Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૧

જીન ના વિચિત્ર જવાબ થી જીનલ ને નવાઇ લાગી. આટલો શક્તિશાળી આ જીન અને કોઈની કેદમાં...! આ કેવી રીતે હોય શકે..
જાણવાની જિજ્ઞાસા થી જીનલ જીન ને પૂછે છે.

જીન પોતાની વ્યથા જીનલ આગળ કહે છે.
રાજા તેજમય જ્યારે આ દેશ પર રાજ કરી રહ્યા હતા. ત્યારે આ દેશ ખુબ સમૃદ્ધિ અને સુખી હતો. રાજા તેજમય ખુબ દયાળુ હતા તેના કારણે અહી ની પ્રજા સુખી સાથે શાંત હતી. તેમને કોઈક તકલીફ ન હતી. પણ એક દિવસ આ દેશ પર એક મોટી આફત આવી ચડી.

બીજા દેશ થી એક મહાન તાંત્રિક આ દેશમાં આવ્યો અને રાજા તેજમય ને મળવા માટે સૈનિકો દ્વારા કહેવાયું. રાજા તેજમય આવા કોઈ તાંત્રિક કે ઠોંગી સાધુઓ નો ક્યારેય ભરોશો કરતાં ન હતા એટલે રાજા તેજમયે તે તાંત્રિક ને મળવા માટે ના કહી અને દેશ ની બહાર નીકળી જવાનો હુકમ આપ્યો. તાંત્રિક એક પણ શબ્દ કહ્યા વગર ત્યાં થી નીકળી ગયો.

થોડા દિવસ થતાં રાજા ના મહેલ પાસે એક જોગી બાવા આવી ચડ્યા. ભગવો વેસ ધારણ કર્યો હતો. હાથમાં કમંડળ હતું. જય ભોલે બાબા કહી ને સૈનિકો ને કહેડાવ્યું કે મહારાજ ને કહો જૂના જોગી આવ્યા છે ને તમારી પાસે થી ભિક્ષા માંગવા આવ્યો છે. એકદમ સરળ દેખાતા જોગી બાવા ને જોઈને સૈનિકો એ તેમના આશીર્વાદ લીધા અને રાજા ને સંદેશો આપવા તેના કક્ષ સુધી ગયા.

રાજા તેજમય આરામ કરી રહ્યા હતા. સૈનિકો તેમને સંદેશો આપે છે.
મહારાજ મહેલના દરવાજા પાસે એક જૂના જોગી બાવા આવ્યા છે ને તમારી પાસેથી ભીખ જોઈએ છે.

રાજા તેજમય જૂના જોગી આવ્યા છે આ શબ્દો કાને પડતાં તે પોતાના આશન પરથી ઉભા થઇ ગયા ને સૈનિકો ને આદેશ આપ્યો કે જોગી ને માન સન્માન સાથે અહી હાજર કરવામાં આવે. રાજા તેજમય જન્મ થી સિદ્ધ સોરાશી જોગી બાવા ને મન થી ગુરુ માનતા અને તેમના શિષ્યો જો મહેલમાં આવે તો તેને આદપૂર્વક તેમની સેવા પણ કરતા.

જોગી બાવા રાજા તેજમય પાસે આવે છે. રાજા તેજમય જોગી બાવા ને જોઈને તેમને પ્રણામ કરીને તેના આશીર્વાદ લે છે. જોગી બાવા રાજાને સુખી થાઓ તેવા આશીર્વાદ આપે છે.

રાજા તેજમય જોગી બાવા ને આસન પર બિરાજમાન થવાનું કહે છે. અને હાથ જોડીને રાજા તેજમય તેમની સામે ઊભા રહે છે. ઉભા રહીને જોગી બાવા ની આજ્ઞા ની રાહ જોવા લાગ્યા. ત્યારે જોગી બાવા કહે છે હે રાજન હું તારી પાસે થી ભિક્ષા લેવા આવ્યો છું. શું તું મને ગમતી ભિક્ષા આપી શકીશ.

જોગી બાવા જાણે ભિક્ષા નહિ પણ કઈક મેળવવા આવ્યા હોય તેવું વાત પર થી રાજા તેજમય ને લાગ્યું. પણ જુના જોગી ને રાજા પહેલે થી માનતા અને તે કંઈ પણ માંગે તે વસ્તુ ની રાજા એ ક્યારેય ના કહી ન હતી. રાજા તેજમય ને એમ થયું કે જોગી બાવા કોઈ મોટી ભિક્ષા માંગવા માટે વચન આપવા માગતા હશે.

જોગી બાવા આજ્ઞા કરો. હું તમારા માટે શું ભિક્ષા આપુ.. હાથ જોડીને રાજા તેજમય બોલ્યા.

રાજન મારે વચન જોઈએ. હું જે માંગીશ તે આપીશ ને..? રાજા તેજમય સામે તાકીને જોઈને જોગી બાવા બોલ્યા.

ભલે આપ જે કહેશો તે હું આપવા તૈયાર છું. ખાતરી આપતા રાજા તેજમય બોલ્યા.

જોજે હો રાજન...વચન આપી ને પાછી પાની તો નહિ કરે ને.

રાજા તેજમય જૂના જોગીના પગ પકડીને વચન આપે છે. બાપજી આપ કહેશો તો તું તમને મારા પ્રાણ પણ આપી દઈશ.

જોગી બાવા વધુ વિચાર કે રાજા ની ખાતરી કર્યા વગર રાજા પાસે ભિક્ષા ની માંગણી મૂકી કે. આ રાજ મહેલ મને અર્પણ કરીને તું મારી જેમ સાધુ થઈ જા.

જોગી બાવા ના શબ્દો કાને પડતા રાજા તેજમય પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ બેસતો ન હતો કે એક જોગી થઈ ને ભોગ વિલાસ ની ભિક્ષા પણ માંગી શકે. હવે વચન આપ્યું છે એટલે દેવું તો પડે. એટલે આગળ કોઈ વિચાર કર્યા વગર રાજા પોતાના બધા વસ્ત્રો અને આભૂષણો ઉતારી ને ભગવો વેશ ધારણ કર્યો અને જોગી બાવા ને કહ્યું.
બાપજી આજથી આ રાજ તમારું. તમે સુખેથી રાજ કરો. કહીને રાજા તેજમય જંગલ તરફ નિકળી ગયા.

આ જોગી બાવા પેલો તાંત્રિક તો નહિ હોય ને..? શું રાજા રાજા તેજમય સાધુ થઈ જશે કે મહેલ તરફ પાછા ફરશે..? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...