Badlo - 14 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 14)

દસ મિનિટ સુધી વરસી રહેલ રોમાંચ ને સંગીતા માણી રહી હતી....એની આંખો ખુલતા જ ગાડી ની બહાર નો બંધ થઈ ગયેલ વરસાદ જોઇને અચાનક ભાન માં આવી હોય એ રીતે શૈલેશ ને જોરથી ધક્કો માર્યો...
"વરસાદ થોભી ગયો છે ...હું નીકળું હવે..." શૈલેષ તરફ નજર કર્યા વગર સંગીતા એ કહ્યું અને દરવાજો ખોલીને નીચે ઉતરી ગઈ...
શૈલેષ કંઈ બોલવાની હાલત માં ન હતો એ ખૂબ હાંફી રહ્યો હતો અને સંગીતા ને જોઈ રહ્યો હતો...
સંગીતા ગાડીમાંથી ઉતરીને એની શાક ની થેલી લઈને મોટા મોટા પગલે ચાલવા લાગી...
શૈલેષ એ એને જોઇને પોતાના વાળમાં હાથ માં ફેરવ્યો અને આંખના ખૂણે આંગળી મૂકીને થોડીવાર આંખો બંધ કરી દીધી ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને એને લોક કરીને રિક્ષા શોધવા માટે નીકળી પડ્યો...
રિક્ષા મળતા જ તરત ઘરે પહોંચ્યો ત્યારે ઘર ઉપર તાળું મારેલું હતું પાછળ ફરીને જોયું તો ગાડી આવી ...
ગાડીમાંથી ઉતર્યા ત્યારે તરત જ એના મમ્મી ના હાથમાંથી બાળકને લઈને જોવા લાગ્યો...
સુનિતા એ તાળું ખોલ્યું એટલે બધા અંદર આવ્યા...
બાળકને આ રીતે રમાડતા જોઇને બીજું બાળક આવતા શૈલેષ હવે એના પરિવાર ને સમય આપશે એવું વિચારીને સુનિતા ખૂબ ખુશ થઈ ગઈ...

શૈલેષ ની થોડી નજીક આવી ત્યાં એના ખભા સહેજ નીચે નાની લાલ બીંદી જોઇને સુનિતા ના પગ ત્યાં જ થોભી ગયા..
ખુશી નો દિવસ હોવાથી સુનિતા એ કંઈ પણ પૂછતાછ કરવાનું ટાળ્યું...

થોડા દિવસો બાદ સુનિતા એ પૂછ્યું પરંતુ શૈલેષ તરફ થી કોઈ જવાબ ન મળ્યો...
આ વાતની જાણ દાદી ને કરી પરંતુ દાદી એ પણ ખોટા વેણ સંભળાવીને વાત દબાવી દીધી...

અભી બાર વર્ષ નો થઈ ગયો હતો...નિખિલ પંદર વર્ષનો થોડું થોડું સમજતો થઈ ગયો હતો....આજે પણ એ રીતે જ ચાલી રહ્યું હતું સુનિતા નું ઘરમાં કોઈ ધ્યાન રાખતું ન હતું એ ઘરના નોકરની જેમ કામ કર્યા કરતી હતી ...શૈલેષ ઘર કરતા વધારે બહાર રહેતો હતો દાદી એના છોકરાને કામ કરતા જોઇને વટ કરતા રહેતા...

સુનિતા ને પગ માં વાગ્યું હતું જેથી એને ડોક્ટરના કહ્યા મુજબ આરામ કરવાનો હતો...
દાદી અને બાળકોની કાળજી માટે શૈલેષ સંગીતા ને એના ઘરે લાવ્યો હતો...
શૈલેષ બે દિવસ માટે કામના કારણે જાપાન ગયો હતો...
સંગીતા એની બાર વર્ષની દીકરી સ્નેહા ને ઘરે મૂકીને જ આવી હતી...પરંતુ બાર વર્ષના અભી ને જોઇને એની સ્નેહા ની યાદ ખૂબ આવતી હતી...
સંગીતા અને સુનિતા સારી એવી સહેલી બની ગઈ હતી...
સુનિતા ની હાલત જોઈને અને દાદીનું સુનિતા સાથે નું વર્તન જોઇને સંગીતાને ખૂબ દયા આવી રહી હતી...

દાદી ને સુનિતા પસંદ નહતી પરંતુ સંગીતા એનો વધારે સમય સુનિતા સાથે ગાળતી હોવાથી દાદી ને સંગીતા પણ પસંદ ન હતી..
સંગીતા ને બધા ઘરમાં ગીતા કહીને બોલાવતા હતા...

શૈલેષ બે દિવસ પછી આવી ગયો હતો..બીજે દિવસે સંગીતાને ઘરે મૂકવા જવાની હતી...
દાદી અને બાળકો સૂઈ ગયા હતા...સુનિતા અને સંગીતા એક રૂમમાં હતા...
શૈલેષ હોલમાં બેસીને મોડી રાત સુધી એનું કામ કરી રહ્યો હતો...

સવારમાં ઉઠતાં દાદી રૂમમાંથી બહાર નીકળીને હોલ તરફ આવ્યા...હોલ તરફ આવતા દાદી એ સોફા પાસે લોહીનું પાટોડુ જોયું એ દોડીને નજીક આવ્યા ત્યાં શૈલેષને સોફા પાસે લોહીલુહાણ અવસ્થા માં જોઇને એના હોશ ઉડી ગયા...
શૈલેષ ની સામે હાથમાં લોહી વાળો છરો હાથમાં પકડીને સંગીતા ઉભી હતી...અને સુનિતા દોડીને દરવાજા તરફ જઈ રહી હતી...
દાદી દોડીને શૈલેષ પાસે આવ્યા અને પીઠભર પડેલા શૈલેષ ને સીધો કર્યો...લોહીથી લથપથ હાલતમાં જોઇને દાદી થી જોરથી બુમ પડાઈ ગઈ...
"શૈ..લે..ષ.."

*

સોફા ઉપર બેઠેલા દાદી એ જટકા સાથે આંખો ખોલી નાખી અને વર્તમાનમાં આવ્યા...દાદી ખૂબ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા...એની આંખોમાં આંસુ આવી ગયા હતા...
થોડી જ સેકન્ડમાં પૂતળાની જેમ ઊભા થઈને એના રૂમ તરફ ચાલવા લાગ્યા...

સ્નેહા અચાનક આ રીતે કંઈ કહ્યા વગર નીકળી ગઈ હતી જેના કારણે નીયા થોડા વિચારો માં ખોવાઈ ગઈ હતી....
સ્નેહાનો વિચાર કરતા કસ્તા નીયા શીલાના રૂમમાં ભજવાયેલ એની અને અભી ની વચ્ચે નું દ્ર્શ્ય યાદ આવી ગયું...અભી ને યાદ કરતા નીયા ના ચહેરા ઉપર અનોખી સ્માઇલ ધસી આવી...

પાર્ટી આજે નહિ કાલે આવાની હતી જેથી ઓફિસ માં હવે કંઈ કામ નહોતું એટલે અભી અને નિખિલ ઘરે આવી ગયા...ઘરે પહોંચતા જ અભી ને વિચાર આવ્યો કે નીયા એના અને શીલા વચ્ચેના સબંધ ને લઈને કંઇક અલગ સમજી રહી હતી જેથી એણે ઘરે જતા પહેલા નીયાના ઘર તરફ પગલા માંડ્યા...

અભી વિશે વિચારતી નીયા બેઠી હતી એવામાં દરવાજા ઉપર ઊભેલો એને સાક્ષાત અભી દેખાયો...
થોડાક સમય માટે નીયા ને એવું લાગ્યું કે એના વિચારોમાંથી નીકળીને અભી સામે ઊભો છે...એકધારી સ્માઇલ કરીને નીયા અભી ને જોઈ રહી હતી...
અભી છ સાત પગલાં ચાલીને સોફા નજીક આવી ગયો અને નીયા ને આ રીતે જોઇને એના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ હતી...
નીયા અને અભી એકબીજાને જોઈ રહ્યા હતા...નીયા હજુ પણ એના સપનામાં હોય એ રીતે અભી ને જોઈ રહી હતી...અભી રિયલ માં એની સામે છે એનાથી અજાણ હતી ...
"હેલ્લો..." અભી એ ચપટી વગાડીને નીયા ને તંદ્રા માંથી બહાર કાઢી...
નીયા અચાનક અભિને જોઇને ઉભી થઈ ગઈ...ચારેતરફ એકવાર નજર કરીને જોઈ લીધું ત્યારે નીયા ને જાણ થઈ કે અભી એના ઘરમાં ક્યારનો આવીને બેસી ગયો હતો...પરંતુ સપનું સમજીને ગાંડાની જેમ એને જોઈ રહી હતી જેથી નીયા અભી થી થોડી ભોંઠી પડી રહી હતી...

" સ્નેહા નથી દેખાતી..."
' કેમ ઓછું થઈ ગયું છે દેખાવાનું ....' એવું કહેવા જતી નીયા એના શબ્દો ગળી ગઈ અને બોલી ..
"હા એ મુંબઈ ગઈ છે એક કામ આવી ગયું એટલે..."
"ઓહ , તો...."
"તો......"
" શીલા પણ નથી ઘરે તો રસોઈ કંઈ ખાસ નહિ હોય ..."
"હા, તો..." શીલા નું નામ સાંભળીને નીયા થોડી અકળાઈ ગઈ..." ' મને શું કામવાળી સમજે છે તું...' નીયા એ મનમાં જ બોલી લીધું..
"તો આપણે બહાર જઈને ડિનર કરીએ..."
શીલા નું નામ સાંભળીને અકળાયેલી નીયા એ સરખો જવાબ ન આપ્યો અને કહ્યું...
" મારે ક્યાંય બહાર નથી જવું..."
" પ્લીઝ નીયા...આજે ના નહિ કહેતી મને બોવ જ મન છે ચાલને... મારે તારી સાથે થોડી વાત પણ કરવી છે...પ્લીઝ નીયા....પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ..નીયા..."
અભી ના બોલાયેલા શબ્દો જાણે નીયા ઉપર કોઈ જાદુ કરી રહ્યા હતા...અભી જ્યારે જ્યારે 'નીયા' નામ બોલતો હતો ત્યારે નીયા એના જાળમાં ફસાઈ જાતી હતી...
કોઈ આનાકાની વગર નીયા એ હા કહી દીધું ....અભી ખૂબ ખુશ થઈને એના ઘરે જતો રહ્યો...

"મને તો પાગલ લાગે છે...બપોર ના સમય પર લંચ ના બદલે ડિનર નું કહ્યું...અત્યારે બપોરે કોણ રસોઈ કોણ કરી આપવાનું હશે...." એકલી એકલી બબડતી નીયા પોતાની માટે મેગી બનાવી રહી હતી અને વિચારી રહી હતી કે સાંજે એ પહેલી વાર અભી સાથે બહાર જશે તો શું પહેરશે..અભી એની સાથે શું વાત કરવાનો છે...આ મારી પહેલી ડેટ તો નથી ને ?... એણે સાંજે જ કેમ બહાર જવાનું કહ્યું અત્યારે કેમ નહિ...આવા વિચારો નીયા ના મગજમાં આવી રહ્યા હતા...નીયા મેગી ખાઈને સૂતી ત્યારે પણ અભી ને લઈને વિચારો કરી રહી હતી....

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED