જેલ નુંબર ૧૧ એ - ૧૩ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

જેલ નુંબર ૧૧ એ - ૧૩

'તો તેણે શું કહ્યું?’ રચના મૌર્વિને પૂછે છે.

‘ના પાડી. ખબર હતી મને, તે ના જ પાડશે.’ મૌર્વિ એ જુઠ્ઠું બોલ્યું.

છેલ્લા કેટલાયં સમયથી રચના અને મૌર્વિ વચ્ચે ખાસ મિત્રતાનું ઉદ્ભવ થયો હતો. વર્ષોના મિત્રની જેમ તે બંનેવ વર્તતા. અઠવાડીયા (યુટીત્સ્યાનું અઠવાળિયું ૪દિવસનું છે)માં એક વાર તો મળવાનુજ, તેમ નક્કી હતું. તબંનેમાંથી કોઈ એક તો મળવાનું કહેજ. સીધા ઘરેજ આવી જાય.

રચના ઉચ્છાવીસનતે યુટીત્સ્યાની ફાઇનાન્સ મિનિસ્ટર હતી (તેમના માંટે “આર્કીએવી” શબ્દ વપરાતો). તેની જેવા છ લોકો યુટીત્સ્યામાં કામ કરતાં હતા.

‘પછી મમ્મી સાથે વાત થઈ?’ રચના એ પૂછ્યું.

‘ના.’

‘કેમ?’

રચના ને - ખબર નહીં કેમ? - મૌર્વિની મમ્મી અને તેણી વચ્ચે ચાલતા વાકયુદ્ધનો ચુકાદો લાવી દેવામાં કઈક વધારેજ રસ હતો.

‘મે મળવા બોલાવી. તે ના આવી.’

‘ન આવ્યા, તેમ?’ રચના એ મોઢું ઊંચું કરી પૂછ્યું.

રચના

- ૨૨ વર્ષની હતી.
- નો રંગ શ્યામ અને હાઇટ ખૂબ જ ઓછી હતી.
- પાતળી હતી.
- હમેંશા લાંબા કપડાં પહરેતી.
- ની બધ્ધી આંગળિયોમાં કાળા માણેકની વીંટીઓ હતી.

તેઓ હાલ રચનાના ઘરે હતા. તેનું ઘર એકદમ નાનું હતું, એક એપાર્ટમેન્ટ જેમાં ખાલી ત્રણ રૂમો હતા. તેના ઘરમાં સોફા ન હતા, ચાર - પાંચ ખુરસિયો હતી, બેડ સાવ નાનો અને ફર્નિચરમાં ખાલી એક કબાટ હતું. રચના માનતી કે “યુટીત્સ્યા ને જે સલાહ આપું તે હુંજ ન માનું તો હું તો હિપોક્રીટ થઈ કેહવાઉ” (હિપોક્રીટ તેટલે જે માણસ કીધા કરતાં ઊંધું કરે તે).

‘હા.’

‘કે તે બોલાવાનું ભૂલી ગઈ?’

‘કદાચ ભૂલી ગઈ..’

રચના હસવા લાગી, ‘તું નહીં સુધરે.’

કહેતા રચના અંદર ગઈ અને બે ગ્લાસ પાણીના લઈ ને આવી.

‘પછી ઇન્દ્રજીત આવ્યો હતો?’

રચના પેહલી ક્ષણેતો કશુંજ ન બોલી. પછી એણે ખોટ્ટુ હાસ્ય આપ્યું, ‘એ નથી આવવાનો.’

‘અને જો તે આવે તો..’

‘હું તને જણાવીશ. પણ એ નહીં આવે પાછો. મને ખબર છે.’

‘અને મને ખબર છે કે આવવાનો જ છે.’

આટલું કહતા મૌર્વિએ પાણી પીધું. પાણી ગરમ અને મીઠ્ઠુ હતું. ઘણા દિવસો પછી મૌર્વિ એ પાણી પીધું હતું.

‘તને યાદ છે?’

‘શું?’

‘અહી જ્યારે પહેલા તે રહતો હતો, ત્યારે સામે પેલી પેંટિંગ .’

મૌર્વિને યાદ હતું.

‘હા. તેના કારણે કોઈક અજીબ વાસ આવતી હતી. તે પેંટિંગ પર શું હતું?’

‘ગન પાવડર. એ પેંટિંગમાં કાળા વૃક્ષો કરવા માંટે કોલસા, ગન પાવડર અને થોડૂક ઉકડેલું દૂધ વપરાય હતા. મને મીનાક્ષીએ કાલે કહ્યું.’

મીનાક્ષી તે છ માંની એક હતી.

‘ઉકડેલું દૂધ કેમ?’

‘શ્વેતતા અશ્વેતતા વગર અધૂરી છે.’ રચનાએ સ્મિત આપતા કહ્યું.

આટલું સાંભળી મૌર્વિ એ રચનાને ત્યજી. તે સાઇકલ પર આવી હતી.

અને સાઇકલ લઈ તે પછી તેના ઘરે ગઈ. આજકાલ સર્વ લોકો સાઇકલ ચલાવતા, નાના ઘરોમાં રેહતા, અને હળી-મળીને રેહતા. એવું કહી શકાય. આજના ભદ્ર લોકની આ ફેશન હતી.

અંદરથી તો બધા લાલચુ, અને જુઠ્ઠા જ હતા. પણ તમને મળી આનંદ થયો ના સંસ્કારો વારસાગત રૂપે આવ્યા હતા.

મૌર્વિએ તેના ઘરે પોહોંચતા પહેલા એક ફોન કર્યો. તેની મમ્મી ને.

તેની મમ્મી જેલમાં હતી. યુટીત્સ્યા કોઈની મમ્મી નથી જોતાં. ફોન ન લાગ્યો.

યુટીત્સ્યાના રાજમાં દિવસનો એકજ ફોન કરવા મળતો. અને આ ફોન બહુ કીમતી હતો.

મૌર્વિ રાહ જોઈ રહી હતી. સામે ની ગલીમાં કોઈ સાઇકલ ઉપર ગયું. રાતના અંધારામાં તે માણસ ન દેખાયું. પણ મૌર્વિ ને ખબર હતી. તે કોણ છે.

સાઇકલ પર સવાર મૌર્વિ તે ગલીમાં કોટ કુંડી ગઈ. એક બિલાડી પર પગ મૂકતાં તેણે અવાજો કર્યા. આટલુ સાંભળતા સાઇકલ સવાર પર મૌર્વિ ઢોળાઈ ગઈ.