Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૦

જીનલ ને જ્યારે હોશ આવે છે ત્યારે તેની સામે એક મહાકાય માણસ ઊભો હોય છે. સામાન્ય માણસ થી બે ગણી ઊંચાઈ હતી તેની. એટલો જાડો કે જાણે મોટા હાથીના વજન બરાબર હોય. પણ જીનલ જ્યારે તેનો ચહેરો જોવે છે તો તેને એક મહાકાય રાક્ષસ જેવો લાગ્યો. મોટી મોટી મૂછ સાથે લાંબી નાભિ સુધીની દાઢી. અને વાળ તો જાણે કોઈ કાળા ઘાસ નો પૂળો હોય. આગળ બે મોટા દાંત અને તે દાંતમાં લોહીના ટીપાં પડી રહ્યા હતા જાણે કે તેણે અત્યારે જ કોઈ માંસ ખાધું હોય.

જીનલ તે મહાકાય માણસ નો સામનો કરવા તૈયાર થઈ ગઈ. તેજ ક્ષણે પરી નું રૂપ ધારણ કરી લીધું. અને હાથમાં રહેલી છડી થી તે મહાકાય માણસ પર અગ્નિ વર્ષા કરીને તેને ભસ્મ કરવાની કોશિશ કરવા લાગી. પણ આતો મહાકાય રાક્ષસ જેવો હતો આવી સામાન્ય અગ્નિ થી તેના પર કોઈ અસર થઈ નહિ. ફરી કોઈ મંત્ર બોલી ને તે મહાકાય માણસ પર એક શક્તિ પ્રયોગ કર્યો જે એક વીજળી નો પ્રહાર હતો. આ પ્રહાર થી તે મહાકાય માણસ થોડો પાછળ ખસ્યો પણ હવે તે જીનલ પર વાર કરવાની તૈયારી કરવા લાગ્યો.

તે મહાકાય માણસે પોતાની જમણો હાથ આગળ કરીને એક મંત્ર બોલ્યો ને હાથમાં એક મહાકાય અગ્નિ પ્રગટ થયો. તે અગ્નિ જીનલ પર ફેકે છે. આ અગ્નિ થી જીનલ માંડ માંડ બચે છે. જ્યાં આ અગ્નિ પડી ત્યાં બધું ભસ્મી ભૂત થઈ ગયું. આ અગ્નિ ના પ્રહાર થી જીનલ સમજી ગઈ કે આ મહાકાય માણસ ને પરાસ્ત કરવો મારા હાથની વાત નથી. આના માટે તો કોઈ દિવ્ય શક્તિ ની જરૂર પડે. અહી થી નીકળી જવું જીનલ ને ઉચિત લાગ્યું અને તે ઉડીને ગુફાની બહાર નીકળી ગઈ.

મહેલમાં આવીને જીનલ વિચારવા લાગી. આટલો મહાકાય માણસ જો આપણાં નગરમાં આવી જશે તો આ નગરને માણસ વિહીન કરી દેશે. એટલે આ માટે મારે જલ્દી કઈક કરવું પડશે. પહેલા તો એ વિચાર આવ્યો કે મહાદેવ ને તપ કરીને તેની પાસેથી દિવ્ય શક્તિ મેળવી લવ પણ તપ કરવામાં ઘણા મહિનાઓ પણ લાગી શકે અને આ મહિનાઓમાં તો પેલો મહાકાય માણસ આ નગર ને ધૂળધાણી કરીને મહેલ સુધી પણ આવી શકે. પછી બચવું મુશ્કેલ થાય. એટલે એ વિચાર જીનલે માંડી વાળ્યો.

અચાનક તેની જીન યાદ આવ્યો જે જીન થી તે પરી બની હતી. એટલે તેજ ક્ષણે જીનલ ઉડીને કંકણ ગુફા ની અંદર પ્રવેશ કરે છે. પણ દિવસ નો સમય હતો એટલે જીન ત્યાં હાજર હતો નહિ. એટલે જીનલ જીન ની રાહ જોવા લાગી.

સાંજ પડતાં જીન ત્યાં આવી પહોંચે છે. જીન ને જોઈને જીનલ તેને પ્રણામ કરે છે. જીન સમજી જાય છે કે જીનલ કોઈ મુસીબત માં હોવી જોઈએ નહિ તો આટલી તેની પાસે શક્તિ હોવા છતાં તે મારી પાસે આવે નહિ.

કેમ જીનલ....અહી સુધી આવવાનું કારણ..? સવાલ કરતો જીન બોલ્યો.
જીનલ તેને માંડી ને બધી વાત કરે છે. કે મારા નગર થી થોડે દૂર એક ગુફામાં મહાકાય માણસ રહે છે. અને તે મહાકાય માણસ માણસ નું જ માંસ ખાય છે. અત્યારે સુધી તેણે ઘણા માણસો ને મારી ને પોતાનું ભોજન બનાવી શક્યો છે. મને ખબર પડતાં હું તેને મારવા તે ગુફામાં પહોચી. મારવાના મે ઘણા પ્રયાસો કર્યા પર મારી પાસે રહેલી શક્તિ કંઈ કામ કરી શકી નહિ. પણ તેનો ભયાનક પ્રહાર થી મારે ત્યાંથી ભાગવું પડ્યું.

હે જીન મારે તે મહાકાય માણસ ને મારવો છે. તે માટે મને તમે કોઈ દિવ્ય શક્તિ પ્રદાન કરો અથવા તમે જ તેને મારી નાખો. મદદની માંગણી કરતી જીનલ બોલી.

ત્યારે જીન જવાબ આપે છે. હે જીનલ એ મહાકાય માણસ ને મારવો બહુ જ મુશ્કેલ છે.

મુશ્કેલ હોય શકે પણ નામુમકીન તો નહિ ને જીનલે વળતો જવાબ આપ્યો.

હા.. તેને હું મારી શક્તિ થી મારી શકું છું. પણ આ મહાકાય માણસ દિવસે જ મારી શકાય છે. રાત્રે તેની શક્તિ બમણી થઈ જાય છે. અને તે તેનું ગુફાના રાત્રિ માં જપ તપ કરતો હોય છે એટલે તે મારા હાથ થી મરી નહિ શકે. તેને દિવસે જ મારી શકાય. પણ જીનલ દિવસે તો હું બીજી જગ્યાએ હોવ છું. પેલા તારે મને તે જગ્યાએ થી મુક્ત કરવો પડશે પછી જ હું પેલા મહાકાય માણસ ને મારી શકીશ.

જીન બીજી જગ્યાએ કેમ કેદ થઈને રહે છે. તે શા માટે દિવસે બીજી જગ્યાએ જાય છે. આ રહસ્ય જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...