વસુધા - વસુમાં - પ્રકરણ-9  Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-9 

વસુધા
પ્રકરણ-9
અવંતિકાએ મોક્ષને કહ્યું મોક્ષ તમે મને ખૂબ પ્રેમ કરો છોને તો મારી એકવાત માનશો ? મોક્ષે કહ્યું તારી વાતમાં તથ્ય હોય છે હું જાણું છું નિસંકોચ મને કહે હું તારી વાત માનીશજ.
અવંતિકાએ કહ્યું મોક્ષ આ નવલકથા વસુમાનું ચરિત્ર એમની જીવનયાત્રા વાંચી રહી છું મને એટલી ગમે છે કે... મોક્ષ તમને શું કહ્યું ? આ કેવો સરસ સમય કાળ હશે કે માણસો આપણે પ્રેમાળ, પરિશ્રમી અને લાગણીશીલ હતો એમની દરેક વાત અને વિચાર-વર્તનમાં સંસ્કાર ટપકે છે એકબીજા માટે કેટલી લાગણી અને પ્રેમ છે.
મોક્ષ વસુધાનું બાળપણ, શિક્ષણ અને કિશોરાવસ્થાથી એ ગાયને કેટ પ્રેમ કરે છે અને એની ગાય પણ બધુંજ સમજે છે એ પ્રમાણે પ્રતિભાવ પણ આપે છે ઘણું શીખવાનું છે કેટલી પ્રેરણા મળે છે. મોક્ષ તમે તો કૃષિ કોલેજમાં પ્રોફેસર છો આ બધુ જાણતાં હશો મારે પણ ગાય પાળવી છે હું જેટલું કરી શકીશ એટલું કરીશ ખૂબ પ્રેમ આપીશ આપણી પોતાની ગાય હોય તો કેટલું તાજુ શુધ્ધ દૂધ મળશે એમાંથી દૂધની બનાવટો કરી શકાશે. આપણે આપણાં ઘર પાછળ આટલો મોટો વાડો છે એમાં રાખીશું અને આપણને આપણો ચાકર પણ મદદ કરશે.
મોક્ષે કહ્યું ગાય એ ખૂબ સમજુ અને પવિત્ર પ્રાણી છે એને પ્રાણી કહેવું પણ નથી ગમતું એનામાં પણ ખૂબ સંવેદનાઓ છે હું તારી સાથે સંમત છું અમારાં એનીમલ હસંવડરી ડીપાર્ટમેન્ટમાં ઘણાં માણસો છે જેની પાસેથી માર્ગદર્શન લઇને હું દેશી ગીર ગાયની વાછરડી તપાસ કરીને લઇ આવીશ. બોલ એક લાવવી છે કે બે ? મને પણ રસ છે હું પણ મદદ કરીશ. વળી આપણાં ખેતરેથી ચારો પણ મળી રહેશે. આપણે આપણાં NGOમાં પ્રવૃત્તિ કરીએ છીએ એમાં ગાય ઉછેર, સંવર્ધન અને જાળવણી નો કોર્ષ પણ કરાવીશું. મને તારો આ વિચાર ખૂબ ગમ્યો છે આવતીકાલેજ એનો અમલ કરીશું.
અવંતિકા આભારની નજરે મોક્ષ સામે જોઇ રહી અને બોલી મારાં મોક્ષ તમે આ કરવા તૈયાર થયાં છો મને જાણે મોટી અમૂલ્ય ભેટ મળી ગઇ મારાં જન્મદિવસની આ ભેટ સમજીશ. મોક્ષે કહ્યું તારી ભેટ તને આ અઠવાડીયામાં મળી જશે. અને ત્યાં સુધી વાડામાં સાફસૂફી કરાવીને ગમાણ ઉભુ કરી દઇશ. ગાયને સારી રીતે રાખી શકાય એવી વ્યવસ્થા કરી દઇશ. એને પાણી પીવાનો એક હોજ બનાવી દઇશું....
અવંતિકાએ કહ્યું હમણાં એકજ વાછરડી લાવીએ આપણે અનુભવ મેળવીએ આપણને રાખતાં કરતાં બધું જાણવા શીખવા મળશે પછી બીજી વાછરડી લાવી દઇશું. બસ બે ઘણી છે.
મોક્ષે કહ્યું અમારી કોલેજમાં નાથાકાકા છે એ જૂનાગઢ બાજુનાં છે એમને આનો ઘણો અનુભવ છે અને એમનાં ગામ એમનો તબેલો પણ છે એમનાં ભાઇઓ અને કુટુંબીઓ એ સંભાળે છે. એમનેજ આ કામ સોંપી દઇશ પશુપાલન અને દૂધ અને એની બનાવટો વિષે ઘણુ જ્ઞાન છે.
અવંતિકાએ ખુશ થતાં કહ્યું વાહ ચાલો તમે તો ચપટીમાંજ પ્રશ્નનું નિવારણ લાવી દીધું. મોક્ષે અવંતિકાનાં માથે હાથ ફેરવી વ્હાલ કરતાં કહ્યું તારું હૃદય પણ લાગણીશીલ છે મને ખબર છે સાથે સાથે તું ઉદ્યમી અને પરીશ્રમી છે. તારી પાસે નવું નવું શીખવાની તૈયારી હોય છે મને ખૂબ આનંદ છે એમાં મારો સંપૂર્ણ સાથ છે. અવંતિકાએ કહ્યું આવી પ્રેરણામૂર્તિઓ હોય તો આપણને પ્રેરણા મળે કંઇક કરવાની અને વસુમા-વસુધા નવલકથા તો પશુપાલન અને ગાય માટેનાં પ્રેમની જ્ઞાનગીતા છે. હજી આગળ વાંચવાનું ખૂબ કૂતૂહૂલ છે આગળ મને ઘણું જાણવા શીખવા મળશે એ નક્કી છે કોઇ વ્યક્તિ સંકલ્પ લે અને પછી પોતાનાં લક્ષ્યને પામવા કેટલો ઉદ્યમ કરે એ આનાં પરથી સમજાય છે.
મોક્ષે કહ્યું કંઇ નહીં તું આગળ વાંચ અને મને સંક્ષિપ્તમાં કહેતી રહેજે મારે કાલનાં લેક્ચરની તૈયારી કરવાની છે હું એની તૈયારી કરું કારણકે આવતા અઠવાડીયા પછી કોલેજમાં ક્વીઝ લેવાની છે એનાં પ્રશ્નપત્રો પણ તૈયાર કરવાનાં છે.
***************
વસુધાએ દુષ્યંતને વાતો કરતાં કરતાં જમવાનું નહીં એવી ટકોર કરી અને બધાં શાંતિથી જમી રહ્યાં.
પુરષોત્તમભાઇએ દિવાળીબેનને કહ્યું સંબંધનું નક્કી થઇ ગયું પણ એ પછી શુકનનો સાકર પડૉ તો ગુણવંતભાઇ લોકો આપવા આવશે ને ? એનાં માટેનાં મૂહૂર્ત કઢાવવાનાં એ કોણ કઢાવે આપણે કે છોકરાવાળો.
દિવાળીબેન કહે દરેકની હોંશ હોય છે પણ આમતો છોકરાવાળાં શુકનનો સાકર પડો લઇને આવે. અને મૂહૂર્ત તો આપણે પણ કઢાવી શકીએ પણ મને લાગે છે ગુણવંતભાઇ મૂહૂર્ત કઢાવીને જણાવશે કારણ કે એમની દીકરી સરલાને તેડાવે પછી બધું કરશે એ લોકો ઘણાં ઉત્સાહી છે એટલે સમય નહીં બગાડે વેળાસર બધુ કરશે પણ પુરષોત્તમ તું એક કામ કરજે આમેય તને ફોન નંબર આપ્યો છે તો તું બે દિવસ રહીને ફોન કરજે અને પૂછી લેજે. આમ તો મારાં પર પણ કહેણ આવશે અને ભલું હશે તો મારાં ઘરે બેઊં ઘણી વહુ આવશે.
પાર્વતીબહેન કહે જ્યારથી વસુધાનું નક્કી થયું છે મારાં હૈયામાં હરખ માતો નથી મને બધાં શુકનજ થયાં કરે છે એમાંય આ વસુધાની લાલી આનંદ વ્યક્ત કરી રહી છે એનું ભાંભરવું. મને સમજાય છે. વસુધાને તો વધુ સમજાતું હશે. એમ કહી વસુધાની સામે જોયું વસુધા શરમાઇ ગઇ.
પાર્વતીબહેને કહ્યું શુકનનો સાકર પડો આવી જાય પછી વસુધાનાં કપડા લત્તા -જણસ અને કરીયાવરની તૈયારી કરવા માંડવી પડશે મને લાગે છે વસુધાનાં બાપા તમે લીસ્ટ બનાવવા માંડો જો વેળાસર લીસ્ટ બન્યુ હોય તો પાછળથી કંઇ ભૂલાય નહીં કોને આમંત્રણ આપવાં, કંકોત્રી નક્કી કરવી બધાં કેટલા કામ આવી પડશે. વેળાસર કરીશું. તો છેક છેલ્લી ઘડી સુધી દોડીદોડ કે ચિંતા નહીં.
પુરષોત્તમભાઇએ કહ્યું હાં તારી વાત સાચી છે. હું આજે રાત્રેજ બેસીને લીસ્ટ બનાવી દઊં. દિવાળીબેન પણ છે તો કંઇ ભૂલાશે નહીં.
દિવાળીબેને કહ્યું તમે તો ખરા ઉતાવળાં હરકપદુડા થઇ ગયાં પણ હું જાણું છું એવુંજ થાય. સાચું કહું મારો પણ હરખ માતો નથી મારું તો મગજ અત્યારથીજ દોડવા માંડ્યું છે બધાં વટવ્યહાર બરાબર સચવાય બધાનાં મોઢાં અને ભાવ સમજવા સાચવવાનાં લગ્ન પ્રસંગે તો ખૂબ કાળજી લેવાની હોય કોને કોને કેવું આમંત્રણ આપવુ નક્કી કરવું પડશે.
પુરુષોત્તમભાઇએ કહ્યું હું તો આપણી આખી ન્યાતને આમંત્રણ આપવાનો છું બહારગામ રહેતાને વહેલું વેળાસર જણાવી દઇશું. અને આપણી ન્યાત ઉપરાંત ગામનાં બધાં ઘરને આમંત્રણ આપવાનાં.
પાર્વતીબેન કહે કપડાં- જણસ -કરીયાવરનો સામાનતો બજારમાંથી ખરીદી લેવાનો છે એતો કરી લઇશું પણ જાન તેડાવીશું. એમનો ઉતારો જમણવાર-રસોઇયો નક્કી કરવો ક્યાંય કોઇને ઓછું ના આવે એ બધું ધ્યાન રાખવું પડશે. લગ્ન ક્યાં લેવાનાં ? અહીં આપણાં આંગણે કે ખેતરમાં વ્યવસ્થા કરીશું ?
પુરષોત્તમભાઇએ કહ્યું અહીં આપણાં પ્રાંગણમાં ખૂબ મોટી જગ્યા છે અહીંજ માંડવો બાંધીશું મંડપ મૂહૂર્ત કરીશું. આપણાં પ્રાંગણ જેવી પવિત્ર જગ્યા ક્યાં છે. ઉતારા માટે પણ બધી વ્યવસ્થા થઇ જશે ચિંતા ના કરશો.
એકવાર મૂહૂર્ત નીકળી જાય પછી હું આપણે ગામનાં અગ્રેસર છે એ બધાંને સરપંચને વાત કરી બધી વ્યવસ્થા કરી દઇશ. મારી ઇચ્છા છે લગ્ન સમયે શરણાઇ વાળાને ઢોલ તબલા વાળાને બોલાવીશું અને ખૂબ શણગાર કરીશું.
પુરષોત્તમભાઇ બોલતાં જાય અને પ્રસંગ અંગે આંખમાં શમણાં આંજતા જતાં હતાં પાર્વતીબેને કહ્યું હાં મારી વસુધાનાં લગ્નમાં કંઇ કાચુ અધુરૂ ના રહે એવું નક્કી કરજો બધાને તેડાવજો બધી તૈયારીઓ થઇ જશે હું મારી બહેનને પણ નડીયાદથી તેડાવી લઇશ માલતી આવશે પછી મને પણ કોઇ સગવડ નહીં પડે.
વસુધા બધું જીજ્ઞાસાપૂર્વક સાંભળી રહી હતી એની નવયુવાન મનમાં મીઠાં શમણાં ગૂંથી રહી હતી.
આગળ આવતા અંકે - પ્રકરણ-10