જેલ નંબર ૧૧ એ - ૧૨ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૧૨

પ્રિય વાચક,


શું તમે જાણો છો? તમે જેલ નંબર ૧૧ - એ ને વિસ્મરણિય પ્રેમ આપી મને આભાર - ધારામાં ડૂબાડી દીધો છે. તમે મારી અશક્યતાઓની મૃત્યુનું કારણ બન્યા છો. અને તમે મારા

અશક્યતાઓનું જીવન મારા પાત્રોમાં સર્જી દીધું છે.

પેહલા ભાગ ‘તત્વાર્થ’ પછી હવે ‘સત્યાર્થ’ ઉપર આગળ વધીશું. આ ભાગની મુખ્ય પાત્ર મૌર્વિ હશે. અને જૂના પાત્રો સાથે ઘણા નવા લોકો પણ જોવા મળશે. ગૂંથેલી કડીયો ને જુદી

પાડવાનો સમય આવી ચૂક્યો છે. પણ શું આ સત્ય સ્વીકારવા તમે તૈયાર છો? અને છો તો શું તમે અહંકાર સહન કરી સકશો? શું તમે યુટીત્સ્યા ને જાણી તેણા રાઝ પામી શકશો? અને જો

તમે તૈયાર છો, તો અહીંથી આગળ વધો. અને જો તમે નથી.. તો અહીંથી જ પાછા ન ફરતા. કેમકે તમારુ મન જો તત્વાર્થ સહન કરી શક્યું હોય તો સત્યાર્થ કેમ નહીં?


લી.,

વૈષમ્ય - (લેખક)


_____________________________________________________________________________________________________________________

મૌર્વીની આંખો દરવાજા પર હતી. તેના હાથમાં એક જેપનિસ બૂક હતી. પણ તેનું ધ્યાન દરવાજા ઉપર લાગેલા કાગળ પર હતું. એક વાગી ગયો હતો, પણ એ તો આવ્યોજ નહીં. મૌર્વિને કોઈ બીઝનેસ મિટિંગમા લેટ થાય તે સહેજ પણ નતું ગમતું. તે જેપનિસ બૂકને જોઈજ રહી. આ પુસ્તક એક ડાકણ ઉપર હતી. જોરોગુમા. અળધી કરોડયું અને અળધી સ્ત્રી. લોકોને તેની તરફ આકર્ષી જૂના ઘરોમાં લઈ જાય, પછી એ લોકો તેના ઘર (જાળ) માં ફસાય એટલે તેના પગ કાઢે અને ડંખી તે માણસને ખાઈ જાય.

કાશ મૌર્વિ જોરોગુમા હોત. તો તે આ “રિપ્રેજેંટેટિવ” ને તો કમ સે કમ ડંખી શકેત. જોકે એના શબ્દ ડંખથી ઓછા ન હતા..

એ આવ્યો. એકદમ ધીમેથી તેની જગ્યાએ બેસ્યો (દરવાજો ખુલ્લો હતો) અને મૌર્વિ તરફ જોવા લાગ્યો.

‘મી.લેર. અર્નેસ્ટ?’ મૌર્વિ એ પૂછ્યું. યુટીત્સ્યાના કોઈ પણ અધિકારીને ‘મી. લેર’ (તેટલે કે ‘મીલૉવી એરલેર’) કહવામાં આવતું.

આ માણસ:

- એ એક સૂટ પહર્યો હતો,
- ના વાળ કાળા અને ચામડી સખ્ખત સફેદ હતી,
- ખૂબ પાતળો હતો,
- નું કપાળ ખુબ લાંબુ હતું;
- માંથી સીગરેટની દુર્ગંધ આવતી હતી.

‘હા.’

‘મને યુટીત્સ્યા એ કીધુ હતું તમે એક વાગ્યે આવવાનો છો.’

‘અહીં જે પણ આવે છે તેણે ચેકિંગ માટે જવું પડે છે. હું એક વાગ્યે બિલ્ડિંગમાં આવ્યો હતો, પણ.. એનિવે, યુટીત્સ્યા એ તમને જાણ કરીજ હશે.. અમને તમારી જરૂરત છે.’

મૌર્વિ થોડુંક નજીક આવી બોલી, ‘હા. યુટીત્સ્યા વોન્ટ્સ મી. અને બિલકુલ, તમને જે જોઈ છે, એ હું તમને આપી શકું છું. પણ એના માટે યુટીત્સ્યા એ મારુ એક કામ કરવું પડશે.’

‘બિલકુલ. સાથે પાંચ કાડ્રે.’

૫૦૦૦,૦૦૦૦,૦૦ /-

‘મને પાંચ લોકો જોઈએ છે.’

‘પાંચ લોકો?’ આ ઈચ્છા પાંચ કાડ્રે કરતાં પણ વધુ મોઘીં છે.

યુટીત્સ્યા પ્રમાણે એક વ્યક્તિની કીમંત ૨૮ ઓવ-ઓન છે. કાડ્રેથી ચાર ગણી કીમંત. એવા પાંચ.

‘કેમ જોઈએ છે?’

‘યુટીત્સ્યાને આપવા.’

એ વિચારતોજ રહ્યો.

‘મતલબ?’

‘ક્રિમિનલ છે એ લોકો એ યુટીત્સ્યાનો વિશ્વાસઘાત કર્યો છે.’ અને મારો પણ.. મૌર્વિ વિચારે છે.

‘કેટલા દિવસમાં?’

‘એક વર્ષ. પણ જેવી એક માણસની ખબર પડે, તરત મને જાણ થવી જોઈએ.’

‘બિલકુલ.’ એ હસ્યો.

‘શવેરલ્સ.’ મળીને આનંદ થયો.

‘શવેરલ્સ.’ કહી બહાર ગયો.

અને મૌર્વિ તેની ઓફિસની બહાર જોવા લાગી. તે એટલાન્ટિક મહાસમુદ્રમાં હતી. હા, એનું કર્મસ્થળ પાણીમાં હતું.

સામે - સામ હતું યુટીત્સ્યાનું ‘આશ્વસ્તન’- મહેલ.

ધીમેથી તેણે બહારી ખોલી. સમુદ્રમાં શ્વાસ લઈ તેણે શરીર ઢીલું મૂકી દીધું. અને પછી: મૌર્વિ સમુદ્રમાં પડી.

ધડામ, તેમ અવાજ આવ્યો. અને પાણી થર - થરવા લાગ્યું.

ની: પ્રયાસ, મૌર્વિ ડૂબી ગઈ.