.. Thankyou so much Miss. K😉
કાવ્યા: It's my pleasure 😎
કાવ્યા : તો હવે આપણે કસ્સે બેસીએ કે પછી અહી જ ઉભા રહી ને વાત કરવી છે.
કાવ્યા : જો એમ તો મારી પાસે વધારે ટાઈમ નથી. ૩ વાગ્યા ની ટ્રેન છે. ૨ તો વાગ્યા.
પ્રથમ: કઈની તો ચલ આ બાજુ ની કાફે માં પેસ્ટ્રી ખાવા જઈએ.
કાવ્યા : સારું ચાલ.
પ્રથમ અને કાવ્યા ત્યાં જઈને ટેબલ પર બેસે છે.
પ્રથમ: આ લે તારા માટે( કાવ્યા ને dairy milk silk આપે છે)
કાવ્યા : ઓહ, thankyou so much 🙂
પ્રથમ: પેહલી વાર મળ્યા છે તો કંઇક આપવું જોઈએ એવું હું માનું છું.
કાવ્યા : ઓહ, સોરી હા હું તો કઈ નઇ લાવી.
પ્રથમ: અરે એમાં શું, આ તો મારા વિચાર છે.તારે પણ એવું જ કરવાનું એવું નઇ હોય ને.
કાવ્યા: 🙂 so sweet
પ્રથમ: ચાલ ખાલી સ્વીટ બોલવું જ છે કે પછી ખાવું પણ છે.
કાવ્યા: ના ના, ચલ ફટાફટ ખાઈ લવ. મને લેટ થાય છે એમ પણ.
પ્રથમ : બસ, ટાઈમ થઇ પણ ગયો !!
કાવ્યા : હા, એમ તો મારી ટ્રેન ૨ વાગ્યા ની હતી. પણ પછી મારી ફ્રેન્ડ ને કીધું તમે નીકળી જાવ, હું મારી માસી ને ત્યાં જવાની છું.
પ્રથમ: અચ્છા .
( અહી રાજ વિચારતો હતો, શું થયું હશે કાવ્યા નું.પેલો છોકરો બરાબર તો હશે ને. પછી વિચાર્યું મેસેજ કરી જોવ.અને તે મેસેજ કરે છે.)

કાવ્યા રાજ નો મેસેજ જોય છે, પણ વિચારે છે પછી વાત કરું.
કાવ્યા: ચાલ હવે ૨:૩૦ વાગ્યા . હું નીકળું.
પ્રથમ : આ ટ્રેન પછી બીજી કોઈ ટ્રેન નથી?
( તે કાવ્યા ને વધારે રોકવા માંગતો હતો)
કાવ્યા : ટ્રેન તો ઘણી છે, પણ મારે આ ટ્રેન માં જ જવું પડશે.પછી લેટ થઈ જાય ઘરે પહોંચતા.
પ્રથમ : હમમ....
કાવ્યા: મારે તો કાલે પણ આવાનું જ છે ને ક્લાસ માટે.
પ્રથમ : હા કેમ ૨ દિવસ છે.
કાવ્યા: કાલે તો તું જવાનો ને ઉદેપુર.
પ્રથમ : હા, પત્યું વેકેશન.
( મનમાં વિચારે છે એક દિવસ જલ્દી પત્યું, હજુ એક દિવસ બાકી હતે તો કાવ્યા ને કાલે પણ મળતે.)
કાવ્યા : હેલ્લો...શું વિચારે છે??
પ્રથમ : કંઇ નઇ, તો ચાલ હું તને સ્ટેશન મુકવા આવું.( પ્રથમ કાવ્યા સાથે થોડો વધારે ટાઈમ spend કરવા ઈચ્છતો હતો)
કાવ્યા : ના ના, હું જાતે manage કરી લઈશ. અહી નજીક થી જ રિક્ષા મળી જશે.
પ્રથમ : અરે , શું કામ રિક્ષા માં જવાની. તે બધા બોવ ને લેય જાય સાથે. હું મૂકી આવું ને.
કાવ્યા : તારો આભાર પ્રથમ, પણ હું જતી રહીશ જાતે.
પ્રથમ : ઠીક છે. તારી મરજી
કાવ્યા: તને મળવાનું ગમ્યું.
પ્રથમ : હમમ...મને પણ.
કાવ્યા: bye.
પ્રથમ: bye

કાવ્યા રિક્ષા માં બેસે ત્યાં સુધી પ્રથમ તેને જોતો રહે છે. તે રિક્ષા માં બેસી જાય પછી મેસેજ કરે છે ' Take Care'
કાવ્યા: Thankyou 🙂..હવે તું પણ જા ઘર એ.
( કાવ્યા ને ગમે છે કે પ્રથમ તેની કાળજી રાખે છે. પણ કાવ્યા ને પહેલી જ વખત મળ્યા અને તેની સાથે બાઇક પર બેસી ને જવાનું ઠીક નઇ લાગ્યું.)

પ્રથમ ગયો તો હતો ત્યાંથી પણ તેનું મન હજુ ત્યાં જ હતું. તે વિચારતો હતો, કાવ્યા વિશે, કે કેટલી સિમ્પલ અને રીયલ છોકરી છે. મન માં આવે તે કહે છે, કોઈ ખોટો દેખાડો નથી.
પ્રથમ પોતે થોડો અંતર્મુખી છે, જલ્દી તે પોતાની વાત કોઈને કહેતો નથી.

પ્રથમ ઘરે પહોંચીને કાવ્યા ને મેસેજ કરે છે.
પ્રથમ: સ્ટેશન પહોંચી ગઈ?
કાવ્યા: હા, ટ્રેન માં બેસી પણ ગઈ.
પ્રથમ : અરે વાહ...
કાવ્યા: એક વાત પૂછું?
પ્રથમ: હા બોલ ને..
કાવ્યા: તને શું વિચાર આવ્યો મને પહેલી વાર જોઈને?
પ્રથમ: અરે રે...બો લાંબી ને આ તો 😆
કાવ્યા : હા હા , કઈ પણ હા.
પ્રથમ : અરે સાચું એવો જ વિચાર આવ્યો. અને તને?
કાવ્યા : યાર , આ તો બોવ attitude વાળો લાગે છે 😜
પ્રથમ: હા હા , એ તો છે જ હવે થોડો.
કાવ્યા : હા તો મારો પણ ઓછો નથી.
પ્રથમ : અચ્છા...પણ મને એવું લાગ્યું નઇ.
કાવ્યા : હવે કોઈને પહેલી વાર મળે તો first impression તો સારી જ હોવી જોઈએ ને 😉
પ્રથમ : ઓહો...તો આપને બીજી વાર મળીશું એમ ને???
કાવ્યા : એ તો સમય જ કહેશે.
પ્રથમ : એટલે ?? મને કઈ સમજ નઇ પડી
કાવ્યા : કઈ નઇ. ચાલ હું પછી વાત કરું. bye
પ્રથમ : ઓકે bye.
પ્રથમ મુંઝવણ માં મુકાય ગયો કે કાવ્યા શું કહેવા માંગતી હતી.

તમે પણ મૂંવણમાં મુકાય ગયા હશો ને વાચક મિત્રો??
શું બંને મળી શકશે ફરીથી?
તમારા અમૂલ્ય પ્રતિભાવ ની રાહ જોવ છું મિત્રો.
તમે એટલા વખત માં ખૂબ જ પ્રેમ આપ્યો મારી સ્ટોરી ને.
ખૂબ ખૂબ આભાર.😊

- કુંજલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED