જેલ નંબર ૧૧ એ - ૧૮ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૧૮

‘ચાર વર્ષ પહેલા હું પણ એજ જેલ માંથી ભાગી હતી.’ એડેલવુલ્ફા બોલી.

તે મૌર્વિ સામે બેસી હતી. જો કોઈ સામાન્ય માણસ બારી માંથી જોવેત તો તેને લાગેત કે તેઓ બે મિત્ર હતા, સામાન્ય મિત્રો, સામાન્ય વાતો- પણ બારી બંધ હતી. અને એડલવુલ્ફાના હાથ હતકડીમાં બંધ હતા.

મૌર્વિ તેને જોઈજ રહી.

‘ઓહ.’

મૌર્વિની મમ્મી જે જેલમાં છે, તેજ જેલ માંથી એડલવુલ્ફા ચાર વર્ષ પહેલા ભાગી હતી.

‘કેવી રીતે?’ મૌર્વિએ પૂછ્યું.

‘ત્યાં એક માણસ કામ કરે છે. રૂથો. એને પૈસા આપ્યા હતા.’

‘બરાબર.’

તેઓ શાંત થઈ ગયા.

કલાક પસાર થઈ ગયો. બે કલાક. ત્રણ કલાક. એડલવુલ્ફા બેસી રહી. મૌર્વિ તેની સામે સ્થિર રહી. જેમ - જેમ સમય ગયો, એડલવુલ્ફા ની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. સૂર્યોદયનો સમય ૫: ૩૮ નો હતો.

૫: ૧૮ એ એડલવુલ્ફા રડવા લાગી. તેના પગમા લોહી પહોંચવાનું બંધ થઈ ગયુ હતું. મૌર્વિ ને પણ શાંતિ થઈ. આફ્ટર ઓલ તે પણ તો આમજ બેસી રહી હતી.

પાંચ મિનિટ પછી તે ઊભી થવા મથી તો તે નીચે પડી. મૌર્વિએ ઊંધી પછાડી.

પણ હાથકડિયો છોડી દીધી.

એડલવુલ્ફા ઊભી રહી.

‘પ્લીઝ.. મને જવા દે!’

‘એક શરત પર.’

‘શું?’

‘તને આ બધા નો ઇન્ફૉ કઇ રીતે મળ્યો?’

‘હું ડેટેક્ટિવ છું.’

‘તારા સર માટે કામ કરે છે. હવે મારી માટે. આ બધ્ધા ને મારી સામે લાવવાના. રોજે ઘરે પાછા આવવાનું. પણ જો તું મારી આંખોની સામે થી ગઈ તો.. સમજી લેજે દિનાંત આવી ગયો છે.’

તેને એડલવુલ્ફા પર હાથકડિયો ફેકી, દરવાજો દેખાડી ઓ અને ‘રૂમ અહીં થી રાઇટ લેતા જે આવે તે તારો છે.’

એડલવુલ્ફા ધીમે પગલે, અવાજ કર્યા વગર આગળ વધી. તેને જોતાં લાગતું કે નાના જીવડા ને અવાજ ન આવે તે માટે ધીમે ચાલતી.

પછી જ્યારે તે રૂમ તરફ આગળ વધી ત્યાં તેને એક બીજો રૂમ જોયો. સ્ટીલનો દરવાજો.

તેના રૂમની સામેજ હતો.

તે સામેવાળા રૂમ પર મેલેકાઈટ પથ્થરથી ૧૧ - એ એમ લખ્યું હતું.

આ જોતાં તે તેના રૂમમાં ગઈ. દરવાજો બંધ કર્યો. મૌર્વિએ રૂમ પર તાળું લગાવ્યું.

અંદર જતાં એડલવુલ્ફા ટોઇલેટ તરફ ગઈ. ત્યાંથી બહાર આવતા તે રૂમને જોવા લાગી. બારી ખુલ્લી હતી. ત્યાંથી તે તરત બહાર કુંદી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર હતું. નીચે જમીન હતી. સામે મૌર્વિ હતી.

‘હૉપ. ક્યારે નથી જતી ને? આશા અમર છે. અને રૂમ પેલી તરફ છે!’

કહેતા તે પાછળ ફરી. એડલવુલ્ફાએ મનમાં તે વાક્ય રિપીટ કર્યુ આશા અમર છે .

અંદર જતાં તે કપડાં ઉતાર્યા વગર બાથટબમાં બેસી ગઈ. આ જૂની આદત હતી. જેલમાં ગરમ પાણી ન હતું. સાઇબેરિયાના મૌસમ જેવુ ઠંડુ પાણી હતું. તેમાં નાહવાની આદત થઈ ગઈ હતી.

પછી તે વિચારવા લાગી. શું મૌર્વિની વાત માનવી જોઇએ? તે એડલવુલ્ફાને ભાગવા તો નહીં જ દે. અને આ બધાનું તેની સામે વેર હતું.

કઈજ ખબર ન હતી પળી રહી. તે શું કરે? કઇ સમજવું તો જોઈએ ને. એક તો આ પગ પણ દુખતા હતા!

બિલકુલ. નહીં તો મૌર્વિ મારી નાખશે. અને સર, શું તે જાણી ગયા તો. આમ પણ યુટીત્સ્યા તે બધાને પકડવાનીજ છે. તો?

મૌર્વિ તો તેના અતીતની ગુલામ છે. અતીતમાં જીવે છે. કદાચ તેને ડિમેન્ટિયા છે. શું તેને કોઈ કેદી અપાય?

આ વાત વિચારવાજનક હતી. પણ શું તે બધાને મારી નાંખશે? કદાચ. ના. તે મારી તો નહીં નાખે.

હાલ તેમની જિંદગી એડલવુલ્ફા કરતાં વધુ મહત્વ ધરાવતી હતી.

ઠંડા પાણીમાં થથરતા એડલવુલ્ફાએ નિશ્ચય કર્યો.