"થેંક ગોડ .. ફાઈનલી મને જોબ મળી જ ગઈ..." નીયા ઇન્ટરવ્યૂ આપીને આવી અને ખુરશી ઉપર ધડ દઈને બેઠા બેઠા બોલી રહી હતી...
" એ બધું છોડ ...આ ચક્રી ખાઈને કહે કેવી બની છે..." સ્નેહા મોઢા માં બે ચક્રી નાખીને હાથ માં ચક્રી ની ભરેલી પ્લેટ લઈને આવી અને બોલી...
"વાઉ ....તે બનાવી?..." એક ચક્રી મોઢામાં મૂકીને નીયા બોલી...
" ના હવે , સામેવાળા ઘરની વહુ આપી ને ગઈ..." સ્નેહા બોલી...
"પેલા હેન્ડસમ છોકરાની વાઈફ...." નીયા બોલી અને બંને ખડખડાટ હસી પડી...
થોડાક સમય બાદ નીયા એ ખાલી પ્લેટ આપવા માટે સામે ના ઘરે આવી...
ઘરનું બારણું ખુલ્લું જ હતું જેના કારણે નીયા અંદર ધસી આવી...નીચે જોયું તો ઘર માં ક્યાંક ક્યાંક પાણી નો છંટકાવ કર્યો હતો એ ઘરની વહુ સાફસફાઇ કરી રહી હતી...
"આવો...." નીયા એ બધું નિહાળવામાં વ્યસ્ત હતી એટલામાં ઉપરથી સાફસફાઇ કરતા ઘરના વહુ નીચે આવ્યા...
એકદમ ગોરો વાન, લચીલી પાતળી કમર, ભૂરાશ પડતા કાળા વાળ ,કપાળ ઉપર લાલ કંકુનો નાનો ચાંદલો , એના શરીર ઉપર ની પીળી સાડી હવામાં લહેરાઈ રહી હતી...જાણે કોઈ અપ્સરા નીચે આવતી હોય એ રીતે એની ચાલ જોઇને કોઈ પણ લપસી પડે એવા દેખાઈ રહ્યા હતાં...
" આ તમારી પ્લેટ..." નીયાને કોઈ મોહ લાગી ગયો હોય એ રીતે એને જોઈ રહી હતી...
"શીલા , તું રસોડા માં જઈને સંભાળ આ બધું ગૌરી આવીને કરી નાખશે ..." અંદરથી અચાનક દાદી આવીને બોલ્યા...
ત્યારે નીયા ને જાણ થઈ કે એનું નામ શીલા હતું...એટલે મારે એને શીલા ભાભી કહેવાનું કે ખાલી શીલા....નીયા મનમાં શીલા ને શું કહેવું એ વિચારી રહી હતી ત્યાં દાદી એની પાસે આવી પહોંચ્યા ...
"તમે કોણ..." દાદી એ રીતે પૂછી રહ્યા હતા જાણે નીયા ને પહેલી વાર જોય હોય ...
હું હજી કાલે દૂધ લેવા આવી ત્યારે મને આંખ ના ડોળા કાઢીને ડરાવી હતી અને આજે ભૂલી પણ ગયા કે શું....એવું કહેવું નીયા ને હિતાવહ ન લાગ્યું એટલે એ બોલી ઉઠી...
"હું તમારી પાડોશી...તમારી ચક્રી ની પ્લેટ આપવા માટે આવી હતી...ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી..." દાદી તરફ થી કોઈ પ્રતિભાવ ન મળતાં નીયા એ હજુ થોડુક ઉમેર્યું...
"તો હું હવે નીકળું... જ્ય શ્રી કૃષ્ણ..."
" અરે બેસો ને આમ થોડું ચાલ્યું જવાય..." અંદરથી શીલા આવીને બોલી...
દાદી એ નીયા ને થોડી પૂછતાછ કરી ...દાદી સાથે વાત કર્યા પછી નીયા ને સમજાયું કે દાદી જોવામાં જ ખતરનાક છે બાકી આમ તો ખૂબ સારી રીતે વર્તે છે....
શીલા અંદરથી આવી અને નીયા ની સાથે થોડી વાતો કરી...
ત્યારે નીયા ને જાણ થઈ કે આ ઘરની અંદર શીલા અને એના પતિ , એનો દિયર અને દાદી એટલા જ એક પરિવાર તરીકે રહે છે ...પછી નીયા એ એનો પરિચય આપ્યો...
આ રીતે નીયા ને હવે એ લોકો સાથે મજા આવી ગઈ...જ્યારે સ્નેહા એને બોલાવવા માટે આવી ત્યારે નીયા ને ભાન થઈ કે એ અહી આવી એને એક કલાક થવા આવી હતી....
સ્નેહા ને જોઈને દાદી ના વર્તન માં થોડો બદલાવ આવ્યો હતો જેની નોંધ નીયા એ લીધી હતી...
નીયા અને સ્નેહા બંને ઘરે જવા નીકળી પડી એવામાં નીયા નો પગ લપસ્યો અને એ પડવાની તૈયારી માં જ હતી ત્યાં ઘરની બહાર થી એક છોકરો આવ્યો અને નીયા ને કમરેથી પકડી લીધી...
થોડીવાર માટે નીયા ને એવું જ લાગ્યું હતું કે હવે એ પડી જવાની છે અને એનું માથુ પાસે પડેલા ટેબલ સાથે અથડાઈ ને મગજમાં હલચલ થઈ જવાની છે...પરંતુ એવું કંઈ બન્યું નહિ અને એ છોકરા એ એને પકડી લીધી...નીયા નો હાથ એ છોકરા ના ગળા સાથે વીંટળાઈ ગયો અને એની આંખ પેલા છોકરા સાથે મળી ત્યારે નીયા ને સ્વર્ગ જેવી લાગણી થવા લાગી...
સ્નેહા એ થોડી મદદ કરી અને નીયા ને સરખી ઉભી કરીને ઘરે લઈને જતી રહી...નીયા નું ધ્યાન એ છોકરા તરફ જ હતું...એ હજુ એના વિચારોમાં ખોવાયેલી હતી...
" મને લાગે છે એ શીલા નો દિયર હશે...." સ્નેહા ઊંડા વિચારો માં જઈને બોલી રહી હતી...
ત્યારે નીયા વર્તમાન માં આવી અને બોલી ઉઠી...
"એ જ શીલા નો પતિ છે ...."
" ના હવે એની પાછળ હતા એ એમના મોટા ભાઈ જેવા દેખાતા હતા...." સ્નેહા બોલી....
"પણ તે દિવસે તો રૂમમાં શીલા અને આ હેન્ડસમ છોકરો હતો..." નીયા બોલી ત્યારે બંને ઊંડા વિચારો માં સરી પડ્યા...
" તમે બંને કેમ આમ બેઠા છો..." બંને વિચારતા હતા ત્યાં શીલા ગપશપ ના બહાને ત્યાં આવી પહોંચી...
" સામે બેઠેલા છે તે તમારા પતિ છે?..." ઘરની બહાર ગાડી ઉપર બેસીને ફોન માં વાત કરતા છોકરા તરફ આંગળી ચીંધીને નીયા એ પૂછ્યું ...
શીલા ના ચહેરા ઉપર કંઇક અલગ જ સ્માઇલ આવી ગઈ હતી..એ બોલી...
"ના એ મારા દિયર છે....અભી... નામ છે એનું....અને પાછળ જે છે એ મારા પતિપરમેશ્વર નિખિલ..." અભી ની પાછળ આવતા એના પતિ તરફ આંગળી કરીને શીલા બોલી...
સ્નેહા અને નીયા બંને એ નોંધી લીધું કે શીલા એ અભી નું નામ લેવામાં રસ દાખવ્યો અને નિખિલ નું નામ લેતી વખતે અણગમો બતાવ્યો...
ત્રણેયે બેસીને જે કામ કરવાનું હતું એ ખૂબ સારી કર્યું...એટલે કે વાતોની ગપશપ કરવામાં છોકરીઓ ક્યારેય પાછળ નથી જ રહી....
શીલા એની ઘરે જતી રહી ત્યારે નીયા અને સ્નેહા ને સામેના ઘરની કહાની જાણવામાં વધુ રસ પડ્યા લાગ્યો જેના કારણે બંને એ નક્કી કરી લીધું હતું કે હવે એ જાણીને જ રહેશે કે સામેના ઘરે શું ચાલી રહ્યું છે...
(ક્રમશઃ)