વિચારોની આઝાદી... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

વિચારોની આઝાદી...

કોફીમાંથી નીકળતી વરાળની લયો ને નીરખી રહી એકનજરે, કોફી ઠંડી થતાં જ વરાળ સમી જશે. શું મારાં વિચારોનું બવન્ડર પણ આમ જ સમી જશે કે સતત ઉકળીને બાષ્પ બનશે ને વાદળ બની વરસી જશે. વીની અત્યારે એકધારા સતત વિચારો કરી રહી હતી, તેની અને વિનિતની ગઇકાલની ચર્ચાનાં.

વીનીએ જ્યારે કહ્યું કે મને કોઈ સ્વંત્રતા જ નથી, તું કહે એમજ મારે કરવાનું, બાળકો કહે તો તેનું માનવાનું, ઓફિસમાં બોસ કહે તેમ કરવાનું, ઘરમાં વડીલોની આમન્યા રાખવાની, એમાં હું ક્યાં મારી મનમરજી કરી શકું ? તું જ કહે હું ક્યાં સ્વતંત્ર ?

વિનિતે પ્રેમથી હાથમાં હાથ લઈને, ગાલ થપથપાયા અને કહ્યું, અરે પાગલ છે તું ! તું તારી વાણીથી, તારાં વિચારોથી, તારાં પહેરવેશથી, તારાં વ્યક્તિત્વનાં અસ્તીત્વથી તું સ્વતંત્ર જ છે, તે તારાં ખુદના છે.

તારી વાણીથી તો હું બોલવાનો નથી, તું અવાઝ ઉઠાવી શકે છે. મનગમતી વાત રજૂ કરી શકે છે. મંતવ્ય તારું આપી શકે છે. પણ તમારી સ્ત્રીઓની શું નબળાઈ છે કહું ? તમે જાતે પગ પર કુહાડો મારો છો ? શરૂ શરૂમાં પૂછવામાં આવે કે તારું આ બાબતમાં શું મંતવ્ય છે, તો હા કે ના માં જવાબ આપવાને બદલે શરણાગતિ સ્વીકારીલો છો, પછી અમને એવું થવા લાગે કે દરેક વખતે જો આવું જ હોય તો શું કામ પૂછવું જોઈએ ? ત્યાં તમારી સ્વતંત્રતા જોખમાય, અને વાકયુદ્ધ રચાય કે કોઈ ગણતું જ નથી. તમે જાતે પોતાની મહત્ત્વતા છીનવો છો દોષનો ટોપલો બીજા પર, કેમ ???

તમારાં વિચારો થકી તમે ઉડાન ભરી શકો છો, કાર્ય કરવા સક્ષમ હોવા છતાં એક છૂપો ડર પણ તને રહે છે કે કરી શકીશ કે નહીં. ઘરનાં બધાં તને હિંમત આપે તો તું મને કેવું ફિલ થાય છે એજ કહ્યા કરે પણ બહાર નીકળવાનો પ્રયત્ન તો તારે કરવાનો. તારાં વિચારોનો અમલ તારે કરવાનો અમે સાથ આપીએ, એમાં ક્યાં તમારી સ્વતંત્રતા ?

તને જે પહેરવેશ ગમે છે એ તું પહેરે છે, તને ખબર છે તને કયો પહેરવેશ માફક આવે, કયો સારો લાગે, કયો શરીર પ્રમાણે યોગ્ય છે. તારે નિર્ણય કરવ�
તને જે પહેરવેશ ગમે છે એ તું પહેરે છે, તને ખબર છે તને કયો પહેરવેશ માફક આવે, કયો સારો લાગે, કયો શરીર પ્રમાણે યોગ્ય છે. તારે નિર્ણય કરવાનો તારે શું પહેરવું ? એમાં તો કોઈ તને કહેતું નથી કે તું આજ પહેર. દેખાદેખી કરવી કે મનમરજી એ પણ તારી મરજી. તું તો સાડી જ પહેરે છે સ્ત્રી સાડીમાં વધારે શોભે એવું તું જ કહે વારેવારે. સુંદરતામાં ચાર ચાંદ લગાવવા તું ધાર્યું જ કરે છે ને તો એ સ્વતંત્રતા જ કહેવાય ને ?

ઘરમાં વડીલોની આમાન્યા, એ તારાં સંસ્કાર બોલે છે. તું સંસ્કારી છે એટલે આમાન્યા રાખે છે. તું પ્રેમ અને લાગણીથી કેટલી કાળજી લે છે. તને તો દીકરીનો દરજ્જો આપ્યો છે. વગર કારણનું મને ક્યારેક સંભળાવી દે પણ તને ક્યારેય નહીં. તમારાં એકબીજાની લાગણીના તાંતણા ગૂંથાયેલાં છે. તનમનથી સ્વસ્થ છે તેઓ,તો તું ઓફિસમાં જવું ત્યારે બાળકોની ચિંતા ક્યાં સતાવે છે તને ? તું આઝાદ જ કહેવાય ને ?

તું પરિવારમાં પ્રેમથી બંધાયેલી છે. પ્રેમ હોય ત્યાં અપેક્ષા હોય, તારાં પરનાં પ્રેમને કારણે અમે તને બધું કહી શકીએ કે અમારે આમજ જોઈએ. એવું તું પણ કહી શકે છે. તે એક કોશેટો રચ્યો છે તારી આજુબાજુ નાં કહેવાનો. જે તને ક્યારેક અવળા વિચારો કરવા પ્રેરે છે. અપેક્ષામાં અમે ખરા નાં ઉતરતાં સીધી વાત સ્વતંત્રતા પર આવી જાય. અમને ખબર તો હોવી જોઈએ ને તારી ઇચ્છઓની ?

તું સ્ત્રી છે તો બીજાનાં દિલની વાત સમજી જાય કે શું જોઈએ છે. અમને પુરુષોને કહેવું પડે. પોતાના હોય એમને કહેવામાં શું વાંધો ? પણ નાં, અહીંયા શરૂ થાય હું કેમ કહું ? સ્ત્રી અને પુરુષની આજ વિવિધતા છે.

તું સ્ત્રી છે, તારામાં સંકોચ, શરમ, લજ્જા, દયા, કરુણા, પ્રેમની મૂર્તિ છે તું. તું જેટલી ખુલ્લી થઈશ વાત કરીશ એટલી તું આઝાદી માણી શકીશ નહીતો મનમાં ને મનમાં હિજરાઈ ગુલામી વ્હોરીશ.



મનનાં વિચારોને વહેતાં મુકો, ક્યારેક તો મંજિલ મળશે. ખુલીને જીવતા શીખો, આઝાદી મળશે. પંખી પાંજરાનું દૂર દૂર ગગનમાં ઉડશે. ઘર મારુ ચ્હેકશે ફડફળતી પાંખો સાથે.

વીનીએ બીજી કોફી બનાવી બન્ને માટે, વિચારોનાં બવન્ડરને કોફીની જેમ ઠારી દીધા આભમાં ન પહોંચી બાષ્પ, નાં બન્યાં વાદળો. તો પણ વરસ્યો પ્રેમની આઝાદીનો વરસાદ વિનિતની વીશાળ છાતી સરસો. આજ મારી ખરી આઝાદી..

સજાવ તારી કાયા,
વિચારોની વાણીથી,
આત્માની બુલંદીથી,
ઉડ તું નીડર બની,
પાંખો સપનાભરી.

""અમી''"