તે દિવસે કાવ્યા તેની દિવ્ય દૃષ્ટિ થી તે બુક નો બીજો ભાગ શોધી શકી નહિ. એટલે તેને થયું થોડા દિવસ મમ્મી ના કામમાં મદદ કરું એટલે તેને એમ થશે કાવ્યા પહેલા જેવી જ નોર્મલ છે. આમ પણ કાવ્યા પોતાની પાસે રહેલી શક્તિ ની કોઈને જાણ કરવા માંગતી ન હતી. કાવ્યા તો તેની મમ્મી સાથે કામમાં લાગી ગઈ.
કાવ્યા પહેલા જેવી નોર્મલ છે એમ સમજી ને રમીલાબેને કાવ્યા ને કહ્યું બેટી તારે કોલેજ નથી જવું.? કેટલા દિવસ થી તું કોલેજ ગઈ નથી. આજે નહિ પણ કાલથી તું કોલેજ જવાનું શરૂ કરી દે.
કાવ્યા ને કોલેજ નહિ પણ પેલી લાઇબ્રેરી યાદ આવી ગઈ. જે લાઇબ્રેરી માં તેને પેલી છોકરીએ બુક આપી હતી. કાવ્યા ને થયું જો કોલેજ જતી વખતે લાઇબ્રેરી ની મુલાકાત લઈશ તો પેલી છોકરી કદાચ મને મળી જાય અને તે પેલી બુક ના બીજા ભાગ વિશે કહી દે તો મારે આગળ કોઈ મહેનત કરવી ન પડે. આ વિચારથી કાવ્યા એ તેની મમ્મી રમીલાબેન ને કહ્યું ભલે મમ્મી હું કાલ થી કોલેજ જઈશ.
બીજે દિવસે કાવ્યા કોલેજ પહોંચી. તેની પાસે રહેલી શક્તિ થી કાવ્યા વાકેફ થઇ ગઈ હતી. તે સમજી ગઈ કે જો હું એક પણ લેક્ચર ભરું નહિ તો પણ હું મારી શક્તિ થી પાસ થઈ જઈશ. અને આમ પણ હું તો એક દિવસ પરી બનવાની જ છું તો પછી મારે કોલેજ અને ડિગ્રી સુકામની..! આ વિચારથી કાવ્યા એ ક્લાસ માંથી ધ્યાન હટાવી ને તેની દિવ્ય દૃષ્ટિ લાઇબ્રેરી તરફ કરી અને નજર કરી કે ત્યાં પેલી છોકરી હાજર તો નથી ને. પણ ત્યાં તેને પેલી છોકરી દેખાઈ નહિ. એટલે તેણે ક્લાસ પર ધ્યાન આપવાનું યોગ્ય લાગ્યું.
ક્લાસ પૂરા થયા એટલે કાવ્યા કોલેજ ની બહાર નીકળી અને કોલેજ માં તેની દિવ્ય દૃષ્ટિ ફેરવી. એ વિચારથી કે પેલી છોકરી અહી કોલેજમાં તો નથી ને. પણ તેને તે છોકરી કોલેજમાં ક્યાંય નજર ન આવી પણ તેને જે નજરમાં આવ્યું તે જોઈને તે ચોંકી ઊઠી.
કોલેજ ના ગર્લ બાથરૂમમાં ચાર છોકરીઓ એક છોકરી ને રેગિંગ કરી રહી હતી. તેં છોકરી ને એટલી ચાર છોકરીઓ હેરાન કરી રહી હતી કે પેલી છોકરી રડી રહી હતી. પણ મો માંથી એક પણ શબ્દ બહાર આવી રહ્યો ન હતો. બસ હાથ જોડીને પેલી છોકરીઓ ને કહેતી હતી. મને જવા દો. મને આમ પરેશાન ન કરો. પણ પેલી ચાર છોકરીઓ ને તો તે છોકરી ને હેરાન કરવામાં મઝા આવી રહી હતી.
કોઈ વિચાર કર્યા વગર કાવ્યા ત્યાંથી ગાયબ થઈ ને કોલેજના ગર્લ બાથરૂમમાં પહોંચી ગઈ. ત્યાં તે ગાયબ જ રહી. અને પેલી ચાર છોકરીઓ ને એક પછી એક થપ્પડ મારવા લાગી. અચાનક કોઈ થપ્પડ ગાલ પર પડવાથી એકબીજી છોકરીઓ સામ સામે જોવા લાગી પણ કાવ્યા તો કંઈ પણ વિચાર કર્યા વગર થપ્પડ મારવા જ લાગી. આ જોઈને પેલી છોકરીઓ બાથરૂમ માં ભૂત છે એમ માની ને ત્યાંથી ભાગવા લાગી.
જેવી ચારેય છોકરીઓ બાથરૂમ બહાર નીકળવા જાય છે ત્યાં કાવ્યા બાથરૂમ નો દરવાજો બંધ કરી દે છે અને કાવ્યા મોટા અવાજ થી બોલે છે..
હું ભૂત છું....!
આજ પછી આ કોલેજ માં કોઈ છોકરી ને તમે હેરાન કરી છે તો હું તમને મારી ને ખાઈ જઈશ.
કાવ્યા નો ભયંકર અવાજ સાંભળી ને પેલી ચારેય છોકરીઓ ધ્રુજવા લાગી અને અમને માફ કરી દો... અમે હવે ક્યારેય કોઈ છોકરી ને હેરાન નહિ કરીશું.. પ્લીઝ અમને જવા દો..
કાવ્યા ને થયું કે હવે જો આ છોકરીઓ ને હું વધુ ડરાવીશ તો કદાચ આમાંથી કોઈને તાવ પણ આવી જશે ને એટેક પણ આવી જશે....! એટલે કાવ્યા એ બાથરૂમ નો દરવાજો ખોલી નાખ્યો.
દરવાજો ખુલતા ની સાથે પેલી ચારેય છોકરીઓ વાયુ વેગે ત્યાંથી ભાગી ગઈ. અને જે છોકરી શિકાર થઈ રહી હતી તેના ચહેરા પર ખુશી હતી અને તે ધીરે ધીરે ચાલી જઈ રહી હતી. તેની સાથે કાવ્યા પણ ચાલતી જતી હતી.
કોલેજ ની બહાર નીકળતા જ કાવ્યા એ તેની દિવ્ય દૃષ્ટિ લાઇબ્રેરી પર કરી. તો તેને પેલી છોકરી લાઇબ્રેરી માં કોઈ બુક વાંચતી હતી એ નજરે પડી. આ જોઈને કાવ્યા તે ક્ષણે લાઇબ્રેરી પહોંચી ગઈ.
કાવ્યા ને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ તેની દિવ્ય દૃષ્ટિ થી લાઇબ્રેરી માં મળ્યો ન હતો તો શું પેલી લાઇબ્રેરી માં વાંચી રહેલી છોકરી તે બુક વિશે કોઈ માહિતી આપશે તે જોઈશું આગળના ભાગમાં...
ક્રમશ....