Facebook Prem Shu shaky chhe ?? - 4 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ..શું શક્ય છે?? - ૪

હાર્દિક: "ચાલ પ્રથમ , થોડી સેલ્ફી લઈએ ને" .
પ્રથમ: "ના હું અહી ફરવા આવ્યો છું સેલ્ફી લેવા નહિ"
હાર્દિક: " તારા તો નખરા જ વધારે, એકદમ ખડુસ છે તું"
પ્રથમ: " યાર મને નઈ પસંદ ફોટો પડાવવાનું ખબર જ છે ને તમને અને અચાનક તેને કંઇક યાદ આવ્યું અને કીધું હું અહી બેસું તમે એન્જોય કરો'
હાર્દિક: " સારું ભાઈ તું બેસ એકલો"
પ્રથમ ને યાદ આવ્યું કે કાવ્યા પણ તેણે ખડૂસ કહેતી હતી, પણ તેણે ગુસ્સા માં તેને unfriend કરી દીધી હતી. તેણે વિચાર્યું ચાલ તેને પાછી request મોકલુ.
પ્રથમ રાજસ્થાનની RTU University માંથી કૉલેજ કરતો. તે તેના મિત્રો સાથે ઉદેપુર ફરવા ગયો હતો. તેને ફોટો પાડવામાં રસ નહિ હતો, ફરવાનું પસંદ હતું, દરેક પળ ને માણવાનું ગમતું હતુ. થોડા દિવસ થી તે જાણે દુનિયા થી offline થઈ ગયો હતો. તેણે request મોકલવા ફેસબૂક open કર્યું, તો તરત notification આવી, 'Kavya wants to be your friend'. તે થોડું મલકાયો અને request accept કરી. તેણે મેસેજ કર્યો,
પ્રથમ : બોવ જીવવાની તું, અત્યારે જ તને યાદ કરી.
કાવ્યા પણ ઓનલાઈન જ હતી અત્યારે.
કાવ્યા: હાસ્તો, જીવવાની જ ને..મરે મારા દુશ્મન!!
પ્રથમ: ઓહો, attitude!!
કાવ્યા : ના રે, આ તો ખાલી એક વાત થઈ. બોલ તું કેમ છે?
પ્રથમ : હું સારો. અત્યારે તને યાદ કરી અને તારી request આવી.
કાવ્યા : અહા, મારી હસ્તી જ એવી છે કે લોકો યાદ કરે?
પ્રથમ : ઓહ બસ હા હવે, હોશિયારી !!
કાવ્યા : હા તો તારી પાસે જ શીખી છું ને હું?
પ્રથમ : હમમ, ઓકે
કાવ્યા : સોરી હું તને ઓળખી નઈ શકી તો કંઈ પણ બોલી દીધું હતું
પ્રથમ: અરે કંઈ વાંધો નઈ. તો હવે શું વિચાર છે?
કાવ્યા :
વિચાર વિચાર માં વિચાર આવ્યો
ત્યારે વિચાર મા તું આવ્યો
થોડી ધૂંધળી હતી પણ તારી યાદ હતી
તે યાદ ને હવે જીવવી છે,
તારા સાથ ને હવે માણવો છે
તારા સ્વભાવ ને ઓળખવો છે !!

પ્રથમ: મારા માટે છે આ ??
કાવ્યા : ( વિચારે છે shitt યાર આ શું તેને મોકલી દીધું ,તે વિચારશે કેવી છે આ છોકરી)
અરે ના ના, આ તો જસ્ટ હમણાં લખ્યું તો વિચાર્યું તને પૂછું કે કેવું છે એમ.
પ્રથમ : અચ્છા એવું, મને વધારે સમજ નઈ પડે આવી કવિતામાં.
કવિતા : હા વાંધો નઈ. ( મનમાં બોલી ચાલ સારું થયું )
પ્રથમ : તે જવાબ નઈ આપ્યો મને.
કાવ્યા : હમમ એ તો હવે વિચાર શું હોય, બસ ખાલી સારા દોસ્ત બનવાની કોશિશ કરીશું.
( કાવ્યા એ તેને કવિતા માં પ્રથમ ને જવાબ આપી દીધો હતો પણ પ્રથમ ને સમજ નઈ પડી)
કાવ્યા: તું English medium માં હતો?
પ્રથમ : હા, કેમ એવું પૂછે છે?
કાવ્યા(મનમાં): એટલે જ ગુજરાતી સમજ નઈ પડતી વધારે.
કાવ્યા : એ તો મારે fluent english બોલતા શીખવું છે એટલે.
પ્રથમ : હા શીખવી દઈશ પાક્કું.

ચાલ કાવ્યા જમવાનું થઈ ગયું(મમ્મી બોલાવતી હતી)
કાવ્યા : ઓકે , ચાલ હું જમવા જાઉ છું .
પ્રથમ : ok bye.
કાવ્યા: bye.
થોડા મહિનાઓ સુધી બંને ની વાત ચાલે છે.હા, કોઈક વાર unfrnd, block પણ થયું હતું આ સમય માં પણ છતાં પણ દોસ્તી આગળ વધતી હતી.
આજે કાવ્યા તેના દોસ્ત કૃણાલ ને મળવાની હતી, ઘણી વાર તે મળી છે તેને. કાવ્યા ખૂબ જ પ્રભાવિત હતી કૃણાલ થી, તે કાવ્યા ને મતે ખૂબ સ્માર્ટ, બુદ્ધિશાળી હતો. તેથી તેને પસંદ હતું કૃણાલ સાથે વાત કરવાનું, તેણે મળવાનું . કદાચ આ જ વાત ના લીધે તે પ્રથમ ને મળવા ના કહેતી હતી. તે કૃણાલ ને પસંદ કરતી હતી. પણ તે ફક્ત આકર્ષણ હતું કે ખરેખર તેની પસંદ તે કાવ્યા ને પણ નહોતું ખબર.
જોવા જઈએ તો આ ઉંમર જ એવી છે કે પસંદ અને આકર્ષણ માં ફરક નઈ સમજાય. કાવ્યા નું પણ એવું જ હતું. કાવ્યા ને કૃણાલ તેની study માં પણ મદદ કરતો, તેને નવી ટેકોલોજી વિશે જણાવતો. કાવ્યા ને આ બધું નવું લાગતું, તે હજુ વધારે ઇન્ટરનેટ નો વપરાશ નઈ કરતી હતી એટલે તેને કૃણાલ ખૂબ હોશિયાર લાગતો.
કૃણાલ નો ફોન આવ્યો.
કાવ્યા: હેલ્લો, ક્યાં છે તું?
કૃણાલ: સોરી આજે મને થોડું કામ છે તો આજે નઈ મળાસે.
કાવ્યા:હા કંઇ નઈ.
(કાવ્યા ને કૃણાલ પસંદ હતો પણ કૃણાલને એવું કંઇ નઈ હતું, તે કાવ્યા ને બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો. પણ કાવ્યા તે એવું હતું તે એક દિવસ તો તે મને પસંદ કરવા લાગશે ચોક્કસ. )

--------

આવતી કાલે કાવ્યા નો બર્થડે હતો. પણ હવે તો ૧૨ વાગ્યે wish કરવાની ફેશન છે, તો તે બસ રાહ જોતી હતી કે કોણ તેને સૌથી પહેલા wish કરશે.
બધા સૂઈ ગયા હતા, પણ તે જાગતી હતી. અચાનક ફોન આવ્યો તે પણ unknown નંબર પરથી, તેને નવાઈ લાગી.
તેણે ફોન ઊંચક્યો...
"Hey Happy Birthday Beautiful!!"
કાવ્યા ને અવાજ ઓળખાયો નહિ, કોઈ છોકરા નો હતો.
કાવ્યા: ' thankyou' પણ તમે કોણ?
પ્રથમ: ' મને ભૂલી ગઇ તું, એટલી જલ્દી. એક કલાક પહેલા તો વાત થઈ આપણી.
કાવ્યા : સોરી, પણ હું નથી ઓળખતી તમને..
પ્રથમ : ચાલો થોડી hint આપું, Mr.Khadus.?
કાવ્યા: ઓહ, પ્રથમ!!! (કાવ્યા ખૂબ મોટેથી બોલી પડી)
પ્રથમ : હાહા, થોડું ધીમે madam, બધા સૂતેલા હોય અત્યારે.
કાવ્યા: હા ઠીક છે, પણ તે ફોન કર્યો તેના પર વિશ્વાસ નહીં આવતો એટલે.
પ્રથમ : હા તારી બર્થડે હતી એટલે થયું કરું.
કાવ્યા : તને ખબર છે કે તું જ એવો એક હશે જેને મેં સામેથી મારો નંબર આપ્યો હતો અને તે મને ફોન કે મેસેજ પણ નહિ કર્યો આટલા દિવસ સુધીમાં.
પ્રથમ: અરે તું સમજી નહિ, હું તો તને impress કરવા માંગતો હતો એટલે ફોન કે મેસેજ નઈ કરેલો.?
કાવ્યા: તે જે પણ હોય, હું તો તારાથી ઇમ્પ્રેસ હતી જ.
પ્રથમ: અચ્છા એવું છે, મને તો ખબર જ નઈ પડી ને.
કાવ્યા : હા તો એવું કેવાય થોડું તને.
પ્રથમ: પણ મને ખૂબ સારું લાગ્યું કે તે મને તારો નંબર આપ્યો તે પણ સામેથી. I feel special અને એટલે જ હું એવો કોઈ special દીવસ ની રાહ જોતો હતો ફોન કરવા માટે, જે હંમેશ ને માટે યાદ રહી જાય.
કાવ્યા: વાહ શું વિચાર છે તમારો!!
પ્રથમ : thank you
કાવ્યા : ચાલ હવે વધારે ખુશ નહિ થા. આજે ખુશ થવાનો મારો દિવસ છે.
પ્રથમ: હા, કાવ્યા એક વાત પૂછું?
કાવ્યા : હવે એવું નહિ કહેતો કે તને તું મને પસંદ કરવા લાગ્યો છે??
પ્રથમ: ના રે એવું નથી. કંઇ નઈ ચાલ કાલે વાત કરીએ
કાવ્યા : હા પાક્કું.
પ્રથમ: happy birthday once again
કાવ્યા: thank you so much for making my day special ?.
પ્રથમ: ગુડ નાઈટ
કાવ્યા: ગુડ નાઈટ.
પ્રથમ વિચારે છે કે કેટલી નિખાલસ છે આ છોકરી. તે યાદ કરે છે કે કેવી રીતે કાવ્યા એ સામેથી કીધું હતું કે " આ મારો નંબર છે. હું તને મારો ખૂબ સારો દોસ્ત માનતી છું, અને એટલે તને મારા ફેસબૂક ફ્રેન્ડ થી વધારે સારો દોસ્ત બનાવો છે. " પણ પ્રથમ હજુ સુધી વિશ્વાસ નહિ કરી શકતો હતો કે તેને કોઈ છોકરી સામેથી નંબર આપી શકે એટલો ખાસ છે તે. પ્રથમ બીજા છોકરા જેવો નઈ હતો કે છોકરી ને impress કરવા કંઇક effort કરે. કદાચ એટલે જ કાવ્યા તેને પસંદ કરતી હશે. આવું વિચારતા ક્યારે પ્રથમ ને ઊંઘ આવી ગઈ તે ખબર જ નઈ પડી.

આજે કાવ્યા ખુશ ખુશ હતી, બધા મિત્રો ના ફોન આવતા હતા તેને birthday wish કરવા. ત્યાં અચાનક કોઈક નો ફોન આવ્યો અને કાવ્યા ટેન્શન માં આવી ગઈ.

કોણ હતું ફોન પર કે કાવ્યા ટેન્શન માં આવી ગઈ ?
શું કહેવા માંગતો હતો પ્રથમ કાવ્યા ને?




આપને કેવી લાગી રહી છે વાર્તા તે જરૂર થી જણાવજો મિત્રો. આપના પ્રતિભાવ કોમેન્ટ માં જરૂર થી જણાવજો.

- કુંજલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED