The journey of the fairy .... books and stories free download online pdf in Gujarati

પરી નો પ્રવાસ....

પીટીસીનું રિઝલ્ટ જોતી જોતી વિચાર તંદ્રામાં ખોવાયેલી 'પરી' બસની બે બેઠકવાળી સીટ માં એકલી બેઠી હતી.બાકીની સીટ મોટા ભાગે ખાલી હતી.બસ અમદાવાદથી વલસાડ હાઇવે તરફ સડસડાટ દોડી રહી હતી.રાત્રિના ટ્રાફિક અવાગમનનો ઘોંઘાટ અને પ્રકાશ તેના કાને અને ચહેરા પર અનુભવાતો હતો પરંતુ તેને તે અસરકારક ન્હોતો.તેના વિચાર તંતુ નો એક તાર તૂટ્યો.કંડક્ટર ટિકિટ ટિકિટ કરતો તેની સીટ ની નજીક ટેકો લઇ ઉભો રહી બોલ્યો "બેન ક્યાં જવું છે?" વલસાડ.... ટૂંકો એક શબ્દ બોલી પરીએ પોતાના પર્સમાં રૂપિયા પાંચસોની નોટ આપી. ટિકિટ અને બાકીનાં રૂપિયા પરત કરી કંડક્ટર અન્ય પેસેન્જરની પાસે પરી જે સીટ પર હતી,તેની સામે ની ત્રણની સીટ ઉપર એકલો બેઠેલો "ઉપવન"પાસે ટિકિટ.. કહી સામેથી પ્રત્યુત્તર મળ્યો "વલસાડ" ની આપો. ત્યાં પરી ની નજર ઉપવન પર પડી... ચાલો કોઈ તો મારા શહેરનો સંગાથ તો છે ! એમ આત્મ સંતોષ અનુભવવા લાગી. રાત્રિ ની સફર હતી અને લાંબો પંથ હતો.બસ મુંબઈ જતી હતી. ટિકિટ લઇ ને ઉપવન તેની મૂળ સ્થિતિ તરફ સીટ પર ની પાઇપ પર માથું ટેકવી ઊંઘવાની તૈયારીમાં હતો ત્યાં પરી બોલી,તમારે વલસાડ જ જવાનું છે કે કોઈ અંદર ગામડે?ત્યારે ઉપવન બોલ્યો.હા મારે અંદર ના ગામડે જવાનું છે.પરી બોલી... સારું..મારે વલસાડ સીટી થી દસેક કિલોમીટર દૂર ગામડે જવાનું છે. પરંતુ આ બસ સવારના 3 વાગે ઉતારશે... તેથી ચિંતામાં છું કે હું આવા સમયે બસ ડેપો પર બેસવું અનુચિત્ત લાગે છે.
માટે તમેં મારા ગામની બસ આવે ત્યાં સુધી મને કંપની આપો.ત્યાં સામે થી ઉપવન બોલ્યો... અરે. હું સમજી ગયો..! તમને તે સમય સુધી સાથ આપીશ.ગભરાશો નહીં.એમ કહી ચૂપ થતાં પરી થોડા હાસ્ય સભર મુખવડે માનસિક આવકાર આપ્યો.હેલો..! તમારું નામ શું? ત્યાં ટૂંકાક્ષરી "ઉપવન " કહી જવાબ આપતાં પરી પાછી વધુ હસવા લાગી. ઓહો! નામ તો ઉપવન છે અને મૂખ પર તો વેરાન રણ હોય તેમ બોલો છો...! ત્યાં ઉપવન બોલ્યો... ના ના એવું કંઈ નથી પરંતુ ઘણી છોકરીઓને છોકરાઓ વધુ પડતા સવાલ કરે તે નથી ગમતું હોતું. અને આમેય તમને હું ઓળખતો પણ નથી.તેથી સંકોચ છે.પરંતુ તમેં તમારું નામ ના કીધું મને....! પરી હસી ને બોલી "પરી ". ઉપવન કે બહુજ સરસ નામ છે. હકીકત માં તમેં પરી જ છો. આટલો સરસ ધવલ ડ્રેસ અને હાથમાં આ પુસ્તક જોઈ મને થતુંતું કે વિદ્યાર્થીની હશે. પરી બોલી. આભાર .. હા હું પીટીસી કોલેજ અમદાવાદ મારું રિઝલ્ટ લેવા ગઈ હતી. તે કોલેજ ના નિયમ મુજબ સફેદ ખાદી ડ્રેસ પરિધાન કરી ને જ સર્ટી લેવા આવવું તેવું પ્રબંધન કમિટીએ જણાવેલું એટલે એ જ કપડે લેટ હતી અને બદલું તો બસ ઉપડી જાય તેથી પહેરેલા કપડે બેસી ગઈ.હું ગઈ રાતની બસમાં વલસાડથી બેઠી હતી અને આખો દિવસ કોલેજ ના પદવીદાન પ્રમાણપત્ર સમારોહ માં વીત્યા બાદ તરતજ બસ પકડી હતી. સારું કર્યું તમને મારે માટે ભગવાને મોકલી આપ્યા.બાકી રાતની હું કંઈ સ્થિતિમાં હોત! પાછું અંદર નું ગામડું એટલે કોઈ ટેલિફોન નહીં.. (આ વાત 25 વરસ પહેલાંની છે તે વખતે મોબાઈલ કે તેવાં કોઈ સંદેશાવ્યવહાર નાં સાધનો કે વહીકલ નહોતા ) એટલે મનમાં મૂંઝવણ હતી માટે ચિંતાતુર હતી. પણ તમેં કીધું કે વલસાડ ની ટિકિટ આપો તે ઘડીએ મને ઉદાસ મનને શાન્તિ થઇ.પરીએ કીધું ઉપવન જી હું તમારી જોડે આવું? અને પરી ઉપવનના મૂખ ભાવ જોઈ જોડે આવી ગઈ.બન્ને વાત કરતાં કરતાં પરી ને ઊંઘ નાં ઝોકાં આવવા લાગ્યાં.. તે ઉપવનના ખભે માથું નાખી ઘસઘસાટ ઊંઘતી રહી, ઉપવને તેને ઉઠાડવાની બે ત્રણ વાર કોશિશ કરી પણ તે ગઈ રાત અને આખા દિવસનાં થાકથી ઊઠી નહીં.થોડી જાગે પાછી ઊંઘે એકબીજાની વાતો વાતોમાં અડધી પ્રહર અને અર્ધો રસ્તો પસાર થઇ ચુક્યો હતો.બસ વડોદરા, સુરત,નવસારી સુધી પહોંચી હતી.વલસાડ ડેપો થોભી,સરનામા ની આપ-લે બાદ વલસાડ ડેપો સવારે 3.30 ઉતર્યા ત્યારે ગણ્યાં માત્ર છ સાત પેસેન્જર હતાં.પરી બસમાં બેસાડી ઉપવન પોતાને ઘેર ગયો.પછી સતત મુલાકાત બાદ બેઉ લગ્ન ગ્રંથિ થી જોડાયાં. પરી ને તેનો ઉપવન મળ્યો તેથી ખુબ ખુશ હતી.એક નાનકડી સફર હમસફર માં પલટાઇ.આવી ખુશી અને સુંદર પરી ભાગ્યવાનને જ મળે.પરીના ઉપવનનો વિશ્વાસ શ્વાસ બની ગઈ.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED