Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૨

રાજા તેજમય ના ગયા પછી જોગી બાવા તેના અસલ રૂપમાં આવી જાય છે. તે કોઈ નહિ પણ પેલો તાંત્રિક હતો હાથ, પગ અને ગળામાં માળાlઓ નું જુંડ હતું. હાથમાં વિટીઓ ની ભરમાળ હતી. કપાળે મોટું તિલક અને મો પર એક મોટો દાંત બહાર દેખાઈ રહ્યો હતો.

પોતાના અસલી રૂપમાં આવી ને બધા સૈનિકો ને આદેશ કર્યો કે મહેલમાં રહેલું જેટલું પણ ધન હોય તે મારી સામે હાજર કરવામાં આવે. એક તો રાજા થઈ ગયો નેd ઉપરતી આવો શક્તિશાળી તાંત્રિક. સૈનિકો તાંત્રિક ને જોઈને ડરી ગયા એટલે તેઓ એ કોઈ જાતનો વિચાર કે વિરોધ કર્યો વગર તેમની આજ્ઞા નું પાલન કર્યું અને તેજ ક્ષણે મહેલમાં રહેલું ધન એકત્રિત કરવા બધા સૈનિકો કામ પર લાગી ગયા. તે સૈનિકો માંથી એક સૈનિક જે રાજા zતેજમય નો માનીતો સૈનિક હતો તે છૂપી રીતે મહેલમાંથી બહાર નીકળી ગયો. આ જાણ કોઈને રહી નહિ.

રાજા તેજમય તો એમ જ વિચારી રહ્યા હતા. કે મારા ભાગ્યમાં હવે ભક્તિ કરવાનું લખ્યું હશે એટલે જૂના જોગી દ્વારા મને આદેશ આપવામાં આવ્યો છે. રાજા તેજમય જંગલમાં તરફ ચાલતા ચાલતા એક સારી જગ્યાની શોધ કરવા લાગ્યા. જ્યાં તેઓ ભગવાન ભક્તિ અને તપસ્યા કરી શકે.

આગળ જતાં રાજા તેજમય ને એક સરસ કુટીર મળે છે. તે કુટીર ઘણી જૂxની દેખાઈ રહી હતી. આજુ બાજુમાં પડે લ પાંદડાઓ ના ઢગલા જોઈને એવું લાગ્યું pકે અહી ઘણા સમય થી કોઈ રહેતી નહિ હોય. રાજા એ આજુ બાજુ નજર કરીને તેઓ કુટિરમાં દાખલ થયા પણ ત્યાં કોઈ જ zp નહિ. એવું લાગ્યું કે ઘણા સમય પહેલા અહી કોઈ રહેતું હતું. હવે કોઈ રહેતું નથી. રાજા તેજમય આ કુટીર ભગવાન ની ભક્તિ અને તપસ્યા કરવા યોગ્ય લાગી એટલે. તેમણે કુટીર ની સાફ સફાઈ કરીને તેજ ક્ષણે ભગવાન ની ભક્તિ કરવા બેસી ગયા.

મહેલમાંથી એક સૈનિક છૂપી રીતે બહાર નીકળી જાય છે તે અસલમાં રાજા તેજમય ને સંદેશો પહોચાડવા માંગતો હતો. પણ તે સૈનિકે આખું જંગલ ફરી વળ્યો પણ તેને રાજા તેજમય ક્યાંય મળ્યા નહિ આખરે તે નિરાશ થઈ મહેલમાં પાછો ફર્યો પણ મહેલમાં જવાના બદલે નગરમાં જઈને સામાન્ય માણસ બની ને રહેવા નું તેને યોગ્ય લાગ્યું કેમકે જો તાંત્રિક પાસે રહીશ તો મારું જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
,, આ,,,,
તાંત્રિક ના આદેશ થી બધા pસૈનિકો એ મહેલના ખૂણે ખૂણા માંથી બધું ધન એકઠું કરીને તાંત્રિક સામે રાખી દીધું. એટલું ધન હતું કે મહેલ નો મુખ્ય કક્ષ ની વચ્ચે એક નાનો પહાડ પડ્યો હોય. બધું ધન તેની સામે આવી જતા સૈનિકો ને તાંત્રિકે આદેશ કર્યો કે આપ બધા મહેલ બહાર રહીને મહેલ ની સુરક્ષા કરો. આજ્ઞા મળતા બધા સૈનિકો મહેલ માંથી બહાર નીકળી ગયા.

તાંત્રિકે બધું ધન જોઈને તેમાંથી કઈક શોધવા લાગ્યો. આટલા ધન ના ઢગલા માં શું શું ધન છે તે જોવાને બદલે તે કઈક શોધી રહ્યો હતો. તેણે એક પછી સોના, મહોર હીરા, મોતી અલગ અલગ કરવા લાગ્યો. તે શું કરવા માનતો હતો તે તેને જ ખબર હતી. ઘણો સમય લીધો તેણે બધું ધન અલગ કરવામાં. પણ આખરે તેણે બધું ધન અલગ પાડી દીધું.

હવે તાંત્રિક તે સોના, ચાંદી, પીત્તળ ના વાસણ ને અલગ કરવા લાગ્યો. અને તે વાસણ માં કઈક શોધતો હોય તેવું લાગી રહ્યું હતું. બધા વાસણ ને એક એક કરીને પારખી જોયા પણ તેને જે જોઈતું હતું તે તેને આ ધન માંથી મળ્યું નહી. આખરે તે નિરાશ થઈ ગયો. અને હવે શું કરવું તે lવિચારવા લાગ્યો.

તાંત્રિક ખબર હતી મારે જે જોઈએ છે તે આ મહેલમાં જ છે. પણ સૈનિકો કેમ શોધી શક્યા નહિ તે તેને સમજ પડી નહિ.
કદાચ રાજા એ મને જે જોઈએ તે વસ્તુ ક્યાંય સંઘરી ને રાખી મૂકી હોય તેવું પણ બની શકે. આવા તાંત્રિક ના મનમાં વિચારો આવવા લાગ્યા.

તે ધનની સામે જ તાંત્રિક બેસી ગયો અને ધ્યાન માં બેસીને મનમાં મત્રોનું ઉતચારણ કરવા લાગ્યો. જાણે કે તે કઈક જાણવા માગતો હોય તેમ. આ પ્લપક્ષખરે તેણે મંત્રો ના જાપ બંધ કરીને ઊભો થયો. અને મહેલ ની નીચે એક ભૂગર્ભ માં આવેલ કક્ષ માં દાખલ થયો અને એક મોટો પટારો ખોલી ને જુએ છે તો તે જે શોધી રહ્યો હતો તે વસ્તુ ત્યાં હાજર હતી.

તાંત્રિક આખરે કંઈ વસ્તુ ને શોધી રહ્યો હતો.? તેને પટારા માં મળેલ વસ્તુ શું છે તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...