Badlo - 7 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 7)

દૂરબીન માંડીને બેઠેલી સ્નેહા શીલા અને દાદી ને જોઈ રહી હતી...
"યાર અહીંથી તો કંઈ નથી દેખાતું રસોડા સિવાય..."સ્નેહા એ અકળાઈ ને કહ્યું...
" તો રસોડું જો.."નીયા એ હસીને કહ્યું...
"નીયા આ મજાક કરવાનો સમય નથી..."
"હું જાણું છું સ્નેહા ..." એટલું બોલતા નીયા ની આંખો માં આછા આંસુ આવી ગયા અને સ્નેહા ની આંખો પણ ભીની થઇ ગઈ હતી...
થોડા સમય સુધી બંને એ એના ભૂતકાળ ને એકવાર વાગોળી લીધું ...
સ્નેહા નો ચહેરો ગુસ્સા ના કારણે લાલઘૂમ બની ગયો હતો જેના કારણે ભૂતકાળ વાગોળવાનું છોડીને એણે ફરી દૂરબીન માંડ્યું...
"અરે આ શીલા તો અભી ને નુકસાન પહોંચાડે છે...."
" તને જોવામાં ભૂલ થઈ હશે સ્નેહા ..એ બંને વચ્ચે તો ખૂબ જ પ્રેમ છે...." પ્રેમ શબ્દ બોલતા બોલતા નીયા ને કંઇક અલગ લાગણી થઈ રહી હતી...એને વિચાર પણ આવી ગયો હતો કે એ બંને વચ્ચે ગમે એવા પ્રકારનો સબંધ હોય પરંતુ મને એ વાત કેમ નથી ગમતી...
" ના ,મને કોઈ ભૂલ નથી થઈ...મે જોયુ કે શીલા ના હાથ માં ઇંજેક્શન છે અને એ અભી તરફ આગળ વધી રહી છે...."
" તો મને એવું લાગે છે કે આ બધા કાળા કામ ની પાછળ શીલા જ હશે ...મને આપ ..." નીયા એ હાથ ના ઇશારાથી સ્નેહા પાસે દૂરબીન માંગ્યું અને રસોડા તરફ માંડ્યું.....
નીયા એ દૂરબીન માંથી જોયું ત્યારે અભી અને શીલા માંથી કોઈ રસોડા માં હાજર નહોતું...
બંને ઘણા સમય સુધી વિચારોમાં પડી ગઈ હતી...

મીની ઇંજેક્શન લઈને શીલા એ અભી તરફ પગલાં માંડ્યા...
અભી ની લગોલગ પહોંચી શીલા એ ચક્કર આવતા હોય એવું નાટક કરીને અભી ઉપર પડવાનો ઢોંગ કર્યો અને એની કમર માં ઇંજેક્શન ખોસી દીધું....
શીલા ને પકડવામાં અભી ને ખ્યાલ ન આવ્યો કે એની કમરમાં ઇંજેક્શન ખોસી દીધું હતું...અભી એ શીલા ને સરખી ઉભી કરી ત્યારે શીલા પાછી એના ઉપર જડની જેમ ચોંટી ગઇ હતી...
"મને બચાવ અભી ...મને ચક્કર આવે છે..." બોલતા બોલતા શીલા અભી ના ગાલ ઉપર જાણે કોઈ જાદુ કરી રહી હોય એ રીતે ગરમ ગરમ શ્વાસ છોડી રહી હતી...ગુસ્સાના કારણે અભી ની આંખો બંધ થઈ ગઈ હતી...અભી એ શીલાને દૂર હડસેલી અને ત્યાંથી સડસડાટ નીકળી ગયો...
પરંતુ શીલા હાર માને એમ નહોતી ...
"ક્યાં જઈશ મારાથી બચીને ...છેલ્લે તો મારી પાસે જ આવીશ..." બોલીને શીલા એ કડવું સ્મિત કર્યું અને ત્યાંથી બહાર નીકળી ....

નીયા અને સ્નેહા એ બધી કડી જોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક પણ કડી એકબીજા સાથે મેળ ખાતી ન હતી ...

શીલા રસોડામાંથી એના રૂમ તરફ આવી ..
નિખિલ બેડ ઉપર બેઠા બેઠા એની ફાઈલ જોઈ રહ્યો હતો...શીલા એ બાથરૂમમાં જઈને એટલા જોરથી બારણું બંધ કર્યું જાણે તોડી નાખવું હોય...શીલા ને આ રીતે જોઇને નિખિલને મજા આવતી હતી...ગુલાબી કલરનો નાઈટ સૂટ પહેરીને શીલા બહાર આવી અને ડ્રેસિંગ ટેબલ ઉપર બેઠી બેઠી એના વાળ સરખા કરી રહી હતી વારંવાર દીવાલ ઉપર લટકાવેલ કાળા રંગની ગોળ ઘડિયાળ તરફ શીલા નજર કરી રહી હતી...જાણે સમય થઈ ગયો હોય એ રીતે ઉભી થઈને નિખિલ રૂમમાં હાજર જ ન હોય એ રીતે નજરઅંદાજ કરીને સડસડાટ રૂમની બહાર નીકળી ગઈ...શીલાને આ રીતે બહાર જતાં જોઇને નિખિલ ને ખૂબ ગુસ્સો આવ્યો અને એણે હાથમાં પકડેલી લાલ ફાઈલ ને ફંગોળી દીધી અને લાઈટ બંધ કરીને સુઈ ગયો...

અભી એના બ્લૂ રંગના બેડ ઉપર સૂતો હતો...રૂમ ની અંદર વધારે બ્લૂ રંગ જ દેખાતો હતો...સફેદ કલરની દીવાલ ઉપર બ્લૂ પરદા હતા જે બારીને પૂરેપૂરા ઢાંકી દેતાં હતાં...બ્લૂ શર્ટ ની સ્લિવ ફોલ્ડ કરેલી હતી ,જાણે હમણાં જ વોશ કર્યા હોય એવા ભીના સિલ્કી વાળ ની બે ત્રણ પાતળી લટ કપાળ ઉપર લટકી રહી હતી જેની ઉપર પાણી ના આછા ટીપાં હીરાની જેમ ચમકી રહ્યા હતા, ગુલાબના કળી જેવી સ્માઇલ કરીને એના જમણા ગાલ ઉપરનો ઊંડો ખાડો બતાવતો અભી ખરેખર ખૂબ સોહામણો અને હેન્ડસમ લાગી રહ્યો હોય એવી ફોટોફ્રેમ આખી દીવાલ માં લટકી રહી હતી...રૂમની અંદર ઘણા એવા ઓછા પ્રમાણમાં ફર્નિચર હતું...બેડ ની સામે ની બાજુ બ્લૂ નાના સોફા ની સામે એક કાચનું આરસપહાણ નું ટેબલ હતું જેની ઉપર અભી નું લેપટોપ અને થોડી ફાઈલો પડી હતી...

અભી સૂતો હતો પરંતુ એને અકળામણ થઈ રહી હતી...એસી ચાલુ હોવા છતાં અભી ને પરસેવો છૂટી રહ્યો હતો...અભી બેઠો થઇને જોર જોરથી શ્વાસ ફૂંકી રહ્યો હતો...દરવાજો ખૂલવાનો અવાજ આવતા અભી એ દરવાજા તરફ નજર માંડી ત્યાં શીલા અંદર આવી અને અભી ને આવી હાલત માં જોઇને દોડીને અભી પાસે આવી અને એના ગળે વળગી પડી...અભી એ શીલા નો નાઈટ સૂટ ધીમે ધીમે ઉતારી નાખ્યો અને ભૂખ્યા શિયાળ ની જેમ શીલા ઉપર તૂટી પડ્યો જાણે શીલા પણ એ કામ કરવા માટે જ અહીં આવી હોય એ રીતે આંખો બંધ કરીને થઈ રહેલો રોમાંચ માણવા લાગી...

સવારના પાંચ વાગ્યા હતા...આછુ અંજવાળું આવતા શીલા ની આંખો ખુલ્લી ગઈ હતી...અભી એની તરફ પીઠ કરીને સૂતો હતો...બ્લૂ મખમલ રેશમી ધાબળો ઓઢીને શીલા ટગર ટગર છત ને તાકી રહી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી...પાર્ટી દરમિયાન દાદીએ કરેલી વાત અત્યારે શીલાને વારંવાર યાદ આવી રહી હતી...
કેક કાપતા અભી ને જોઇને દાદી એ શીલાને કહ્યું હતું...
"આજે અભી અઠ્ઠાવીસ વર્ષના ગાળા માં બેસી ગયો છે. અભી તો નામ નહિ લે પરંતુ આપણે જ એની માટે છોકરી શોધવાનું ચાલુ કરવું પડશે. તું તારા ધ્યાન માં હોય તો મને જણાવજે..." બોલીને દાદી એ શીલા તરફ નજર કરી તો શીલાની આંખો આછી ભીની હતી...
આગળ એક પણ શબ્દ બોલ્યા વગર દાદી ત્યાંથી દૂર મહેમાનો ને મળવા નીકળી પડ્યા...
શીલા હજુ ત્યાં જ ઉભી હતી...અભી ને જોઇને એને વધારે આંસુ આવી રહ્યા હતા પરંતુ મહેમાનો ની શરમ થી રડવાનું ટાળી રહી હતી...બીજી બાજુ અભી જે રીતે નીયા ને શોધી રહ્યો હતો એને જોઈ રહ્યો હતો એ શીલા ની નજર થી બચી શક્યું નહોતું....
છત તાકતી વિચાર કરતા શીલા ની આંખો ના ખૂણે એક આંસુ લટકી રહ્યું હતું. જે પડવાની તૈયારીમાં જ હતું...શીલા એ અભી ની પીઠ તરફ ધ્યાન કર્યું ત્યાં એનું લટકતું આંસુ લસરપટ્ટી ની જેમ લસરી ગયું...અને એ ત્યાંથી ઉભી થઈને નાઈટ સૂટ પહેરીને એના રૂમ તરફ નીકળી ગઈ...

સ્નેહા આજે એકલી ઘરે રહીને કામ કરી રહી હતી...નીયા ઓફિસ પર ગઈ હતી જેના કારણે એકલી સ્નેહા એ બારણું બંધ રાખ્યું હતું એવામાં બારણાં ઉપર ખટખટ નો અવાજ આવતા સવાર સવાર માં કોણ આવ્યું હશે એવું વિચારીને સ્નેહા એ બારણું ખોલ્યું...
બારણું ખોલતાં દાદી નો હસતો ચહેરો જોઈને સ્નેહા હેરાન રહી ગઈ...
"આવો દાદી ..." નકલી સ્માઇલ બતાવીને સ્નેહા એ આવકાર આપ્યો...
" હું નહિ તું ચાલ અમારી સાથે તને લેવા આવી છુ..."
"ક્યાં..." એટલું સાંભળતા સ્નેહા ના મનમાં ઘણા બધા વિચારો હાજરી પુરાવી ગયા...
"હું ને શીલા મંદિર જઈએ છે તો કીધું તને પણ સાથે લેતા જઈએ નીયા તો ઘરે છે નહી એ પછી ક્યારેક આવશે ..." એકધારી ખોટી સ્માઇલ બતાવીને દાદી બોલી રહ્યા હતા..
સાથે જાવું કે ન જાવું ના હેરાફેરી વિચારોમાં સ્નેહા એ દાદી ને હા કહી દીધું અને તૈયાર થવા માટે અંદર ની તરફ ધસી આવી...
સ્નેહા ને અંદર જતા જોઇને દાદી એ કડવું સ્મિત કર્યું અને બહાર ની તરફ ચાલવા લાગ્યા...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED