Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૬

કાવ્યા સિટી ની લાઇબ્રેરી માં અંદર દાખલ થઈ. સામે નજર કરી તો પેલી છોકરી કોઈક બુક વાંચી રહી હતી. કાવ્યા તેની પાસે જઈને બેસી ગઈ.

કાવ્યા ને જોઈને પેલી છોકરી હસીને બોલી.
તું પેલી કાવ્યા છે ને જે પરી બનવા માટે મારી પાસેથી બુક વાંચવા લીધેલી. ?

હા હું એજ કાવ્યા છું જેને તમે મદદ કરી હતી. ફરી હું તમારી પાસે એક મદદ લેવા આવી છું. ગંભીરતા થી કાવ્યા બોલી.

બોલ શું મદદ કરું તારી.? પરી નું ભૂત હજુ સવાર છે કે ઉતરી ગયું.! ફરી ધીમેથી પેલી છોકરી હસી.

પરી બનવાનું તો સપનુ છે જ મારું. તમે મને પેલી બુક "મારે પરી બનવું છે" નો બીજો ભાગ ક્યાં મળશે તે આપ જણાવશો. વિનમ્રતા થી કાવ્યા એ કહ્યું.

વાંચી રહેલી પેલી છોકરી સમજી ગઈ કે કાવ્યા એ "મારે પરી બનવું છે" બુક નો પહેલો ભાગ વાંચી શુકી છે અને તેને બુક નો બીજો ભાગ વાંચવાની તાલાવેલી જાગી છે.

લાઇબ્રેરી વાતો કરવી યોગ્ય નથી હોતી. પણ તે સમય ત્યાં ગણ્યા ગાંઠ્યા માણસો લાઇબ્રેરી માં હાજર હતા એટલે કોઈને તકલીફ પડી રહી ન હતી. બંને ધીરે થી વાતો કરી રહ્યા હતા એટલે.

પેલી છોકરીએ ધીમે થી કાવ્યા ને કહ્યું. હું પણ "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ શોધી રહી છું. પણ અત્યાર સુધી મને મળ્યો નથી. પણ તને જો તે બુક મળી જાય તો અવશ્ય મને વાંચવા આપજે. આ વખતે પેલી છોકરી ગંભીરતા થી બોલી.

કાવ્યા સમજી ગઈ કે. "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ આમની પાસે નથી અને તેણે વાંચ્યો પણ નથી. કાવ્યા ત્યાંથી ઊભી થઈ અને લાઇબ્રેરી માંથી બહાર નીકળતી વખતે પેલી છોકરી ને કહેતી ગઈ. જો તે બુક મારી પાસે આવશે તો હું અવશ્ય તમને આપીશ.

કાવ્યા લાઇબ્રેરી માંથી નિરાશ થઈને ઘરે આવી. કાવ્યા માટે તે બુક નો બીજો ભાગ વાંચવો ખુબ મહત્વ નો હતો. કેમ કે તે બુક જ જીન નો રાજ ખોલી શકે તેમ છે. એટલે બધા કાર્ય પડતા મૂકીને તે બુક ક્યાંથી મળશે તે પર વધુ ધ્યાન આપવા લાગી.

થોડા દિવસ આમ તેમ પસાર થઈ ગયા પણ કાવ્યા ને તે બુક વિશે કોઈ ખબર મળી નહિ. તેણે પોતાની દિવ્ય દૃષ્ટિ થી આખી દુનિયા ની લાઇબ્રેરી પર નજર કરી જોઈ પણ તેને તે બુક ક્યાંય જોવા મળી નહિ. આખરે નિરાશ થઈ ને પોતાના રૂમમાં જઈને બેડ પર સૂઈ ગઈ. બુક ના વિચારમાં તેને ઊંઘ ન આવી પણ બાજુમાં પડેલ બુક હાથમાં લીધી. અને તેની સામે જીનલ નું જીવન યાદ આવી ગયું. જે જીવન તેણે બુક માં વાંચ્યું હતું.

અચાનક કાવ્યા ને વિચાર આવ્યો કે જીનલ તો પરી બની શૂકી હતી. એટલે તેતો અમર છે. લાવ તેનું આહવાન કરું. જો કદાચ તે અહી પ્રગટ થાય તો તે પોતાના આગળ ના જીવન વિશે કહેશે અથવા બુક વિશે તો મને કહેશે ને. આમ વિચારી ને કાવ્યા ધ્યાન માં બેસી ને પરી જીનલ નું આહવાન કરવા લાગી.

ઘણો સમય કાવ્યા ધ્યાનમાં બેસીને જીનલ પરી નું આહવાન કરતી રહી પણ તેની સામે જીનલ પ્રગટ પણ ન થઈ અને તે હાલમાં ક્યાં છે તેના વિશે પણ કાવ્યા જાણી પણ શકી નહિ. આખરે ફરી કાવ્યા નિરાશ થઈ.

કાવ્યા ના મનમાં એક વિશ્વાસ તો હતો. કે "મારે પરી બનવું છે" બુક સાચી ઘટના પર આધારિત છે અને તેના વિશે હું સારી રીતે વાકેફ પણ છું. પણ આ જીનલ પરી કેમ મારી દિવ્ય દૃષ્ટિ બહાર છે. શું જીનલ ને કંઈ થઈ તો ગયું નહિ હોય ને..? કાવ્યા ના મનમાં એક પછી એક અવનવા રોમાંચક વિચારો મગજમાં ઘૂમવા લાગ્યા.

કાવ્યા એ ફરી બુક હાથમાં લીધી અને મુખ્ય પૃષ્ઠ પર નજર કરી. ઉપર બુક નું નામ હતું. "મારે પરી બનવું છે" ભાગ એક. અને નીચે લેખક "જીવન સાહેબ" નું નામ હતું. અને લેખક ના નામ નીચે બુક ની તારીખ છપાયેલી હતી. જે કાવ્યા ના સમય કરતાં સો વર્ષ પહેલાં બુક છપાઈ હતી. લેખક અને તારીખ ને જોઈને કાવ્યા એટલું તો સમજી ગઈ કે હાલમાં આ લેખક જીવતા નહિ હોય. ત્યાં તેને વિચાર આવ્યો લેખક જીવતા નહિ હોય તો તેની આત્મા તો જીવતી હશેને..? કેમ કે જે પરી ની વાર્તા લખી શકતો હોય તેની પાસે કોઈ દિવ્ય શક્તિ તો હોવી જોઈએ.

આમ વિચારી ને કાવ્યા એ લેખક "જીવન સાહેબ" ની આત્મા નું આહવાન કરે છે.

શું લેખક જીવન સાહેબ ની આત્મા કાવ્યા સામે પ્રગટ થાશે કે જીનલ ની જેમ ક્યાંય એવી જગ્યાએ હશે જ્યાં કાવ્યા ની દિવ્ય દૃષ્ટિ પણ પહોંચી નહિ. જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...