Tha Kavya - 29 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૯

જીનલે તે ઘરડી માં ને એક વાર કહ્યું કે આપ કેમ રડી રહ્યા છો. પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહિ એટલે ફરી જીનલ તે ઘરડી માં પાસે બેસી ને માં નો હાથ પકડી ને એક વિશ્વાસ સાથે બોલી. હું રાજા ની દીકરી છું એમ તમારી પણ દીકરી છું. આપ મને એ કહો કે તમારા દીકરાને કોઈએ મારી નાખ્યો છે કે તે ઘર છોડી ને ક્યાંક જતો રહ્યો છે.

ઘરડી માં એ ચહેરો ઉચો કરીને ત્રાસી નજરે જીનલ ને જોઈ. જાણે તેની જીનલ દીકરી જ હોય તેમ આંખમાંથી આશુ લૂછીને જીનલ ને કહે છે.

દીકરી મારો દીકરો ઘર છોડી ને નથી ગયો પણ તેને કોઈ ઉપાડી ગયું છે. તે જંગલમાં લાકડા કાપવા ગયો હતો અને પછી તે ઘરે પાછો ફર્યો નહિ. મારા દીકરા ની શોધખોળ કરતાં માલૂમ પડ્યું કે તેને કોઈ ઉપાડી ગયું છે. એટલે હે.... દીકરી આ લાચાર માં ની આટલી મદદ કર..મારા દીકરા ને ગમે ત્યાંથી શોધી ને લાવ.

જીનલે તે ઘરડી માં ને આશ્વાસન આપ્યું કે હું અત્યારે જ તમારા દીકરા ને શોધવા જાવ છું અને સાંજ સુધી માં હું તમારા દીકરા ની ભાળ મેળવી લઈશ. આમ કહી જીનલ ઝૂંપડી માંથી બહાર નીકળી અને પરી નું રૂપ લઈને ઉડવા લાગી.

જીનલ ઉડતી ઉડતી જંગલ તરફ જાય છે. અને જંગલમાં તે યુવાન ને શોધવા લાગે છે. પણ તેને તે યુવાન ક્યાંય દેખાતો નથી. ધીરે ધીરે તેણે થોડીક મિનિટો માં આંખુ જંગલ માં તપાસ કરી જોઈ પણ તેને ક્યાંય તે યુવાન દેખાયો નહિ. ત્યારે ફરી જ્યાંથી તેણે ઉડવાનું શરૂ કર્યું હતું ત્યાં જઈને તે યુવાન ને ક્યાંથી ઉપાડી લેવામાં આવ્યો હતો તે સ્થળે પહોંચી. જમીન પર નજર કરી તો કોઈ એક જ માણસ ના પંજા દેખાઈ રહ્યા હતા પણ તેની બાજુના પંજા પાસે કોઈ મોટા પંજા હતા. આ પંજા કોઈ માણસના લાગતા ન હતા. જાનવર ના પંજા હશે એવુ અનુમાન જીનલે લગાવ્યું. જાનવર ના પંજા જોઈને જીનલ સમજી ગઈ કે તે યુવાન ને કોઈ જંગલી જાનવર ઉપાડી ગયું હશે.

કોઈ પાકા સમાચાર મળ્યા ન હતા. બસ અનુમાન હતું કે તે યુવાન ને કોઈ જંગલી જાનવર ઉપાડી ગયું હશે. જીનલ ને વિચાર આવ્યો. અહી સુધી આવી છું તો પંજા ના નિશાને ચાલતી ચાલતી તે યુવાન ની પાકી ભાળ તો મેળવી લવ.

જીનલ તે પંજા ને જોતી જોતી જે દિશા તરફ પંજા હતા તે દિશા તરફ ચાલવા લાગી. ઉડીને તેણે જે જોયું ન હતું તે આગળ ચાલતી વખતે તેણે પંજા જ્યાં પૂરા થયા ત્યાં એક મોટી ગુફા જોઈ. જંગલ ની વચોવચ આ ગુફા હતી અને જંગલ એટલું બધું ગાઢ હતું કે ઉપર થી પસાર થનાર પણ જોઈ ન શકે કે અહી કોઈ ગુફા આવેલી હશે.

બહારથી એક સામાન્ય ગુફા લાગતી હતી. પણ બહાર પડેલા માનવ દેહ ના હાડપિંજર જોઈને જીનલ એટલું તો અનુમાન લગાવી લીધું કે આ ગુફા હવે કોઈ જાનવર ની હોવી જોઈએ. અહી સુધી આવી છે તો લાવ ગુફા ની અંદર જોઈને તપાસ કરી જોવ કે આખરે આ જાનવર કોણ છે અને તે માણસ નો જ કેમ શિકાર કરે છે.

ગુફાના મુખ્ય દરવાજે થી જીનલ અંદર દાખલ થઈ. ગુફા ની થોડે અંદર પ્રવેશ કર્યો તો ઘનઘોર અંધારું હતું. પણ એટલી ભયંકર દુર્ગંધ આવી રહી હતી કે જીનલ ને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી.

જીનલ એક પરી હતી અને તેને પાસે અપાર શક્તિ હતી. એટલે તેને કોઈ ડર લાગતો ન હતો તે ધીરે ધીરે ગુફા ની અંદર આગળ વધતી રહી. ત્યાં ગુફા ની અંદર એક મોટો કક્ષ દેખાયો. પણ આ શું.... કક્ષ ના દરેક થંભ પર એક એક માણસ ની લાસ લટકતી હતી. જાણે કે બધા પથ્થર બનીને લટકી રહ્યા હોય. આ જોઈને જીનલ તો સ્તબ્ધ થઈ ને જોઈ રહી. આવું દ્રશ્ય તેણે જીંદગીમાં ક્યારેય જોયું ન હતું એટલે મનમાં થોડો ડર પેસી ગયો.

મહાદેવ નું નામ લઈને જીનલ થોડી આગળ વધી ત્યાં તેની નજર સામે કોઈ એવો માણસ દેખાયો જે તેણે જીંદગીમાં ક્યારેય જોયો ન હતો. આ માણસ ને જોઈને જીનલ ત્યાં જ બેહોશ થઈ ને જમીન પર પડી ગઈ.

આવો ભયાનક માણસ કોણ હતો જેને જોઈને જીનલ બેહોશ થઈને જમીન પર પડી ગઈ.? જોઈશું તે માણસ કોણ છે. આગળના ભાગમાં...

ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED