રક્ત ચરિત્ર - 29 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 29

૨૯

"ભાઈ, ઉઠને..... મેં આવી મજાક કરી હતી એનો બદલો લે છે? હવે મજાક પુરી થઇ ચાલ ઉભો થા." સાંજએ નીરજને હલાવી નાખ્યો.
સુરજએ તેને પકડીને નીરજથી દૂર કરી, "નીરજ આપણી વચ્ચે નથી રહ્યો."
"ચૂપ, એકદમ ચૂપ." સાંજએ સુરજને ધક્કો માર્યો અને નીરજ પાસે બેઠી, "ઉઠી જા ભાઈ, નઈ તો હું ક્યારેય તારી સાથે વાત નઈ કરું. ઉઠ ને, ભાઈ."

"સાંજ, એ નઈ ઉઠે...." શિવાનીએ સાંજના ખભા પર હાથ મુક્યો, સાંજએ શિવાનીના સૂના હાથ અને સૂનું ગળું જોયું.
શિવાનીની રડી રડીને સુજી ગયેલી આંખો જોઈને સાંજને ધક્કો લાગ્યો, તેં નીરજને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.
"ભાઈ..... સોરી ભાઈ....." સાંજએ પોક મૂકી, તેને રડતા જોઈને ત્યાં હજાર બધાની આંખોમાંથી આપોઆપ આંસુ ધસી આવ્યાં.

"કઈ રીતે થયું આ બધું?" સાંજએ સુરજ, શિવાની અને અરુણ સામે વારાફરતી જોયું.
"સવારના સાડા નવ થયા તોય નીરજ બા'ર ન આવ્યો તો હું એને જોવા ગયો, રૂમમાં જઈને જોયું તો.... એ પંખે..." અરુણને ગળે ડૂમો બાજી ગયો.
"નીરજએ આત્મહત્યા કરી લીધી સાંજ." સુરજની આંખો ભીંજાઈ ગઈ, એ નીરજ ઉપર ગુસ્સે હતો અને ફરી ક્યારેય તેની સાથે વાત ન કરવાનો નિર્ણય લઇ ચુક્યો હતો પણ છેલ્લા ૧૨ કલાકમાં એકેયવાર તેના મનમાં એવો વિચાર ન્હોતો આવ્યો કે નીરજને કઈ થઇ જાય.

"જૂઠ, મારો ભાઈ આત્મહત્યા કરે એટલો કમજોર નથી. હું પાછી ન આવું ત્યાં સુધી કોઈ મારા ભાઈને હાથ નઈ લગાવે." સાંજએ તેનો ફોન કાઢી એક નંબર ડાયલ કર્યો અને વાત કરવા એકાંતમાં ગઈ.
અડધા એક કલાકમાં એમ્બયુલેન્સ અને પોલીસવાન સાંજના ઘર આગળ આવી, પ્રાથમિક પૂછતાછ પછી ગેસ્ટરૂમને સીલ કરી દીધો અને નીરજની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ ગયાં.

પોસ્ટમોર્ટમ પછી નીરજના પાર્થિવ દેહને અંતિમક્રિયા માટે લઇ જવાયો. નીરજને અગ્નિદાહ દેતી વખતે સાંજની આંખો કોરિધાકોર હતી અને તેંની રહીસહી લાગણીઓ નીરજની ચિતા સાથે બળીને ભસ્મ થઇ ગઈ હતી.
સમશાનથી ઘરે આવીને સાંજ સીધી તેના ઓરડામાં ભરાઈ ગઈ.
છેક બીજા દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ત્યારે સાંજ તેના ઓરડામાંથી બા'ર નીકળી.

"યુ વેર રાઈટ મિસ ચૌહાણ, ઈટ વૉઝ પ્રિપ્લેન્ડ મર્ડર." પોલીસ ઇન્સ્પેક્ટર મિશાલ જૈન આ કેસ સંભાળી રહ્યા હતા.
"તમે આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકો?" સાંજએ પૂછ્યું.
"પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ નીરજસિંહના ગળા, ઘૂંટણ અને પીઠ પર નાના મોટા ઘા હતા અને તેમની ગરદનથી સહેજ ઉપર માથામાં મૂઢમાર વાગ્યો હતો." ઈ. જૈનએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાંજના હાથમાં મૂકી.

"મતલબ, ખૂનીએ પહેલા ભાઈના માથા પર વાર કર્યો અને પછી દોરડાથી...."સાંજ તેની વાત પુરી કરે એ પહેલાજ ઈ. જૈન બોલી ઉઠ્યા,"યસ, ખૂનીએ દોરડું નીરજસિંહના ગળાની આસપાસ વિંટાળી અને એમને ટૂંપો આપવાનો ટ્રાય કર્યો. એમના ગળા પર જે ઘા છે એ જરૂર નીરજસિંહના પોતાના હોવા જોઈએ, એમણે....."
"ભાઈ દોરડું છોડાવવાનો પ્રયત્ન કરતો હશે ત્યારે વાગ્યા હશે, અને આ બધાંમાં એને પીઠ અને ઘૂંટણમાં નાના મોટા ઘા વાગ્યા હશે." સાંજનો અવાજ તરડાઈ ગયો હતો.

"શક્યતા તો આ જ છે, અમે તપાસ કરી રહ્યા છીએ. તમને કોઈ શકમંદ જણાય તો અમને ઇન્ફોર્મ કરી દેજો." ઈ. જૈન ત્યાંથી નીકળી ગયા.
"આ ઘરમાં ઘૂસીને નીરજને મારવાની પ્લાનિંગ કરી શકે એટલી હિમ્મત તારા એકેય દુશ્મનમાં નથી." શિવાની આવીને સાંજની બાજુમાં બેઠી.
"એટલે?" સાંજ હાલ સમજી વિચારી શકે એ હાલતમાં ન્હોતી.

"કોઈ જાણતું હતું કે કાલે રાત્રે આપણા ઘરમાં ઝગડો થયો હતો અને એ માણસ જાણતું હતું કે આ એકજ રાત એવી છે જ્યારે આપણા ઘરમાં કોઈજ સતર્ક નહિ હોય." શિવાની આકાશ તરફ જોઈને બોલી.

"આ અચાનક બનેલી યોજના હતી...." સાંજએ શિવાની સામે જોયું.
"અને જ્યાં સુધી આ ઘરનું કોઈ માણસ અથવા આ ઘરને સારી રીતે જાણતું કોઈ માણસ દગો ન કરે ત્યાં સુધી અચાનક બનેલી યોજના પાર પાડવી શક્ય નથી." શિવાનીએ સાંજની આંખોમાં જોયું, બન્નેને એકબીજાની આંખોમાં સત્યને જાણવાની ઝંખના દેખાઈ.

"તું આ બધું કેમ કરી રહી છે? જે માણસએ તને દગો આપ્યો હતો એના માટે આટલુ બધું કેમ?" સાંજ હજુયે શિવાનીને જોઈ રહી હતી.
"એ માણસને મેં આખી જિંદગી ઝંખ્યો છે, એને ચાહ્યો છે. મેં એને માફ નથી કર્યો, હું ઈચ્છતી હતી કે એને સજા મળે પણ દગાની સજા મૃત્યુ ન હોઈ શકે સાંજ." શિવાનીની આંખો થોડી ભીંજાઈ ગઈ.

સાંજ ઉભી થઈને તેના ઓરડા તરફ વળી ત્યારે તેના ઘરમાં કામ કરતી બે સ્ત્રીઓની વાતો તેના કાને પડી.
"આખરે પત્ની તો પત્ની જ છે. કુંવરસાહેબએ ઓલી ડાયનમાં શું જોયુ હશે કે શિવાનીભાભી જેવી છોકરીને દગો આપ્યો." પહેલી સ્ત્રીએ છણકો કર્યો.
"સાચી વાત, ઓલી રતન તો ખુબ પ્રેમ પ્રેમ કરતી'તી પણ કુંવરસાહેબનું મોઢું ભાલવાયે નો આવી." બીજી સ્ત્રીએ સુર પુરાવ્યો.


"રતન...." સાંજનું મગજ ચસક્યું, એને તેના માણસોને રતનને લઇ આવવાનો હુકમ આપ્યો.
"રતનના ઘરને તાળું મારેલું છે, અડોસપડોસમાં પણ કોઈને ખબર નથી કે એ લોકો ક્યાં ગયાં છે." પહેલો માણસ બોલ્યો.
"રતન અને તેનો પરિવાર રાતોરાત ગાયબ થઇ ગયો બેનબા." બીજો માણસ બોલ્યો.

"તમે બધા અલગ અલગ દિશામાં જાઓ અને રતન જ્યાં દેખાય ત્યાંથી ઉઠાવી લાવો, પાતાળમાં શોધવી પડે તો શોધો પણ મને રતન જીવતી જોઈએ." સાંજનું વાક્ય પૂરું થયું કે તરત બધા માણસો ગાડીઓ લઈને નીકળી ગયા.

સાંજએ નીરજને યાદ કરીને કસમ ખાધી,"જો મારા ભાઈની મોતનું કારણ તું નીકળીને રતન, તો હું તારી જિંદગીને નર્ક બનાવી દઈશ. હું તને મારીશ નઈ પણ તારી એવી હાલત કરીશ કે તું પળ પળ મોત માંગીશ, મૃત્યુ ઝંખીશ."

ક્રમશ: