જેલ નંબર ૧૧ એ - ૧૯ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૧૯

એડલવુલ્ફા એ પર્સ તેના સ્વેટર પર લીધું. દરવાજો પાછળ બંધ કરતાં તેણે લોક કર્યુ. બાદ તે ઘરનો ઝાંપો બંધ કર્યો. ઝાંપાની દીવાલ આગળ પળી તે સાઇકલ લીલા રંગની હતી. તેના પર બેસતા તે ડાબી બાજુ વળી ગઈ. સવારમાં રસ્તા લોકોથી ભર્યા હોય છે. દરરેક માનવી માટે રસ્તો હતો, ચાલતા તેઓ તેમના કામ પર જતાં હતા. એડલવુલ્ફા જેવા ચાર - પાંચ લોકોજ સાઇકલ વાપરતા હતા. તેઓને લાંબા રસ્તે જવાનું હોય શકે. પણ એડલવુલ્ફાને ન હતું જવાનું.

પછી ચારરસ્તા થી તે જમણી બાજુ વળી. સામે એક મોટી ઇમારત હતી. એક માણસની. એક સ્ત્રી કોઈ ખુરસી પર બેસી હતી. આજતો ભવિષ્યની કળા હતી. લોકોની ઇમારતો. જૂના વખતે અતિ આવશ્યક તેવા લોકોના સ્ટેચ્યૂ, એમા ઘર, ઓફિસ, કે દુકાન બધુજ.અગણિત માળ. મનુષ્યોને આ બહુ ગમે છે, લાંબી જગ્યાએ. ઊડવાની ઈચ્છા છે, પણ તેમનાથી ઉડાતું નથી. કે લોકોને નીચે પાળવાની ઘણી ઈચ્છા હોય છે. એડલવુલ્ફાતે ઇમારતમાં ગઈ. અંદર જતાં કાચના દરવાજા હતા. ઘણા બધા દરવાજા. પણ દરવાજા ખૂબ જાડા હતા. તેઓને જોરથી ધક્કો મારો તો જ ખૂલે. અંદર જતાં પગથીયા આવ્યા. પ્લાસ્ટિકના પગથિયાં. ઉપર ચઢતા સામે બીજા દરવાજા હતા. નવ દરવાજા. નવ દરવાજાની પાછળ જે કોઈ પણ હતું તે દેખાય. તો પણ, દરવાજા તો ખોલવા જ પડશે. દરવાજા ને બહાર આપતા એડલવુલ્ફાની કમ્મર રહી ગઈ. તે ઘરડી હતી. વૃધ્ધ. એટલે થાક તો લાગે જ ને.

તે એડલવુલ્ફાને જોતાં શરમ વગર ઊભો હતો. તેની આંખોમાં જોતો હતો. પણ કોઈ દરવાજા ખોલવામાં એડલવુલ્ફાની સહાય કરવા તે ન આવ્યો. છેલ્લે દરવાજે એડલવુલ્ફાનો પંજો થથરવા લાગ્યો. તે ઊભોજ રહ્યો.

‘એડલવુલ્ફા.’

‘હા.’

‘શું કામ હતું?’

‘મૌર્વિ.’

‘મૌર્વિ?’

‘જી. મૌર્વિ.’

‘શું છે.. મૌર્વિનું?’

‘અશક્ય આશા.’

‘મતલબ?’

‘તે ૧૧ - એને ફરી થી ભેગા કરવા ઈચ્છે છે.’

‘મને ખબર છે. તો શું?’

‘તે મારા દ્વારા આ બધુ કરાવવા ઈચ્છે છે.’

‘કેવી રીતે?’

‘હું તે બધાને બંધી બનાવું.’

‘તે કઇ રીતે શક્ય છે?’

‘મૌર્વિ જાણે છે. આ શક્ય છે.’

‘હવે શું કરવા ઈચ્છો છો તમે?’

‘સ્વગત. પણ મને તમારી જરૂર છે. મને કશુંજ સમજાતું નથી.’

‘એમા સમજવા જેવુ શું છે?’

‘મૌર્વિ મને ડરાવે છે. તે મને મારી નાખશે.’

‘એમ. બ્લેકમેલ?’

‘હા.’

‘હું તને બચાવીશ. હું તને મૌર્વિના હાથમાં પડવાથી બચાવીશ, એડલવુલ્ફા. પણ તારી ઈચ્છા શું છે?’

‘મતલબ?’

‘શું તારે મૌર્વિનો ખાતમો કરવો છે.. કે શું તે બચી જશે. ૧૧ - એ ફરી મળશે?’

‘૧૧ - એ ફરી મળશે?’

‘૧૧ - એ ફરી મળશે.’

‘૧૧ - એ ફરી મળશે.’

એડલવુલ્ફા એકાએક પાછળ ફરી. અને દરવાજા તેની પાછળ બંધ કરવા લાગી. બંધ થતાં દરવાજા જોતાં તે ત્યાં જ ઊભો રહ્યો. ઇમારત નીચે તેની સાઇકલ આગળ હાથ ઘસતા એડલવુલ્ફા ઊભી જ રહી ગઈ. અને આ વખતે તે સીધા - સીધા ચાલવા લાગી. નાની - નાની ગલિયોના આ ચોકમાં ખાલી એક વૃધ્ધ માણસ દીવાલ સામે ઊભો હતો. તે જરૂર વાંચતો હતો. એડલવુલ્ફા આગળ ગઈ, ત્યાં એક બીજી ઇમારત આવી. ભદ્ર જાતિના બગડેલા છોકરાઓ થી ભરેલી આ ઇમારત એરિત્રીયા દેશના આતંકી રાષ્ટ્રપતિ પર નિર્ધારિત હતી. એડલવુલ્ફા અંદર ગઈ. અહીં પણ દરવાજા હતા, ઓછા પરંતુ, કારણકે આ લોકોને નીચે ઉતારવામાં કંટાળો આવતો હતો. જૂના જમાનાના વિલાસિત લોકોની આ પેદાઈશ સર્વ કામ પૈસા આપી કરાવવુ બરાબર સમજતી.

એડલવુલ્ફા ચોથે માળે પોહંચી. તેના જમાનામાં પગથિયાં પર દરવાજા ન હતા. તેમણે ખોલ - ખોલ કરતાં એવું લાગતું જાણે વસ્તુઓ રિપીટ થતી હોય. ઘણા દરવાજો ખોલ્યો બાદ હાથને દરવાજા પર હેન્ડલની સ્થિતિ ખબર પડિ જતિ. બહુ દરવાજા ખોલો તો લાગતું ના, ના પછી હાથ પછડાશે. આ હાથને કોઈ રોકો. દરવાજા! દરવાજા! બચાઓ.

અહીં એક છોકરી ઊભી હતી, તેના હાથમાં એક પત્ર હતો. એડલવુલ્ફા હાંફી ગઈ. ખૂબ ડર લાગતો હતો. તે છોકરી પાછળ ફરી.