લવ બાઇટ્સ - પ્રકરણ-77 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-77

લવ બાઇટ્સ
પ્રકરણ-77
અંતે સ્તવન અહીં રાજમલકાકા અને લલિતાકાકી સાથેજ રહીશે એવું નક્કી થયું અને બધાં ચા કોફી પીને છૂટા પડ્યાં. મયુર મીહીકા ભંવરસિંહ અને મીતાબેન સાથે ઘરે ગયાં. યુવરાજ સિંહ અને વીણાબહેન પણ એમનાં ઘરે પાછાં ગયાં.
લલિતામાસીએ કહ્યું હવે મહિના પછીજ બીજો પ્રસંગ આવે છે એટલે એની તૈયારી કરીશું કાલે જોબ પર જઇને છોકરાઓ ભલે ફરી આવતાં.
વીણાબહેને કહ્યું આમતો બધુ વીધીનું પતી ગયું છે હવે માત્ર ફેરા ફરાવીને લગ્ન પુરા કરીશું. એ આ હોલમાંજ પતાવીશું બધુ નક્કી થઇ ગયુ છે. ગોનાની વિધી પણ બધી પતી જશે.
ભંવરીદેવીએ કહ્યું વિવાહ પણ લગ્ન જોવાંજ થયાં છે હવે માત્ર ઔપચારીક વિધીજ રહી છે ભલે એજ અગત્યની છે પણ આપણે કોઇ અજાણ્યુ નથી. બધાએ ફરી મળવાનું નક્કી કરીને વિદાય લીધી હતી.
***********
એ દિવસે બધાં ખૂબ થાકી ગયાં હતાં અને સ્તવન આશા આજે એકબીજાને વળગીને સૂઇ ગયાં સવારે આશા વ્હેલી ઉઠી ગઇ એણે માસીને કહ્યું માસી બધાં ઊંધે છે ત્યાં સુધી આપણે પરવારી જઇએ. સ્તવન માટે હું ટીફીન બનાવી દઊં છું.
લલિતા માસીએ કહ્યું હું તમારાં લોકો માટે નાસ્તો બનાવી દઊં અને મહાદેવને ઘરાવા લાડુ બનાવી દઊં છું. સાથે ફૂલવડી અને થોડી સેવો બનાવી દઊં તમારે રસ્તામાં પણ ચાલશે કુંભલગઢ તમને આ બધું ખાવું ગમશે.
બંન્ને જણા નાહીધોઇ પરવારીને કીચનમાં ગયાં. સ્તવન પણ પછી ઉઠીને તૈયાર થઇ ગયો એણે કહ્યું ચા નાસ્તો કરીને હું નીકળું.
આશાએ કહ્યું બધુજ તૈયાર છે ટેબલ પર આવી જાવ મેં ટીફીન પણ ભરી દીધું છે હું અને માસી બધો નાસ્તો બનાવીએ છીએ હવે તમે સાંજે આવો એનીજ રાહ જોઇશ.
સ્તવન ચા નાસ્તો કરીને ટીફીન લઇને ઓફીસ જવા નીકળ્યો એની કાર યુવરાજસિંહે ચાવી આપી દીધી હતી એ લોકો મયુર સાથે ઘરે જતાં રહ્યાં હતાં.
સ્તવને કારમાં ટીફીન મૂક્યું અને ઓફીસ જવા માટે નીકળી ગયો. ઓફીસ પહોચ્યો અને સીધો ઓબેરાય સરને મળવા ગયો. ઓબેરાય સરે કહ્યું આવ આવ સ્તવન તું જાણે ઘણી રજાઓ પછી આવ્યો હોય એવું લાગે છે. સ્તવને કહ્યું સર મને પણ એવું લાગે છે કે મેં ખૂબ રજાઓ ગાળી ભલે 3જ દિવસ થયાં છે પણ આ ત્રણ દિવસમાં ખૂબ મજા કરી અને સરસ રીતે વિવાહ સંપન્ન થયાં. ઓબરોય સરે અભિનંદન આપતાં કહ્યું પણ હોલ સારો હતો એનાંથી બધુ સજાવટ અને જમવાનું હતું ખૂબ સરસ આયોજન કરેલું.
સ્તવન હવે ખાસ કામની વાત કરું એકતો આપણે નવી એપોઇન્ટમેન્ટ આપી છે એ છોકરી ખૂબ ઉંધ્યમી છે એનાં બનાવેલા રીપોર્ટ મેં જોયાં છે સરસ કામ કર્યું છે અને આજે તો ઘણી વહેલી આવી ગઇ છે મેં એને આગળ કામ સમજાવ્યું છે અને કહ્યું છે સ્તવન બધી ડીટેઇલ્સ આપશે એ પ્રમાણે સોફ્ટવેરની કાર્યક્ષમતા એનું વેચાણ અને ફીડબેક પર એની પાસે બધાં અત્યાર સુધીનાં રીપોર્ટ તૈયાર કરાવી લેજો એ તારી ચેમ્બરમાંજ છે.
સ્તવને કહ્યું ઓહ ઓકે સર હું જોઇ લઊં છું અને તમે કહ્યું એમ આગળ બીજા રીપોર્ટનું કામ સમજાવી દઊં છું.
ઓબેરોય સરે કહ્યું સ્તવન એક મીનીટ હમણાં ઓવરસીઝથી પણ ડીમાન્ડ આવી છે એમાં થોડી કોમેન્ટ્સ પણ આવી છે મને લાગે છે આપણે એ પ્રમાણે સોફ્ટવેર અપગ્રેડ કરવી જોઇએ અને વધુ સૂક્ષ્મ કામગીરી થાય એ જરૂરી છે. એમાં તારે Microtech પર ધ્યાન આપવું પડશે મને લાગે છે એ પછી આપણાં સોફ્ટવેરની ડીમાન્ડ વધી જશે. તું આ પોઇન્ટ પર આગળ કામ કરજે કાલે અને પરમ દિવસે ઓફ ડેઝ છે પણ પછી તારે એમાં ધ્યાન આપવું પડશે મને વિશ્વાસ છે કે એ પણ તું કરી નાંખીશ.
સ્તવને કહ્યું મેં એ કોમેન્ટસ જોઇ છે અને એ હું અપગ્રેડેશન કરી લઇશ મને એક વીક નો સમય લાગશે પણ તમે માંગો છો એવું રીઝલ્ટ મળી જશે.
ઓબરોય સરે કહ્યું વેરી ગુડ બેસ્ટલક અને સ્તવન થેંક્સ કહીને એની ચેમ્બરમાં આવ્યો.
સ્તુતિ એની ચેમ્બરમાં એનું કામ કરી રહી હતી સ્તવનને જોઇને ઉભી થઇ ગઇ અને બોલી વેલકમ સર, સ્તવને કહ્યું સર ? સ્તુતિએ કહ્યું ઓફીસમાં તો તું મારો બોસજ છે ને ? આવો વરરાજા એવું કહેવાય ? એમ કહીને હસી પડી. એનાં હસવામાં રહેવું દર્દ સ્તવન પારખી ગયો.
સ્તવને કહ્યું ઓબેરોય સર તારાં વખાણ કરતાં હતાં કે સ્તુતિએ રીપોર્ટસ સરસ તૈયાર કર્યા છે. સ્તુતિએ કહ્યું એમણે મારું નામ નથી લીધું એમણે કહ્યું નવી છોકરી રાખી છે એનું કામ ઘણું સારું છે.
સ્તવને આર્શ્ચયથી પૂછયું તને અહીં બેઠાં એમનાં ડાયલોગ સંભળાતા હતાં ? એટલું મોટેથી નથી બોલ્યાં. સ્તુતિએ કહ્યું મને બધીજ ખબર પડી જાય છે સ્તવન હવે મારાંથી કંઇ ખાનગી નથી રહેલું એ ફરી હસી પડી અને બોલી કેવું રહ્યું મૂવી ? મજા આવી ?
સ્તવને કહ્યું હવે તને તો બધીજ ખબર છે પછી શા માટે પૂછે છે ? સ્તુતિએ કહ્યું તારાં મોઢે સાંભળવાની મજા કંઇક ઓરજ છે.
સ્તવને કહ્યું તો તો તને એ પછી શું થયું એ પણ ખબર હશે પણ હવે ઓફીસનાં કામમાં ધ્યાન આપીએ ?
સ્તુતિએ કહ્યું બધી ખબર છે બે બોટલ લીધી છે રાણકપુર દર્શન કરી કુંભલગઢ જવાનાં છો જલ્સા છે તમારે લોકોને કંઇ નહીં ફરી આવો તમને મજા આવશે પછી ઘરે આવીને ગોળમેજી પરિષદ ભરાઇ હતી એ પણ ખબર છે.
પણ તારી વાત સાચી છે હવે ઓફીસનું કામ કરીએ તને મોટી જવાબદારી સોંપાઇ છે સોફ્ટવેર અપગ્રેડેશનની તું એમાં ધ્યાન આપજે બાકી ઓબેરોય સરે જે રોપર્ટ બનાવવા કીધાં છે એ મેં તૈયાર કરી દીધાં છે.
સ્તવને આર્શ્ચયથી પૂછ્યું હજી હમણાં તો એમણે મને સૂચના આપી છે અને તૈયાર પણ કરી લીધાં ?
સ્તુતિએ કહ્યું હું અગોચર વિશ્વની ઉપાસક છું મને હવે બધીજ સમજ પડે છે ખબર પડે છે અને આવાં કામ મારાં માટે ચપટી વગાડવા જેવાં છે જો સાચું ના લાગતું હોય તો બતાવું એમ કહીને ફાઇલ લઇને આવી અને એનું લેપટોપ પણ સ્તવનનાં ટેબલ પર મૂકીને એણે સ્કીન પર બતાવવા માંડ્યું અને બોલી એની હાર્ડ કોપી પણ કાઢીને આ ફાઇલમાં ફાઇલ કરી છે પણ તું આ અત્યારથી ઓબેરોય સરને ના આપીશ એમને તો સોમવારે સાંજે કે મંગળવારેજ આપજે મેં તારાં માટે સમય કાઢી લીધો છે.
એમ કહીને સ્તવનની સાવ નજીક આવી ગઇ. સ્તવને કહ્યું તું તારી ચેર પર બેસ કોઇ પ્યુન કે કોઇ આવી જશે.
સ્તુતિએ કહ્યું અહીં કોઇ નહીં આવે નિશ્ચિંત રહે. તું આ રીપોર્ટ જોઇલે પહેલાં. પછી હું ફરી થઇ જઊં સ્તવને એનાં લેપટોપમાં રીપોર્ટ જોવા માંડ્યા અને સ્ક્રોલ કરીને પ્રિન્ટ વ્યુ જોઇ આષ્ચર્ય પામી ગયો એણે પૂછ્યું તારી પાસે કંપનીનાં ડેટા કેવી રીતે આવ્યાં ? તે આ રીપોર્ટ આટલા ઝડપથી આટલી ચોક્સાઇથી કેવી રીતે બનાવી દીધાં ?
સ્તુતિએ એનાં હોઠ સ્તવનનાં હોઠ પર મૂક્તાં કહ્યું આ તારાં હોઠને કારણે બધુ થઇ ગયું અત્યારે તું મારો છે અને આ સમય આપણો છે લવ મી અને સ્તવને પણ એનાં હોઠ પર મૂક્યો બંન્ને જણાં એકમેકનાં હોઠ મિલાવીને ચૂમવા ચૂસવા માંડ્યા અને સ્તુતિનાં ગળાનાં નિશાન પાછાં રંગ બદલવા માંડ્યો અને સ્તવને....
વધુ આવતા અંકે - પ્રકરણ -78