Badlo - 15 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 15)

ઘરે આવીને અભી ખૂબ ઉત્સાહમાં આવી ગયો ...નીયા ને મળીને એને અલગ જ ખુશી થઈ રહી હતી જે નિખિલ જોઈ રહ્યો હતો...

" શું થયું ,કેમ આમ ગાંડા ની જેમ હસે છે એકલો એકલો..."
અભી નિખિલ પાસે આવીને બેસી ગયો પરંતુ એ હજુ પોતાની ધૂનમાં જ હતો...
"કૂતરું કરડી ગયું કે શું...." નિખિલ એ અભી ને ખભા થી હચમચાવી ને પૂછ્યું...
ઉપર થી દાદી નીચે આવ્યા નિખિલ ની વાત સાંભળીને એ હસવા લાગ્યા...
બંને ને હસતા જોઇને અભી એ પૂછ્યું...
"શું થયું...?"
"એ તો હું તને પૂછું છું કેમ આમ ગાંડા ની જેમ હસ્યા કરે છે...કૂતરું નથી કરડ્યું ને...."
અભી એ હસીને કહ્યું " ના ના...હું તો ની...." દાદી ની સામે જોઇને અભી બોલતા બોલતા અટકી ગયો...
"યાદ છે ને નાનો હતો ત્યારે કૂતરું કરડ્યું ત્યારે કેવું કર્યું હતું....." દાદી હસતા હસતા સોફા ઉપર બેઠા અને બોલ્યા..
ત્રણેય હસવા લાગ્યા...

( અભી પંદર વર્ષ નો હતો ત્યારે એને કૂતરું કરડ્યું હતું...પાર્કમાંથી ઘરે આવીને કોઈને કહ્યા વગર સોફા ઉપર બેસીને જોર જોરથી હસી રહ્યો હતો...બધા એ પૂછ્યું પરંતુ એ કંઈ બોલતો જ નહતો ...એની સાથે પાર્ક માં રમતો ઉજાસ આવીને કહી ગયો કે અભી ને કૂતરું કરડ્યું છે એટલે ખબર નહિ કેમ પણ એ હસે છે...દાદી અને નિખિલ તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા ...ત્યાં જઈને અભી ને પૂછ્યું ત્યારે અભી એ જણાવ્યું કે કૂતરું કરડ્યું ત્યારે એને ત્યાં ગલીગલી થઈ રહી હતી...હોસ્પિટલ થી ઘરે આવ્યા ત્યારે અભી નું રડવા નું ચાલુ થયું હતું ત્યારે એને સમજાયું હતું કે કૂતરું કરડે ત્યારે કેવું દર્દ થાય...)

"ચાલો જમી લઈએ ...ગૌરી એના ગામડે ગઈ છે એક મહિના સુધી નહિ આવે પરંતુ શીલા રસોઈ બનાવીને જ ગઈ છે..."દાદી એ કહ્યું..
બધા ઊભા થઈને ડાઇનિંગ ટેબલ તરફ આવ્યા...
ગૌરી એના ઘરની કામવાળી છે....જે સાફ સફાઇ અને રસોઈમાં શીલા ની મદદ કરતી પરંતુ ગામડે કંઇક અર્જન્ટ કામ હોવાથી એ એક મહિના થી નથી આવી...

જમ્યા પછી પોતાની બ્લૂ રૂમની અંદર આરામ કરતો અભી નીયા વિશે જ વિચારી રહ્યો હતો...એ આજે એના દિલની વાત નીયા ને જણાવશે અને શીલા સાથે કોઈ સબંધ નથી એ પણ કહીને નીયા નું દિલ જીતી લેશે...

બે વાગી ગયા છતાં નીયા ને ઊંઘ નહોતી આવતી...આમ તો નીયા બપોર ના સમયે ક્યારેય ઊંઘે નહિ પરંતુ આજે સૂવાના બહાને પડી પડી વિચારી રહી હતી...

નિખિલ એના ફ્રેન્ડ્સ સાથે નાઇટકલબ માં જવાનો હતો એ ચાર વાગે જ નીકળી ગયો હતો...અભી પણ બહાર જઈ રહ્યો હતો તેથી દાદીએ ઘરે દૂધ રોટલો ખાવાનું નક્કી કર્યું...
નિખિલ અને અભી ને દાદી ને એકલા મૂકીને જવાનું મન ન હતુ પરંતુ શીલા કાલે પણ નહિ હોય ત્યારે એ દાદી ને લઈને બહાર ડિનર કરશે એવું નક્કી કરીને નિખિલ નીકળી ગયો હતો...

જ્યાં સુધી નીયા તરફ થી ફાઇનલ ન થઈ જાય ત્યાં સુધી અભી એ દાદી ને નીયા વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું...
અભી ચોરી ચૂપકે દાદી ની નજરથી બચાવીને નીયા ને બહાર લઈ જવાનો હતો પરંતુ કંઈ રીતે એ એને સમજાતું ન હતું...
અભી એ એક કાગળ લીધું અને એમાં કંઇક લખીને નીયા ના ઘર પાસે આવ્યો...ત્રણ વાગ્યાનો સમય હતો ઘર ની આસપાસ કોઈ હતું નહિ...દાદી ઊંઘી રહ્યા હતા..નિખિલ તૈયાર થઇ રહ્યો હતો...
નીયા ના ઘરનો દરવાજો બંધ હતો અભી એ કાગળ વાળી કાપલી એના દરવાજા નીચેથી સરકાવી દીધી અને જાણે કોઈ પાછળ દોડતું હોય એમ ફટાફટ ભાગીને એના ઘરે આવીને રૂમમાં પહોંચ્યો ત્યાં સુધી દોડ્યો...

નીયા હજુ જાગતી જ હતી...દરવાજા નીચેથી આવેલી કાપલી જોઇને મોટા મોટા પગલે ચાલીને દરવાજા પાસે આવી અને ખોલ્યો...
પરંતુ બહાર ભરબપોરના તડકા માં કોઈ હતું નહિ ....અંદર આવીને દરવાજો બંધ કર્યો અને કાપલી ખોલીને જોઈ ...
સરસ અણીદાર , મરોડવાળા અક્ષર થી લખેલી અંગ્રેજી ભાષા ની એક લાઈન નીયા જોતી જ રહી ગઈ...એટલા વર્ષો માં નીયા એ આવા અક્ષર ક્યારેય જોયા નહોતા...

I'll Pick you up from Vandan Park at six o'clock...Abhi.

અભી નામ જોઇને નીયા એ નામ ઉપર બે ત્રણ વાર ચુંબન કરી લીધું અને કૂદકા મારતી એ સોફા ઉપર ઢળી પડી....
વારંવાર એકની એક લાઈન વાંચી રહી હતી...
જ્યારે પહેલીવાર અભી એ બચાવી હતી ...બર્થડે ના દિવસે બચાવી હતી અને બેડ ઉપર સુતેલી નીયા ના હાથ માં અભી નો હાથ પરોવાયેલા હતો એ બધા દ્ર્શ્ય નીયા ને દેખાઈ રહ્યા હતા...અભી ની પાછળ ઘેલી થઈ ગયેલી નીયા ચાર વાગ્યા સુધી સોફા ઉપર પડી હતી...

કાગળ ઊંચું કરીને ફરી એકવાર વાંચતી નીયા હરખ માંથી ઉભી થઇ ગઈ અને ચિંતા માં આવી ગઈ...
"મે કપડા તો નક્કી જ નથી કર્યા ....હવે બે કલાક જ છે મારી પાસે તૈયાર થવા માટે ..." એકલી એકલી બબડીને નીયા એ કબાટ ખોલ્યો અને જોતી રહી...
નવુ લાલ ફ્રોક કાઢ્યું ...' અરે આ તો એના બર્થડે માં મે પેર્યું હતું...'
બ્લેક વનપીસ કાઢીને જોતાં જોતાં બોલી 'મારો ફેવરીટ કલર બ્લેક છે એનો થોડી છે....'
' તો અભી નો ફેવરીટ કલર...' હડપચી ઉપર આંગળી રાખીને નીયા વિચારી રહી હતી ....
' યસ, બ્લૂ...એના બર્થડે ના દિવસે આખુ ઘર બ્લૂ હતું એ જ હશે....'
' પણ મારી પાસે બ્લૂ કંઈ નથી ...'
નીયા ખૂબ ઉદાસ થઈને કબાટ પાસે જ જમીન ઉપર બેસી ગઈ અને વિચારવા લાગી...

બ્લૂ કબાટમાંથી અભી એક એક શર્ટ સાથે બ્લેઝર કાઢીને બેડ ઉપર ફેંકી રહ્યો હતો...બ્લૂ બેડ ઉપર બધા કપડાં આછા અને ઘાટા બ્લૂ જ હતા...અભી પાસે બ્લૂ સિવાય ના અમુક કપડા જ એવા હતા જે બીજો કલર ધરાવતા હતા...વધારે બ્લૂ એનાથી ઓછા રેડ અને વ્હાઇટ કપડા જ હતા ....'
' આ શું ...બીજો કોઈ કલર કેમ નથી ...'
' જ્યાં સુધી મને ખ્યાલ છે અને મારા નોટિસ મુજબ નીયા વધારે બ્લેક કપડા પહેરે છે તો બની શકે કે એનો ફેવરીટ કલર બ્લેક હશે એન્ડ મને બ્લેક માં જોઇને મારે એનું દિલ જીતવામાં વધારે મહેનત ન કરવી પડે ...'
' પણ મારી પાસે બ્લેક કલર તો નથી....'
બધા કપડા ને વારંવાર જોતો અભી થોડોક ટેન્શન માં આવી ગયો હતો ....

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED