Badlo - 4 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 4)

સ્નેહા એ નીયા ને બધી વાત કરી દીધી હતી ...એટલે નીયા ની આંખો ભીનાશ થી છવાઈ ગઇ હતી અને એનો ચહેરો તમતમી ગયો હતો...
સ્નેહાને શું કહીને સધિયારો આપવો એ નીયા ને સમજાતું નહોતું...એ સ્નેહા ના માથા ઉપર હાથ ફેરવતી હતી જેના કારણે સ્નેહા ની આંખોમાં ઊંઘ પરવરી રહી હતી...

દાદી એ ફોન ઉઠાવ્યો અને બોલ્યા..
"હેલ્લો...." સામેથી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો...
"૩૨૫ ..." દાદી એ આંકડા માં વાત કરી...
"હેલ્લો...." દાદી ના આંકડા સાંભળીને તરત સામેના છેડેથી કોઈ સ્ત્રી નો કોમળ અવાજ સંભળાયો...
" ગીતા..." નામ બોલી દાદી એ કડવું સ્મિત કર્યું એના ચહેરા ઉપર વિલન જેવી સ્માઇલ ઉપસી આવી હતી...
" ત..ત..તમે ...." સામેના છેડેથી કોઈ ધ્રુજતા અવાજે બોલી રહ્યું હતું...
"હા હું ગીતા...ઉર્ફ ...સંગીતા...." પોતાનું આખુ નામ સાંભળીને સામેના છેડેથી સન્નાટો છવાઈ ગયો હતો...
સામેના છેડેથી કોઈ પ્રતિભાવ ન મળતા દાદી એ એની વાત આગળ હકાવી...
"મે કીધુ હતું ને જ્યાં તારી એક પણ નિશાની દેખાશે તો એને હું નહિ રહેવા દઉં..."દાદી કોઈક ને મારવાની ધમકી આપી રહ્યા હોય એ રીતે ચારેતરફ નજર ફેરવીને બોલી રહ્યા હતા
..
સામેના છેડાવાળી સ્ત્રીએ સાંભળવા માટે જ ફોન ઉપાડ્યો હોય એવી રીતે ચૂપચાપ દાદીની વાત સાંભળી રહી હતી...
"મે તારી દીકરી સ્નેહા ને જોઈ છે ...એ અમારા સામેના મકાન માં જ રહે છે...તું કહેતી હોય તો એને પણ તારી પાસે મોકલી આપુ...." બોલીને દાદી જોર જોરથી હસવા લાગ્યા...
"અને હું...હેલ્લો...હેલ્લો..." દાદી આગળ બોલે એ પહેલા સામેના છેડેથી ફોન મુકાય ગયો હતો ...

"દાદી..." દાદી આગળ કંઇક બોલે એ પહેલા એને પાછળથી શીલા નો અવાજ આવતા દાદી એ ફોન ઉપર નાટક કરવાનું ચાલુ કરી દીધું ..
"હા..કાજુકતરી પણ મોકલાવી આપજો...." આ સાંભળીને શીલા ને સમજાય ગયું કે કાલે અભી નો જન્મદિવસ છે એની માટે દાદી મીઠાઈ નો ઓર્ડર આપી રહી હતી...

" જેને આમંત્રણ આપવાનું છે એના નામ આ લિસ્ટ માં છે ..." લાંબુ લિસ્ટ બતાવીને શીલા એ કહ્યું...
દાદી બ્રાઉન રંગના સોફા ઉપર બેસી ગયા અને હાથ માં લિસ્ટ લઈને જોવા લાગ્યા...
શીલા એને જોઈ રહી હતી...
દાદી એ સામે પડેલા કાચના આરસપહાણ ના ટેબલ ઉપર પડેલી લાલ રંગની પેન લઈને લિસ્ટ ની અંદર લખેલું સ્નેહાનું નામ છેકી નાખ્યું...
આ જોઇને શીલા ને થોડી નવાઈ લાગી...
થોડીક સેકન્ડ બાદ દાદીને ભાન આવ્યું કે એની બાજુમાં શીલા ઉભી હતી...એટલે વાતને પલટો આપવાનું કામ ચાલુ કરી દીધું...
"આ બંને દીકરી નું નામ મહેમાન ની લિસ્ટ માં ન લખવાનું હોય એ તો આપણા ઘર ની સદસ્ય કહેવાય..." દાદી એ પરાણે પ્રેમ બતાવાનો પ્રયાસ કર્યો...

બધી તૈયારી ધૂમધામ થી ચાલી રહી હતી...નીયા અને સ્નેહા ઘરની જેમ મદદ કરી રહી હતી...
દાદી સ્નેહા ના મમ્મી ને કંઈ રીતે ઓળખે છે એ જાણવા માટે સ્નેહા અહી આવી હતી...બીજી બાજુ જ્યારથી અભી ને પહેલી નજરે જોયો હતો ત્યારથી લઈને આજ સુધી અભીને નિરાંતે જોયો નથી કે એની સાથે વાત નહોતી કરી એના કારણે નીયા અહીં તૈયારી કરવા વહેલા પહોંચી ગઈ હતી...

અભી ને ઓફિસ થી ઘરે પહોંચવામાં અડધો કલાક બાકી હતો...બધી તૈયારી થઈ ચૂકી હતી...આખા ઘર ને આછા બ્લૂ રંગના ફૂલ અને બીજી શણગારવાની વસ્તુ થી ડેકોરેટ કર્યું હતું...બધા મહેમાનો પહોંચી ગયા હતા...
શીલા એ આછા બ્લૂ રંગની સિલ્કની સાડી પહેરી હતી...એની ત્વચા ખુબ ભૂરી હતી જેના કારણે એ કલર એના ઉપર ખૂબ ખીલી ઉઠ્યો હતો...શીલા ને જોઇને કોઇ પણ મોહિત થઈ જાય એવી દેખાઈ રહી હતી એને જોઇને સ્નેહા અને નીયા ને સમજાય ગયું હતું કે શીલા અભી માટે તૈયાર થઈ હતી બ્લૂ રંગ અભી નો ફેવરીટ હતો જેના કારણે શીલા એ કાન ની બૂટ થી લઈને ચંપલ સુધીનું બધું બ્લૂ જ પહેર્યું હતું ...

નીયા એ લાલ રંગનું ગોઠણથી થોડું ઊંચું એવું ફ્રોક પહેર્યું હતું...એ કોઈ બાર્બી ડોલ દેખાઈ રહી હતી...એના સિલ્કી રેશમી વાળ ખુલ્લા હતા ઉપર એક રીબીન નાખી હતી જેની ઉપર મોટું લાલ નક્લી ફૂલ હતું...એની હિલ્સ ના કારણે એ છ ફૂટ ની લાગી રહી હતી....

બધા અભી ની રાહ જોઈ રહ્યા હતા...અડધા કલાક ની ઉપર થવા આવ્યું હતું અભી હજુ આવ્યો ન હતો...નિખિલ વહેલા ઘરે આવી ગયો હતો...જેના કારણે એનું કામ અભિને કરવાનું હતું જેથી તે થોડો મોડો ઘરે આવે ...પરંતુ ધાર્યા કરતા વધારે સમય વેડફાઈ ગયો હતો...
શીલા મોઢું ફુગ્ગા જેવું ફુલાવીને નિખિલ ને તાકી રહી હતી અને જાણે કહી રહી હતી..કે તમારા કારણે જ મોડું થયું છે તમારે વહેલા આવાની શું જરૂર હતી જેનો જન્મદિવસ છે એને કામ સોંપીને અહી શું કરવા વહેલા આવી ગયા છો તમારા કારણે જ અભી ને મોડું થયું છે...જો આજે આ દિવસ ખરાબ થયો તો હું તમને નથી છોડવાની...આ બધી અકળામણ શીલા ની આંખો માં નિખિલ સ્પષ્ટ વાંચી રહ્યો હતો...છતાં એ ચૂપચાપ ત્યાં ઊભો રહ્યો અને અભી ની રાહ જોવા લાગ્યો...

અચાનક લાઈટ જતી રહી અને હોલમાં અંધારું છવાઈ ગયું...બધા મહેમાનો ઘેટાં બકરાં ની જેમ ગણગણ કરવા લાગ્યા...

નીયા એ બધાને શાંત થવા માટે કહ્યું અને એ દોડીને બહાર ચેક કરવા માટે નીકળી પડી..નીયા હજુ દરવાજા પાસે પહોંચી ત્યાં વચ્ચે કોઈકની સાથે અથડાતા હિલ્સ ના કારણે એનું સંતુલન ગુમાવી બેઠી અને પડવાની તૈયારી માં જ હતી...પરંતુ કોઈકે અને કમર માં હાથ નાખીને પકડી લીધી હતી જેના કારણે નીયા બચી ગઈ હતી...નીયા નો હાથ એ વ્યક્તિમાં ગળા સાથે વીંટળાઈ ગયો હતો અને એનો બીજો હાથ એના કમર ઉપર મુકાઈ ગયો હતો ....
એ વ્યક્તિને સ્પર્શ કરતા નીયા ને એટલો ખ્યાલ આવી ગયો હતો જેણે એને પકડીને બચાવી છે એ કોઈ છોકરો કે પુરુષ છે....નીયા ને આ સ્પર્શ પહેલા અનુભવેલો લાગી રહ્યો હતો....એના મનમાં અભીની હાજરી થઈ ચૂકી હતી..

નીયા આગળ કંઇક વિચારે એ પહેલાં કોઈકે વાયર ની અદલાબદલી કરીને ઘર ને અંજવાળું આપ્યું હતું...પ્રકાશ આવતા જ નીયા એ એની સામે અભી ને જોયો...
એની અંદર કોઈ વરસાદ થઈ રહ્યો હોય એ રીતે એ અંદરથી ભીંજાય ગઈ હતી...અભી નીયા ની આંખો માં જોઈ રહ્યો હતો ...જાણે નીયા ભાન ભૂલી જ ગઈ હોય એ રીતે અભી ને જોઈ રહી હતી...

હોલમાં બધાનું ધ્યાન આ પંખીડા તરફ આવ્યું...સદભાગ્યે અભી એ લાલ રંગનો શર્ટ પહેર્યો હતો જેના કારણે એકબીજાની આંખો માં ખોવાયેલા પંખીડા કોઈ પ્રેમીપંખીડા લાગી રહ્યા હતા ...સ્નેહા આ બંને ને નીયા ના કેમેરામાં કેદ કરી રહી હતી અને એ શરારતી સ્મિત કરી રહી હતી...શીલા નો ચહેરો લાલ ટામેટાં જેવો થઇ ગયો હતો એ ધુઆપુઆ થઈ રહી હતી...દાદી ને આ દ્રશ્ય થી કોઈ ફરક પડી રહ્યો ન હતો....નિખિલ ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો અને શીલા ને જોઇને એને વધારે હસુ આવી રહ્યું હતું...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED