લવ બાઇટ્સ
પ્રકરણ-81
સ્તવન આશા-મીહીકા મયુર રાણકપુર મહાદેવજીનાં મંદિર પહોંચ્યા.એ લોકોએ લાડુની પ્રસાદી, પીતાંબર બધુ સાથે લીધું સ્તવને આવેલ પાર્સલનું બોક્ષ પૂજારીજીનાં હાથમાં આપીને કહ્યું ગુરુજી આ મહાદેવજીને ચઢાવીને મને પાછું આપજો એમ કહી ને બોક્ષ આપુ આશા-મીહીકા -મયુર આર્શ્ચથી જોઇ રહેલાં.
પૂજારીજીએ વિસ્મય સાથે બોક્ષ લીધુ. આશા સ્તવન મયુર મીહીકા એમની સામે પલાઠી વળીને હાથ જોડીને બહેઠાં. પૂજારીજીએ મહાદેવજીને પીતાંબર ચઢાવ્યાં એક સ્તવનનાં હાથે અને એક મયુરનાં હાથે મૂકાવ્યાં.
પછી બોક્ષ ખોલીને જોયુ તો એમાં સુંદર ખૂબ કિંમતી પાઘડી હતી એમણે સ્તવન સામે આર્શ્ચયથી જોયું અને બોલ્યા દીકરા આ પાઘડી ? સ્તવને કહ્યું મહાદેવજીને પહેરાવો અને પછી પ્રસાદીમાં પાછી આપજો. ખાસ ભેટ મને મળેલી છે એ એમને ચઢાવ્યા પછી જ સ્વીકારીશ.
આશા બહુ આર્શ્ચયથી સાંભળી રહેલીએનાં મનમાં પ્રશ્નો ઉઠી રહેલાં પણ એ ચૂપ રહી. એણે આંખો બંધ કરીને પ્રાર્થના કરવા માંડી.
સ્તવને પણ હાથ જોડી મનોમન પ્રાર્થના કરી કે હે ભગવાન મને આ ભેટ મોકલી છે મારે આ પહેરતાં પહેલાં તમને ઘરાવવી હતી આ પછી મને શું થવાનું છે મને ખબર નથી મને શું યાદ આવવાનું છે ? મારાં જીવનમાં હવે કોઇ તોફાન ના આવે એની જવાબદારી તમારી છે મારે જે ઋણ ચૂકવવાનાં હોય કે ભોગવવાનાં હોય પણ તમને સોપ્યું બધુ તમે મારી રક્ષા કરજો.
પૂજારીજીએ જેવી પાઘડી મહાદેવજીનાં શીરે મૂકી અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વાતાવરણ એકદમ જ બદલાઇ ગયું. મંદિરમાં એની જાતે જ ઘંટારવ થવા લાગ્યો. પૂજારીજી વિસ્મયથી જોઇ રહેલાં. એમણે સ્તવનની સામે જોયું સ્તવન આંખો બંધ કરીને કંઇક ગણગણી રહેલો.
પૂજારીજીએ કહ્યું સ્તવન તારી પ્રાર્થના સ્વીકારાઇ ગઇ છે. હવે તારું સાચું ભાગ્ય ખૂલી ગયું છે. તારાં જીવનમાં હવે સુખ આનંદ છવાંશે આવનાર દિવસોમાં બહુ સ્પષ્ટ જ થશે અને બધી બિમારી દૂર થઇ જશે.
તું નાનપણથી અહીં આવે છે તારી બિમારી માટે તારાં માં બાપને અહીં કરગરતાં મેં જોયાં છે. તારી કુંડળીનો રાહુકાળ દૂર થયો છે હવે તારે ચિંતા કરવાની જરૂર નથી ખૂબ સુખી રહો પછી આશાને કહ્યં દીકરા તને નસીબથી આ છોકરો મળ્યો છે એનાં જીવનમાં દરેક સ્થિતિમાં સાથ આપજો એને સમજજો એમાં જ તારું કલ્યાણ છે. આ જન્મમાં પણ ગત જન્મનાં પ્રસંગો ઉજાગર થશે અને કાયમી સમાધન આવી જશે.
આશા આર્શ્ચયથી સાંભળી રહી હતી એને આનંદ સાથે ડર પણ લાગી રહેલો કે ગુરુજી શું કહી રહ્યાં છે ? મારાં સ્તવન સાથે એવું શું છે ? હવે બધું સમજાશે ? મારે હજી જાણવું કેટલું બાકી છે ? એને અઘોરીજીનાં શબ્દો યાદ આવી ગયાં.
મીહીકા અને મયુર પણ વિસ્મયથી બધુ સાંભળી રહેલાં. મીહીકાએ કહ્યું ગુરુજી ભાઇને આશીર્વાદ આપો વિવાહ લગ્ન કરીને પહેલીવાર મહાદેવજી પાસે અને ચારે આવ્યાં છીએ અમને પણ આશીર્વાદ આપો.
પૂજારીએ કહ્યું તમારુ ભાગ્ય ઉજવળ છે ખૂબ સુખી થશો. કોઇ અડચણ કે કોઇ ભય નથી ઉત્તમ જીવન જીવજો.
સ્તવન-આશા-મયુર મીહીકાએ ગુરુજીનાં આશીર્વાદ લીધાં. ગુરુજીએ કહ્યું જાવ તમે લોકો પ્રદક્ષિણા કરી લો અને સ્તવનને કહ્યું તું જે પાઘડી લાવ્યો છે એ કોની છે ? ખબર છે ? આ પાઘડી ખૂબ કિંમતી છે અને જયપુરનાં ભૂતપૂર્વ રાજવીનાં જમાઇની છે. મને બધી જાણ છે. તું સામાન્ય છોકરો નથી આગળ જતાં બધુ જાણી લઇશ. બસ ખૂબ સુખી થાવ. અને ત્રીજી પૂનમ પછી અહીં આવજે. એ પૂનમ ખાસ છે ત્યાં સુધીમાં બધાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. પછી એકદમ ધીમેથી બોલ્યાં. બેઉ બાપુ સંતુલન રાખવાનું શીખી જજો. બધુ ખૂબ સારુ જ થવાનું છે.
સ્તવને થોડું સમજ્યો થોડું ના સમજ્યો અને બોલ્યો ગુરુજી આ પાઘડી મને કોઇ અજ્ઞાતે મોકલી હતી અને મેં વિચારી લીધેલું કે મહાદેવજીને ધરાવીને પછી જ હું પહેરીશ.
ગુરુજીએ કહ્યું એ સ્ફુરણા કરાવનાર મહાદેવજી જ છે. તને તારાં જીવનમાં બધી કડીઓ મળી જશે. અમને તારી કુંડળીમાં ઘણુ વાંચવા જાણવા મળેલું હતું વર્ષો પહેલાં પણ યોગ્ય સમય વિના કહેવું અર્થવિહીન હતું પણ હવે તને બધીજ ખબર પડતી જશે અમારે વચ્ચે નિમિત્ત પણ નથી બનવાનું બધી કુદરતની લીલા છે.
સ્તવન અને આશાને હાથ પકડીને પછી મંદિરનાં ગર્ભગૃહની પ્રદક્ષિણા કરીને પછી ગુરુજીને દક્ષિણા આપી અને મયુર મીહીકા એમનાં માટે રેશ્મી કુર્તા વગેરે લાવ્યાં હતાં એ આપ્યાં અને બધાએ આશીર્વાદ લીધાં.
પછી ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઇને પાછાં પ્રસાદી અને પાઘડી સાથે ગાડીમાં બેઠાં. આશા કંઇ બોલી નહીં ચૂપ જ થઇ ગઇ હતી. મીહીર સ્તવનની બાજુમાં બેઠો હતો. ડ્રાઇવીંગ સીટપર બેઠેલો સ્તવન મૌન અને સ્તબ્ધ હતો એની આંખમાં ઝળમળીયાં હતાં. મયુરે જોયુ એણે કહ્યું જીજાજી શું થયું ? તમારાં આખમાં આંસુ કેમ છે ?
સ્તવન મૌન જ હતો. આશા રડી ઉઠી એને મીહીકા શાંત કરી રહી હતી. સ્તવન ગાડીમાંથી પાછો ઉર્ત્યો અને પાછળ આશા પાસે ગયો. આશાની બાજુમાં બેઠો. આશા એને વળગી ગઇ અને ધુસ્કે ને ધુસ્કો રડી પડી.
સ્તવનની આંખમાં આંસુ હતાં એણે કહ્યું આશા મારં જીવનમાં બનતી ઘટનાઓની મને પણ ખબર નથી મારાં જીવનમાં જન્મ પછી મોટો થયો ત્યાં સુધીની બધી પીડા કે સ્થિતિઓ નાં મહાદેવ સાક્ષી છે અને આ બહેન.. મને પણ કોઇ અગમ્યપીડા હતી. આજે ગુરુજી બોલી રહ્યાં હતાં. હું માંત્ર સાંભળી રહ્યો છું મારું સું સમાધાન અને આગળ શું થવાનું છે મને નથી ખબર.
આશાએ કહ્યું સ્તવન તમારાં જીવનમાં જે સ્થિતિ આવશે હું તમારાં સાથમાં હોઇશ. હું ઘણુ બધું સમજવા પ્રયત્ન કરું છું કરીશ. મને અઘોરીબાબાએ કહેલું આ તમારાં વિવાહની પૂનમ નિર્વિઘ્ને પુરી થાય પછી તને કોઇ તકલીફ નહીં પડે. પણ હજી શું સમજવાનું અને સ્વીકારવાનું છે મને નથી ખબર પણ હું બધું જ કરીશ. હું તમને કોઇ રીતે ખોવા નથી માંગતી. હું તમને આજે એક વાત કરું છું. જો કોઇને નથી હું મારાં પાપા મંમી અને માસી માસા જ જાણીએ છીએ તમને કોઇને નથી ખબર.
સ્તવને કહ્યું કેમ એવી શી વાત છે ? આશાએ કહ્યું તમારી સાથે સંબંધ કરાવનો હતો ત્યારે માસી માસા ઘરે આવ્યાં હતાં. એમણે તમારી બિમારીની વાત કરી હતી અઘોરીજી પાસે પણ ગયાં હતાં. તમારાં ગતજન્મની વાતો કરી હતી મને સમજાવવામાં આવી હતી કે આવતીકાલે સ્તવનનાં જીવનમાં કંઇ પણ થઇ શકે એવી વાતો અઘોરીજીએ કરી છે તું વિચારીને હા પાંડજે. મને સમજાવી હતી કે ઘર-કુટુંબ છોકોર જાણીતો અને સંસ્કારી છે પણ એક આ વિધ્ન છે.આને વિધન ગણે કે ખોટ આ છે. આતો જાણીતો અને હુશિયાર દેખાવડો છોકરો છે એટલે વાત વધાવી હતી પણ તું વિચારીને જવાબ આપજે.
સ્તવન મેં તમને જોયાં પછી બધાં વિધન કે ખોટ હવામાં ગયેલાં તમને જોયાં પછી લાગ્યું મારો ભરથાર આજ હોય બીજું કોઇ નહીં કુદરતી જ તમારાં પર પ્રેમ જાગી ગયેલો એ પછી હું કોઇ બીજાનું મોઢું જોવા તૈયાર નહોતી. તમારાંથી એટલો જ પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. મને હવે કંઇ પણ સામે આવે કોઇ પરવા નથી કોઇ સમજણ કે સ્વીકાર કરવા હું નહીં અચકાઊં આજે મહાદેવની સાક્ષીમાં એમની ભૂમીમાં વચન આપું છું તમારાં ગત જન્મનું જે હોયએ હું સ્વીકારી લઇશ.
સ્તવને આશાને ચૂમી ભરતાં કહ્યું આશા હું તને અપાર પ્રેમ કરું છું પણ મારાં ગત જન્મનાં કોણે લેણ કે ઋણ એ મારાં હોય કે બીજાનાં મને નથી ખબર પણ તારો સાથ હશે તો મને પણ કોઇ પરવા કે ચિંતા નથી.
મીહીકાની આંખોમાં આંસુ હતાં. એ પણ સતત રડી રહી હતી એણે કહ્યું આમ રડો નહીં તમે આટલી સમજ કેળવી છે પછી ચિંતા શું કરો છો ? સાંભળ્યુ નહીં? ગુરુજીએ કહ્યું એ તમારાં જીવનમાં હવે સુખ આનંદ જ છે.
મયુર ઘટનાની મૂક સાક્ષી બની રહ્યો. એણે કહ્યું હવે દર્શન થઇ ગયાં છે હવે બસ બધુ ભૂલી આનંદ કરીએ. સ્તવને હસતાં કહ્યું હાં ભાઇ હવે કોઇ ચિંતા નથી મને ખબર છે આશાએ સમજીને મોટો થરમોસ લેવડાવ્યો છે એમ સાંભળતાં બધાં એક સાથે હસી પડ્યાં અને આશાને...
વધુ આવતા અંકે - પ્રકરણ -82